વાંક કોનો ? Parixit Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાંક કોનો ?

દ્રશ્ય

પાત્રો :-

ભાર્ગવ - એન્જીનીયરીંગ નું ભણેલો યુવાન
સૌરભ ત્રિવેદી - બુગ્ગુ ન્યુઝ ચેનલ નો રિપોર્ટર
અનિલ મહેતા - કેમેરામેન
સમય : ઢળતી સાંજ નો
સ્થળ : શાહ સોસાયટી (ઘર નં : ૧૦૨)


(એક જાડી મજબૂત રસ્સી હાથ માં પકડી એક છેડે થી ગોળ ગાળિયો બનાવ્યો અને બીજો છેડો પંખા પરથી પસાર કર્યો અને ગાળિયો ગળા માં નાખ્યો ત્યાં જ..)


સૌરભ - એ એ.. ઓ ભાઈ આ શું કરે છે તું ?


અનિલ - સર આપડે ન્યુઝ કવર કરવા આવ્યા છીએ કેમેરો ચાલુ કરી દીધો છે.


સૌરભ - (હાથ માં માઇક પકડતા) ડર કે આગે જીત હે ! Just Do It.


અનિલ - (ધીમેથી) સર આપડે જાહેરાત નું શૂટિંગ કરવા નથી આવ્યા, ન્યુઝ કવર કરવા આવ્યા છીએ.


સૌરભ - (પોતાના ચહેરા ના ભાવ બદલાતા) સોરી..સોરી અનિલ કટ કરી નાખ એટલું ! તો દેશવાસીઓ તમે જોઈ રહ્યા છો દિન દહાડે ખુરશી મૂકી આવા નવજવાનો આત્મહત્યા કરી રહ્યા છે, પ્રશાસન શુ કરી રહી છે ? કેવી રીતે પ્રજા ની રક્ષા કરશે ? આ માસૂમ બાળક ની આત્મહત્યા કરવા પાછળ કોણ જવાબદાર છે ?


ભાર્ગવ - તમે કોણ છો ભાઈ અને કેવી રીતે તમને ખબર પડી કે હું આત્મહત્યા કરી રહ્યો છું ?


સૌરભ - જ્યાં કોઈ ન પહોંચે અને ઘરે ઘર ની માહિતી આપે એ જ બુગ્ગુ ન્યુઝ ચેનલ.



દ્રશ્ય

પાત્રો :-

સૂર્યદીપ ગોહિલ - ઇન્સ્પેક્ટર
રામુ - પાન ના ગલ્લા વાળો
સુરેશ - અજાણ્યો વ્યક્તિ
સમય - ઢળતી સાંજ
સ્થળ - શાહ સોસાયટી માં આવેલો રામુ નો ગલ્લો

સૂર્યદીપ - (રામુ ને પોતાની અકડ દેખાડતા કડકાઈ થી કહ્યું) એક પાંત્રીસ નો માવો બનાવ જલ્દી


સુરેશ - (સૂર્યદીપ સામું જોઈને..) ઓ ભાઈ આ કઈ વાત કરવાની રીત છે તમારી ! થોડી ઈજ્જત થી વાત કરો.


સૂર્યદીપ - હું ઇન્સ્પેક્ટર છું ! ચોવીસ કલાક કામ કરું છું, આડો અવળો ના થઇશ નકર તને પણ અંદર કરી દઈશ.


સુરેશ - સોરી સર, મને લાગ્યું જ નહીં કે તમે સાદા કપડામાં પોલીસ વાળા હશો !


સૂર્યદીપ - હા હું હમણાં ઓફ ડ્યુટી પર છું.


સુરેશ - સર તમે હમણાં બુગ્ગુ ન્યુઝ આવ્યા એ જોયા ? એક છોકરો આત્મહત્યા કરી રહ્યો છે આપડે તેને બચાવવો જોઈએ ચાલો..


સૂર્યદીપ - (પોતાના કોલર સીધા કરતા) હું હમણાં ઓફ ડ્યુટી પર છું એટલે મારાથી નહિ અવાય.


સુરેશ - તમે જ તો હમણાં કીધું કે હું ચોવીસ કલાક મારી ડ્યુટી કરું છું તો પછી કેમ તમે બચાવતા નથી તેને ?


સૂર્યદીપ - (થોડા ગુસ્સા માં) સાંભળ, આ વિસ્તાર મારી ફરજ માં નથી આવતો અને તને એટલી જ પેલા ને બચાવવા ની ચુળ ઉપડી હોય તો તું જ કેમ નથી જતો. પોલીસ સ્ટેશને જઇ ફરિયાદ નોંધાવ મારી સામે મોટી મોટી વાતો ન કર.


(સુરેશ ત્યાંથી ચાલ્યો જાય છે..)


સૂર્યદીપ - (રામુ સામે જોઈ ને...) અલ્યા તું શુ મને તાકી તાકી ને જોયા કરે છે જલ્દી માવો બનાવ મોડું થાય છે મારે.



દ્રશ્ય

પાત્રો :-

ભાર્ગવ - એન્જીનીયરીંગ નું ભણેલો યુવાન
સૌરભ ત્રિવેદી - બુગ્ગુ ન્યુઝ ચેનલ નો રિપોર્ટર
અનિલ મહેતા - કેમેરામેન
સૂર્યદીપ ગોહિલ - ઇન્સ્પેક્ટર
સુરેશ - અજાણ્યો વ્યક્તિ
સમય : ઢળતી સાંજ નો
સ્થળ : શાહ સોસાયટી (ઘર નં : ૧૦૨)


સૌરભ - તારું આમ આત્મહત્યા કરવાનું કારણ શું છે ?


ભાર્ગવ - (હતાશ થતા) હું બેરોજગાર છું, ઘણા સમયથી નોકરી શોધું છું પણ નોકરી મળતી નથી અને જો હું આત્મહત્યા કરું તો સાયદ મારા પરિવાર ને મુવાવજો કા કોઈ નોકરી મળી જાય તો તેમને માથેથી મારો બોજ જતો રહે !!


સૌરભ - કેમેરામેન અનિલ સાથે હું રિપોર્ટર સૌરભ, તમે જોઈ રહ્યા છો બુગ્ગુ ન્યુઝ ચેનલ તો અહીં પ્રશાસન ની લાપરવાહી જોઈ રહ્યા છો , પ્રસાસને આ નવયુવાન ને આત્મહત્યા કરવા મજબૂર કર્યો છે..

(માઇક બંધ કરી..)

તો તમારે ફાંસી એ ચડવા સિવાય કોઈ રસ્તો નથી, આ સમસ્યા નું કોઈ સમાધાન નથી. તમે સારું જ કદમ ઉઠાવ્યું છે.!!

અનિલ - (ગુસ્સામાં) સર, તમે આ શું બોલી રહ્યા છો તમારે તેની મદદ કરવી જોઈએ...(ત્યાં પેલો અજાણ્યો વ્યક્તિ સુરેશ ઘર માં દાખલ થાય છે.)


સુરેશ - ભાઈ નીચે ઉતરી જા, શા માટે તું આત્મહત્યા કરી રહ્યો છે, બધા પ્રશ્નો નું સોલ્યુશન હોય છે ચાલ નીચે ઉતર અને તું આવી રીતે તારું જીવન ટૂંકાવી નાખીશ તો તારી નોકરી નું શુ થશે ?


(અનિલ નો કેમેરો બધા પર ફરી વળે છે)


ભાર્ગવ - (ગુસ્સામાં) તમે કઈ નોકરી ની વાત કરો છો !? હું તો બેરોજગાર છું, મારી પાસે ડીગ્રી છે અને લાયકાત છે છતાં મારી પાસે કામ નથી.

સુરેશ - (ભાર્ગવ તરફ તેને નીચે ઉતારવા આગળ વધે છે) ચાલ તું નીચે ઉતરી જા પછી હું તને બધું સમજવું.


(ત્યાં સુરેશ નો પગ લપસી જાય છે જેના લીધે ભાર્ગવ ની ખુરશી તેના પગ નીચે થી ખસી જાય છે અને તે તરફડીયા મારતો મૃત્યુ પામે છે.)


(કેમેરામેન અનિલે બધા પર કેમેરા ને ફેરવ્યો)


સૌરભ - તમે જોયું કે કેવી રીતે એક વ્યક્તિ એ માસૂમ બાળક કે જે આત્મહત્યા કરી રહ્યો હતો તેને બચાવવા ની જગ્યા એ તેની ખુરશી ને ધક્કો મારી ને તેનો જીવ લીધો !!


(ત્યાં સૂર્યદીપ ની એન્ટ્રી થાય છે)


સૂર્યદીપ - (સુરેશ ની સામે જોતા ) તો તે આને મારી જ નાખ્યો ?


સુરેશ - સર, મેં નથી માર્યો ભૂલ થી મારો પગ લપસી ગયો હતો તેના લીધે..


સૂર્યદીપ - આ બધું હવે તું કોર્ટ માં કહેજે.


સુરેશ - (મજાક માં ) પણ તમે તો ઓફ ડ્યુટી પર છો !


સૂર્યદીપ - હું ચોવીસ કલાક ડ્યુટી પર હોવ છું અને સાચો પોલીસ હંમેશા પોતાની ડ્યુટી માં જ હોય છે.


સુરેશ - (પરેશાન થઈ ને) પણ આ વિસ્તાર તો તમારી ફરજ માં નથી આવતો.


સૂર્યદીપ - આ આખો દેશ આપણો છે અને તું વિસ્તાર ની વાત કરે છે !!


સૌરભ - (કેમેરા સામે જોઈ ને) આજે આપડે જરૂર છે આવા બહાદુર ઇન્સપેક્ટર ની જે દિવસ રાત કોઈ પણ ડર વગર આપણા માટે ડ્યુટી કરે છે.


સુરેશ - સર, હું સાચું કવ છું આમાં મારો કશો વાંક ન હતો.


સૂર્યદીપ - (કોલર પકડી ને સ્ટેજ ની નીચે ઉતારે છે) ચાલ હું તને બતાવું કોનો વાંક છે !!



સમાપ્ત

હું જ્યારે નાનો હતો બસ માં સફર કરી રહ્યો હતો ત્યારે મેં એક હાઇવે પર એક જખમી આદમી મદદ માટે આજીજી કરી રહ્યો હતો તેનું એક્સિડન્ટ થયું હતું અને ત્યાંથી પસાર થતી એક પણ ગાડી તેને બચાવવા માટે ઉભી ના રહી બીજા દિવસે મેં છાપા માં વાંચ્યું કે તેનું રોડ અકસ્માત માં મૃત્યુ થઈ ગયું છે !! લોકો કેમ સહાય માટે આગળ નથી આવતા ? શુ આપણે માનવતા ગુમાવી બેઠા છીએ ? જો એ વ્યક્તિ ને સમયસર હોસ્પિટલમાં લઈ જવા માં આવ્યો હોત તો હાલ તે જીવતો હોત.


જો સ્ટોરી પસન્દ આવે તો પ્રતિભાવ આપી જણાવો કે કોનો વાંક છે ?