એક લેખક અને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર હોવાં નાં નાતે મારુ મોટા ભાગ નું કામ કમ્પ્યુટર પર સોસીયલ મીડિયા અને email દ્વારા જ થતુ હોય.
આજે સવારમા જ બધાં મેઈલ ચેક કરતી હતી અને અચાનક મારી નજર એક email એડ્રેસ પર અટકી ગય અને મારુ મન પણ થોડી વાર અટકી ગયું . email એડ્રેસ હતુ.....
"princess_143 "
અને એ ઇમેઇલ વાચી ને હુ એ મારી જૂની યાદો મા ખોવાઇ ગય.
***
10મુ પુરુ થયુ એવું મે વિજ્ઞાન પ્રવાહ મા જવાનું નક્કી કરેલું. શહેર ની જાણીતી ક્રિશ્ચન સ્કૂલ ફાતિમા કોન્વેન્ટ મા એડમિશન લેવાનું નક્કી કર્યું અને મારા સારા માર્ક નાં લીધે મને એડમિશન મળી પણ ગ્યું.
સ્કુલ નાં પેલા જ દિવસે જયાં જગ્યા મળી ત્યાં બેસી.હુ કોઈ ને ઓળખતી તો હતી નય એટલે ગમે તેની સાથે બેસું સરખું જ હતુ.આમ તો મને બધાં સાથે ફાવતું પરંતું એક છોકરી પાસે બેસવાનું મન ન થતુ.
એ હતી રાજવી....આમ તો છોકરી બોવ સારી પરંતું તેં વારે વારે હાથ ઉપાડે.વાત વાત મા ધબ્બા મારવા, મસ્તી મસ્તી મા ઘુસ્તાં મારવા , મન થાય તો પેન કે પેન્સિલ ની અણી પણ મારી દેવી એ એની માટે સામાન્ય બાબત હતી. આથી હુ બને ત્યાં સુધી એની બાજુ મા ન બેસતી.
એક દીવસ તો મેમ આવી ને આમારી જગ્યા ફિક્સ કરવા ગ્યા અને મને એની બાજુ મા જ બેસાડી.મે આખા કલાસ ની વચ્ચે નાં પાડી દિધી...મે મેમ ને કીધું કે,
" મેમ ગમે તેં બીજા ની બાજુ મા બેસાડો પણ રાજવી ની બાજુ મા નય એ બોવ મારે છે. "
બસ એ દિવસ થી અમારે ઓછું બનતું . બીજા બધાં સાથે ખુલી ને રહેવાનું પરંતું રાજવી થી દુર એટલાં સારા.બ્રેક મા પણ સાથે બેસી ને નાસ્તો કરવાનો પણ રાજવી ની બાજુ મા નય બેસવાનું.
પરંતું એક દિવસ કાંઇક એવું બન્યુ કે અમારી બન્ને ની ફ્રેન્ડશીપ જામી ગય.પછી તો છેક 12 મુ ધોરણ પુરુ થયુ ત્યાં સુધી અમે સાથે ને સાથે જ જોવા મળતાં.
***
અચાનક ફોન ની રિંગ વાગી અને હુ જબકિ ને એ યાદો માંથી બહાર આવી.આજે એક જરુરી અપોઇમેન્ટ હતી. મારા next પ્રોજેક્ટ માટે મારે મિ. બેદી ને મળવાનું હતુ. મારી આવતી નવી બુક નું કવરપેજ અંદર નાં ફોટોગ્રાફ્સ અને બીજુ ઘણુ ડિસ્કસન કરવાનું હતુ.
આજનો દિવસ ખુબ જ વ્યસ્ત હતો. બોવ બધાં email નાં જવાબ દેવાના હતાં, પબ્લીશર ને બુક ની સોફ્ટ કોપી. મોકલવાની હતી. મારા નવા ફોટોગ્રાફ ને આઈસોલેટ કરવાનાં હતાં અને બીજુ માનસિક તથા શારિરીક રીતે થકવી દેતું ડઝનબંધ કામ.
રાતે પાછા બધાં મેઈલ ચેક કરવા બેસી ત્યારે રાજવી નો એ મેઈલ ચેક કર્યો. જેમા મારા નામનું invitation card હતુ. જેને ખોલી ને જોતાં હુ આશ્ચર્યચકિત થય ગય. એ રાજવી નાં મેરેજ નું invitation card હતુ. હુ પાછું વિચાર મા પડી કે આ છોકરી , એ કોની સાથે મેરેજ કરે છે ...? આની જેવી બિન્દાસ અને અલ્લડ છોકરી ને મળી કોણ ગ્યું એમ...?
અને હુ પાછી એ જુના દિવસો મા સરી ગય.
***
એ દિવસે બ્રેક નાં સમયે રાજવી એકલી છેલ્લી બેન્ચ પર રડતી હતી. મે એનાં ખાસ મિત્રો ને પુછ્યું પણ કોઈએ મને સરખો જવાબ ન આપ્યો એટલે હુ રાજવી ની બાજુ મા ગય અને એનાં માથા પર હાથ ફેરવ્યો. એણે મારી સામું જોયું અને પાછું રડવા મંડી.મે એને કાઈ ન પુછ્યું અને એણે પણ મને કાઈ ન કિધુ.
ત્યાર પછી એ રોજે મારી બાજુ મા જ બેસવા આવતી. હા એને હાથ ઉપાડવા નું મન થાય પણ એનો હાથ મારા પર રોકાઈ જ જાય..! હુ એની સામે જોવ અને ખાલી સ્મિત જ કરૂ. આમ છતા કોઈ કોઈ વાર એનો હાથ મારા પર ઉપડી જ જતો !
પણ હુ ખુશ હતી.એની જેવી એક દોસ્ત મેળવી ને. થોડા દીવસ પછી એણે મને સામે થી કિધું કે, એ દિવસે એ રોતી શા માટે હતી? માયા નો બોયફ્રેન્ડ એ રાજવી નો બાળપણ નો મિત્ર હતો અને એની કોઈ વાત રાજવી એ છુપાવી હસે એટલે માયા અને રાજવી બન્ને જગડયા અને રાજવી ને મન માયા એ ખાસ મિત્ર હતી. ખાસ મિત્ર જગડે એટલે દુઃખ તો થાય જ ને.
પાછી તો અમે રોજે સ્કૂલે થી છુટી ને સાથે જ ઘરે જતા રસ્તા મા બોવ બધી વાતો કર્તા.લોકો નાં ચાળા કર્તા.ગાડી ઓ નાં no. યાદ કર્તા અને લોકો ની આંખો નો રંગ જોતાં.
આ અમારું ગમતું કામ હતુ.
***
મારુ રાતે 9 વાગ્યા નું alarm વાગ્યું ને હુ પાછી વાસ્તવિક દુનિયા મા આવી. આમ તો ફોટોગ્રાફી ને લીધે હુ શહેર ની બહાર જ હોવ પણ જ્યારે જ્યારે ઘરે આવુ ત્યારે રાત નું જમવાનું તો ફેમિલી સાથે જ લેવાનું એટલે 9 વાગ્યા નું alarm મુકી દવ જેથી 10 વાગે ઘરે પોચી જવાય.
મે ઘરે જઇ ને મમ્મી ને રાજવી નાં મેરેજ ની વાત કરી . મમ્મી એ મને સામે પુછ્યું કે,
" એનાં થનારા પતી નું નામ અને અટક શુ છે ? "
મે કીધું કે,
"એ તો મને ખબર નથી. મને એ કાર્ડ ખોલવાનો સમય જ નોતો મળ્યો.તને જમી ને જોઇ ને કવ."
આટલી વાત કરી ને હુ મારા રુમ મા જઇ ને PC લઇ ને બેઠી. અને રાજવી નાં મેઈલ મા રહેલું કાર્ડ ખોલી ને જોયું.તેનાં ફિયૉન્સે ની સરનેમ જેઠવા છે અને નામ રોહન છે.એની આ જેઠવા સરનેમ અને રોહન નામ સાંભળી ને પાછી હુ મારા એ હાઈસ્કૂલ નાં દિવસો મા ખોવાઇ ગય.
*********************************
હવે એ આગળ ની એની યાદો મા શુ હશે ? અને આગળ શુ થશે એ બને તેટલી જડપ થી હુ આગળ નાં ભાગ મા જણાવીશ...
આ મારી પ્રથમ સિરીઝ છે વાર્તા ની. મને તમારાં અભિપ્રાય જરૂર થી જણાવશો. મને તમારાં અભિપ્રાય વાંચવા ગમશે...