princess _143 (ભાગ 9) - Last Part vasani vasudha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

princess _143 (ભાગ 9) - Last Part

વિવેક: " અવની પ્લીઝ, આશ્કા વિશે કાઈ ન બોલીશ. આશ્કા મારી છોકરી છે. તેં મારા લોહી નું ટીપું છે. તેં મારા વીર્ય નો અંશ છે. પણ... સાથે સાથે એ પણ એટલું જ સાચું છે કે , મે તારી સાથે કોઈ દગો નથી કર્યો."

me: " વિવેક ઇનઅફ, બોવ થયુ... તારી આ બેવડી બોલી મને તો સમજાતી નથી...અને હુ સમજવા પણ નથી ઇચ્છતી. "

આખરે વિવેકને ગુસ્સો આવ્યો અને એણે મારો હાથ પકડીને કહ્યુ કે,

" અવની તારે સાંભળવું જ પડશે. "

માતાનાં ભંડારામાં હવે ભજન-કીર્તન પૂરાં થયાં માટે બધાં પોતાના રુમ તરફ આવવા માંડ્યા હતાં. માટે આજુ બાજુમા જોઇને મે વિવેકને કહ્યુ કે,

" વિવેક હવે બધાં આવવા લાગ્યા છે. હુ કોઈ તમાશો નથી ઇચ્છતી. "

એણે મારો હાથ છોડી દિધો. હુ મારા રુમ મા ગઇ. હુ એજ વિચારમા હતી કે, વિવેકે મને કોઈ દગો નો આપ્યો હોય તો આશ્કા તેની છોકરી કેવી રીતે હોઇ શકે ? અને એ સિવાય વર્ષો જુનો એ સવાલ તો ઉભો જ હતો કે, તેં અચાનક આમ કેમ ચાલ્યો ગયો હતો ?

હવે તો માત્ર એક સંગીતની રશમ જ બાકી રહિ છે પછી કાલે તો મેરેજ છે. આજે બપોરે બે કોર્યોગ્રાફર આવ્યા છે. બધાંને બેઝીક સ્ટેપ શીખવાડવા માટે. યંગ જનરેશનને તો સ્ટેપ માં કોઈ પ્રોબ્લેમ ન હતો પણ બધાં આંટી અને અંકલને કમરના અને ગોઠણ નાં દુખાવા નાં લીધે બોવ પ્રોબ્લેમ થતો હતો. પણ કોર્યોગ્રાફર સારા હતાં માટે એમને વધારે પેઈન ન થાય એવા સ્ટેપ કરાવતા હતાં. રાજવી અને રોહન પણ એક ડ્યુઅલની પ્રેકટીસ કર્તા હતાં. એ સિવાય રોઝી અને આશ્કાએ પણ એક ગીત તૈયાર કર્યું હતુ. મમ્મી પપ્પાએ પણ એક ગીત પર ડાન્સની પ્રેકટીસ શરૂ કરી જ દિધી હતી. આ સિવાય અંકલ અને આંટી કાઈ બાકી રહે..?

રાજવીનું ફરમાન મારા માટે પણ બહાર પડયું કે, મારા તરફ થી પણ એક પરફોર્મન્સ તેને મળવું જ જોઈએ. હુ વિરોધ કરુ તો પણ મારુ કાઈ ચાલે તેમ હતુ નહીં....! માટે મારે એક આજ્ઞાકારી છોકરીની જેમ હા જ પાડવાની હતી. મે કોર્યોગ્રાફર સાથે મળીને "હનીમૂન ટ્રાવેલ્સ" નાં એક સોન્ગ પર ડ્યુઅલ તૈયાર કર્યું. મારી બહેન બાકી રહે ખરી..? એ પણ એક ગીત પર જોરશોરથી તૈયારીઓ કરી રહિ હતી.

***

આજે ડિનર વેલા પુરુ થય ગયુ હતુ. 8 વાગે તો બધાં તૈયાર થઇને બહાર લૉનમા ગોઠવેલ ચેર પર ગોઠવાઈ ગયા હતાં. સૌથી પેલા રાજવી અને રોહનનો વારો હતો. તેં બન્નેએ "એ દિલ હે મુશ્કિલ" નું ટાઇટલ સોન્ગ રેડી કર્યું હતુ. શુ રોમેન્ટિક કપલ ડાન્સ હતો તેં બન્નેનો !! બધાં એ ખુબ જ એપ્રીસીએટ કર્યુ. અને once more ની ફરમાઈશ પણ આવી.

પછી અંકલ અને આંટીનો વારો હતો. તેઓ એ "હમ આપકે હે કોન" નું "દિદિ તેરા દેવર દિવાના" પર જબ્બર પર્ફોમન્સ આપ્યું. પછી વારો હતો મારી બહેનનો. એણે પરિણીતિ અને સિદ્ધાર્થનું "પંજાબી વેડિંગ સોન્ગ" તૈયાર કરેલું. તેમાં પણ once moreની ફરમાઈશ આવી.

પછી રોઝીએ વરુણ અને આલિયાનું "ઘર મોરે પરદેશિયા" પર અને આશ્કાએ "ચીટીયા કલાઈયાં" પર બોવ ક્યુટ પર્ફોમન્સ આપ્યું. તેં ડાન્સ કરીને આવી પછી આંટીએ એને ચૂમી જ લીધી.

રોહન દ્વારા રાજવી માટે એક પંજાબી સોન્ગ "તેરા મુખડા ચાંદ કા ટુકડા" પર સુપર પર્ફોમન્સ આપ્યું. રજવી તો ખૂશ ખૂશ થય ગઇ. પછી એક સરપ્રાઈઝ પર્ફોમન્સ રોહન, મારી બહેન અને વિવેક દ્વારા થયુ. તેમણે "સ્ટુડન્ટ ઓફ ધ યર" નું "રાધા" સોન્ગ પસંદ કર્યું. જેમાં બધા જ લોકો જુમી ઉઠ્યા. તે ડાન્સ પર બધાનાં પગ થિરકવા લાગ્યા હતાં. તેમાં પણ once moreની ફરમાઈશ આવી.

આખરે મારો વારો આવ્યો. મે કોર્યોગ્રાફર સાથે જ ડ્યુઅલ તૈયાર કરેલું. અમે "હનીમૂન ટ્રાવેલ" નાં "પ્યાર કિ એક કહાની સુનો " સોન્ગ પર રાજવી અને રોહનની આખી love story તૈયાર કરી હતી. તેઓ કેવી રીતે મળ્યા એ. તેઓ નાં અમુક અમુક મોમેન્ટ...! અને બીજુ ઘણુબધુ અમે તૈયાર કર્યુ હતુ. મારી લાઈફ માં સૌથી સુપર ફાસ્ટ કોઈ સમય ગયો હોય તો તે આ પર્ફોમન્સ હતુ. સોન્ગ પુરુ થતા જ બધાં ઉભા થય ગયા. રાજવી દોડીને મને ભેટી પડી. રોહન પેલા કોર્યોગ્રાફરને Thank you કહેવા ગયો.

પછી DJએ announced ક્યુ કે,

" everybody are ready..."

એક સાથે બધાં બોલ્યા,

" yes "

DJએ બધાંને ફરીથી પાનો ચડાવ્યો,

" Ready for the dance. Rocks the stage.."

DJએ એક પછી એક એવા એવા તો સોન્ગ વગાડ્યા કે બધાં જ ડાન્સ કરવા મજબૂર થય ગયા. DJ એ એક પછી એક નવા પાર્ટી સોન્ગ ચાલુ કર્યા. બધાં જ આંટી-અંકલ અને બાળકો પણ. બધાં જેમ ફાવે તેમ ડાન્સ કર્તા અને મોજ માણતા હતાં. મને તો આવુ ડિસ્કો-ડાન્સ પસંદ ન હતુ પણ આથી હુ વધારે સમય ત્યાં ન રહિ શકુ એવું મને લાગ્યું. અડધીથી પોણી કલાક પછી એક બ્રેક પડ્યો. બધાં પાણી પીય આવ્યાં. ફ્રેશ થય આવ્યાં.

DJએ હવે અત્યાર સુધી ચાલતું હતુ એનાથી સાવ ઊલટું love song ચાલુ કર્યા. અરીજીત અને અરમાનનાં એક પછી એક રોમેન્ટિક સોન્ગ ચાલુ કર્યા. બધાં એક બીજાની આંખોમાં અને એક બીજાની બાહોમા ખોવાઇ ગયા. એકદમ રોમેન્ટિક શમા બંધાઈ ગયો હતો. હુ રોહન અને રાજવીને એકબીજામા ખોવાયેલા જોઇને ખુબ ખૂસ હતી.

મને નહોતું લાગતું કે મારી હવે ત્યાં કાઈ જરુર હોય માટે હુ ત્યાંથી નીકળી ગય. હુ હજી તો ત્યાં લૉન માંથી નીકળી જ હતી ત્યાં વિવેક મારી પાછળ આવ્યો અને મારો હાથ પકડીને બોલ્યો કે ,

" અવની હવે તુ સાંભળીશ ને..? "

હુ હવે વિવેકથી પીછો છોડાવવા માંગતી હતી માટે જ મે વિવેકને કિધુ,

" બોલ. "

વિવેક : " અવની પ્લીઝ, શુ તને એકવાર પણ એ જાણવાની જરુર નથી લાગતી કે, એવું તો શુ થયુ કે મારે તાત્કાલિક જવું પડયું..? શુ તને એક વાર ય આવો સવાલ નથી થયો સાચું કહેજે હો.."

me : "વિવેક આટલા ભાવુક થવાની જરુર નથી. જે કહેવું હોય એ સાફ સાફ કહે. "

વિવેક : "એકવાર અવની...ખાલી એકવાર મારા આ સવાલનો જવાબ આપ. પછી હુ મારી વાત તને કહુ. "

me : " વિવેક....મારે જાણવું હતુ પણ આશ્કાને જોઈને હુ તને કાઈ નથી પુછી શકતી."

મે તરત જ મારી જાતને સાંભાળી અને વિવેકને કહ્યુ,

" હવે તને તારા સવાલ નો જવાબ મળી ગ્યો હોય તો આગળ ચલાવ."

વિવેક: " અવની આપણીએ એક્ઝામ પુરી થયાં પછી આપણે બીચ પર ફરવા ગયા હતાં. તને યાદ છે..? "

me : " હા, પણ એનું અત્યારે શુ છે..? "

વિવેક : " ત્યાર પછી હુ તને ઘરે મુકવા આવ્યો હતો. તને ઘરે ઉતારી ત્યારે જ મને એક ફોન આવ્યો હતો યાદ છે..? "

me : " હા, પછી.."

વિવેક : " એ ફોન મારા પપ્પા નો હતો ઓસ્ટ્રેલિયાથી. મારા દાદાને હાર્ટએટેક આવ્યો હતો એટલે અમારાં આખા પરિવારે ત્યાં જવું પડે એમ હતુ. હુ તને છોડીને તરત રુમ પર ગ્યો અને જરુરી થોડો સામાન લઇને તરત રેલ્વે સ્ટેશન ગયો. સીટ પર બેસતા જ મે તને ફોન કરવા હાથ પોકેટમા નાખ્યો તો એ સાવ ખાલી. ન મારો સલફોન મળે ન મારુ વોલેટ મળે. બુક પણ બધી રુમ પર રહિ ગયી હતી માટે કોઇના no. પણ ન મળે. બસ ત્યારથી તારો કોન્ટેક્ટ છૂટી ગયો. ઓસ્ટ્રેલિયા ગયા પછી જાણવા મળ્યું કે દાદાને આ બીજો હાર્ટએટેક હતો. પછી પપ્પાએ આખા પરિવારને ત્યાં જ બોલાવી લીધુ. અહીનો ભાઈનો બિઝનેસ પણ ત્યાં જ ટ્રાન્સફર કરાવિ લીધો. મે મારુ આગળનું સ્ટડી ત્યાં જ પુરુ કર્યું. એ સમય દરમ્યાન પણ મને તારી ખૂબ જ યાદ આવતી. હુ એકવાર પાછો અહીં પણ આવી ગયો. તારા ઘર સુધી પણ આવ્યો હતો. પણ તને કિધા વગર જ ચાલ્યો ગયો હતો તો એટલે તારી નજરો નો સામનો કેવી રીતે કરીશ..? એ વીચાર માત્રથી તને મળવાની હિમ્મત જ ન ચાલી. અને તને મળ્યા વગર જ પાછો ઓસ્ટ્રેલિયા ચાલ્યો ગયો. સાચું માન આજે આટલા વર્ષે માંડ હુ તારી સાથે વાત કરવાની હિમ્મત કરી શક્યો છું. બાકી મે તને કોઈ દગો નથી આપ્યો. "

me : " તારી આ બધી વાત હુ માની લવ તો પણ આશ્કાને નજર સામે જોઈને હુ એ કેમ કરીને સ્વીકારું કે તેં મારી સાથે કોઈ દગો નથી કર્યો. "

વિવેક : " અવની તુ મારી બધી વાત માને છે તો એ વાત પણ માની લે ને. હુ તેનેએ વિષય પર વધારે કાઈ કહી શકુ એમ નથી. "

me : " વિવેક હુ એવું કઈ રીતે માની શકુ...? તુ મને બધી વાત કહી શકે છે, તો પછી આશ્કાનાં જન્મની વાત કેમ છુપાવે છે મારાથી..? "

" એ વાત હુ તને જણાવું અવની. "

પાછળ જાડી માંથી એક અવાજ આવ્યો. પેલા તો ફક્ત કાળો પડછાયો જ દેખાણો. પછીએ વ્યક્તિ આગળ આવ્યો અને એનો ચહેરો સ્પષ્ટ દેખાણો. વિવેક તેને જોઈને તરત જ બોલ્યો,

" નહીં ભાઈ. મારા માટે થયને એ વર્ષો જુની વાત જે આજસુધી બધાંથી છુપાવીને રાખી હતી એ ઉખેળવાની કોઈ જરુર નથી. "

" અરે વિવેકતે આજસુધી મારા માટે અને આપણી આખી ફેમિલી માટે થયને તેં પોતાની જાતને છેતરી છે, છેતરતો આવ્યો છે, હવે એની જરૂર નથી. હવે હુ એવુ ઇચ્છું છું કે, તુ તારા માટે જીવ. પોતાનુ જીવન પોતાની માટે થયને જીવ. "

" ભાઈ તમને શુ લાગે છે..? હુ ખુશ નથી એમ..? તો પછી શા માટે એ વાતો અત્યારે બહાર પાડવી છે..? "

" બસ વિવેક તે અત્યાર સુધી જેની યાદમાં પોતાની જીંદગી વિતાવી છે , એ જ્યારે નજર સામે છે તો પછી એક નાનીએવી વાત કહેવામાં શુ જાય છે..? "

અને તેઓ હવે મારી તરફ ફરીને બોલ્યા કે,

" સાંભળ અવની, અમારાં મેરેજનાં..."

વિવેક વચ્ચે જ દર્દ સાથે બોલી ઉઠ્યો,

" નહીં ભાઈ. "

તેમનાં ભાઈ બોલ્યા,

" વિવેક તને આશ્કા ની કસમ છે તુ વચ્ચે કાઈ બોલ્યો છે તો. સંભાળ અવની, અમારાં મેરેજનાં 5 વર્ષ પછી પણ અમને સંતાન ન થયુ માટે અમે ડૉક્ટર પાસે ગયા. ડોક્ટરે નિદાન કરીને કહ્યુ કે, હુ સ્ટરાઇલ છું. માટે અમે સ્પમડોનર દ્વારા જ બેબીપ્લાનિંગ કરવાનું નક્કી કર્યું. ડોક્ટરે સજેશ કર્યું કે , કોઈ બીજાનાં સ્પમ લેવા કર્તા ઘરનાં જ કોઈ વ્યક્તિ દ્વારા મારી વાઇફને ફર્ટાઈલ કરવી. મારી વાઇફને વિવેકનાં સ્પમ દ્વારા જ ફર્ટાઈલ કરવી એવું નક્કી કરવામાં આવ્યુ. એ માટેની બધી જ તૈયારીઓ થય ગય. આ વાતની જાણ અમારા ઘરમાં કોઈને ન કરવાનું નક્કી કર્યું. અને કુદરતની રહેમ તો જુઓ. મારી વાઇફને ટ્રીપલેટ હતાં. "

તેઓ થોડીવાર અટક્યા. મને લાગ્યું કે તેઓ ઇમોશનલ થય ગયા હતાં. વિવેકે તેમને પાણી આપ્યું. પાણી પીયને તેઓએ આગળ કહ્યુ,

" મારી વાઇફે એક છોકરો અને બે છોકરીઓ ને જન્મ આપ્યો. અમે ખુબ ખુશ હતાં. ત્યાં જ વિવેકે એની ભાભી પાસે એક છોકરીની માંગણી કરી. વિવેક તેને દત્તક લેવા માંગતો હતો. અવની તુ માનીશ..! મારી વાઇફે વિચાર્યા વગર જ એક છોકરી વિવેકને આપી દીધી. શા માટે એ અમને કોઈને ખબર નથી. કુદરતની લીલા તો જો વિવેકને પોતાની છોકરીને જ દત્તક લેવી પડી. બસ ત્યારથી જ આશ્કા વિવેકને પપ્પા કહે છે. "

તેઓ થોડીવાર અટક્યા અને પછી બોલ્યા કે,

" અવની, વિવેકે તને કોઈ દગો નથી આપ્યો. આટલી વાત સાંભળ્યા પછી તુ આશ્કા ની મમ્મી બનવા ઇચ્છીશ..? "

હુ કાઈ બોલુંએ પહેલા જ મારી પાછળથી આંટી બોલ્યા કે,

" અવની હા પાડીદે વધારે વિચારમાં. "

મે એ તરફ જોયું તો બધાં જ ત્યાં ભેગા થયેલા હતાં. હુ કાઈ બોલું એ પહેલા જ આંટીની બાજુમાં ઊભેલા મમ્મી બોલ્યા કે,

" અવની વિવેક સારો છોકરો છે. "

મે તેમને કહ્યુ કે,

" આંટી, મમ્મી તમે વિવેક અને આશ્કા વિશે કાઈ જાણો છો પેલા...? "

ત્યાં જ મારા મમ્મી બોલ્યા કે,

" બેટા, અમે અહીં આવ્યાં એ જ દિવસથી વિવેક વિશે બધુ જ જાણીએ છીએ..."

હુ, રાજવી અને વિવેક પોતે પણ નવાઈ પામ્યો. ત્યાં જ આંટી બોલ્યા,

" અવની બેટા, અમે અહીં આવ્યાએ જ દિવસે રોહને અમને વિવેક વિશે બધી જ માહીતી આપી હતી. "

રાજવી ગુસ્સાથી રોહનની સામે જોઈને બોલી કે,

" રોહન તને બધી ખબર હતી તો મને કેમ કાઈ કહ્યુ નથી...? "

રોહન બોવ સિફતથી બોલ્યો કે,

" રાજવી અગર મે તુમ્હે સબ બતા દેતા તો તુમ્હારે પેટમે યે બાત ટીકતિ ક્યાં...? તુમ અવની કોં બતા દેતી ઓર મેરે સારે પ્લાન પર પાની ફિર જાતા નાં...!! "

રાજવી એ એની સામે માત્ર જોયા જ કર્યું. રોહન મજાક માં જ બોલ્યો,

"કલ સે તુમ્હે યહી કામ કરના હે, આજ યે દોનો કા નીપટા દે..?"

રાજવીએ મને કહ્યુ,

" come on અવની હવે શુ વિચારે છે તુ...? નખરા કર્યા વગર હા પાડીદે ને હવે. "

મને સમજાતું ન હતુ કે હુ હા કેવીરીતે પાડુ...! મારો ચહેરો લાલ થય ગ્યો હતો. આટલા વર્ષો મે જેના માટે રાહ જોઇ હતી એ વ્યક્તિ મારી સામે ઉભો હતો. એની સાથે મારા મેરેજ ની વાત ચાલતી હતી. I can't believe...!! મને કાઈ ન સુજતા મે નજર ઝુકાવીને ખાલી એટલું જ ક્યુ કે,

" એક વાર વિવેકને તો પુછી જોવો. "

વિવેકનાં ભાઈએ વિવેકને કહ્યુ કે,

" વિવેક તેં આટલા વર્ષ જેની વાટ જોઇ એ છોકરી તારી સામે છે અને હવે તો તમારી વચ્ચેની ગલતફેમિ પણ દુર થય ગય છે. તો હવે તો હા પાડી દે મારા ભાઈ.."

વિવેક પણ ઓછો ન હતો,

" ભાઈ મેરેજ માટે બન્ને પાત્રો ની મંજુરી હોવી જોઈએ માટે તમે અવનીને પુછો ને.."

રાજવી બોલી,

" ઓહો, ક્યાં બાત હે...?!! પહેલે આપ પહેલે આપ..."

બધાં જ હસી પડ્યા. અમે બન્ને શરમનાં માર્યા નીચે જ જોઇ ગયા. શુ બોલવું એ ખબર ન પડી. આંટી બોલ્યા,

" ચાલો હવે કાલે એક નાં બદલે મંડપ ની વ્યવસ્થા કરો. "

બસ આવી જ વાતો ચાલતી હતી ત્યાં રાજવીએ રોહનને પુછ્યું કે,

" રોહન એક બાત બતઓ તુમ વિવેક કો કબસે જાનતે થે..? ઔર તુમને યે સબ પ્લાન કબ બનાયા. "

વિવેકે આખી જ વાત અમારા બધાં સામે રાખી,

" વો બાત ઐસે થી કિ, દો સાલ પહેલે મે ઓસ્ટ્રેલિયા ક્લાયન્ટસે મીટીંગ કે લિયે ગયા થા. વહા લંચબ્રેક મે હમારે ક્લાયન્ટ કે સેલફોન પર મેને વિવેક જેસે ચહેરે કો દેખા. પહેલે મુજે લગા કિ શાયદ યે મેરા વહેમ હોગા. મેને ઉનશે ઇસબારે મે પૂછતાછ કિ. તો જાનનેકો મિલા કે યે વહિ વિવેક હે જો હમારા દોસ્ત થા. અવની કા પ્યાર થા. મેને ઉનશે સારી બાત કિ. તો જાનનેકો મિલા કિ, વિવેક ને ભી કિસી લડકી કે પ્યાર મે અબતક સાદી નથી કિ હે. મે સમજ ગયા વો લડકી અવની હી હોગી. ઇસિલેએ મેને અવની કિ એક પેઇન્ટિંગ બનાઇ તાકી વો વિવેક કો દિખા શકે. એક એડોટાઈઝમેંટ કે લિયે મોડેલ કિ પેઇન્ટિંગ હે એશા બતા કે વિવેક કો દિખાઈ. ઓર પ્રોજેક્ટ કે બાદ વિવેક ને વો તસ્વીર અપને પાસ રખલિ. ઓર બાદમે ધીરે ધીરે વિવેક કે ભૈયા ઔર મેરે બીચમે ઇસ બાતકો આગે બઠાને કે લિયે પ્લાનિંગ હોતી રહિ. તો આજ જા કે હમ કામિયાબ હુએ હે. "

તો તરત જ રાજવીએ બીજો સવાલ ફેંક્યો,

" મગર રોહન યે તો બતઓ, તુમને યે સબ કિયા કયો...? "

ત્યાં જ વિવેકનાં ભાઈએ પણ પુછ્યું,

" હા રોહન મે ભી યહી જાનના ચાહતા હુ. "

રોહન બધ સામે જોઈને બોલ્યો કે,

" બાત યે થી કીં, અવની ને મેરે ઓર રાજવી કે રિલેશન કો શરુસે હિ તૂટનેસે બચાયા થા. તો મે ભલા અવની ઓર વિવેક કે રિલેશન કો કેશે અધુરા છોડતા. આજ મુજે મોકા મિલા થા. ઔર મે યે મોકા ગવાના નહીં ચાહતા થા. ઇસી લિયે મેને યે પ્લાન બનાયા. "

હુ તો રોહનની આ વાત થી ગદગદ થય ગય. મે કદી વિચાર્યું પણ નહોતું કે રોહન આટલી જુની વાતો યાદ રાખી શકે અને એનો બદલો પણ આપે. હુ ખુબ જ ઇમોશનલ થય ગય. હુ રોહન નાં હાથ પકડીને રડવા લાગી.

" અરે , પગલી રો ક્યુ રહિ હો...? "

રાજવી પણ મારી પાસે આવીને બોલી,

" અવની આ રોવા નો સમય નથી. હવે તો ખુશીઓ મનાવાની હોય. ચાલ આશુ લુછી નાખ. "

આંટી બોલ્યા,

" છોકરાઓ ચાલો હવે. કાલે મેરેજ છે માટે સુઈ જાવ હવે. નહીં તો કાલે મુરત પર પણ નહીં ઉઠો..."

બધાં હસવા લાગ્યા. અમે બધાં રુમમાં ગયા. આજે આટલા વર્ષો પછી વિવેકે ધ્રુજતા મારો હાથ પડ્યો. મે પણ મારી આંગળીઓને વાળી દીધી. મારો રુમ આવતાં અમને છુટા પડવાનું મન ન હતુ છતા પણ હાથ છોડવા પડ્યા....!

હુ મારા રુમમાં જઇને પથારીમાં સૂતી પણ મને ઉંઘ જ ન આવી. મને લાગતું હતુ કે જાણે બધુ સપનું જ હોય. કોઈ મીઠુ સપનુ....!!! હુ આ સપના માંથી ઊભી થવા નોતી માંગતી...!!

**

સવારે મારી આંખ ખુલી. હજી તો હુ ફ્રેશ થય હતી ત્યાં જ મમ્મી અને આંટી મારા રુમમાં આવ્યાં. તેમણે મને પેલી જ્વેલરી વાળું બોક્સ આપ્યું.અને બોલ્યા કે,

" તુ ફ્રેશ થય ગય હોય તો ચાલ હવે તૈયાર થવાનું છે."

હુ ત્યાં પાર્લરવાળા રુમમાં ગય. ત્યાં પેલે થી રાજવી તૈયાર થતી હતી. હુ પણ તેની બાજુમાં જઇ ને બેઠી. મને પણ તેઓએ એ મેરેજ માટે નો સ્પેશિયલ જોડો પહેરીને આવવાં માટે કિધુ. પછી આંટી એ આપેલી જ્વેલરી અને અંતમાં મેકઅપ અને હેરસ્ટાઇલ. પછી મને અને રાજવીને ચુંદડી ઓઢાડી. અને સાવ છેલ્લે પેલો ચુડો. અમે બન્ને હવે દુલ્હનનાં રૂપમાં હતાં.

આજ સવારથી અમને અમારાં દુલ્હાનાં ચહેરા નહોતા જોવા મળ્યા. ત્યાં જ બહારથી બેન્ડનો અવાજ સાંભળવા મળ્યો. મમ્મી એ અને આંટીએ બન્ને દૂલ્હાની નજર ઉતારી મારી બહેને એમનું સામૈયુ કર્યું. થોડીવાર પછી અમે બન્નેએ ધીમે ધીમે મંડપ તરફ ડગલાં ભર્યા. મંડપ સુધીનો રસ્તો ગુલાબની પાંખડીઓ થી સજાવેલો હતો. ત્યાં પહેલેથી જ રોહન અને વિવેક બેઠા હતાં. વિવેકની બાજુમાં જ રોઝી આશ્કા ને લઇને બેઠી હતી.

ધીમે ધીમે પંડિતે મંત્રો ચાલુ કર્યા....એક પછી એક રશમ...એક બીજા ને હાર પહેરાવવા...કન્યાદાન કરવૂ....મંગળસૂત્ર પહેરાવવું...અમારી માંગ ભરવી...અને... છેલ્લે ફેરા... મારા માન્યામાં હજુ નહોતું આવતું કે અમારા મેરેજ થય રહ્યાં છે...!!

મેરેજ પૂરાં થયાં બાદ અમે બધાં સાથે જમવા બેઠા. બધાં જ અમને આવીને સ્વીટ ખવરાવતા હતાં. કહેવાય છેને, નયી શરૂઆત સે પહેલે કુછ મીઠાં હો જાયે..!! આટલી બધી સ્વીટ ખાઈને મને થયુ કે ક્યાંક અમને ચારેયને ડાયાબીટીસ ન થય જાય...!! અંતે અમે બધાં રાતે ફ્રી થયાં.

બસ આજે આખો દિવસ આમ જ ક્યાં પસાર થય ગયો એની ખબર ન પડી. હવે આખરે રાતે માંડ હુ થોડીવાર એકલી પડી. હવે એક જ રશમ બાકી હતી... મધુરજની...! હુ થોડી શરમાય ગય. પછી અચાનક જ વિચાર માં પડી. ત્યાં જ વિવેક આવ્યો. મને આમ વિચારોમાં ખોવાયેલી જોઇને બોલ્યો,

" અવની શુ વિચારે છે...? "

મે વિવેકને કિધુ,

" વિવેક જોને આ નસીબના ખેલ પણ કેવા છે આપણે 10વર્ષ પહેલા છુટા પડેલા અને છેક આજે મળીએ છીએ અને મળ્યા ના બે જ દીવસ મા પરણી પણ જઇએ છીએ. કેટલું ઝડપથી બની ગ્યું નય બધુ...? "

વિવેક કૈક બોલવા ગયો ત્યાં જ આશ્કા ડેડી કહેતાં અમારાં રૂમમાં જ આવી ગય. ત્યાં જ પાછળ રોઝી આવી અને કહેવા લાગી,

" સોરી સર, મેડમને ના પાડી છતાએ માન્યા નહીં."

મે કહ્યુ,

" વાંધો નય. એ ભલે અહીં રહિ. "

ત્યાં તો આશ્કા બોલી,

" No મમ્મી, હુ કાઈ અહીં તમને ડિસ્ટર્બ કરવા નથી આવી. તમને બેસ્ટ વિશીસ આપવા આવી હતી...goog night mom and dad. "

હજી તો અમે બન્ને કાઇ બોલવા જઇએ ત્યાં જ યે વાવાઝોડું તો ચાલ્યું ગયુ હતુ રુમ માંથી. આશ્કાનાં જતા જ વિવેક બોલ્યો,

" હા તો અવની તુ મને કૈક કહી રહિ હતી..."

" હુ એમ જ કહેતી હતી કે, સમય જોને કેટલો ઝડપથી જઇ રહ્યો છે. એવું લાગે છે જાણે હજી કાલે તો આપણે એ બીચ ગયા હતાં...! "

વિવેકે મારી સામે જોઈને કહ્યુ કે,

" તો તને એ બીચ વાળી વાત હજી યાદ છે એમ ને..?!? "

હુ શરમાઈને નીચે જોઇ ગઇ. તો વિવેકે હડપચીએ થી મારો ચહેરો ઉંચો કર્તા કિધુ કે,

" મારી અવનીને શરમાતા પણ આવડે છે એમ ને..! "

મે વિવેકની સામે જોઈને પાછી નજરો ઢાળી દીધી, એ દીવસની જેમ જ વિવેક ધીરે ધીરે મારી નજીક આવ્યો અને મારા હોઠ પર પોતાના હોઠ રાખિ દીધાં...! આજે દસ વર્ષ પછી મારા અને વિવેકના મન અને તન પર રહેલા આવરણો દુર થયાં હતાં અને અમે માનસિક અને શારિરીક રીતે એક બન્યાં હતાં...!


(સમાપ્ત**)

*************************************

મિત્રો આ મારી પ્રથમ શ્રેણી હતી. આપના પ્રતિભાવોનાં લીધે જ હુ આ શ્રેણીને અંત સુધી લાવી શકી છું....આ માટે હુ આપ સર્વે નો ખરાં હ્દય થી આભાર માનુ છું.