આચાર્ય ની અવળચંડાઈ - 2

 મોઢું કટાણું કરી અનિલા એ રમેશભાઈ ની શુભેચ્છાઓ તો સ્વીકારી, પરંતુ પોતાના સ્વભાવ મુજબ ખુરશી પર બેસી પેહલા સંપૂર્ણ ચાર્જ ગ્રહણ કર્યો, રમેશભાઈ ને કહ્યું હું એક એક વસ્તુ ચેક કર્યા બાદ ચાર્જ પત્રક માં સહી કરીશ. રમેશભાઈ એ પણ સહી કરેલો એક કોરો ચેક અનિલા ના ટેબલ પર મૂકી કહ્યું બેન કદાચ સંપૂર્ણ ચાર્જ લેવાઈ જાય પછી ચાર્જ માં ખૂટતી દરેક વસ્તુ ની કુલ કિંમત ભરી આપ આ ચેક વિડ્રો કરી લેજો. કહી ને એ ધોરણ 5 માં જતા રહ્યા.
                  અનિલા એ તરત જ સ્ટાફ મિટિંગ બોલાવી, અને દરેક શિક્ષક ભાઈ બહેનો ને સૂચનાઓ આપવાની શરૂઆત કરી.
*જે શિક્ષક જે સમયે શાળા માં આવે એજ સમય હાજરી પત્રક માં પુરવાનો.
*પ્રાર્થના કાર્યક્રમ માં ફરજીયાત ભાગ લેવો.
*દૈનિક બુક દરરોજ શિક્ષણ કાર્ય શરૂ થતાં પહેલાં મારા ટેબલ પર મૂકી દેવી.
*બહેનો એ પોતાના નાના બાળકો શાળા માં લાવવા નહીં. તેમજ શાળા માં ફરજીયાત સાડી પહેરી ને જ આવવું.
5 મિનિટ મોડા આવનાર ની રજા હું મૂકી દઈશ. શાળા માં આવી મોબાઈલ ફરજીયાત મને જમા કરાવવો.
પરિણામ પત્રક સહિત તમામ પત્રકો નું કોમ્પ્યુટર વર્ક જ કરવું.
આમ પ્રાથમિક શિક્ષકો માટેના મુલકીસેવા ના નિયમો ને પણ સરળ કેહવડાવે એવા નિયમો મહાત્મા ગાંધી શાળા નંબર 1 માટે બન્યા. સીઆરસી તરીકે અઠવાડિયે એક વખત આવતી અનિલા સહન કરવી અઘરી પડી જતી જ્યારે દરરોજ એની સાથે કામ કરવાનું જાણતા જ અમુક શિક્ષકો ના મોતિયા મરી ગયા. જ્યારે અમુક શિક્ષકો એવા પણ હતા કે આપડે કામ જ કરવું છે ને! ભલે ગમે એવા નિયમ લાવે.
           આમ મહાત્માગાંધી શાળા નંબર 1 માટે શિક્ષણ નૈયા એક નવા સુકાની ની આગેવાની હેઠળ આગળ વધવા લાગી. શિક્ષકો દરરોજ સમયસર શાળાએ આવવા લાગ્યા. ક્યારેય કોઈને મોડું થતું જ નહીં. ઘણી વખત એવું બને કે શિક્ષક મોડા આવે તો આચાર્ય ને તકલીફ થાય પરંતુ અહીં અનિલા ને સમયસર આવતા શિક્ષકો થી પણ તકલીફ થવા લાગી. "અરૂણ ભાઈ આજે તમે એકજેટ સાડા દસે આવ્યા" કેમ મેડમ ટાઈમે તો છું, અરૂણ ભાઈ બોલ્યા, તો અનિલા મેમ નો જવાબ રેડી તમે દરરોજ સમયસર આવો છો, કોઈ દિવસ એમ ન થાય કે આપડે પંદર મિનિટ વહેલા જઈએ? અરુણભાઈ ઓફિસ માં સહી કરી ફટાફટ નીકળી ગયા. હવે અનિલા નો વહીવટ શરૂ થયો એટલે મહાત્મા ગાંધી શાળા સામે ક્યારેય ન જોતા અધિકારીઓ ત્યાં જ વિઝીટ કરવા લાગ્યા. કારણ કે રાજ્ય માંથી કે જિલ્લા માંથી આવનાર અધિકારી ને સારૂ સારૂ જ બતાવવાનું હોય અને આ સિદ્ધાંતવાદી મેડમ ની સ્કૂલ માં બધું કમ્પ્લીટ હોય એટલે તાલુકા ના અધિકારી ની છાપ સારી પડે, એટલે તાલુકા ના અધિકારી મોટા અધિકારી ને લઈને  હંમેશા મહાત્મા ગાંધી શાળા માં જ લઈને જાય.
દરરોજ નવા નવા નિયમો બનવા લાગ્યા, શિક્ષક શિક્ષક મટી રોબોટ બનવા લાગ્યો, અનિલા બધુજ કામ નિયમ મુજબ કરવાનો આગ્રહ રાખે એટલે શિક્ષક કેવું ભણાવે છે એ જોવા માટે વર્ગખંડ માં પોહચી જાય. ઘણીવાર શિક્ષકો ને એમ થાય કે આના કરતાં પ્રાઇવેટ માં સારૂ.
          રાજ્યકક્ષા એથી શિક્ષણ માટે જો કોઈ નવો પ્રોજેકટ અમલ માટે આવવાનો હોય તો એની શરૂઆત પણ મહાત્મા ગાંધી શાળા માંથી જ થવી જોઈએ એવું એ માનતી હતી.  બધા જ શિક્ષકો જે ખૂબ ખંત અને મહેનત થી કામ કરતા હતા એ ભય ના માહોલ માં નોકરી કરી રહ્યા હતા. ગમે તે શિક્ષક શિક્ષિકા નો તાસ હોય લોગ બુક લઈને ઉપડી જવાનું અને કલાસ વચ્ચે જ કલાસ લેવા લાગે, ખાસ તો એટલા માટે કે દૈનિક બુક માં શિક્ષકે લખ્યું હોય એમજ કામ થવું જોઈએ. આટલા મોટા સ્ટાફ ના વધુ સુચારુ વહીવટ માટે અનિલા એ એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું, અને સ્ટાફ ના બધા જ ભાઈઓ બહેનો ને ગ્રુપ માં જોડ્યા અને ડિસ્ક્રીપશન માં સ્પષ્ટ લખ્યું કે કોઈએ ગ્રુપ માંથી લેફ્ટ થવું નહીં. હવે મહાત્મા ગાંધી શાળા માં કામ કરતા કેટલાય શિક્ષકો તો બદલી કેમ્પ ની રાહ જોવા લાગ્યા હતા, ભલે શહેર થી થોડું દૂર જવું પડે પણ શાંતિ તો ખરી! અહીંયા તો આપણે માસ્તર મટી રોબર્ટ બની ગયા હોઇ એવું લાગે છે.
                  આજે મહિના નો છેલ્લો દિવસ હતો એટલે મેડમે સ્ટાફ ની રીવ્યુ અને સમીક્ષા બેઠક બોલાવી, શિક્ષકો ને અભ્યાસક્રમ પૂરો ન થયો હોય તો લેખિત માં કારણો જણાવવા કહ્યું, પ્રજ્ઞા વર્ગો ના માઇલસ્ટોન કેટલે અટક્યા જાણી લીધું. અને પછી ધડાકો કર્યો, જુવો આ સાલ ની શાળા ગ્રાન્ટ માંથી મેં સીસીટીવી કેમેરા લગાવવાનો વિચાર કર્યો છે, ટુક સમય માં કેમેરા લાગી જશે. મેં પેહલા જ્યારે હું સીઆરસી હતી ત્યારે પણ રમેશભાઈ ને કહ્યું હતું કે કેમેરા લગાવી દો, ત્યારે હું ફક્ત સજેશન આપી શકું એમ હતી અત્યારે જે કામ એમણે નથી કર્યું એ હું કરીશ, બોલો કોઈને કાઈ કહેવું છે? એને ફક્ત રમેશભાઈ જ જવાબ આપી શકતા હતાં, પણ પાછલા વેકેશન માં ચારધામ ની જાત્રા કરી ને આવ્યા પછી એમણે મનોમન નક્કી કર્યું હતું કે હું કોઈપણ મગજમારી કર્યા વિના મારૂ કાર્ય નિષ્ઠા થી કરીશ, એટલે એ ખાસ અનિલા ને મોઢું આપતા જ ન હતા.
          હમણાં બે દિવસ પહેલા જ મેડમે જ્યારે એ રીસેસ માંથી ઘરે જઈ સ્કૂલે આવ્યા તો મેડમે બોલાવી ને કહ્યું કે રમેશભાઈ તમે 5 મિનિટ લેટ છો, દરરોજ આમ ન ચાલે. ત્યારે સ્ટાફ ને લાગ્યું કે હમણાં રમેશભાઈ નું મગજ જશે અને એક નવો સીન જોવા મળશે. પણ રમેશભાઈ ફક્ત એટલું બોલ્યા મેડમ પાંચ પાંચ મિનિટ ગણતા રહેજો અને અડધા દિવસ જેટલો ટાઈમ થાય એટલે અડધી રજા મૂકી દેજો આટલું કહી વર્ગ માં જતા રહ્યા હતા. પણ આજે ફરીથી સીસીટીવી લાવવા માટે  એમને આપેલા સજેશન ને યાદ કરાવ્યું એટલે રમેશભાઈ બોલ્યા.
                      બેન મેં ત્યારે પણ તમને કહ્યું હતું કે મારો આખો સ્ટાફ નિષ્ઠા થી કામ કરે છે મને ખબર છે, મારી શાળા નું ઇચ્છીત પરિણામ પણ મળે છે. મારા લગાડેલા સીસીટીવી ચાલુ રહે કે ન રહે મારા ભોળાનાથ ના સીસીટીવી હંમેશ માટે ચાલુ જ છે. તો આવા કેમેરા માટે ગ્રાન્ટ બગાડ્યા વિના હું બાળકો માટે ગ્રાન્ટ ન વાપરું? અને આજે પણ જો હું હોવ તો મારે કોઈ કેમેરા ની જરૂર ન પડે પણ જેવી તમારી મરજી.
                 ઓડર અપાઈ ગયો બે ચાર દિવસ માં કેમેરા લાગી જવાના હતા અને સ્ટાફ નું સઘન મોનીટરીંગ શરૂ થવાનું હતું. ટૂંક સમય માં શાળા માં ગુણોત્સવ આવી રહ્યો હતો રમેશભાઈ આચાર્ય હતા ત્યારે છેલ્લા 5 ગુણોત્સવ થી મહાત્માગાંધી શાળા A ગ્રેડ માં આવતી હતી, અનિલા એ નક્કી કર્યું હતું કે આ ગુણોત્સવ માં હું A ગ્રેડ લાવીશ.
                    (આગળ ના ભાગ માં આપને વાંચવા મળશે દાસ્તા એ ગુણોત્સવ, ચોક્કસથી મળીશું આવતા અંકે)         (ક્રમશઃ)
             લેખક 
          મેહુલ જોષી
       લીલીયા, અમરેલી,
     

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Pavan 2 માસ પહેલા

Verified icon

daveasha42@gmail.com 2 માસ પહેલા

Verified icon

Jainam 2 માસ પહેલા

Verified icon

Khyati Mehta 2 માસ પહેલા

Verified icon

Arvind Valmik 2 માસ પહેલા

શેર કરો