જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી.
આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત.
થોડાક દિવસો વિત્યા. જીજ્ઞાના મમ્મીના ગયા એના હજુ લગભગ ૨૦ જ દિવસ થયા હતા એટલે જીજ્ઞાની સગાઈ સાવ સાદાઈથી કરવાનો નિર્ણય ગીરધનભાઈએ કર્યો હતો. ખબર નહીં કેમ ગીરધનભાઈ આમ અચાનક જ જીજ્ઞાની સગાઈ કરાવી રહ્યા હતા. આજે સગાઈનો દિવસ હતો. રૂમમાં એકલી બેઠેલી જીજ્ઞા અંદરથી સાવ ખોવાઈ ગઈ હતી. આખમા આસુ રોકાવાનુ નામ નહોતા લઈ રહ્યાં. જીજ્ઞાને અંદથી એક જ વાત ખટકી રહી હતી કે હવે એની જીંદગીનો કદાચ એક જ ઉદ્દેશ છે કોઈનુ ઘર ચલાવતા ચલાવતા મરી જવુ ? . રુહાન અને જીજ્ઞા બંનેની હાલત ખુબ જ ખરાબ હતી. જીજ્ઞાએ કહ્યું હતું કે તેની સગાઈનુ કારણ તને કોલેજમાંથી જ મળશે પરંતુ રુહાને કોલેજ જવાનુ જ બંદ કરી દિધુ હતુ.
આ બાજુ જીજ્ઞાના ઘરે તેના નજીકના મહેમાનોની આવવાની શરૂઆત થાય છે. પુર્વી જીજ્ઞાને સાદાઈથી તૈયાર કરવા આવે છે અને રડતી જીજ્ઞાને જોઈને તેની આખના આસુ લુછે છે અને તેને ગળે લગાનીને પોતાની આખમાં આસુ લઈ આવે છે.
આ બાજુ જીજ્ઞાની સગાઈના દુઃખમા અને દારૂના નશામાં ડુબી ગયેલા રુહાનને પોતાની એક્ટિવા પર બેસાડીને રવી લઈ જઈ રહ્યો હતો. થોડા આગળ ચાલતા સંજયસિહ તેની ગેંગના સાત આઠ ગુંડાઓ સાથે સામેના રસ્તેથી આવી રહ્યો હતો. રુહાન અને રવીને જોતા સંજયસિહ અને તેની ગેંગના લોકો પોતાનુ બુલેટ રવીની એક્ટિવા સામે ઉભુ રાખે છે જેથી કરીને મજબુરન રવીને પોતાની એક્ટિવા રોકવી પડે.
રવી પોતાની એક્ટિવા રોકે છે. પાછળ નશામાં ધુત એવા રુહાનને ખબર પણ નથી કે રવીની એક્ટિવા સંજયસિહે રોકી છે.
કેમ છે રવી બાબલા...ભારે અવાજમાં ગુંડાની જેમ સંજયસિહે રવીને કહ્યું.
અમે જેમ હોય તેમ અત્યારે અમારે મોડુ થઈ રહ્યું છે અમને જવા દે...રવીએ કહ્યું.
એ અમારો પ્રશ્ન નથી બાબલા અમે કહ્યું ઉભો રહી જા મતલબ ઉભુ રહી જવાનુ...સંજયસિહે કહ્યું.
કોણ છે બે...નશામાં ઘુત શરાબી જે રીતે બોલે તે રીતે બોલતા રુહાને કહ્યું.
અરે આ તો રુહાન સાહેબ છે પોલીસ વડાના પુત્ર. કિસ દુનીયામે હો આજ કલ રુહાન સાહેબ...નખરા કરતા કરતા સંજયસિહ બોલ્યો.
તારા બાપનો નોકર નથી કે તને જ્યા પણ જાઉ ત્યા બતાવીને જાઉ...રવીની પાછળ બેઠેલા રુહાન પોતાનુ મો ઉપર કરીને શરાબીની જેમ જ સંજયસિહને કહ્યું.
બે તારી તો તારો બાપ પણ બચાવવા નહીં આવે... પોતાના બાઈક પરથી ઉતરીને રુહાનને મારવા જતા સંજયસિહના સાથીએ કહ્યું .
બે થોભી જા એને મારવાની કોઈ જરૂરિયાત નથી... મારવા જતા સાથીને પોતાની બાઈક પરથી ઉતરીને રુહાન પાસે જતા સંજયસિહએ કહ્યું.
જો તારે જે કંઈ પણ દુશ્મની હોય તે પછી કાઢી લેજે અત્યારે એની હાલત બરાબર નથી...રવીએ રુહાન તરફ આવતા સંજયસિહને કહ્યું.
રુહાન હાલ એટલો નશામાં હતો કે તેને ઠિકથી સંજય સિહનો ચહેરો પણ નહોતો દેખાઈ રહ્યો.
તુ ચિંતા ના કર રવી આમેય અમે આજે કોઈને મારવાના મૂડમાં નથી...રુહાનનુ મો પકડતા સંજયસિહે કહ્યું.
તારી દુશ્મની છે તો કાઢી લેને પછી હાથમાં આવે ન આવે ...સંજયસિહના મિત્રએ કહ્યું.
જવા દે ભુરા આપણે આની સાથે જેટલી મોટી દુશ્મની નહોતી તેના કરતા પણ મોટો બદલો તો આપણે આની સાથે લઇ ચુક્યા છીએ. અને આજે આના આ હાલનુ કારણ પણ આપણે જ છીએ બકા...સંજયસિહે જોર જોરથી દાત કાઢતા કહ્યું.
મતલબ... રવીએ સંજયસિહને પુછતા કહ્યું.
ઓહ તો તારે જાણવુ છે. અચ્છા ચાલ તને આજે બતાવી જ દઉ એટલે શું આ જ્યારે ભાનમાં આવે ત્યારે તારી પાસેથી આ વાત એની પાસે પહોચી જાય...ફરીથી નખરા કરતા કરતા સંજયસિહ બોલ્યો.
સજંય સિંહ દ્વારા બદલાની આખી વાત.
રુહાન તુ તારી ગર્લફ્રેન્ડની સગાઈમા ના ગયો ? તને ખબર છે એ સગાઈ થવાનુ એક માત્ર કારણ કોણ છે... સંજયસિહે ગુરુર સાથે કહ્યું.
કોણ ?...પ્રશ્ન કરતા રવીએ સંજયસિહને પુછ્યું.
હું...સંજયસિહે કહ્યું.
સંજયસિહના મોઢે આટલુ સાંભળતા જ રવીને અંદરથી ખુબ જ મોટો ઝટકો લાગ્યો.
મતલબ તુ કહેવા શુ માગે છે અને આ બધુ કઈ રીતે અને કેમ બે ?... રવીએ કહ્યું.
રુહાનભાઈએ જે દિવસે આખી કોલેજમાં મારી આબરૂ કાઢી અને મારી ખુરશી છીનવી લીધી તે દિવસથી જ મે નક્કી કરી લીધું હતું કે હુ રુહાન અને જીજ્ઞા બંનેની જીંદગી બરબાદ કરી નાખીશ. તે દિવસથી હુ તો કોલેજ ન આવ્યો પરંતુ મારા એક માણસને મે બંનેની જાસુસી કરવા રાખી દિધો. તે ચોવીસ કલાક રુહાન અને જીજ્ઞા પર ધ્યાન રાખતો. પહેલા તો મારો ધ્યેય માત્ર એટલો જ હતો કે જ્યારે પણ બંને એકલા હોય ત્યારે બંનેના હાથ પગ તોડી નાખુ. પરંતુ મને રાત્રે મારા એ માણસનો કોલ આવ્યો કે જીજ્ઞા અને પુર્વી બંને હોસ્ટેલની દિવાલ ઓળંગીને રુહાન અને રવી અને મહાવીર સાથે ક્યાય બહાર જઈ રહ્યા છે એટલે તુરંત જ મારા મગજમાં એવો એક આઈડિયા આવ્યો કે જેનાથી હુ બંનેને વગર હાથ લગાડે બરબાદ કરી શકુ. મે એ માણસને કહી દીધું કે તુ એ બંનેના એવા ફોટો પાડીલે કે જોવા વાળો વ્યક્તિ એવુ સમજે કે બંને યા તો એક બીજાને પ્રેમ કરે છે યાતો કઈક આડા અવળા કામો માટે જાય છે. એટલા મારા માણસે જીજ્ઞાના હોસ્ટેલની દિવાલ ઓળંગવાના. રુહાનની સાથે તારા ફ્લેટમાં રાતે જવાના અને ખાસ ફોટા તો ત્યારે મળ્યા જ્યારે જીજ્ઞા અને રુહાન એક જ એક્ટિવા પર રાતના સમયે એક સાથે મનીષભાઈના ડાયરેક્ટરના ઘરે જઈ રહ્યા હતા. ત્યા પણ ઘરમાં જતાના અને રુહાને જ્યારે જીજ્ઞાને પ્રપોઝ કરી રહ્યો હતો ત્યારે બધા જ ફોટા મારા માણસે પાડી લીધા. અને હદ તો ત્યારે થઈ કે જ્યારે તમે અહમદાબાદ બધા એક સાથે ફરવા ગયા હતા. મે આ બધાજ ફોટાઓ અમદાવાદમાં રહેતા જીજ્ઞાના પિતાને એક લેટર સાથે કુરીયર કરી આપ્યા અને એ લેટર મે કઈક આ રીતે લખ્યો હતો. કે ડિયર અંકલ હુ તમારો શુભચીંતક છુ. મને શોધવાની કે મારુ નામ જાણવાની તમારે કોઈ જ જરૂર નથી. આ કવરમાં રહેલા ફોટાઓ તમારી દિકરી અને તમારી દિકરીને શરીર માટે પ્રેમ કરતા એક મુસ્લિમ યુવકના છે. તમારી દિકરી એની સાથે એના ફ્લેટમાં પણ જાય છે અને હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે એ મુસ્લિમ યુવક તમારી દિકરીની ભુખમા અમદાવાદ પહોંચી ગયો અને તમારી દિકરી પણ બિન્દાસ બનીને તેની સાથે આખુ અમદાવાદ ફરી રહી હતી. પ્રુફ ફોટામાં છે જ. મારૂ તમને આ ફોટાઓ પહોચાડવાનુ પાછળનુ ઉદેશ્ય એટલુ જ છે કે એક હિંદુની છોકરીને બહેલાવી- ફુસલાવીને જો કોઈ તેનો ઉપયોગ કરી રહ્યો હોય તો તેને બચાવવાનુ છે. હુ પણ તમારી જેમ જ એક કટ્ટરવાદી હિંદુ છું. તમારી છોકરીને બચાવી લ્યો અંકલ નહીતર હવસની આગમાં ભુખ્યો આ મુસ્લિમ છોકરો તમારી છોકરીને ક્યાયની નહીં છોડે. અને હા તમારી છોકરીને આ મુશ્કેલીમાથી કાઢવાનો એક જ ઉપાય છે અને એ ઉપાય છે એની સગાઈ. કેમ કે છોકરો ખુબ જ મોટી પાર્ટીનો દિકરો છે એને તમે કોઈજ જાતની હાની નહીં પહોચાડી શકો અને પોતાની છોકરીને મારવાનો કે ધમકાવાનો કોઈ ફાયદો નથી. એટલે મારા ખ્યાલ મુજબ તો એની સગાઈ કરાવી દેવી જ સૌથી સારો અને સરળ રસ્તો છે આ મુશ્કેલીનો. જેથી ગામમા તમારી ઈજ્જત આબરૂ પણ બચી જશે અને છોકરી પણ હાથમાંથી જતી બચી જશે. મારૂ કામ તમને જણાવવાનુ હતુ બાકી તમારે શું કરવુ અને શુ ન કરવુ એ તમારા હાથમાં છે. લી. તમારો શુભચિંતક...(જાણી જોઈને ગીરધનભાઈને વધારે ગુસ્સો આવે એ માટે મુસ્લીમ શબ્દનો ઉલ્લેખ સંજયસિહે લેટરમા કર્યો. રુહાન અને જીજ્ઞાની જીંદગી પોતાના બદલા લેવાના ઉદેશ્ય થી બરબાદ કરી ચુક્યો હતો સંજયસિહ) આ બધી જ વાત સંજયસિહે રવીને રુહાન સાંભળે તેમ કહી.
આ વાત સાંભળી રવી ખુબ જ શોકમા મુકાઈ ગયો હતો.
અને પાછળ નશામાં ધુત રુહાનને આ વાત સહન ન થતા પોતાની એક્ટિવામાંથી નીચે ઉતરીને સંજયસિહને જોરથી તમાચો મારી દે છે. રુહાનનો તમાચો લાગતા સંજયસિહ પાછળ પડેલા પોતાના બાઈક સાથે ટકરાય છે. આ દ્રશ્ય જોઈ સંજયસિહના દોસ્તો ગુસ્સે ભરાય છે અને રુહાનને પાટુ મારી નીચે પાડી દે છે. સંજયસિહ પણ ગુસ્સે ભરાય છે અને ઉભો થઈને રુહાનનો શર્ટ ગરદનના ભાગમાં પકડે છે અને રુહાનને જોર જોરથી લાફા મારવા લાગે છે. રુહાનને માર ખાતો જોઈ રવી પોતાની એક્ટિવા પડતી મુકી રુહાનને બચાવવા જાય છે.
રુહાન અને તેને બચાવવા આવેલા રવીની સંજયસિહ અને તેના મિત્રો દ્વારા ખુબ જ પીટાઈ થાય છે. આમ તો રુહાન સંજયસિહને મારી પહોચવા એકલો કાફી છે પરંતુ નશાના કારણે રુહાન એકલા સંજયસિહના હાથે ખુબ જ માર ખાઈ રહ્યો હતો. એક બાજુ તેના બધા મિત્રો ભેગા થઈને રવીને મારી રહ્યા હતા.
આ બાજુ જીજ્ઞાની સગાઈ ચાલી રહી હતી. જીજ્ઞાનો થનારો પતિ જીજ્ઞાને જમણા હાથ પર સગાઈની નીશાની ગણાતી એવી ખુબ જ સુંદર હિરા વાળી વીટી પહેળાવીને જીજ્ઞાને સમાજની દ્રષ્ટિએ પોતાની કરી લે છે પરંતુ હ્દયથી તો જીજ્ઞા રુહાનની જ હતી પરંતુ આપણા સમાજને તો તમે જાણો જ છો. આ બાજુ જીજ્ઞાની સગાઈ થઈ રહી હતી અને આ બાજુ રુહાન અને તેના મિત્ર રવીને સંજયસિહ અને તેના મિત્રો ભેડીયાની જેમ માર મારી રહ્યા હતા. રુહાનના નાકમાથી અને સર પરથી લોહી નિકળી રહ્યુ હતું. રુહાનની આખમાથી આસુ નિકળવાની શરૂઆત થાય છે પરંતુ એ આસુ રુહાનને જે માર લાગી રહ્યો હતો તેના નહોતા પરંતુ તેના દિમાગમાં એક જ વાત ઘુમી રહી હતી કે તેની જીજ્ઞા આજે કોઈ બીજાની થઈ ચુકી હશે. રુહાનને સંજયસિહ દિવાલ સાથે તો ક્યારેક થાંભલા સાથે અથડાવતો પરંતુ રુહાનનુ ધ્યાન તો જીજ્ઞામા જ હતુ તેને આ મારની કોઈ જ અસર નહોતી થઈ રહી.
માર માર્યો બાદ સંજયસિહ અને તેના મિત્રો ત્યાથી જતા રહે છે. રોડ એકદમ શાંત હતો. એક બાજુ રુહાન અને રવી પડેલા હતા અને એકબાજુ એમની એક્ટિવા. બંનેમાથી એકેયમાં જાતે ઉભા થવાની તાકાત નહોતી. આ બાજુ જીજ્ઞા પણ પોતાના ઘરની છત પર એકલી આવીને બેસી જાય છે અને વારંવાર રુહાનને યાદ કરીને રડવા લાગે છે. જાણે એવુ જ લાગી રહ્યું હતું કે રુહાન જીજ્ઞાની રૂહે રૂહમાં વસી ગયો હતો. અને આ બાજુ રુહાનની હાલત તો પહેલેથી એવી જ હતી. આટલો માર ખાધા બાદ પણ રુહાનને એ મારનો બિલકુલ દર્દ નહોતો. કેમ કે રુહાનના દિલનો દર્દ એના કરતા ઘણો મોટો હતો.
વરસાદની શરૂઆત થાય છે. કદાચ ભગવાને જ આ ગરમ થઈ ગયેલી પરિસ્થિતિને ઠાળવા માટે જ વરસાદ વરસાવ્યો હોય તેવુ લાગી રહ્યું હતું. આ બાજુ જમીન પર પડેલો રુહાન અને પેલી બાજુ છત પર બેઠેલી જીજ્ઞા બંને એક જ વરસાદમાં ભીંજાઈ જરૂર રહ્યા હતા પરંતુ બંનેની જમીન ઘણી અલગ થઈ ચુકી હતી.
મહાવીર તેના બીજા દોસ્તોની સાથે રવી અને રુહાનને શોધતો શોધતો આવી પહોચે છે અને બંનેને આ હાલાતમા જોઈને તુરંત જ હોસ્પિટલ ખસેડે છે.
હોસ્પિટલ પહોચીને રુહાનના બહારના જખમનો તો ઈલાજ થઈ જશે પરંતુ અંદર હ્દયમાં જે જખમ લાગ્યુ છે તેનુ શુ થશે તે જોવુ રહ્યુ.
બંનેના જીવનની ગાડી ક્યા જઈને અટકાશે અને તે સ્ટેશન પર પહોચશે કે નહીં વગેરે જાણવા માટે વાચતા રહો બે પાગલના આવનારા આગલા દરેક ભાગો.
વાચવા બદલ ખુબ ખુબ આભાર. તમે તમારો અભિપ્રાય મને મારા whats app no. 6352100227 પર પણ આપી શકો છો અને મને instagram પર varun_s_patel પર ફોલો કરી શકો છો. આમ વાચતા રહેજો અને મને પ્રોત્સાહન પુરૂ પાડતા રહેજો.
SPECIAL THANK YOU MY ALL READERS
। જય શ્રી કૃષ્ણ । ।શ્રી કષ્ટભંજન દાદા સત્ય છે ।
NEXT PART NEXT WEEK
BY:- VARUN SHANTILAL PATEL