Princess _143 - 3 books and stories free download online pdf in Gujarati

Princess _143 (ભાગ 3)

( ગયા ભાગ મા તમે જોયું કે...અવની ને એવું લાગે છે કે વિવેક ને ક્યાંક જોયેલો છે. બીજી બાજુ રાજવી ને રોહન પસંદ પડે છે અને તેનો no. લેવા માટે અવની ને કહે છે. અવની રોહન નો no. લાવી ને રાજવી ને આપે છે હવે રાજવી રાતે રોહન ને મેસેજ કરશે હવે આગળ...)


***


લંચબ્રેક પુરો થવા નો બેલ વાગ્યો અને હુ મારી એ યાદો માંથી બહાર આવી. આજે કામ તો મારે ઘણુ હતુ પરંતું હુ એ યાદો મા હવે ડૂબતી જતી હતી. મને એ દિવસો હવે નજર સામે દેખાતા હતાં. હુ બધુ કામ જડપ થી આટોપવા માંગતી હતી. હુ બસ બધાં મેઈલ નાં જવાબ આપી ને આજ નું કામ પુરુ કરવા માંગતી હતી. કેમ કે પછી હુ આરામ થી એ દિવસો ને યાદ કરવા માંગતી હતી અને હુ એમ જ કરવાની છું.

પણ પ્રથમ તો મે રાજવી ને મેઈલ કરવાનું નક્કી કર્યું. એ princess_143 પર મે રાજવી ને કહ્યુ કે, હુ મેરેજ નાં 2 દિવસ પેલા પોચી જઈશ.

મે જડપ થી કામ પુરુ કર્યું અને મારી ગમતી જગ્યા એ પહોચી ગય. શહેર ની વચ્ચે આવેલા એ પાર્ક માં પહોચી ગય. પક્ષીઓ નો કલબલાટ , ઘટાદાર વૃક્ષ અને એ કુદરતી સૌન્દર્ય મને ખુબ ગમે છે. એ વાતાવરણ મારા મન ને ખુબ શાંતિ આપે છે.

હાઈસ્કૂલ નાં એ દિવસો મા હુ રાજવી સાથે અહીં ઘણીવાર આવતી. હુ એ અમારી મનગમતી જગ્યા એ જઇ ને બેસી. અને એ જુના દિવસો મા ખોવાઇ ગય.

***

મને લાગતું કે મે વિવેક ને ક્યાંક જોયેલો છે પણ મને યાદ જ નહોતું આવતું કે , ક્યાં જોયેલો છે એમ..? ફ્રી સમયમા , બ્રેકમા , રજામા મને બસ એ જ દેખાતો.

અમે જ્યારે એક ક્લાસ માંથી બીજા ક્લાસ માં જતા તો રસ્તા મા 12th વાળા નો ક્લાસ પડતો. મોટાભાગે તો દરવાજો બંધ જ હોય પણ જો કોઈવાર થોડો ખુલ્લો હોય તો હુ એમા થી વિવેક ને ગોતવનો પ્રયત્ન કરતી.

મોટા ભાગે તો એ વચ્ચે ની લાઇન મા, લાસ્ટ થર્ડ બેન્ચ પર જ બેસેલો જોવા મળે. સાચે જ તેં ચાઈનીઝ જેવો જ લાગતો. તેનુ વર્ણન કેમ કરવું એ મને ખબર નથી. પણ તેનાં વાળ હંમેશા એક અલગ રીતે જ ઓળેલા હોય આગળ થી કાંટા જેવા. ચહેરો ગોળ. આંખો નાની. ઉંચાઈ તો વધારે નય અને ઓછી પણ નય એવી 5.5ફૂટ ની હશે. એ સમયે હો...હવે તો ખબર નય એ કેવો દેખાતો હશે...?

બ્રેક મા એક દિવસ સિધ્ધી દિ એ મને પુછી જ લીધુ ,

" અવની આજકાલ તુ અમારાં ક્લાસ માં બોવ નજર રાખે છે ને કાઈ...? "

મે કહ્યુ ,

" એવું તો કાઈ નથી. "

દિ એ મને ફરી થી પુછ્યું ,

" તુ વિકી ને જોવે છે ને...? "

મે આશ્ચર્ય સામે એમની સામે જોયું અને પુછ્યું કે ,

" એ કોણ છે વળી...? "

તો દિ હસી ને બોલ્યા ,

" વિવેક ને બધાં વિકી કહે છે. "

એ વાત પછી ત્યાં જ પુરી થય ગય હતી.

**

હવે તો એમનાં આખા ક્લાસ ને ખબર હતી કે હુ એને જ જોવ છું એમ. પરંતું વિવેક ને ખુદ ને ખબર ન્હોતી...!

એક દિવસ એવું થયુ કે હુ ઓફીસ મા ગય હતી. સર સાથે મારે કાઈ જગડો થયેલો. હુ ગુસ્સા મા રોતી રોતી ઓફીસ માંથી નીકળી ગય. હુ જડપ થી મારા ક્લાસ મા જવા ગય. મારી આંખો મા આંસુ હતાં જ. એવા મા સામે થી વિવેક આવતો હતો. હુ નીચે જોઇ ને જ દાદરા ચડવા મંડી. હુ એની સાથે ભટકાવા ની જ હતી. પણ હુ સાઈડ મા થય ને નીકળી ગય. એણે મારી સામે જોયું પણ હુ રોવા માંથી ઉચી આવુ તો ને ?

હુ જડપ થી બેગ લઇ ને નીકળી ગય. મારુ રોવાનુ તો ચાલુ જ હતુ. પાછળ થી રાજવી , " અવની અવની " કેતી દોડતી આવતી પણ હુ બસ રોતી જ જતી હતી. એ દિવસે વિવેકે મને પેલી વાર નોટિસ કરી હશે.

એ દિવસ થી વિકી એ પણ મારી સામે જોવાનું શરુ કર્યું અલબત્ત જીજ્ઞાશાવશ જ...પરંતું રાજવી મને ઘણીવાર કહેતી કે,

" અવની તને એનાં પ્રત્યે કોઈ ફિલિંગ હોય તો કહી દે ને..."

હુ એને કહેતી કે ,

" મને ખબર નથી પડતી કે મારા મન મા એનાં માટે કઇ ફિલિંગ છે..? બસ એને જોઇ રહેવું ગમે છે મને. આમાં હુ એને શુ કહું..?"

અવની એ મને કિધુ કે ,

" તુ એની સાથે વાત તો કરી લે "

મે કહ્યુ,

" પણ શુ વાત કરવી એની સાથે મારે...? મને જરૂર નથી લાગતી એની સાથે વાત કરવાની. "

રાજવી એ મારી આંખ મા આંખ પોરવી ને પુછ્યું કે ,

" અવની તને એની સાથે વાત કરવાની બીક લાગે છે...? "

મે જવાબ આપ્યો ,

" બીક કઇ વાત ની..? મને એને જોઇ રહેવું ગમે છે એટલે બસ વાત પુરી. અને હવે તુ પણ એ વાત મુક તો સારી વાત છે. "

એણે છેલ્લી વાર કહ્યુ કે,

" પણ અવની..."

મે એની વાત ને વચ્ચે થી કાપતા જ કિધુ કે ,

" રાજવી બસ હવે... વધારે નય. "

દર વખતે અમારી વચ્ચે આમ જ વાત થતી અને હુ આવી રીતે જ વાત ને અટકાવી દેતી હતી.


***

અચાનક ફોન ની રીંગ વાગતા હુ ભુતકાળ માંથી વર્તમાન મા પાછી આવી. બસ મમ્મી નો જ ફોન હતો. રાજવી નાં મેરેજ માટે શોપિંગ કરવા જવાનું હતુ.

મારે મોટા ભાગ નું કામ ફોરેસ્ટ અને ઓફીસ મા જ હોય માટે મારી પાસે ઑફિસવેર અને ફોરેસ્ટ નાં કેમૉફ્લેજ કપડા જ હતાં. મારી પાસે વેડિંગ માટે નાં કોઈ ક્લોથ ન હતાં. બે કે ચાર પાર્ટીવેર હશે ખાલી.

મમ્મી એ મને કાઈ નય ને સાડી લેવરાવિ. મને તો એ પહેરતા પણ નથી આવડતી. મેરેજ મા સ્પેસિયલિ સાડી પહેરવા માટે જ પાર્લર મા જવું પડશે.એ ઉપરાંત મમ્મી એ મને એક લહેંગ઼ા અને ચોલી પણ લેવરાવિ. આ ઉપરાંત મમ્મી એ મારા માટે 3 થી 4 ફોર્મલ પંજાબી ડ્રેસ પણ સિલેક્ટ કર્યા. એક મેરેજ મા જવા માટે આટલું બધુ શોપિંગ...?? એ વિચારી ને જ મને નવાઈ લાગતી હતી. પણ મે એટલી શોપિંગ કરી હતી એ વાસ્તવિકતા છે. અને મને લાગતું હતુ કે જાણે મારા પોતાના મેરેજ ની શોપિંગ કરતી હોવ.

આજે તો ડિનર મમ્મી સાથે બહાર જ લીધુ. રાતે હુ ખુબ થાકેલી હતી એટલે વેલા જ સુવા માટે મારા રૂમ મા જતી રહેલી. થાકેલી હોવાં છતા મને એ 11th નાં દિવસો યાદ આવતાં હતાં.

***

એ દિવસે હુ રાજવી થી ખુબ વધારે જ નારાજ હતી. એની સાથે મે અબોલા લીધાં હતાં. એ મને મનાવતી પણ હુ કાઈ સાંભળવા નાં મૂડ મા ન હતી. મારી એ નારાજગી રાજવી સાથે રોહન નાં લીધે હતી...

(ક્રમશ**)


*************************************************

એવું તો રાજવી અને અવની વચ્ચે શુ થયુ કે, અવની રાજવી થી આટલી નારાજ હતી...?? એ નારાજગી પણ નવા આવેલા એક છોકરાં નાં લીધે...? શા માટે આટલી નારાજગી રોહન નાં લીધે....એ હુ મારા આવતાં અંક મા જણાવીશ.

તમને મારી સ્ટોરી ગમે તો પોતાનો અભિપ્રાય આપવાનું ન ચૂકશો.

હુ તમારાં પ્રતિભાવો ની વાટ જોઇશ. માટે તમારા પ્રતિભાવો મને જરુર થી જણાવશો.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED