Acharya ni Avalchandai - 1 books and stories free download online pdf in Gujarati

આચાર્ય ની અવળચંડાઇ - 1



તાલુકા મથકે સ્ટેશન ની બાજુમાં જ આવેલી શાળા આશરે 1200 બાળકો ના કલરવ થી ગુંજતી હતી. શાળા ના આચાર્ય બિલકુલ સરળ અને ઉમદા વ્યક્તિત્વ ધરાવનાર, સ્ટાફ ના બધા જ (પંદરે પંદર) શિક્ષકો માં સારૂ એવું માન ધરાવતા હતા, રમેશ ભાઈ.
સરકારે શાળા માટે બનાવેલા નિયમો તો ખરા જ પણ રમેશભાઈ એ શાળા ના સુચારૂ વહીવટ માટે પોતાના અલગ નિયમો બનાવ્યા હતા. તેઓ દમનયુક્તશિસ્ત માં બિલકુલ માનતા ન હતા. શિક્ષકો ની સાથે પ્રેમ થી રહેવાનું શિક્ષક ની જરૂરિયાત સમજવાની. અને એમના આ મિલનસાર સ્વભાવ ને કારણે તેઓ શિક્ષકો અને બાળકો તેમજ વાલીઓમાં ખૂબ જ પ્રિય હતા.
આટલી મોટી શાળા ના પે સેન્ટર આચાર્ય આખા ક્લસ્ટર ના બધા શિક્ષકો માને સિવાય સી.આર.સી કૉ. સીઆરસી અનિલા ને એમનો સ્વભાવ બિલકુલ ન ગમે, ઘણીવાર કહે રમેશભાઈ સ્ટ્રીકટ રહેવાનું તમે સ્ટાફ ને આમ માથે ચઢાવો સારૂ ન કહેવાય. સીઆરસી અનિલા અને રમેશભાઈ બંને ના સ્વભાવ માં ઘણો વિરોધાભાસ હતો, છતાં બંને પોતપોતાના સિદ્ધાંતો થી પોતાનું કાર્ય કર્યે જતા. અનિલા જ્યારે પણ કોઈ શિક્ષક ના કલાસ માં જાય એટલે બિચારા ની અણી કાઢી નાખે, પેલા શિક્ષક ને એમ થાય કે આના કરતાં નિયામક સાહેબ વિઝીટ માં આવ્યા હોત તો સારૂ. અનિલા હંમેશા એવું માનતી કે શિક્ષકો ને એક અધિકારી તરીકે દબાયેલા જ રાખવા જોઈએ. બધુજ કામ નિયમ મુજબ થવું જોઈએ. બધા શિક્ષકો સુધી ઠીક છે પરંતુ એક દિવસ બન્યું એવું આચાર્ય રમેશભાઈ ની ઓફિસ માં રાખેલી સીઆરસી ની ખુરશી પર રમેશભાઈ બેસી ગયા, અને અનિલા નો બાટલો ફાટ્યો તે રમેશભાઈ પર ગરજી, અરે એમ કહો કે વરસી "તમારી હિંમત કેવી રીતે થઈ મારી ખુરશી પર બેસવાની?" આ બાજુ રમેશભાઈ અનિલા ની બધી અવળચંડાઇ સહન કરતા હતા પરંતુ આજે હદ થઈ ગઈ, સમસમી ગયેલા રમેશભાઈ એ ખુરશી ને લાત મારી અને અનિલા ને બધા શિક્ષકો વચ્ચે સંભળાવી દીધું "તને જે ખુરશી નો ઘમંડ છે એ, ખુરશી જ તારી પાસે નહી રહે" અને એ ચાલ્યા ગયા. ધુવાપુવા થયેલી અનિલા એ ડીપીઓ ને જાણ કરી ને રમેશભાઈ ને નોટિસ આવી પરંતુ નામાંકિત શાળા અને આટલા વર્ષો થી સ્વચ્છ છબી ધરાવતા રમેશભાઈ પાસે ડીપીઓ પટેલ સાહેબે માત્ર લખવા ખાતર ખુલાસો લઇ લીધો.

આ વાત ને મહિનો થયો હશે ને સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેકટર ની કચેરી માંથી તમામ સીઆરસી, બીઆરસી ને છુટા કરી દેવા, અને નવા સીઆરસી પરીક્ષા લઈ ભરવા આવો નિર્ણય થયો. અને જૂના સીઆરસી 1વર્ષ સુધી સીઆરસી ન બની શકે એવો નિયમ આવ્યો.
આખા રાજ્ય માં કહી ખુશી કહી ગમ નો માહોલ હતો પરંતુ આ ક્લસ્ટર ના તમામ શિક્ષકો ખુશખુશાલ હતા.
સત્તા ના મદ માં વર્ષોથી રાચતી અનિલા આમ સત્તા વિહોણી થતા થોડી ઝંખવાણી પડી ગઈ અને નજીક ની એક શાળા માં સંસ્કૃત ની શિક્ષિકા તરીકે એનું પુનરાગમન થયું. હવે આ શાળા ના શિક્ષકો ની હાલત કફોડી બની હતી. વર્ષોથી એને ઓળખતા શિક્ષકો ને મન માં થયું કે આ ક્યાં અમારી શાળા માં આવી? આટલું સરસ અમારા સ્ટાફ નું સંકલન ચાલતું હતું હવે ખોરવાશે.
આ બાજુ અનિલા આચાર્ય બનવાની પરીક્ષા પાસ થયેલી હતી, સી આર સી ની પોસ્ટ ગઈ ને પાંચ છ મહિના માં આચાર્ય ની જાહેરાત આવી, આમતો અનિલા ના માટે જિલ્લા ની મોટાભાગ ની શાળાઓ નોં ઓપશન ખુલ્લો હતો પરંતુ એની નજર સામે એજ એની જૂની બુનિયાદી શાળા અને એના આચાર્ય રમેશભાઈ રમતા હતા. એણે મનોમન નક્કી કર્યું હું આજ શાળા માં આચાર્ય થઈશ. એના આગળ મેરીટ માં એક ભાઈ હતા એમને સ્થળ પસંદગી વખતે ધમકાવી ને કહ્યું મારુ નામ તો સાંભળ્યું જ હશે અનિલા નાનાલાલ આ સ્કૂલ મારે પસંદ કરવાની છે, ખબરદાર છે જો વચ્ચે પડ્યા તો. તમે એ સ્કૂલ લેશો તો હું આચાર્ય નહીં બનું પણ પછી હું ત્યાં જ છું. એટલે વિચારી ને લેજો. પેલા ભાઈ ને આ નાનાલાલ ની નાની ની એવી તો બીક લાગી કે બિચારા એ આખો તાલુકો જ બદલી નાખ્યો.
હવે કોઈ વિઘ્ન હતું નહીં, અનિલા એ સ્ટેશન ની બાજુ માં આવેલી મહાત્મા ગાંધી શાળા નં 1 ના આચાર્ય નો ઓડર જિલ્લા મથકે થી મેળવી લીધો.
અને બીજા જ દિવસે આચાર્ય બની હાજર થવા માટે આવી. રમેશભાઈ એ ચાર્જ સોંપતા કહયુ આવો બેન વર્ષોથી હું જે ખુરશી પર બેસતો હતો ત્યાં હવે તમારૂ સ્થાન શોભાવો અને આપના માર્ગદર્શન હેઠળ શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ.
(ક્રમશઃ)
લેખક:- મેહુલ જોષી
લીલીયા, અમરેલી ગુજરાત

બીજા રસપ્રદ વિકલ્પો