Princess _143 (ભાગ 2) vasani vasudha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Princess _143 (ભાગ 2)

(ગયા ભાગ મા તમે જોયું કે, લેખક ને એક મેઈલ મળે છે જે તેની ખૂબ જૂની દોસ્ત નો હોય છે. અને કેવી રીતે તેમની દુશ્મની દોસ્તી મા ફેરવાય છે...જેઠવા રોહન નામ સાંભળી ને તેં થોડી ભૂતકાળ મા સરી જાય છે અને હવે આગળ...)

***


અમારાં સિનિયર મા એક છોકરો હતો નામ તો મને બોવ મોડે ખબર પડેલી. એને હુ જ્યારે જોતી ત્યારે એવું જ લાગતું કે,

આ છોકરાં ને ક્યાંક જોયેલો છે....? પણ યાદ નથી આવતું....!

આમ ને આમ થોડા દિવસ ગયા. હવે તો રાજવી સાથે સાથે મારે અમારાં સિનિયર જોડે પણ સારા સંબંધો હતાં. અમે બપોરે સાથે જ લંચ લેતા. એક વાર મે હિંમત કરી ને પુછી જ લીધુ કે,

" દિદિ તમારાં ક્લાસ મા પેલો ચાઈનીઝ જેવો છોકરો છે એનું નામ શુ છે...? "

બધાં નાં હાથ મા કોળિયા એમ જ રહ્યાં અને બધાં એ એક સાથે મારી સામે જોયું...! એક મિનીટ તો મને એવું લાગ્યું કે, જાણે મે એનું નામ પુછી ને કાઈ ગુનો કરી દિધો હોય. રાજવી પણ મારી સામે વિચિત્ર નજરે જોવા લાગી.

સિધ્ધીદિ એ મને પુછ્યું ,

" અવની , તારે એનું જ નામ કેમ જાણવું છે...? "

મે દિ ને સાચું હતુ એ કિધું કે,

" એને પેલા ક્યાંક જોયો હોય એવું લાગે છે એટલે. "

દિ એ એક નજર બધાં સામે નાખી અને મને કિધુ કે,

" અવની એનું નામ વિવેક છે, જેઠવા વિવેક...."


***


સવારે 6 વાગ્યા નું એલાર્મ વાગ્યું ને હુ જાગી. રાતે એમ જ વિચારતા હુ ક્યારે સુઈ ગય એની મને ખબર જ ન રહી. સવારે ઉઠી ત્યારે ખબર પડી કે હુ એમ જ રાતે PC પાસે સુઈ ગય હતી.

સવારે ફ્રેસ થય ને હુ નીચે ગય. મમ્મી એ મારા ફેવરિટ બટાકાપૌઆ તૈયાર જ રાખ્યા હતા. નાસ્તો કરી ને હુ ઓફિસે ગય. મિસ્ટર બેદી સાથે જ બધુ જ કામ કરવાનું હતુ.

ખૂબ જ કામ હોય ઓફીસ મા તો... બોવ બધી મીટીંગ, મેઈલ નાં જવાબ આપવા અને આવતાં પ્રોજેક્ટ માટે ની તૈયારીઓ....જેટલું ગણું એટલું ઓછું કામ હોય...

મે ફક્ત એક જ કામ હાથ મા લેવાનું નક્કી કરેલું... એ હતુ કે, બધાં મેઈલ ચેક કરી ને તેનાં જવાબ દેવા. હુ એજ કરતી હતી. ત્યાં અચાનક જ લંચ બ્રેક નો બેલ વાગ્યો. બધાં એમપ્લોય અને હુ પણ કેન્ટીન મા લંચ લેવા માટે ગયા. મને મારી એ 11 ની બ્રેક યાદ આવી ગય.

***

રાજવી સાથે દોસ્તી થયાં બાદ અમે સાથે જ બેસતા. અને અમારી ગર્લ્સ ની સાઈડ બાજુ જ બારી પડતી. 10th સુધી નાં બધાં ને સાથે જ બ્રેક પડતો. અને એ લોકો ને 2 બ્રેક મળતાં જ્યારે અમને એક જ બ્રેક મળે.

મને રાજવી એ એક દિવસ એક છોકરો બતાવ્યો. એણે પગ મા ગરમ પાટો બાંધ્યો હતો.... નોર્મલ રીતે એ સ્કિન કલર નાં એટલે કે ક્રીમ કલર નાં હોય પરંતું એનો પાટો બ્લુ કલર નો હતો. એટલે જ અમારું ધ્યાન તેનાં તરફ ગયુ.

અમે 2 દિવસ એનો એ પાટો જોયો અને એને પણ જોયો !! એ છોકરો શ્યામ પણ નમણો હતો અને ઉંચો પણ. એનાં ફ્રેન્ડ લોકો સાથે ની વાતચીત પર થી ખબર પડી કે એ ઇંગલિશ મીડીયમ મા છે.તેનાં ફ્રેન્ડ લોકો રાડો પાડી ને તેનુ નામ લેતા આથી અમને એનાં નામ ની ખબર પડી. એનું નામ રોહન હતુ. પછી તો એનું પણ ધ્યાન ગયુ કે અમે એને નોટ કરીએ છીએ.

એક દિવસ એ અમારી બારી પાસે આવી ને પોતાનો હાથ બતાવ્યો. એને વાગ્યું હતુ અને લોહી નાં ટસિયા પણ ફૂટ્યા હતાં. રાજવી એ ઇસરા મા જ પુછ્યું શુ થયુ..? ત્યાં એનાં ફ્રેન્ડે આવી ને વાગ્યું હતુ ત્યાં જ જોર થી માર્યું. રાજવી થી તીણી રાડ પડાય ગય. રોહન તો હસતો હતો. એનાં ફ્રેન્ડે અમારી સામે જોઇ ને હસતા હસતા કહ્યુ કે,

" ડર ગયે...? એ તો રોહન કિ પેન્ટિંગ હે...! "

અમે આશ્ચર્ય થી તેની સામે જોઇ રહ્યાં. એ પેન્ટર હતો. અને એ પણ માઈન્ડબ્લોઇંગ પેન્ટર...! એનું હાથ પર નું પેઇન્ટિંગ એવું જ હતુ કે અમે સાચે માની બેઠા કે એને વાગ્યું હસે...!

એક દિવસ એ બ્રેક બાદ સીધો જ અમારાં ક્લાસ ની બારી પાસે આવયો ને અંગુઠો અને ટચલી આંગળી બતાવી ને ફોન no. નો ઇસારો કર્યો. અમારે લેક્ચર ચાલુ હતો એટલે પેલા તો રાજવી ડરી ગય પણ એને હાથ થી રજા મા મળવાનું કિધુ.

અમારે ફુલ ડે સ્કૂલ હતી એટલે અમને 12 વાગે રજા પડી જાય. 10 સુધી નાં સ્ટુડન્ટ ને 1:30 એ રજા પડે. તેં દિવસે તો કાઈ મેળ ન પડ્યો. અમે 2:30 એ જ સ્કૂલે ગયા. ત્યાં સુધી એ પણ વયો ગ્યો હતો.

બીજા દિવસે એ આવ્યો ને નારાજગી બતાવતા બોલ્યો..

" આપકો ફોન no. નહીં દેના તો કોઈ બાત નહીં."

અને એ જતો રહ્યો...રાજવી એ એને બોલવ્યો અને કીધું કે,

" આજ તો પક્કાં છુટ્ટી મે તુમ્હે no. દુંગી. "

તેણે રાજવી સામે જોયું ને જતો રહ્યો. મે રાજવી ને કિધુ કે...

" તુ આજે 1:30 સુધી અહીં જ રહીશ...? "

કારણ કે તેનાં મમ્મી ની તબિયત ખરાબ હોવાં થી તે હવે લંચ બ્રેક મા ઘરે જતી હતી...રાજવી એ મારી સામે જોયું અને કિધુ કે,

" એનો no. લેવા હુ નય પણ તુ જઈશ. "

મે નાં પડતાં કિધુ કે,

" જરી પણ નય હો. તારે લેવો હોય તો તુ વેલા આવજે હુ કાઈ નથી લેવા ની..."

તો તેં મને મનાવતા બોલી કે,

" આવુ શુ કરે અવની...? લઇ લેજે ને યાર...તને આપણી દોસ્તી ની કસમ... "

હવે મારે એનો no. લેવો જ રહ્યો.

તેં દિવસે મે લંચ વેલા પતાવી દિધું અને તેમની રજા પડવા ની રાહ જોતી ઊભી રહી...રજા મા રોહન મને જોઇ ને ઉભો રહ્યો. અને મારી પાસે રાજવી નો no. માગ્યો. મે એને કિધુ કે,

" રાજવી ને બોલા હે કિ તુમ તુમ્હારા ફોન no. મુજે દેદો. બાદ મે વો તુમ્હે કોલ યા મેસેજ કરેગી. "

એ માની ગ્યો અને એનો no. મને આપતો ગયો.

આજે રાજવી 2:15 મા જ સ્કૂલે પોચી ગય અને મારી પાસે આવી ને જ no. માગ્યો. એમનામ no. આપી દવ તો હુ અવની શેની...?!
આથી મે એને રડમસ ચહેરે કિધુ કે,

" રાજવી એ મને મળ્યો જ નય. હુ સાવ છેલ્લે સુધી ઊભી હતી એ ક્યાંય ન દેખાણો. "

મારી આ વાત માની જાય તો એ રાજવી શેની..! એને મને પાછું કિધુ કે,

" અવની સાચું બોલ ને યાર...! આપ ને એનો no. "

મે હવે આંખ મા આસું લાવી ને કિધુ કે,

" રાજવી મને એ સાચે ન મળ્યો..."

અને મે એક ડૂસકું ભરી લીધુ. હવે એ માની ગય. અને મને શાંત પડવા લાગી.

"કાઈ વાંધો નય અવની કાલે લઇ લે જે. આટલી નાની વાત મા તુ રડવા શેની મંડી..? just chill yar..."

એની આ વાત સાંભળી ને હુ પણ કોઈ ડાયા છોકરાં ની જેમ ચુપ થય ગય. આમ મને હસવું આવતું હતુ અને આમ હુ કન્ટ્રોલ કરી ને બેઠી હતી. no. ન મળવા થી રાજવી થોડી ઉદાસ તો થય ગય પણ મને કાઈ બોલી નય.

છેક 2 કલાક સુધી એ એમ જ ઉદાસ રહિ. મારા થી પછી એની હાલત જોવાઇ નય એટલે મે એને વોટ્સ અપ ચાલુ કરવા કિધુ. બુક ને આડી રાખી ને એને ફોન ખોલ્યો. મે એને રોહન નો no. સેન્ડ કર્યો. એ થોડી વાર મારી સામે જોઇ રહિ. મે એની સામે આંખ મારી. તો એ ગુસ્સા મા અને થોડી ખુશી મા મારી સામે જ જોઇ રહી.

4:15 નાં બ્રેક મા એ મારી પાસે આવી ને સીધી મને મારવા જ મંડી. મે એને કિધુ,

" બસ યાર હવે...બોવ વાગે છે હો. "

તો એને મને હગ કરી લીધી. ક્લાસ નાં બધાં જ અમારી સામે જોતાં હતાં કે આ બન્ને ને અચાનક શુ થય ગયુ એમ..

મે એને પુછ્યું કે ,

" તેં એને મેસેજ કર્યો ? "

તો એણે મારી સામે આંખ મિચકારતા કિધુ કે ,

" રાતે યાર..."

(ક્રમશ:)

*****************************


તમને આ ભાગ કેવો લાગ્યો એ કહેવાનું ન ચૂકશો...
હુ તમારાં પ્રતિભાવો ની વાટ જોઇશ..
મને તમારાં અભિપ્રાય વાંચવા ખુબ જ ગમશે....