હાં અમે anahita દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હાં અમે

એક સુંદર અને નાની વાર્તા તમને વાંચવી ગમશે ....

હાં અમે ..............

હાય પાગલ
નિશાએ મયુરને અચાનક આવી ને બરડામાં ધબ્બો માર્યો,ઓય્ય્ય નીશાડી મારીશ હો તને મયુર થોડો ગુસ્સામાં બોલ્યો.સોરી મયુર ,બસ અને મયુર પીગળી ગયો ,હા હા હવે મયુર બોલ્યો.નિશા ને મયુર હજી હમણાજ નવા વર્ષ માં કોલેજ માં એડમીશન લીધું હતું અને બન્ને ને પ્રથમ દિવસેજ દોસ્તી થઇ ગઈ હતી.
નિશા થોડી ચાલક ચંચળ અને દેખાવે સુંદર,માધ્યમ વર્ગ માંથી આવતી હતી પિતા એક પ્રાઇવેટ કંપની માં કર્મચારી હતા માતા ગૃહિણી હતી નિશા માતા પિતાનું એકલી સંતાન હતી.નાનપણથી જ ખુબ વહાલ માં ઉછરી હતી.પિતા સુરેશ ભાઈ એ પણ નિશા ને કંઇજ આપવામાં બાકી રાખ્યું નહતું .પણ નિશા ના માતા પિતા ખુબ જ રૂઢી ચુસ્ત હતા,હજી જુનવણી વિચારો માં માનનારા.તો પણ ઘણીવાર દીકરી સામે તેઓ ઝુકી જતા,.
જ્યારે મયુર માતાપિતા ને ૨ દીકરીઓ સાથે એક નો એક દીકરો હતો .પિતા મોટા વ્યાપારી હતા ઘર સુખી સંપન્ન હતું.મયુર ને તેની માતા માટે ખુબ વહાલ હતું.પિતા સાથે મયુર ને દોસ્ત ની જેમ પ્રેમ હતો ,ટૂંક માં તેમના પરિવાર નવા વિચારો પ્રમાણે ચાલવામાં માનતો હતો.
નિશા અને મયુર કોલેજ માં સારા મિત્રો હતા પણ ધીરે ધીરે કોલેજ માં સાથે રહેવાનું અને એકજ ક્લાસ માં હોવાથી બન્ને ને એકબીજા સાથે પ્રેમ માં પડ્યા,કોલેજ માં સાથે રહેવું રોજ હરવું ફરવું અને ખુબ મજા કરતા.ધીમે ધીમે કોલેજ ના ૩ વર્ષો પુરા થવા આવ્યા.એક વાર નિશા એ મયુર ને પૂછ્યું આપના સબંધ નું શું ,શું આપના લગ્ન થશે ને ???? હા કેમ નહિ થાય તરત જ મયુર બોલ્યો ,ચલ ને અપને પરિવાર સાથે વાત કરીએ હા પણ હું નોકરી કરવા લાગુ પછી અપને સ્યોર વાત કરીએ..અને નીશ પણ માની ગયી .અને અંતે કોલેજ ના છેલ્લા દિવસે બન્ને અલગ થતા ખુબ રડ્યા હતા .કોલેજ પછી પણ બન્ને ની વાતો ચાલુ પણ મળતા નહિ ક્યારેય.અચાનક એક દિવસે મયુર નો ફોન બંધ આવ્યો,નિશા એ કેટલીવાર ટ્રાય કાર્ય પણ દર વખતે ફોન બંધ ,અંતે નિશા એ ફોન કરવાનું બંધ કર્યું.આ બાજુ માતાપિતા એ પણ નિશા નાં લગ્ન ની વાત ગોઠવવા લાગ્યા.નિશા રોજ એકલી રડતી ને મયુર ને યાદ કરતી.અને નિશા ને આજે છોકરો જોવા આવવાનો હતો નિશા ખુબ રડી લાલ આંખો અને તે સદી માં સુંદર તૈયાર થઇ ખુબજ સુંદર લાગી રહી હતી .
બહાર હોર્ન નો અવાજ આવ્યો અને એક સુંદર છોકરો અને તેના માતા પિતા અંદર આવ્યા નિશા હજી પણ રડતી હતી.અને બધા બેઠા નિશા ને બહાર બોલવામાં આવી અને નિશા એકદમ અવાક,મયુર........... કશું બોલ્યા વગર પાણી આપી અંદર જતી રહ્યી.પછી રીત રીવાજ મુજબ બન્ને ને અંદર વાત કરવા મોક્લાવામા આવ્યા અને નિશા રડી ગઈ ક્યાં હતો ?કેટલાય પ્રશ્ન પૂછી નાખ્યા .અને મયુર નિશાને પકડી ને શાંત કરી ને કહ્યું,તારા માતા પિતા થોડા જુના વિચારો ધરાવે છે તો પ્રેમ લગ્ન ના કરાવે ને એટલે મેં એક પ્લાન કર્યો .સરખી નોકરી ને પછી સેટલ થઇ મારા માતા પિતા ને કહ્યું તારા વિષે મારા માતા પિતા પણ માની ગયા અને જો આજે હું અહીં છું સોરી તું મારાથી વધારે દુખી થઇ હોય તો ,પણ હું વચન આપું છું આજ પછી ક્યારેય મારાથી દુખી નહિ થાય .
આજે બન્નેનાં ઘરે લગ્ન ની ઉજવણી ચાલતી હતી અને બન્ને ખુબ જ ખુશ હતા..મયુર ની એક સારી સમાજ થી બન્ને આજે એક બીજાની પાસે હતા.અને સૌથી અગત્ય નું કે નિશાના માતા અને પિતા પણ મયુર જેવા જમાઈ મેળવીને ખુશ હતા .

અર્થાત લગ્ન કરવા માટે માતા પિતા વિરોધી હોય તો એનો અર્થ નથી કે ભાગી જવું આત્મહત્યા કરવી ,ના જરાય નથી કોઈ કાયર નથી.બસ મન ને મજબુત બનાવો અને તમામ મુશ્કેલીઓ સામે એકલાજ લડો હમેશા સફળ થશો...હમેશા માતાપિતા ને કે બીજાને દોષ ના આપવો એ પણ આપણે દુખી હોય તો દુખી થાય જ છે ..