કિંમત છે બનાવટની
નથી જેવી માટી, ચૂનો કે રંગની,
કિસ્મત તેવી છે, આ બનેલ મુરતની.
નથી જેવી શીલ,ગુણ કે ચારીત્ર્યની,
મહત્તા તેવી છે દેહ અને સુરતની,
નથી કાગળ કે તેના પરના છાપકામની,
લાલસા જેવી મુદ્રા મળ્યા પછીના વટની.
નથી રીત, રસમ કે પછી રિવાજની,
જેટલી ઈજ્જત છે કામની પતાવટની.
નથી પાયો, પુરાણ કે કોઈ ઈમારતની,
તેટલી શોભા તેની અંદરની સજાવટની.
નથી પાણી, દરિયો કે તેના મોજાની,
સુંદરતા દેખાય છે ફક્ત તેના પટની.
નથી દેખાતી સીધા, સરળ વ્યવહારની,
દેખાય છે ગુણવત્તા જેવી છળકપટની.
નથી શુદ્ધ સંત કે પછી પ્રભુ હિતકારીની,
પૂજા થાય છે એવી મીઠાબોલા લંપટની.
નથી કોઈ કિંમત મૂળરૂપ એવી વસ્તુની,
અહી તો બસ સારી કિંમત છે બનાવટની.
- કરણસિંહ ચૌહાણ
જાગ્યા વિના સ્વપ્ન સાકાર થાતા નથી.
જોઈ ચમક ટમટમતા તારલીયાની,
ભાનુ ક્યારેય વાદળોમાં છુપાતા નથી.
વધુ કિંમત જોઇને હીરાને માણેકની,
સાચા મોતીઓ કદી ઉદાસ થાતા નથી.
પી ગયા સમયે જે કટોરિયો વિષની,
અમૃત પામવામાંથી બાકાત થાતા નથી.
લક્ષ હોય જેનું ટોચ મહી હિમાલયની,
તે ચડવા કે પડવાથી ગભરાતા નથી.
બની ગઈ છે મંજિલ જ જિંદગી જેની,
માર્ગ હોય કંટકમાં છતાં રોકાતા નથી.
હોય છે બંધ આંખોમાં દુનિયા સ્વપ્નની,
ને જાગ્યા વિના સ્વપ્ન સાકાર થાતા નથી.
- કરણસિંહ ચૌહાણ
હા હું ભારતીય છું
હા હું ભારતીય છું ને,હા હું જ ભારતી છું,
દિલથી હું છું ભોળોને, સ્વભાવે શરારતી છું.
હું શિવશંકરનું ડમરુંને, માં અંબાની આરતી છું.
વિષ્ણું કેરું ચક્રને, કૃષ્ણ જેવો હું સારથી છું. હા હું ભારતીય......
હું હીન્દુનું મંદિર છુને, મુસ્લિમતણી મસ્જીદ છું.
હું હિન્દુસ્તાનનો ખ્રિસ્તીને, જૈન તથા પારસી છું. હા હું ભારતીય......
હું ભીમ કેરી ગદાને, અર્જુનનું ગાંડીવ છું.
હું છું માતા કુંતાને, હું જ જોને દ્રોપદી છું. હા હું ભારતીય......
હું બનું છું કૃષકને, હું જ પેલો વેપારી છું.
મારામાં સમાયો છે સાધુને, હું સંસારી છું. હા હું ભારતીય......
હું ગુજરાત છુને, હું જ જોઈ લો પંજાબ છું.
હું જ દોસ્તો દિલ્લી છું, ને હું જ કવારતી છું. હા હું ભારતીય......
હું હિમાલય સમો પર્વતને, હું જ સુંદર વન છું.
હું રાજસ્થાનનું રણને, હું જ ગંગા જેવી નદી છું. હા હું ભારતીય......
હું પેલો એકશીંગી ગેંડો, ને હું કાળીયાર હરણ છું.
હું ગીર કેરો કેસરી છું, ને બંગાળનો હું વાઘ છું. હા હું ભારતીય......
હું કાશ્મીર કેરું કેસર, ને કેરળનું હું શ્રીફળ છું.
હું આસામની ચા છું, ને મહારાષ્ટ્રની કેરી છું. હા હું ભારતીય......
હું લતાનું ગીત છું ને, બૈજુ બાવરાનું સંગીત છું.
હું સોનલ જેવું નૃત્યને, રવીન્દ્ર કેરું કવિત છું. હા હું ભારતીય......
હું ગાંધીજીની અહિંસાછું ને, નેહરુ કેરી શાંતિ છું.
હું સરદાર જેવી નીડરતા, ને ભગતસિંહની ક્રાંતિ છું. હા હું ભારતીય......
હું દખ્ખણનો ઉચ્ચપ્રદેશને, પર્વતોની રાણી છું.
હું અંદમાન જેવો ટાપુ, ને ગંગા નદીનું પાણી છું. હા હું ભારતીય......
-કરણસિંહ ચૌહાણ
ચલો ફૈસલા કરતે હૈ
એક બાર નહિ એક ખતા હમ હર બાર કિયા કરતે હૈ,
જો માફી કે કાબિલ નહિ હરગીજ ઉસે માફી દિયા કરતે હૈ
આજ કુછ ઐસી હી શ્રદ્ધાંજલિ દે ઉન વીર શહીદો કો,
કી ખુદ કો લગે ઐસા કી હમ હિન્દુસ્તાન સે વફા કરતે હૈ
જિસ પરિવાર પર આફત આયી ઉસે સહને કી શક્તિ દે,
ભગવાન ચલો આજ હમ સબ દિલ સે યે દુઆ કરતે હૈ
લુટ ગઈ હૈ સારી ખુશિયા જીન શહીદ કે પરિવારો કી,
ભારત કે વીર કે નામ સે થોડા સુકુન હમ જમા કરતે હૈ.
એક આગ કા સિલસિલા શરુ કિયા જિસને કાશ્મીર મેં,
ઉસે પતા ચલે કાશ્મીર હી નહિ પાકિસ્તાન ભી જલા કરતે હૈ
અપને હી કારણ બનતે હૈ અમીર વો ફિર હોસલા કરતે હૈ,
નહિ ખરીદેંગે કોઈ ચીજ ચીની વ પાકિસ્તાની ફૈસલા કરતે હૈ.
- કરણસિંહ ચૌહાણ
તારી જીવન રાહ
૧. કોણ હલાવે છે તને
તને કોણ ડોલાવે છે
કરવું હોય તે કર તારે
જે તને સારું ફાવે છે.
૨. કોણ હસાવે છે તને
તને કોણ રડાવે છે
જીવવું હોય તેમ જીવ
જેમાં મજા તને આવે છે.
૩. કોણ તને ચડાવે છે
તને કોણ ઉતારે છે
ચાલવું હોય તેમ ચાલ
જે તારો પંથ કપાવે છે.
૪. કોણ શીખવાડે છે તને
તને કોણ રમાડે છે
કરવું હોય તે ગ્રહણ કર
જે જ્ઞાન તારું વધારે છે.
૫. કોણ જોવડાવે છે તને
તને કોણ દેખાડે છે
જોવું હોય તે જો તારે
આંખોને તારી જે ભાવે છે.
૬. કોણ આડે આવે છે તને
તને કોણ દોડાવે છે
મુક્ત ગગનમાં ફરતો થા
રંગ બધા જેમાં આવે છે.
૭. કોણ સ્નેહ આપે છે તને
તને કોણ લાડ લડાવે છે
માનવું પડશે એનું તારે
જે સત્ય તને સમજાવે છે.
૮. કોણ મીઠું બોલાવે છે તને
તને કોણ કડવું સંભળાવે છે
જો જાળવવું હો આરોગ્ય તારે
સાથે રાખ જે સાચું જણાવે છે.
- કરણસિંહ ચૌહાણ
રોકી કોણ રહ્યું તને છે?
નથી લાગતું એકેય તીર ધાર્યા નિશાન પર,
છતાં આપણા તીર સાવ ક્યાં હેઠા પડે છે.
દરિયામાં ફરતા પેલા મરજીવાને જોઈ લોને,
સાચા મોતી કઈ મફતમાં જ થોડા મળે છે.
કેટલા તણખલા ભેગા કરવા પડ્યા હશે સુઘરીએ,
સરસ ગૂંથાયેલ આ માળા અમથા બને છે.
કેટ કેટલા ફૂલોએ ફરવું પડતું મધમાખીને,
મીઠા મધ ગણગણવાથી થોડા જ બને છે.
કાપવા પડે છે ઝાડવાને ખોદવા પડે ડુંગરા,
ચાલવા માટે રસ્તા એમ જ થોડા બને છે.
મંજિલ સુધી પહોંચવા દોડીશ તારી જાતે,
તો પહોચીશ જરૂર સફળતા જ્યાં કને છે.
લક્ષ્ય સુધી પહોંચવા પ્રયત્ન કરવા લાગી જાને,
અહિયા એવું કરવા રોકી કોણ રહ્યું તને છે.
કરણસિંહ ચૌહાણ
તા: ૯/૧/૧૯
ઉડતો પતંગ
હવા સાથે વાતો કરતો,
ઝટપટ ગોથા એ ખાય
પતંગ મારો ઉડતો જાય
છુટો મુકું તો દુર પહોંચે,
ખેંચું તો નજીક આવી જાય
પતંગ મારો ઉડતો જાય
બીજા સાથે સરસર બાધે,
કાપેને એ પણ કપાય
પતંગ મારો ઉડતો જાય
બાંધી રાખું છુ એને પણ,
બાંધ્યો એ શાને બંધાય.
પતંગ મારો ઉડતો જાય
વાળું તેમ વળી એ જતો
વળી કહ્યાગરો બની જાય.
પતંગ મારો ઉડતો જાય
કોઈનું ક્યારેક કાઈ ન માને,
જયારે જિદ્દે એ ચઢી જાય.
પતંગ મારો ઉડતો જાય
દોર સાથે કરી દોસ્તી,
ઘડીએ અળગો ન થાય.
પતંગ મારો ઉડતો જાય
કરણસિંહ ચૌહાણ
તે જ કહેવાય છે વિજ્ઞાન
ઘણા અનુભવ અને પ્રયત્નથી પ્રાપ્ત થતું જ્ઞાન,
તે જ કહેવાય છે વિજ્ઞાન
ચોપડીઓના ભારામાં બેસીને ફરો તો પણ ના મળે,
તે જ કહેવાય છે વિજ્ઞાન
રોજબરોજના કામકાજ તમારા બનાવે છે જે આસાન,
તે જ કહેવાય છે વિજ્ઞાન
સરળતાથી નથી મળતું કરવા પડે છે યોગ-ધ્યાન,
તે જ કહેવાય છે વિજ્ઞાન
ઉપયોગ કરવા કરતા નવી વસ્તુ બનાવવાનું જે જ્ઞાન,
તે જ કહેવાય છે વિજ્ઞાન
સર્જન કરો તમે જન ઉપયોગી અને સાથ આપે ભગવાન,
તે જ કહેવાય છે વિજ્ઞાન
હજારો રસ્તામાં નવા રસ્તા શોધવાનું મેળવો તમે માન,
તે જ કહેવાય છે વિજ્ઞાન
કરો તમે સંશોધન એવું જે જે તમને બનાવી દે મહાન,
તે જ કહેવાય છે વિજ્ઞાન
નિર્જીવ વસ્તુ પાસે પણ કામ કરાવે કરે હુકમ-ફરમાન,
તે જ કહેવાય છે વિજ્ઞાન
ઢોંગી-પાખંડીના પાખંડ છોડાવે કરાવે સત્યનું ભાન,
તે જ કહેવાય છે વિજ્ઞાન
દુનિયાએ નહિ જોયેલો જાણેલો શોધી લાવે જે સમાન,
તે જ કહેવાય છે વિજ્ઞાન.
-કરણસિંહ ચૌહાણ
મંજિલ મળી જશે
બનશો તમે જો ભક્ત પ્રહલાદ સમાં તો
વરદાન હો ભલે એ હોલિકા ય બળી જશે.
મળે નિષ્ફળતા છતાં નહિ ડગમગે પગ
તો એકદિન જરૂરથી સફળતા મળી જશે.
ડરશો નહિ સામે આવે મોટી એવી આફત,
તો એ આફત પણ પળમાં જ ટળી જશે.
રસ્તો લાંબો હો છતાં ચાલતા રહેશો તમે,
કઠીન એવો માર્ગ પણ એક દી ટુંકો થશે.
વિશ્વાસ કેરી દોરી બાંધશો ખુબ મજબુતીથી,
મનમાં રહેલા લાખો ભ્રમનો નાનો ભૂકો થશે.
સદગુણના અગ્નિને પ્રગટાવશો તમે ભીતરમાં,
તો પેલા દુર્ગુણરૂપી તણખલા બળી ખાક થશે.
રાખશો ચાહ સદાય સારું મેળવવાની તમે,
એક દિવસ શ્રેષ્ઠતમ વસ્તુ પણ મળી જશે.
લક્ષ્ય સાધવા માટે જ કાર્ય કરશે તમ મન,
અર્જુન નથી તમે છતાં લક્ષભેદ પણ થશે.
ફેલાવતા શીખશો તમારી ચોમેર સારી સુગંધ,
પરાણે આવતી ન ગમતી દુર્ગંધ પછી વળી જશે.
જો તમે સજાવશો રંગોથી તમારું આ જીવન,
નીરસતા કેરા રસ્તામાં રંગ મજાનો ભળી જશે.
કરતા રહેજો હંમેશા શરૂઆત જ નવીનતમ,
હો દુઃખ જુના ભલે,તમારું જીવન સુખી થશે.
નથી જાણતા દિશા કે અંતર તમે એવી છતાં,
પહોચવું જ્યાં તમારે તેવી મંજિલ મળી જશે.
- કરણસિંહ ચૌહાણ