શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૫ Herat Virendra Udavat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૫



શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો
પ્રકરણ ૫: એમ.ટી.પી. ( ગાયનેક ની બારીમાં ડોકાચીયુ)


શિયાળાની હાડ થીજવતી રાત.
ઠંડા વહેતા પવનની સાથે,
ધીમે ધીમે ચાલતો બાળકોનો શ્વાસ અચાનક અને આકસ્મિક રીતે ઘણો વધી જાય છે અથવા અટકી જાય એવી આ ઋતુ.
એક હાથમાં વિગો અને બીજા હાથમાં ફોન પકડીને રમતા બચ્ચાઓ. દુનિયાના બધાજ દુખથી દૂર , પોતાનીજ મસ્તીમા તલ્લીન એવા મારા વોડૅના માસૂમ બાળકોને હું જોતો હતો, એવામાં અચાનક ફોનમાં રિંગ વાગી,
નામ વાંચ્યુ,
"હાર્દિ"
સોલા સિવિલ હોસ્પિટલમાં એમ.એસ. ગાયનેક કરતી મારી સૌથી ક્લોસ ફે્ન્ડ એટલે ડૉ. હાર્દિ શુક્લ.
મેં ફોન રિસિવ કર્યો.
સામેથી થોડીક સેકન્ડસ સુધી કોઇ જવાબ ના આવ્યો.
મેં પૂછ્યુ,
"હાર્દિ, શું થયુ?"
તેણે કિધું
"કંઇ નઇ, તુ બોલ, મજામાં?"
અવાજમા ઉત્સાહની ઉણપ, દરેક શબ્દમા છલકાતો એક પ્રકારનો નિસાસો અને જાણે કે કંઇક કેહવુ છે,પણ કહેવામાં થતો ખચકાટ.
આ તમામ વસ્તુ હું સમજી શક્તો હતો.
મને પહેલા થયુ કે ઇમરજન્સી કરીને થાકી હશે એટલે અવાજમા ફિક્કાશ છે.
હાર્દિ સ્કૂલ ના સમયથી મારી સાથે હતી એટલે તેના મનમાં શું ચાલી રહ્યું હશે એ જાણવામા મને વધારે વાર નતી થતી.
મેં પૂછ્યુ,
" શું થયુ હાર્દિ?
કોઇ પ્રોબ્લેમ છે?
કોઇ તને બોલ્યુ કંઇ?"
હાર્દિએ કિધુ,
"કંઇ નથી થયુ, વાત જ રેહવા દે."
લાખ વખત પૂછ્યા પછી તેણે એક જ વાક્ય કીધુ,
"આજે મારાથી એ કામ થઇ ગયુ જે મારે ક્યારેય કરવું જ ન હતું...!"
રહસ્યોથી ભરેલા આ એક વાક્યના લીધે મારુ ટેન્શન વધી ગયુ.
હાર્દિ ક્યારેય પોતાનુ દુખ બીજા સાથે શેર કરવામાં વિશ્વાસ રાખતી નથી, એટલે એના જોડેથી તેની તકલીફ જાણવી ઘણુ મુશ્કેલ છે.
વારે વારે પૂછવા છતા પણ કોઇ સામેથી કોઇ જવાબ ના મળ્યો.
સામે છેડે એ રડતી હોય તેવુ મને લાગ્યુ,
હવે હદ હતી,
"હાર્દિ હવે તો કહેવુ જ પડશે કે શુ થયુ?"
મારા અવાજમા ગુસ્સો અને વિનંતી બંને હતા.
હાર્દિએ વાત શરૂ કરી,
"તને ખબર છે એક ગાયનેકોલોજીસ્ટ માટે સૌથી બેસ્ટ મોમેન્ટ કઇ હોય?"
જ્યારે તમે બચ્ચાના ધબકારા પહેલી વાર સાંભળો અને સોનોગ્રાફીમા તેની એક્ટિવીટી જોવો ત્યારે...!
ગઇ કાલેજ મે એક ૨૪ વષૉના બહેનની સોનોગ્રાફીમા હૃદયના ધબકારા અને તેની એક્ટિવીટી જોઇ હતી અને આજે પેશન્ટનુ મારે "એમ.ટી.પી."( મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સિ ) કરવુ પડ્યુ.
મે કિધુ, "એમા શું કામ આટલુ દુખ લગાડે છે?"
મને આ વાત ઘણી સહજ લાગી.
હાર્દિ એ કહ્યું,
"મને પણ આ વાત પહેલા સહજ જ લાગતી હતી, પણ આજે આ પ્રોસીજર કયૉ બાદ મને ઘણુ દુખ થયુ, કોન્ટ્રાસેપ્ટિવ ફેલ્યરના લીધે હોય કે કપલ્સની ભૂલના લીધે હોય, સજા એ નાનુ બચ્ચુ કેમજ ભોગવે?
ગાયનેક મે બચ્ચાઓને જીવતા આ દુનિયામા લાવવા માટે લીધુ છે, તેમના એમ.ટી.પી. કરવા માટે નઇ."
મે કિધુ,
"જે પેરેન્ટસ પોતાની મરજીથી તેમના અંગત કારણોસર બાળકને આ દુનિયામા લાવવા નથી માંગતા તેમના માટેની જ આ લિગલ પ્રોસિજર છે."
હાર્દિએ ફક્ત એટલુ જ કહ્યુ,
" બધીજ વાત સાચી છે, બાળકને જન્મ આપવો કે નહિં એ હક ફક્ત તેના માતા પિતાનો જ છે,
પણ અનાયાસે થયેલા એ બચ્ચાનુ મૃત્યુ કરવાનુતો એક ગાયનેકોલોજીસ્ટ ના જ હાથમા આવે, અને આ ક્ષણે મને હજારો મા ની સૂની કોખ યાદ આવે છે, જે વર્શોથી એક બાળકને ઝંખે છે..!"
આ વેધક સવાલોનો જવાબ મારી પાસે ન હતો.
હું ફક્ત સાંભળી રહ્યો.
એમ.ટી.પી. એની જગ્યાએ બરાબર હતુ પણ હાર્દિની વાત પણ એની જગ્યાએ સાચી હતી.
બંને પક્ષો સાચા હોય ત્યા પરિણામ મળવુ મુશ્કેલ છે..!
પિડિયામાંથી ગાયનેકની બારીમાં અમસ્તુ ડોકાચિયુજ કર્યુ હતુ પણ સામે લાગણીઓથી ભરેલુ યુધ્ધનુ મેદાન દેખાયુ,
અને એક સાથે મા અને તેનુ બાળક બચાવવા વાળા સફેદ એપ્રનમા સજ્જ ઇશ્વર રૂપી ગાયનેકોલોજીસ્ટ દેખાયા...!

Dedicated to all obstetricians and Gynacologists..!!

ડૉ. હેરત ઉદાવત.