(ગયા અંકમા તમે જોયું કે....રાજવી, વિવેકને અવનીનો no આપે છે. અવનીની વિવેક સાથે દોસ્તી થય જાય છે અને વિવેક અવનીને સ્ટડીમા મદદ કરે છે. બીજી બાજુ રાજવી બધી જ રીતે પાછળ રહી જાય છે. તેં ખોટા માર્ગે દોરવાય છે. અને તેનુ રોહન સાથે બ્રેકઅપ થય જાય છે....હવે આગળ....)
***
હવે તો ફક્ત બે જ દિવસની વાર હતી રાજવીનાં મેરેજમા જવાની. પેકિંગ તો મમ્મીએ કરી નાખ્યું હતુ. બસ મારે જ રેડી થવાનું બાકી હતુ. ઓફીસનું બધુ જ જરુરી કામ આટોપવાનું હતુ. મે મોટા ભાગનું કામ તો પુરુ જ કરી નાખ્યું હતુ ખાલી અમુક મીટીંગને પોસ્ટપોન્ડ કરવાની હતી. હુ હવે ઘરે જવા માટે નીકળી. કારમાં હુ રાજવીનાં બ્રેકઅપ વિશે જ વિચારતી હતી.
***
મે રાજવીને પુછવા કર્તા રોહન પાસેથી માહીતી મેળવાનુ જ યોગ્ય માન્યું. મે તેને મેસેજ કરીને જ પુછી લીધુ કે એ ક્યારે ફ્રી હશે એમ.
હુ એને મળી અને તેની સાથે વાત કરી. મે એને પુછ્યું કે,
" રોહન તુમને એશા ક્યુ કિયા...? "
રોહન - મેને રાજવી કો બહુત બાર મના કિયા થા પર વો નહીં માની. ઇસી લિયે મેને બ્રેકઅપ કર દિયા...
me - કોન શી બાત કે લિએ મના કિયા થા...?
રોહન - યહી કે વો માયા કે સાથ દોસ્તી ન રખે. પર વો માનતી નહીં થી. ઇસિલિએ મે ઉશસે અલગ હો ગયા..
me - પર માયા કા ઇસ બાતસે ક્યાં વાસ્તા..?
રોહન - મુજે વો લડકી બિલકુલ ભી પસંદ નહીં થી. મે જીતની બાર રાજવી સે મિલા વો ઉસકે સાથ હી હોતી થી.
me - ઈસમે ક્યાં બુરાઈ થી...? તુમ્હે ક્યાં લગતા હે રાજવી તુમ સે મિલને કે લિયે અકેલિ આયેગી..?
રોહન - નહીં મેરે કહને કા મતલબ યે નહીં થા. મે તો સિર્ફ ઇતના કહેનાં ચાહતા હુ કિ માયા કે સાથ હર બાર અલગ અલગ લડકે હોતે થે. મુજે વો લડકી કુછ ઠીક નહીં લગતી થી.
me - તો ક્યાં સિર્ફ માયા કિ વજહ સે તૂમને રાજવી કે સાથ બ્રેકઅપ કિયા..?
રોહન - હા ઇસી લિએ મેને બ્રેકઅપ કિયા..
me - અગર રાજવી પુરી તરહ સે માયા કા સાથ છોડ દે તો ક્યાં તુમ ઉસે ફિરસે અપનાઓગે...?
રોહન - મગર ક્યાં એ પોસિબલ હે કિ રાજવી પુરી તરહસે માયા સે રિસ્તા તોડ દે..?
me - તુમ મુજે પ્રોમિસ દો તો મે યે કામ કર સકતી હુ.
રોહન - તો વાદા રહા..
me - promise...?
રોહન - પક્કાં વાલા પ્રોમિસ...
બસ એ દિવસે તો અમારે આટલી જ વાત થય. હવેનું કામ રાજવીને મનાવાનું હતુ. તેં હજી રોહન સાથેનાં બ્રેકઅપથી ઉદાસ જ રેતી. હવે જ મારો વારો હતો એને માયાથી બને એટલી દુર રાખવાની અને એને સ્ટડી તરફ વાળવાની...
***
બસ ઘર આવી જતા હુ આટલું જ યાદ કરી શકી. હુ મમ્મીને રાજવી વિશે જ વાત કરતી હતી. નહીં નહીં તો પણ અમે 5 વર્ષ પછી મળવાના હતાં. અમારા બન્નેનાં સંબંધો બોવ જ ખાસ હતાં. મને હંમેશા રાજવીની ફિકર રહેતી હતી. હુ ખુબ થાકી હતી આથી રૂમમાં જઇને બેડ પર પડી અને એ જ રોહન અને રાજવીની વાતો યાદ કરવા લાગી.
***
એક દિવસ રાજવી મારી પાસે આવીને રોહનને યાદ કરીને રડતી હતી. રડતા રડતા બોલતી હતી કે...
" અવની યાર રોહને મારી સાથે સાવ આવુ કેમ કર્યું....?? કોઈ આવુ કરે કોઈ દિવસ....? એણે અચાનક જ મારી સાથે કેમ બ્રેકઅપ કરી નાખ્યું...? મને સાચે જ રોહનની બોવ યાદ આવે છે...? "
મે કિધુ કે,
" તો એની સાથે ફરીથી પેચઅપ કરીલે ને ...? "
તો રાજવી મારી સામે જોઇને બોલી કે ,
" પણ અવની મને ખબર જ નથી કે, એણે મારી સાથે બ્રેકઅપ કેમ કર્યું એ ?? "
મે કહ્યુ કે..,
" હુ કહુ એણે તારી સાથે બ્રેકઅપ કેમ કર્યું એ...? "
તો તેં મારી સામે જોઇને બોલી કે ,
" અવની તેં એની સાથે વાત કરી...? "
મે હકારમા માથું હલાવ્યું તો એણે ફરી થી પુછ્યું કે ,
" અવની કે ને, એણે કેમ બ્રેકઅપ કર્યું...? "
મે એને વાત થોડી ફેરવીને કીધી કે ,
" રાજવી રોહનને તારી માટે થયને જ તારી સાથે બ્રેકઅપ કર્યું છે. "
આ સાંભળીને રાજવી બોલી..
" મારી માટે થયને મારી સાથે બ્રેકઅપ...? "
મે કહ્યુ કે ,
" હા, રોહનને એવું લાગતું હતુ કે એનાં લીધે જ તુ સ્ટડીમા પાછળ રય ગય છે. એનાં લીધે તારુ સ્ટડી બગડે છે માટે જ એણે તારી સાથે બ્રેકઅપ કર્યું છે. "
તો રાજવી બોલી ,
" બસ આટલી જ વાત હતી....? જો હુ ફરી થી સ્ટડી પર ધ્યાન આપુ તો તેં મારી સાથે પેચઅપ કરી લેશે...? "
મે કહ્યુ કે ,
" રોહને મને પ્રોમિસ કર્યું છે કે જો તારે લાસ્ટ એક્ઝામ મા સારા માર્ક આવશે તો ફરી તારી જોડે પેચઅપ કરી લેશે. "
આટલી વાત સંભાળીને તો રાજવી મારા ગળે વળગી પડી અને બોલી કે ,
" અવની હવે તુ જો. હુ કેવા માર્ક લાવું છું એ...? "
અને સાચે જ રાજવીતેં દિવસ થી ભણવા મંડી હતી. તેં લેક્ચર બંક પણ ન કરતી. માયા બોવ મનાવે તો પણ તેની સાથે જવાનું રાજવી એ ઓછું કરી નાખ્યું હતુ. ફાઇનલ એક્ઝામ પેલા તો તેં ઘણી વાર મારા ફોન પણ ન ઉપડતી. રોહન રાજવીની આ વાતો જાણીને ખુબ ખુશ હતો. અને હુ પણ ખુબ ખુશ હતી કે રાજવી માયા થી અલગ થય ગય આખરે...
બીજી બાજુ વિકી મને સ્ટડી કરાવતો અને પોતાના સ્ટડી પર પણ ધ્યાન આપતો. વિકી મારી સાથે હોય ત્યારે મને ખુબ ગમતું.મારા આખા દિવસનો થાક ઉતરી જતો જ્યારે જ્યારે હુ વિકીની સાથે હોવ. મને લાગતું હતુ કે મને હવે વિકીની આદત પડતી જાય છે.....મને લાગતું કે હુ વિકીને પસંદ કરવા લાગી છુ....મને હવે વિકી ગમવા લાગ્યો હતો....
અમારી ફાઇનલ એક્ઝામ ખુબ સારી રહી. 11th તો સારા માર્ક સાથે કમ્પલિટ થય ગ્યું હતુ. રાજવી તો ક્લાસ મા top 5 મા હતી અને મારો પણ 7મો રેન્ક હતો ક્લાસમા. મને આપેલા પ્રોમિસ મુજબ રોહને રાજવી સાથે પેચઅપ કરી લીધુ હતુ. રાજવી તો મારો આભાર માનતા ન થાકતી.
વિવેકને પણ 12thની બોર્ડની એક્ઝામ સારી રહી હતી. તે હવે JEE ની એક્ઝામની તૈયારી કરતો હતો. એની JEE ની એક્ઝામ પછી એક રવિવારે અમે ચારેય ગાડીઓ લઇને ફરવા નીકળી ગયા હતાં. બસ એ દરિયાકિનારે અમે ચાર જ હતાં આડે દિવસે હોય પણ કોણ...?
રાજવી અને રોહન તો લોન્ગવોક પર નીકળી પડ્યા. અને હુ અને વિવેક એકલા પડ્યા. મે હિંમત કરીને વિકી ને કહી જ દિધું કે,
" Vicky i like you...."
વિકીએ પણ મને કિધુ,
" Avani I love you so much..."
વિકીની આ વાત સાંભળીને મે નજરો નીચે ઢાળી દિધી...વિવેક ધીરે ધીરે મારી નજીક આવ્યો. મારા દિલની ધડકન વધી ગય. એણે નજીક આવીને મારા હોઠ પર પોતાના હોઠ રાખી દિધા. અને મે આંખો બંધ કરી દિધી....!! મારી ધડકન એટલી વધી ગય કે મને લાગ્યું કે દિલ હમણાં હાથમા આવી જશે...!! મારા જીવનની પ્રથમ કિસ એ પણ મારા ગમતા પાત્ર સાથે...!! હુ ખુબ ખુશ હતી. મારા જીવનનો આ પેલો અનુભવ હતો. જેને હુ વર્ણવી શકતી નથી..!!
**
બીજા દિવસે મે વિકીને કોલ કર્યો તો એને ફોન બંધ આવતો હતો. મે એને વોટ્સ અપ પર મેસેજ કર્યા. no riplay... સતત બે દિવસ એનો ફોન બંધ આવતો હતો. હુ એની રૂમે ગઇ તો એનાં ફ્રેન્ડલોકો એ કહ્યુ કે,
" એને અરજન્ટ ક્યાંક જવાનું થયુ...એટલે એ ગયો અને કહેતો ગયો કે બે દિવસ મા આવી જશે. પણ હજી એ આવ્યો નથી. અને એનો ફોન પણ બંધ આવે છે."
મે કિધુ કે,
" એનાં ઘરનો કોઈ કોન્ટેક્ટ no હોય તો આપોને ...?? "
એનાં ફ્રેન્ડ લોકોએ નાં પાડી કે ,
" એનાં ઘરનો કોઈ કોન્ટેક્ટ no. નથી."
પછી તો મે સ્કૂલમા પણ એનાં નામની તપાસ કરી કે ક્યાંક કોઈ કોન્ટેક્ટ no મળી જાય પણ બધુ જ વ્યર્થ...વિકીનો કોઈ કોન્ટેક્ટ થાય એવું કાઈ મળ્યું જ નય.
અને વિવેક ગાયબ થઇ ગયો....
(ક્રમશ **)
*********************************************
અચાનક તો એવું શુ કામ આવી ગયું કે એને તરત જ જવું પડયું ....? અને એનો ફોન શા માટે બંધ આવે છે....? વિવેક ક્યાં ગાયબ થય ગ્યો...? અને એ અવનીને મળશે કે નય એ જાણવા માટે વાંચો આગળ નો ભાગ...
આ મારી પ્રથમ શ્રેણી છે...તમારાં પ્રતિભાવો મારા માટે ખુબ મહત્વ ધરાવે છે માટે તમે સ્ટોરી વાંચી ને પ્રતિભાવ જરૂર થી આપજો મને તમારાં પ્રતિભાવો વાંચવા ગમશે...