hello Friends !!!
હવે તેજ વાર્તા નો આ બીજો ભાગ હું રજુ કરી રહ્યી છું.....
મને આશા છે કે તમને મારી વાર્તાનો આ બીજો ભાગ વાંચવો ગમશે.
Ke Janmon Ke Rishte Nahin Tode Jaate
Safar Mein Nahin Humsafar Chhode Jaate
Na Rasmo-Rivaajo Ko Tum Bhool Jaana
Jo Li Hai Kasam To Isse Nibhaana
Ke Humne To Tanha Umar Hai Guzari
Ke Humne To Tanha Umar Hai Guzari
Sada Khush Rahon Tum Dua Hai Hamari
Tumhaare Kadam Chume Yeh Duniya Saari.........
અચાનક પાછળથી કોઈએ અંતરા નામની બુમ મારી.અરે,આ નવો અવાજ બન્નેએ ચમકીને પાછળ ફરીને જોયું તો એક છોકરો ઢગલો સામાન અને થાકથી ભરપુર બંન્ને ને બુમ પાડી રહ્યો હતો,અંતરા સમજી ગઈ આજ આપણો નવો મહેમાન લાગે છે.અને બન્ને ને જોઇને હસવા લાગી પેલો છોકરો નજીક આવ્યો ને બન્નેને હસતા જોઈ પોતે હસવા લાગ્યો.સોરી ,ત્રણેય જાના એકસાથે હસતા હસતા બોલ્યા.અને ફરીથી હસી પડ્યા."હાય હું અવિનાશ".રીના બોલી હું રીના અને આ અંતરા,જેના ઘરે તમારે રહેવાનું છે.અવિનાશે અનાયાસે અંતરા સામે જોઈ લીધું અને ત્રણેય રીક્ષા કરી ઘર તરફ રવાના થયા,કેટલો સામાન છે,અવિનાશ તમારો રીમા બોલી,ઓ મેડમ હું પીકનીક પર નથી આવ્યો અહી રહેવાનું છે,તો સામાનતો હોય જ ને.તરત જ અવિનાશ બોલ્યો.અંતરા પાછળ બીજી રીક્ષમાં આવી રહ્યી હતી.પોતાનાં વિચારો માં મશગુલ.ત્રણેય ઘરે પોહ્ચ્યા અને નીચે ઉતર્યા ,હજી પણ અંતરા પોતાનાં નામ સીવાય કંઇજ બોલી નહતી.અવિનાશનો સામા ન ઉપર ની રૂમમાં મુક્વામાં આવ્યો અંતરાનાં રૂમની બિલકુલ બાજુમાંજ.રૂમ માં જતી વખતે અનાયસેજ તેની નજર અંતરનાં રૂમમાં ગઈ તે બે મિનીટ ઉભોજ રહ્યી ગયો એકદમ સુંદર સજાવેલો સ્વચ્છ રૂમ હતો અંતરાનો.દાદા અવિનાશ ને પૂછવા લાગ્યા બેટા કોઈ તકલીફ નથી થઈને અવિનાશ બોલ્યો,"ના દાદા કોઈજ નહિ,બસ એકજ તકલીફ થાય છે કે અંતરા મેડમ કઈ બોલતા કેમ નથી.દાદા બોલ્યા એનો સ્વભાવજ છે નવા માણસ સાથે જલ્દી વધારે ભળતી નથી.અને અંતરા નજીક જઈને તેને વહાલ કરતા બોલ્યા "બેટા,અવિનાશ ને તું રૂમમાં સામાન ગોઠવી નીચે આવો,નરેશે ને જમવાનું બનાવવાનું કઈ દીધું છે.ઇશારામાં હા કરી તે સમાન મૂકાવા લાગી.અવિનાશે બેગ માંથી કપડા કાઢીને કબાટમાં ગોઠાવ્યા પછી થોડોક બીજો સામાન ગોઠવી સોફામાં બેસી ગયો.અને અંતરા બીજો સમાન સરખો કરી ને પડદા ખોલ્યા બારી ખોલી થોડીક સફાઈ કરી.સોફા માં તે સુઈ ગયો.ત્યાંજ દાદા એ બુમ મારી અનુ,અવિનાશ જમવા આવો ચલો તો."હા દાદા"અનુ બોલી અચાનક અવાજ થી અવિનાશ જાગી ગયો અને ફ્રેશ થઇ બેય સાથે નીચે જમવા ગયા.નરેશ કાકાએ પ્રેમપૂર્વક બધાને ગુજરતી થાળી જમાડી.નરેશ કાકા એટલે અંતરાના ઘરમાં રોજ રસોઈ અને સાફ સફાઈ કરી જતા અંતરા પણ તેમને મદદ કરતી.જમીને ત્રણેય બહાર વરંડામાં બેઠા'તા બપોરે મીઠો કુણો તડકો હતો.કયાંય સુધી વાતો કરતા રહ્યા.પણ ખબર નહિ અવિનાશે નોટીસ કર્યું કે અંતરા બહુ વધારે બોલતી નથી.દાદાનાં પ્રશ્નો નાં જવાબ અને વાતો કરતા ઘણો સમય નીકળી ગયો.હવે તો દાદા ઊંઘવાનો સમય થયો હતો.ચાલ બેટા હું જાઉં છું તમે વાતો કરો."અનુ,અવિનાશ ને કઈ જરૂર હોય તો આપજે."હમમ " ના ટૂંક માં ઉત્તર આપ્યો અને જવા લાગી.દાદા પણ ગયા હવે અંતરા પણ જવા લાગી જેને કારણે અવિનાશે તરત અંતરાનો હાથ પકડી તેને રોકી લીધી અને બોલ્યો "મેડમ કંઇક તો બોલો,આવ્યા ત્યારનો જોઉં છું કંઇ પણ બોલતા નથી મારાથી કોઈ ભૂલ થઇ ગઈ છે".અરે અવિનાશ જવા દો મારે કામ છે ,અંતરા ના મોઢે પેહલી વાર અવિનાશ સાંભળી ને અવિનાશ તેને જોઈજ રહ્યો .પણ હજી અંતરા નો હાથ અવિનાશનાં હાથમાંજ હતો.અરે છોડો ને,"સોરી" તરત હાથ છોડી અવિનાશ બોલ્યો અને હસવા લાગ્યો.પ્લીઝ સમય હોય તો બેસો ને સાથે એકલું લાગે છે કોઈ છે નહિ તો.હમ્મ નાં ટૂંકા પ્રત્યુતર સાથે અંતર અવિનાશ ની સાથે બેસી ગઈ.ચલો મેડમ હવે તમારા વિષે કહો,મને તો નામ સિવાય કંઇજ નથી ખબર.શરારતી સ્મિત સાથે બોલ્યો.અંતરા અવિનાશ સામે જોવાનું ટાળતી હતી.અવિનાશ અંતરા ને ધ્યાનથી જોયી પ્રથમ વાર,એનામાં કંઇક અલગ હતું મતલબ કંઇક જે બધાથી તેને અલગ તારવતું હતું.