Naa books and stories free download online pdf in Gujarati

ના

અરે યાર,આ અમીષા ક્યાં રહી ગઈ.અંશુલ કંટાળીને બોલ્યો,ચાલો મિત્રો હવે રાત થઇ ગઈ છે વધારે રાહ જોવામાં ભલાઈ નથી.અંશુલ એના કેટલાક મિત્રો સાથે તેની મિત્ર અમીષાની રાહ જોઈ રહ્યો તો પણ તેનાં ના આવવાનાં કારણે બધા કંટાળી ને ઘર જવા લાગ્યા.ત્યાંજ અંશુલ નો ફોન રણક્યો. "તુમ આયે જો આજ મુજે યાદ , ગલી મેં આજ ચાંદ નિકલા"... અંશુલ અમીષા પર ચિડાયો ક્યા છે??? સોરી અંશુલ 5 મિનીટમાં આવું અમીષા બોલી..હા સારું તું આવ બાકી તારી રાહ જોઇને અમે થાકી ગયા.આવ જલ્દી.

અંશુલ અમીષા તેમજ કેટલાક મિત્રો કેટલાય દિવસે મળવાના હતા તો બધા આવી ગયા પણ અમીષા ના દેખાતા અંશુલ ને ગુસ્સો આવ્યો.આવું આવું કરતી એ જ ના આવી.અને મોઢા પર મુસ્કાન આવી ગઈ અંશુલ ની જીંદગીમાં પ્રથમ સપનું હમેશા અમીષા હતી.પણ તેણે ક્યારેય પણ અમીષાને જણાવા ના દીધું.અને વર્તમાનમાં બન્ને ના મેરેજ પણ અલગ અલગ વ્યક્તિ સાથે થઇ રહ્યા હતા.અમીષાના પાર્ટનરનું નામ નિહાર જ્યારે અંશુલની પાર્ટનરનું નામ વિદિશા હતું.
અંશુલ અમીષા ને વિચારવા લાગ્યો.નાની એક પ્યારી છોકરી.બે ચોટલી વાળતી ઝાંઝરી પહેરીને છમછમ કરતી બધે દોડતી.અને પોતે ઘર માં રેહતો શાળા એ થી ઘર અને ઘર થી શાળા.પહેલેથીજ ભણવાનો શોખીન અંશુલ આજે એન્જીનીયર હતો પણ આજે તેને લાગ્યું કે તેણે ઘણું ગુમાવ્યું હતું.પ્રથમ તેની અમીષા આજે કોઈક બીજાની થવાની હતી.આંખમાં આંસુ આવ્યા તા જયારે પ્રથમ ખુશી ખુશી થી અમીષા એ તેને આ સમાચાર આપ્યા હતા.અને તેના ફોટાને લઇ ને ક્યાય સુધી એ રડ્યો હતો.અમીષા જેમ મોટી થતી ગઈ તેમ વધુ સુંદર લાગવા લાગી હતી અંશુલ તેને ઘણી વાર ટગર ટગર જોઈ રહેતો અને તેની સાથે સપના જોઈ નાખતો.આનાથી વધારે તે ક્યારે પણ જાહેર થવા દેતો નહિ અને આજ સુધી કોઈ ને તેણે કીધું નહતું કે તેને અમીષા ગમે છે.
હાય.અંશુ ક્યાં ખોવાઈ ગયો,અમીષા આવી ગઈ હતી.કોના વિચારોમાં છે અને ખડખડાટ હસી.અંશુલ અમીષાને જોઈ સલવાર કમીઝ માં કાન માં ઝૂમકા સાથે સુંદર લાગી રહ્યી હતી.સોરી તમને બધાને વાટ જોવડાવી.અરે તારા માટે તો આખીરાત પણ બેસું અમીષા ત્યાંજ કોઈક બોલ્યું .અરે????? નિહાર તું અને એ પણ અહી... વાઉ ગ્રેટ ..સરપ્રાઈઝ અને અમીષા દોડીને તેને વળગી ગઈ.હેય પાગલ બધાની સામે પણ,તરત શરમાઈ અલગ થઇ ગઈ.અંશુલ પણ જોઇને હસવા લાગ્યો.આમજ એને અમીષા પોતાની સાથે જોઈતી હતી.પણ હવે એમ શક્ય નહતું.નિહાર એક શ્રીમંતપરિવારનો પુત્ર હતો અમીષાના દેખાવથી તે લગન કરવા તૈયાર થયો હતો અમીષા ને નિહાર ના ઘરે કોઈ પૈસાની ચિંતા નહતી પણ પૈસાથી જિંદગી જીવાય એમ કોણે કહ્યું છે....બન્ને ની સગાઇ અને લગન સાથેજ હતા.અમીષા બહુ ખુશ હતી.નિહાર ને તે કઈ વધારે જાણતી નહતી પણ પાપા મમી ના કેહ્વાથી માની ગઈ હતી.
નિહાર તમે આજે કેમ અહીં ??અમીષા એ પૂછ્યું .અમીષા અમે જ કીધું હતું એમને બધાજ ફ્રેન્ડસ બોલ્યા.અંશુલ ને પણ ખબર હતી.બધા સાથે જમ્યા અને અંશુલ દર વખતે અમીષાથી દુર રહેવાની કોશિશ કરી રહ્યો હતો પણ,તેને જોયા વગર રહી નતો શકતો.અને અંતે બધા અલગ થયા અમીષાને નિહાર સાથેજ ઘરે જવા લાગ્યા પણ બન્ને નું ઘર અલગ દિશામાં હોવાથી શક્ય નહતું.તેથી નિહાર નાં કહેવાથી અંશુલ અમીષાને ઘરે મુકવા જવાનો હતો.અંશુલ ને અમીષા એક બાઈક પર સાથે હતા અમીષાનો હાથ અંશુલ ના ખભા પર હતો.એક વાત પુછુ અંશ ,હા હવે એમાં કહેવાનું શું હોય તરતજ અંશુલ બોલ્યો.નિહાર સારો લાગે છે તને? મને સાચવશેને.?હા કેમ એમ કહે છે.અંશ બોલ્યો .બસ તું એક તો છે મારો પ્રિય મિત્ર.અરે વિદિશા શું કરે છે .અને તે અંશુલ ને ચીડવવા લાગી.રેને અમી,પ્લીઝ બાઈક ચલાવવા દે.ના નહિ.ઓકે અને તેણે તેનો એક હાથ અંશની કમર ફરતે રાખી ને તેની પીઠ પર સુઈ ગઈ અંશ,ખબર નહિ કંઇક ખોટું થાય છે.મને નિહાર ગમે છે પણ નિહાર મને .. અરે,છોકરી શું આવું વિચારે અને ત્યાં અંશુલ બાઈક સાઈડ કરી ને ઉભો રહી ગયો અમીષાને નીચે ઉતારી ને હાથ પકડી ચાલવા લાગ્યો.ક્યાં લઇ જાય છે.અરે,ચલ તો અને ત્યાં એક બાકડા પર તેને બેસાડી.અમીષાને અને અંશુલ ઘણી વાર મળતા હતા પણ આજે કંઇક અલગ હતું.અને ત્યાંજ ખબર નહિ કેમ આજે અંશુલ અમીષાના ખોળા માં માથું મૂકી દીધું અરે અંશ ઉભો થા આમ ના હોય.પ્લીઝ .. પ્લીઝ અમી એક વાર આજ પછી ક્યારેય નહિ.તને મળીશ પણ નહિ મારાથી તને નહિજ મળાય.મને તું પહેલેથીજ મારાથી પણ વધારે વહાલી છે અમી.પણ હું તને ક્યારેય કહીજ ના શક્યો.અને કહેવાની હિમ્મત થઇ ત્યારે તું બીજાની થઇ ગઈ.તું મારો પ્રથમ પ્રેમ છે અમી.આઈ લાવ યુ . તે ચુપ થઇ ગયો.
અંશ અમીષાને મનમાં વિચારતો હતો.અમીષા અંશને જોઈ રહી હતી.આ જ અંશ માટે તેને આજે કંઇક લાગણી થઇ રહી હતી.અને તે અંશનાં વાળ માં ધીરે ધીરે હાથ ફેરવતી હતી.તેની આંગળીઓથી અંશને સુકુન મળી રહ્યું હતું.મને તું ગમે છે અમી.હે.... ?????? અંશ આ શું છે.આપણે આવું કંઇજ નહતું ઓકે.અને તે ઉભી થઇ ગઈ.અને અંશ નું માથું નીચે પછડાયું.ધડામ ઓહ્હ અંશ.સોરી અને તેને પોતાની છાતી સાથે વળગાળી ને ચૂમી લીધો.અંશ ની આંખમાં આંસુ હતા.આમ ઉભી કેમ થઇ ગઈ અમી,મેં તને મારી સાથે રહેવા નહતું કીધું બસ મારી લાગણીઓને જાહેર કરી હતી.અને અમીની આંખમાં માં અંશ ના માથામાં વાગવાના કારણે આંસુ હતા.સોરી બેટા અમીષા તેને વહાલ કરવા લાગી અંશ તેને જોઈજ રહ્યો.નાનું બાળક જોવે એમ અમી એની વારંવાર ચુમતી હતી અને વહાલ કરતી રડતી હતી.... અરે,અમી હવે બસ કર મને સારું છે.અને અમીએ ફરીવાર અંશ ને ખોળામાં લઇ ને તેનાં કપાળ પર ચૂમી બોલી સોરી અંશુ.. ભૂલ થઇ ગઈ.અને બન્ને ઘરે જવા નીકળ્યા.
એક સુંદર સવાર પણ અંશ ને અમી આખી રાત ઊંઘી ના શક્યા.પછી અંશ ના વાયદા પ્રમાણે ક્યારેય તેઓ ફરી મળ્યા નહિ.અમીષાના લગન થઈ ગયા અંશના લગન પણ તેના થોડા મહિના પછી થઇ ગયા બન્ને એકબીજાના લગન માં ગયા હતા કોઈ ફરિયાદ નહતી બસ આંખો આંખોમાં ઘણી વાતો થઇ ગઈ.અમી એ અંશુ ને એક ઘડિયાળ ભેટ કરી હતી અને અંશે તેને એક મોતીની માળા અને મેચિંગ બુટ્ટી.અમીષાએ જયારે જોઈ તો તે પણ દંગ રહી ગઈ તી ખુબસુરત માળા એણે જયારે પહેરી તો તેને અરીસામાં અંશ દેખાયો અને તે હસવા લાગી તું જતો રહ્યો પણ આજ પણ મારામાં છે.બહાનું મળી ગયું એક ગીફ્ટના નામે મારી પાસે રહેવાનું અને મને સ્પર્શ કરવાનું.અને નિહારનાં પગલાંનો અવાજ સાંભળી તે ચુપ થઇ ને કામ કરવા લાગી.પણ ધીરે ધીરે અમી સમજી ગઈ હતી એક કામવાળીની જેમ નિહાર ના ઘર માં હતી ના બહાર જવું ના નિહાર નો એ પ્રેમ જે પહેલા હતો.નિહારને બહાર કોઈક સાથે સબંધો હતા પણ તેને ક્યારેય વાંધો ના ઉઠાવ્યો અને ૨ વર્ષ પછી તેને એક સુંદર છોકરી થઇ ખુબજ સુંદર.પણ તો પણ નિહાર તેને સાચવતો નહિ આમજ સમય પસાર થવા લાગ્યો એનો.
આ બાજુ,અંશુલ ને લગન પછી ખબર પડી કે વિદીશાને કોઈક બીજા છોકરા સાથે અફેર હતું પણ ક્યારેય તેણે પણ તેને કશું કહ્યું નહિ ને આમજ વર્ષો વીતી ગયા વિદિશા પણ અંશુલ ને સાચવતી ભલે પ્રેમ નહતી કરતી.બન્ને ને બાળકો ના થયા પણ તેમને કોઈ ચિંતા પણ નહતી.અમીષાની બેબી નું નામ અંશિકા હતું.અમીષા હવે પહેલા ની જેમ નાતો ખુશ હતી કે નાતો દુખી બસ જીવતી હતી. અંશ ને ખબર નહિ કેમ અમીને મળવાનું મન થયું એક ફ્રેન્ડ પાસેથી નંબર મળી ગયો.હાય અમી,હું અંશ હાય.સામેથી અવાજ આવ્યો હાય અંશ એક એકદમ સપાટ અવાજ અંશ એકદમ ગભરાઈ ગયો શું થયું અમી હું અંશુલ છું .હા અંશુ હું જાણું છું બોલ ને કેમ છે બહુ વર્ષો પછી યાદ આવી મારી .


તું યાદ નથી ધડકન છે મારી,જેમ એક પણ સેકંડ હૃદય ધબકવાનું નથી ચૂકતું.
એમ તું પણ મારી ધડકન છે. અને તેનો અવાજ પણ થોડો રડવા જેવો થયો ને બન્ને ચુપ થઇ ગયા.બન્ને છેડે નીરવ શાંતિ હતી બન્ને ના શ્વાસ બન્ને મહેસુસ કરી શકતા હતા.અને અમી એ ફોન મૂકી દીધો.પણ એને તો કંઇજ ફરક ના થયો હોય એમ તે વર્તન કરવા લાગી અંશને લાગ્યું અમી બદલાઈ ગઈ છે.બસ એક વાર એને મળવાનું વિચાર્યું.અમીષાની મિત્ર નેહા દ્વારા તેને મળવાનું નક્કી કર્યું.૨ દિવસ પછી સાંજે એજ બાકડા પર મળવાનું નક્કી થયું હતું.પણ આજે તે બાંકડો એક જાહેર રસ્તા પર હતો ખુબ ચહલ પહલ હતી પણ તોય ત્યાંજ મળવાનું નક્કી કર્યું.અને ૨ દિવસ ૨ વર્ષ જેવા લાગ્યા.અને અંતે સાંજે અંશ સમય કરતા વહેલા પહોચી ને અમી ની રાહ જોવા લાગ્યો .૬:૦૦ વાગ્યા ત્યાંજ નેહા ને તેણે જોયી.અને બાજુમાં આ કોણ અમી મારી અમી પણ આશું થઇ ગયું છે આને સાવ સુકલકડી આંખોની પાસે કુંડાળા ચહેરો ઉતરી ગયેલો હતો.એક ક્ષણ માટે ડરી ગયો.અંશે અમી નો હાથ હાથમાં લીધો જાણે મડદા માં જીવ આવ્યો હોય એમ તે સળવળી.અંશુ.બસ તેને માત્ર આંખો માં જોયું અને એજ બાકડા પર તેઓ સાંજના સમયે બેઠા.આથમતો સુરજ અમી અને અંશુ બે જ આજુબાજુનું બેમાંથી કોઈને ભાન નહતું.અંધારું થઇ રહ્યું હતું.બેય નિશબ્દ એક બીજા પાસે હતા.અંશે અમીષાને નજીક બેઠો અને ત્યાંજ તેનું ધ્યાન તેનાં તેના ગળા પર ગયું કાળા ડાઘ જોયા અરે અમી આ શું.કાળા ગોળ ચકરડા કઈ નહિ એમ કહી ને તે છુપાવા લાગી.અને અંશ ને અજુગતું લાગતા તેણે અમીનો હાથ પ્રેમથી હાથ માં લીધો ને ચૂમી ને બોલ્યો નહિ કે મને,એ તો નિહાર ની સિગારેટ ભૂલથી અડી ગઈ છે.ઓહ્હ એક જ વાક્ય માં એ બધુજ સમજી ગયો.અને તેણે અમી ને વધારે નજીક લઇ ને છાતી સાથે લગાવી ને રડી ગયો.અમી કેમ આ સહન કર્યું તે.બસ તારી ના થવાનો અફસોસ આખી જિંદગી રહેશે.એક પણ શબ્દ બોલ્યા વગર તે ક્યાંય સુધી અંશ ની છાતી ને વળગી રહી.અડધી રાત થઇ પણ અમી હજી એમજ હતી અંશ પણ કઈ ના બોલ્યો એક સુંદર સવાર થઇ આખી રાત એમજ બેય બેઠા હતા ચુપ એકબીજાની હુંફમાં.અને અચાનક બેય ઢળી પડ્યા બધા ટોળે વળી ગયા શું થયું શું થયું ..??????? બન્ને માંથી કોઈ હલી રહ્યું નહતું.કોઈક માણસે એમ્બ્યુલન્સ બોલાવી. ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા .જાણે આખી રાત આટલા વર્ષોની વાત એકબીજાની હુંફ માં કહેવાઈ આંસુ આવ્યા.વહાલ કર્યું અને સવારમાં જ આ દુનિયામાંથી વિદાઈ લઇ લીધી એક બીજાના સાનિધ્યમાં ... બન્ને ના મુખ પર એક સુખ શાંતિ હતી એકબીજાને મળ્યાની.બન્નેના હાથ એકબીજા સાથે પકડેલા હતા ...
ભલે એકબીજાને જીવતા જીવાત ના મળ્યા પરંતુ આજે બન્ને જીવ સાથેજ મૃત્યુ પામ્યા.
અમી જોને અહીં આવ ચાલ આંખો બંધ કર તો,ચારેબાજુ શાંતિ હતી ખુબસુરત દુનિયામાં આવી ગયા હતા.ખુશખુશાલ બે આત્મા અંતે એક થઇ ગઈ....કેટલું સહન કર્યા પછીની ખુશી...

બીજા રસપ્રદ વિકલ્પો