બીલીપત્ર
બોટાદ જિલ્લા માં નશીતપર નામનું ગામ છે. ત્યાં જવા માટે એક નદી પાર કરવી પડે..જ્યારે નદી માં પુર આવતું ત્યારે ત્યાંના લોકો એક છેડે થી બીજી બાજુ જઇ નહોતા શકતા. એ નદી ઉનાળામાં સુકાઈ જતી અને ચોમાસા માં પાછી છલોછલ થઈ જતી. નશીતપર માં રામુકાકા ચરપંચ હતા અને તેને પોતાની જિંદગીમાં ઘણું બધું જોયેલું હતું.
એકવાર રામુકાકા પાસે એવી સમસ્યા આવી કે રામુકાકા પણ સાંભળી ને સ્તબ્ધ થઈ ગયા તેનો ઉકેલ ન હતો રામુકાકા પાસે..
એક દુઃખી માતા રામુકાકા પાસે ઉભી હતી અને તે પોતાના 8 વર્ષ ના બાળક માટે ભીખ માંગી રહી હતી..!! તો વાત એમ હતી કે ઉનાળાની રજા હતી નદી માં પાણી સુકાઈ ગયું હતું , અને બધા છોકરાઓ ત્યાં દડે થી રમતા હતા. તેમાં એક સાગર નામનો સૌથી નાનો એટલે કે લગભગ 8 વર્ષનો બાકી બધા 9-10 વર્ષ ના હતા એટલે બધા એ સાગર ને ઘણો દૂર ઉભો રાખ્યો હતો જેથી દડો વાગી ન જાય. સાગર પોતાની દુનિયા માં જ મસ્ત હતો તેને એક મહિલા ને નાના બાળક સાથે જોઈ કે તરત વિચાર આવ્યો કે આ બાળક આવતું ક્યાંથી હશે ? શુ ઉપર થી ભગવાન આપતા હશે ? ખેર જે હોય તે મારે શું એમ કરી પાસું રમવામાં ધ્યાન આપ્યું..!! થોડી વાર થતી ત્યાં બીજા વિચારો આવતા કે છોકરી અને છોકરા બને ને અલગ કેમ બનાવ્યા હશે ? ત્યાં નદી કિનારે એક ખુટિયાને જોઈને નવો વિચાર આવ્યો કે આ ખુટિયા તો ભગવાને સાવ બેફિકર જ બનાવ્યા છે તેની કોઈ દુનિયા માં જરૂર જ નથી , સાગર ના ઘરે બે ગાય અને ત્રણ ભેંસ હતી એટલે તેને ગાય બાબતે નાનપણ માં જ ઘણું બધું સાંભળેલું કે ગાય માતા છે અને તે દૂધ આપે છે જેના થી આપણને શક્તિ મળે છે પણ ખુટિયા નું ખાલી નામ જ ખબર..!!
નદી કિનારે એક ઝૂંપડી માં વૃદ્ધ ડોશીમા રહેતા, નામ તો તેનું કોઈ નહોતું જાણતું પણ ગામવાસી તેને અમ્મા ના નામથી બોલાવતા, તેણે સાગર ને રમતો જોયો એટલે નજીક બોલાવ્યો અને પૂછ્યું કે બેટા અહીં આવ તો..!! સાગર તો તેની મસ્તી માં કૂદતો કૂદતો આવ્યો અને બોલ્યો બોલો અમ્મા શુ કામ છે. અમ્મા એ કહ્યું બેટા તારું નામ શું છે ? તે બોલ્યો સાગર.!!
ડોશીમા અંદર ઝૂંપડી માં ગયા અને બોલ્યા જરા ઉભોરે જે.. પછી થોડી વાર માં જ ડોશીમા એક થેલી સાથે બહાર આવ્યા. અને સાગર ને કહ્યું કે આ થેલી માં બિલ્લી પત્ર છે જે તું શિવમંદિરે આપી દઈશ ? સાગરે કહ્યું હા અને તે બધા ભાઈબંધોને જણાવી શિવમંદિર તરફ નીકળ્યો..
શિવમંદિર
શિવમંદિર ગામ માં પ્રવેશ કરતા જ જમણી બાજુ આવેલું છે . શિવમંદિર ની એકદમ સામે બસસ્ટેન્ડ હતું અને ત્યાં ચાર રસ્તા પડતા હતા, એક રસ્તો નશીતપર તરફ,તેની સામે નો રસ્તો બોટાદ જતો હતો,પુલ વાળો રસ્તો ગઢડા અને ચોથો રસ્તો રોહિશાળા જતો કે જ્યાં આવડ ખોડલ ની જન્મ ભૂમિ છે..!! ભલે ચાર રસ્તાની ચોકડી હતી પણ મોટાભાગે તે સુમસામ જ રહેતો.
શિવમંદિર માં એક પૂજારી હતા નામ એનું મનોજ પંડિત પણ પૂજારી થયા પછી તેને અખંડવીહારી નામ ધારણ કરેલું, અખંડવિહારી મૂળ બ્રાહ્મણ અને તેના દાદા પરદાદા થી શિવમંદિર માં પૂજારી ની સેવા ચાલી આવતી એટલે અખંડવિહારી નાનપણ માં જ તૈયાર થયેલા હતા. 1 થી 7 ધોરણ નશીતપર માં ભણીને આગળ ભણવાની ઇચ્છા ન હોવાથી પૂજારી ની સેવામાં લાગી ગયેલા..
સાગર ને દૂર થેલી સાથે ચાલી ને આવતો જોઈ પૂજારી ને લાગ્યું કે નક્કી આ અમ્મા એ બિલ્લીપત્ર મોકલ્યા હશે . અમ્મા ની ઝૂંપડી જ બીલીપત્ર ના ઝાડ નીચે હતી, શિવમંદિર પાછળ બિલ્લીપત્ર વાવેલું પણ તે હજી નાનો એવો છોડ જ હતો એટલે શિવલિંગ પર ચડાવવા માટે અમ્મા દરરોજ કોઈના જોડે બિલ્લીપત્ર મોકલાવતા.
પૂજારી સામે રોડ સુધી સામે આવ્યા એટલે સાગર ત્યાંજ બિલ્લીપત્ર ની થેલી અખંડવિહારી ને આપી પાછો નશીતપર તરફ વળ્યો. થોડો દૂર પહોંચ્યો ત્યાં અચાનક કઈક યાદ આવ્યું હોય તેમ માથા પર હાથ મુક્યો.. કે મમ્મી એ કહેલું કે " ગમે ત્યારે તું શિવમંદિરે જા ત્યારે દર્શન કરીને જ આવવાનું, દર્શન કર્યા વગર આવીશ તો પાપ લાગશે, શિવ જી નારાજ થઈ જશે..!!!" તરત સાગર પાછો શિવમંદિર તરફ વળ્યો..
લાલ ચોપડો ?
સાગર દર્શન કરવા માટે શિવમંદિર ની અંદર ગયો શિવલિંગ સામે જોઈ વિચાર કરવા લાગ્યો કે બધે ભગવાન ની મૂર્તિ કેમ અલગ અલગ હોય છે.!? પછી શિવ પાસે માંગ્યું કે મને પરીક્ષામાં સારા માર્ક્સ સાથે પાસ કરી દેજો..!
ત્યાં પૂજારી આવ્યો , અખંડવિહારી શરીરે ગોળમટોળ એક અલગ જ જાનવર લાગતો હતો પૂજારી કરતા કંદોઈ વધુ લાગતો હતો. નીચે ધોતી ઉઘાડુ શરીર, કપાળ પર શિવ તિલક સાથે સાચો મહાદેવ ભક્ત લાગી રહ્યો હતો. તે આવતાની સાથે જ બોલ્યો એય છોકરા તારું નામ શું છે. તે બોલ્યો જી સાગર..!!, પછી પૂજારી અંદર બીલીપત્ર ચડાવીને બહાર આવતા બોલ્યો કે સાગર અહીંયા થોડી વાર ઉભો રે હું પાણી ભરી ને આવું..એમ કહી સાગર ના જવાબ વગર જ નીકળી પડ્યો, તેને સાગર ની સામું પણ નહોતું જોયું કે તે શું જવાબ આપશે..!!? સાગર ને પણ કઈ ફેર ન પડયો તેની દુનિયા જ આપણાથી અલગ હતી. તે પાછો શિવલિંગ સામે જઇ ને ઉભો રહ્યો અને ભગવાન શિવ સામે પ્રાથના કરવા લાગ્યો. એટલામાં એની નજર એક લાલ ચોપડા પર પડી..!! એ પણ એક સાંકળ થી બાંધેલો હતો અને તેની સાથે તાળું પણ લટકતું હતું. ?
સાગર ને તે ચોપડા ને પહેલી વાર જોતા થોડો ડર લાગ્યો પછી તેને ખોલવાની ઇચ્છા થવા લાગી..!!
સાગર અંદર શિવલિંગ ની પાછળ ની તરફ જવા લાગ્યો અને ચોપડા ને હાથ માં લઇ ધૂળ સાફ કરી ઉપર નું શીર્ષક વાંચ્યું.
" મલ્લિકા ની ડાયરી "
તે બુક ચાવી વગર ખુલે તેમ ન હતી. સાગર બુક ને આમતેમ જોઈ રહ્યો હતો ત્યાં તેના ખભા પર કોઈના હાથ નો ભારેખમ વજન પડ્યો..!! એટલે તરત સાગર ગભરાઈ ગયો અને પાછળ વળી ને જોયું તો પૂજારી હતો. અને પૂજારી ગુસ્સા માં બોલ્યો કેમ તું અંદર ઘુસી આવ્યો મેં તને બહાર ઉભું રહેવા કહ્યું હતું. અને આ ચોપડો મૂકી દે જલ્દી બહાર જા ચાલ..!!
પૂજારી ના મોઢા પર એટલો ગુસ્સો સાગરે પહેલી વાર જોયો હતો. સાગર કશું બોલ્યા વગર બહાર નીકળી ગયો અને નશીતપર તરફ જવા નીકળ્યો. ચાલતા ચાલતા સાગર ને વિચાર આવતો કે એ લાલ ચોપડામાં એવું તો શું હતું કે પૂજારી એટલા બધા ગુસ્સે થઈ ગયા !!
જેમ આપણે કોઈ વસ્તુ કરવાની ના પાડીયે તેમ લોકો ને તે કરવાની વધુ મજા આવતી હોય છે
તેવી જ રીતે સાગર ને ચોપડો ખોલવાની ના પાડી એટલે આખો દિવસ તેને એ જ વિચારો આવ્યા કરતા કે એ લાલ ચોપડો મારે વાંચવો છે. તેમાં કંઇક તો રાજ છુપાયેલું છે.!!
સાગરે બધા ભાઈબંધો ને પોતાની સાથે થયેલી વાત જણાવી અને બીજા દિવસે બધાએ મળી ને શિવમંદિર જવાનો પ્લાન બનાવ્યો. અને બીજા દિવસે આખી ટાબરીયાઓ ની ટોળકી નીકળી ગઈ શિવમંદિરે જવા માટે..
બધા નું ધ્યાન ત્યાં પડેલા લાલચોપડા પર જ હતું બધા હાથ જોડીને ઉભા હતા પણ બધા જ પેલો લાલ ચોપડો જોવા જ આવ્યા હતા, એવું લાગતું જ ન હતું કે બાળકો શિવદર્શને આવ્યા છે કેમ કે હર કોઈ લાલ ચોપડા ને લઇ લેવા માંગતો હતો.
ત્યાં પાછળ થી અખંડવિહારી એ ધીમા ડગલે એન્ટ્રી લીધી..!!