Ghar mate gharelu upaay - 5 books and stories free download online pdf in Gujarati

ઘર માટે ઘરેલૂ ઉપાય - ૫

ઘર માટે ઘરેલૂ ઉપાય

ભાગ-૫

મીતલ ઠક્કર

* તમારો લિવિંગ રૂમ નાનો હોય તો અરિસો લગાવીને મોટો હોવાનો ભ્રમ ઊભો કરી શકો છો. પરંતુ સાદા અરિસાને બદલે ફ્રેમવાળો અને વિવિધ રંગવાળો લગાવો.

* કપડામાં વધારે પડતી કરચલીઓ પડતી અટકાવવા કપડાંને વોશિંગ મશીનના ડ્રાયરમાંથી બહાર કાઢી દોરી પર સૂકવી દેતા પહેલાં તેને બંને હાથથી ઝાટકવાના અને જો કુર્તો કે શર્ટ હોય તો તેને હેંગર પર લટકાવવાનું વધુ યોગ્ય રહેશે. અને કપડાં ઉતારતી વખતે ગમે તેમ ઢગલો કરવાને બદલે થપ્પી કરવી.

* ફર્નિચરની દર બે-ત્રણ વર્ષે પોલિશિંગ કરાવવાથી મજબૂત, ચમકદાર અને ટકાઉ બને છે.

* સિલ્કની સાડીઓની વચ્ચે બે-ત્રણ લવિંગ રાખવાથી સિલ્ક કાપડમાં જીવાત નહીં પડે.

* જો ઘરમાં નેતર કે મેટલનું ફર્નિચર હોય તો તેને માત્ર સુકા કપડાથી લૂછો. જ્યારે કાચ અને અરીસાને લૂછવા માટે ટિશ્યુ પેપર અથવા અખબારનો ઉપયોગ કરો.

* દાળ-શાક-સંભારનો લાલ ચટક રંગ રાખવા તેલનો વઘાર કરતી વખતે તેમાં લાલ મરચાની ભૂક્કી નાખવી.

* એરકંડિશન કે હિટરની પસંદગી કરતી વખતે આંકડા દ્વારા તાપમાનમાં વધઘટ કરી શકાય એવા ઉપકરણને પસંદ કરો. એરકંડિશનની બાબતમાં તમારી અનુરૂપતાથી એક ડિગ્રી વધારે જ્યારે હિટરના કિસ્સામાં એક ડિગ્રી ઓછું તાપમાન રાખવાથી ઊર્જાની બચત કરી શકવા ઉપરાંત નજીવા તફાવતનો તમને અણસાર પણ નહીં આવે.

* જે ઘરમાં તડકો કે અજવાળું ઓછું આવતું હોય એમાં હળવો અને ગ્લોસી ફિનિશવાળો રંગ લગાવવાથી તેમાં અજવાળું પ્રતિબિંબિત થતું હોવાથી પ્રકાશ વધશે. બારીના પડદા પણ ઘેરા રંગને બદલે ઝીણા ફેબ્રિકના અને પીળો, ક્રિમ કે સોનેરી રંગનો રાખવાથી પ્રકાશ ચળાઇને આવશે.

* પાલક, મેથી જેવી પાંદડાયુક્ત ભાજીને ગરમ પાણીમાં મીઠું ભેળવી રાંધવાથી ભાજીનો લીલોછમ રંગ જળવાઇ રહે છે ઉપરાંત પૌષ્ટિક તત્વ નાશ નથી પામતા.

* આરામદાયક બેડશીટ માટે જાણકારી. બેડશીટ ખરીદતી વખતે તેના થ્રેડ કાઉંટનું ધ્યાન રાખો. તે પ્રતિવર્ગ ઇંચમાં દોરાની સંખ્યા દર્શાવે છે. આ થ્રેડ કાઉંટ જેટલા વધારે હશે એટલું જ ફેબ્રિક મુલાયમ હશે. પણ એ શીટ મોંઘી હશે. ૨૫૦ થી વધુ થ્રેડ કાઉંટવાળી બેડશીટ મુલાયમ હોય છે. ૧૭૫ થી ઓછા થ્રેડ કાઉંટવાળી શીટ ખરીદવી નહીં.

* ફર્નિચર ખરીદતી વખતે ઘરના કારપેટ એરિયા સિવાય અન્ય બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. નાના ઘર માટે સ્લિમ અને સ્લિક ફર્નિચર પસંદ કરવું કારણ કે આવું ફર્નિચર ઓછી જગ્યામાં પણ બરાબર સેટ થઈ જાય છે.

* ઘરમાં મચ્છરને આવતા અટકાવવા કપૂર અને નીલગીરીનું તેલ સળગાવી શકો છો. તેનાથી ધૂમાડો થતો નથી અને તેની ગંધથી મચ્છર ભાગી જાય છે.

* બારીઓ પર હળવા રંગના પડદા લગાડવા અને તેને બન્ને બાજુથી વાળીને ક્લિપ લગાવી દેવી જેથી રૂમમાં પૂરતો પ્રકાશ આવી શકે. મોટી બારીઓ પર એ જ સાઈઝની ગ્લાસ સ્લાઇડિંગ મૂકાવવી અને જમીનને અડકે તેવા લાંબા પડદા લગાવવા તેનાથી બારી વધુ લાંબી લાગશે.

* કપડામાં વધારે પડતી કરચલીઓ પડતી અટકાવવા કપડાંને વોશિંગ મશીનના ડ્રાયરમાંથી બહાર કાઢી દોરી પર સૂકવી દેતા પહેલાં તેને બંને હાથથી ઝાટકવાના અને જો કુર્તો કે શર્ટ હોય તો તેને હેંગર પર લટકાવવાનું વધુ યોગ્ય રહેશે. અને કપડાં ઉતારતી વખતે ગમે તેમ ઢગલો કરવાને બદલે થપ્પી કરવી.

* ઘરમાં કાંદા ન હોય અને ગ્રેવી બનાવવી હોય તો ખમણેલી કોબી નાખી દેવી.ગ્રેવી સ્વાદિષ્ટ બનશે.

* વસ્તુઓ સાચવવા ફ્રિઝનું તાપમાન -૫ ડિગ્રી સેલ્શિયસ અને ફ્રીઝરનું -૧૮ ડિગ્રી સેલ્શિયસ રાખવું જોઇએ.

* ચણાનો લોટ બગડી ગયો હોય તો તેને ફેંકી ન દેતાં તેનાથી ચીકણા વાસણો સાફ કરવા. ચીકાશ તરત જ શોષાઇ જશે અને વાસણ સાફ થઇ જશે.

* વાસણને માંજી લીધા પછી નાનાથી લઇ મોટાના ક્રમમાં ધોવાનું રાખો. આમ કરવાથી પાણીનો વપરાશ ઓછો થશે અને સારી રીતે સાફ થશે. ચીકણા વાસણોને ધોવાના થોડા સમય પહેલાં ગરમ પાણી અને સાબુ નાખી પલાળી રાખો. તેને ધોવામાં બહુ મહેનત કરવી પડશે નહીં.

* વધારાના કપડા સાથે ફિનાઇલની ગોળીઓ રાખવી જેથી ભેજની વાસ કપડામાં ફેલાઇ નહીં. કપડાની વચ્ચે લવિંગ રાખવાથી પણ કપડામાં જીવાત તેમજ ભેજ લાગતો નથી.

* કપડાંને ધોતાં પહેલાં ૧૦ મિનિટ માટે સરકામાં ડૂબાડી રાખો. અને પછી હળવા હાથે મસળીને ધોઇ લો. એમ કરવાથી તેનો રંગ નીકળશે નહીં અને તેની ચમક પણ બની રહેશે.

* લીલા મરચાંના ડિંટિયા તોડીને રાખવાથી લાંબા સમય સુધી તાજા રહે છે.

* તમે નિયમિત રીતે ફરસ પર ગાલીચો પાથરી રાખતા હો તો પણ ચોમાસા દરમિયાન તેમાં નેફથલીનની ગોળીઓ નાખી તેને પોેલીથિનમાં વીંટાળીને મૂકી દો. આ દિવસોમાં ગાલીચાને ભેજ લાગવાથી તેમાંથી વાસ આવે છે. વળી જો તેના ઉપર ભીના પગ લાગે તો તેને સુકાતા પુષ્કળ સમય લાગે છે.

* વાસી નૂડલ્સને સ્વચ્છ પાણીથી ધોઇ તેને ચારણામાં નાખી પાણી નીતારવું અને તેલ લગાડી સૂપ અથવા સ્પ્રિંગ રોલ બનાવવામાં ઉપયોગમાં લઇ શકાય છે.

* ભાત બરાબર રંધાયા ન હોય અને પાણી નાખી ફરી રાંધવાનો સમય ન હોય તો મૂંઝાશો નહીં. ભાતમાં થોડું દૂધ ઉમેરી વરાળ આપવાથી ભાત ખાવાલાયક થઇ જશે.

* ઘી બનાવતી વખતે તેમાં એક તમાલપત્ર નાખવાથી ઘી લાંબા સમયસુધી તાજું રહેશે તેમજ સુગંધ પણ સારી આવશે.

* બાફેલા બટાકાના પાણીમાં ચાંદીના ઘરેણાં કે વાસણ એક કલાક રાખી મૂકી સાફ કરવાથી ચમકીલા થઇ જશે.

* કાટના ડાઘા દૂર કરવા મીઠું અને લીબુંના રસની પેસ્ટ બનાવી ડાઘ પર રગડવું.

* આદુ-મરચાં વાટતી વખતે તેમાં મીઠું તથા લીંબુ નીચોવવાથી આદુ-મરચાં કાળા નથી પડતા તેમજ જલદી બગડતા નથી.

* ઉપર લટકતા કુંડામાં પાણીને બદલે આઇસક્યુબ વડે પાણી આપવું જેથી કુંડાના તળિયામાંથી પાણી બહાર ન નીકળે. જો તમારા ઘરમાં નાનું એકવેરીયમ હોય તો તેનું પાણી બદલાવો તો જુનું પાણી ફેંકી દેવાને બદલે તેને ધરમાં વાવેલા કુંડામાં નાંખો. આ પાણીમાં છોડને જરૂરી પોષક દ્રવ્યો હોય છે. અને તે છોડ માટે ફાયદાકારક ઠરશે.

* વરસાદના દિવસોમાં સિલ્કની કે અન્ય મોંઘી સાડીઓ કોટનના કપડામાં સારી રીતે વીંટાળીને મૂકો. જે વસ્ત્રો આ દિવસોમાં ન પહેરવાના હોય તેને ઈસ્ત્રી કરાવીને મૂકી દો. તેવી જ રીતે ટ્રાવેલ બેગ, એર બેેગ તેમ જ બીજી કોઈપણ જાતની બેગનોે ખાસ ઉપયોગ ન કરવાનો હોય તો તેને પોેલીથીન બેગમાં નાખીને મુકી દો.

* ઘરની તમામ ટયૂબલાઇટ અને બલ્બના સ્થાને કોમ્પેક્ટ ફ્લોરસેન્ટ લાઇટ્સ (સીએફએલ) તથા લાઇટ એમિટિંગ ડાયોડ્સ (એલઇડી) બેસાડવા ઉત્તમ છે. તેને પરિણામે વીજળીની બચત થવા ઉપરાંત અલ્પ પ્રમાણમાં જ ગરમીનું નિર્માણ કરે છે. રૂમ કે સ્થળમાં ઉજાસ ફેલાવવા માટે જ જો લાઇટ બેસાડવામાં આવી હોય તો તેના ઉપર કવર કે અન્ય આવરણ ચઢાવવાનું ટાળો. જેની પાછળનું તાર્કિક કારણ એ છે કે પ્રકાશના ફેલાવવામાં જેટલા અંતરાય સર્જશો એટલાં જ વધારે સીએફએલનો તમારે ઉપયોગ કરવો પડશે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED