ગઝલ સંગ્રહ - ભાગ - ૪ Pratik Dangodara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગઝલ સંગ્રહ - ભાગ - ૪

ડંખ વાગ્યા કરે છે સામટા,
સંબંધ સાચવ્યા છે સામટા.

વરસ્યા કરે છે આ વાદળો,
પાણી સાચવ્યા છે સામટા.

કર્યા કરું છું મથામણ રોજે,
કોયડા સાચવ્યા છે સામટા.

સદાચારી બનવું ઘણું અઘરું,
પાળવાના નિયમો છે સામટા.

લખવું તો ઘણું બધું કવિરાજ,
તેના માટેના શબ્દો છે સામટા.





અહેસાસ થઇ જશે બધો જ તમને,
તમારી જાતને જરા પારખી જુઓ.

અભિમાન પળમાં ગાયબ થઈ જશે,
કોઈના દિલ ને જરા જીતી તો જુઓ

નથી પસંદ માનહાની કોઈને પણ કવિ,
માનથી કોઈને પણ બોલાવી તો જુઓ.

વસવું છે તમારે સદાય કોઈકના દિલમા?
તેના માટે જગ્યા તો બનાવીને જુઓ.

મજા આવશે બધી જ વાતોમાં પણ,
કવિરાજ ની વાતો ને સમજી તો જુઓ.




જોયું હોય તો જ મનાય,
અમુક વાત પહેલા જણાય.

વિચારો-વિચારોમાં ઘણો ફેર,
આવું કોઈ ગણિત ના ગણાય.

બધી જ વાતો કાને ના ધરીએ,
નહિ તો કબૂતર ને ના ચણાય.

રહીએ પોતાના કામમાં વ્યસ્ત,
તોજ પોતાની રીતે પોતે વણાય.

દુનિયા તો હંમેશા આડી આવનારી,
પ્રતીક ને હમેશા આવું જણાય.


આ દુનિયાથી તરી જવાય,
જો ખુદને પારખી જવાય.

કોઈના માટે જીવવું હોય તો,
ખુદથી તો દૂર થતું જવાય.

અશક્ય વાત પણ શક્ય બને,
જો હવાને સ્પર્શી જવાય.

મતલબી આ સંસાર સઘળો,
તેનાથી વિખુટા પડી જવાય.

કર્યો સંઘર્ષ ફક્ત બીજાના માટે,
કવિરાજથી હવે હાંફી જવાય.



ઝરણા અને પથ્થર માફક થાય છે
અમુક સંબંધો આમ જ ઘવાય છે.

સારું હોય ભલેને કેટલું પણ ગીત,
તે જમાના પ્રમાણે જ ગવાય છે.

બીજાને સહારે હવે કેટલા દિવસ,
તે તો પોતાનાથી જ છવાય છે.

અંતરની વેદના કોઈને ના કહેશો,
બહારથી ફક્ત વાતો જ વવાય છે.

સમજવો હોય તો ગઝલ સમજો,
પ્રતીકથી તો આટલું જ કહેવાય છે.





જ્યારે સાથ તમારો છોડી જશે.
તમારો આ બધો ભ્રમ તૂટી જશે.

કાંઈ કરવું હોય તો સમયસર કર,
નહિ તો કોઈ મુશ્કેલી આવી જશે.

જિંદગી જીવી હોય તો જીવી લે,
નહિ તો મનની મનમાં રહી જશે.

અજમાવી જો કોઈ દિવસ પ્રેમ,
સપનાઓ તો હાથમાં થઈ જશે.

હરપળ તું નવી નવી જીદ ના કર,
નહિ તો તે પણ પુરી થઈ જશે.



આવે છે મજા આને લીધે જ સામટી,
મુશ્કેલીઓ છે જિંદગીમાં ખૂબ સામટી.

એક ને ઉકેલું ત્યાં બીજી આવી જાય,
ખૂટતી નથી આ મથામણ છે સામટી.

ભરાતો નથી આ સાગર આમ ને આમ,
તેની પાછળ છે આ નદીઓ સામટી.

એટલા માટે જ ઘણા સફળ થઈ જાય છે,
તેની પાછળ મહેનત હોય છે ખૂબ સામટી.

વિચાર સિવાય કાઈ નથી આમાં તો પ્રતીક,
તેને લીધેજ આ ગઝલ લખી શકે છે સામટી.




દબાવવી હોય તો પોતાની જાતને,
ખીલી રહેલા ફૂલને તું અટકાવામાં

એવું જ હોય તો શરત લગાવીએ,
ચાલી રહેલી સારી વાત અટકાવામાં.

વિસ્તરતા નભ સાથે આમ ખેલ કર,
પણ વરસતી વાદળીઓને અટકાવામાં.

જિંદગી પોતાની છે,તો જીવી લઈએ,
આમ બીજાને લીધે તેને અટકાવામાં.

સમજી જવાય આ જિંદગીનો કોયડો,
બસ કોઈદી તેના સાદુંરૂપને અટકાવામાં.



પોસાય તેવું જ કાર્ય કર,
તું ખોટનો ધંધો છોડીદે.

વધવું જ હોય આગળ,
તું ખોટા બહાનને છોડીદે.

આ પરિસ્થિતિ ને અનુસર,
તું વધુ વિચારવાનું છોડીદે.

થઇ જશે પ્રગતિ તારી પણ ,
તું ખરાબ સંગતને છોડીદે.

કિંમત વધારવી હોય તારે,
તું ખોટું માન દેવાનું છોડીદે.



મનને હવે મક્કમ કરી લેવું છે,
ખુદને હવેથી પારખી લેવું છે.

સહન બહુ કર્યું બીજાના માટે,
હવે આ બધું જ મૂકી દેવું છે.

ખોટા વિચારોને માત દેવી છે,
આજ હવેથી કરવા જેવું છે.

દુઃખ હવે તો ક્યાં સુધી સહિશ,
પોતાના માટે થોડું જીવી લેવું છે.

જે છે તે બધુજ કહી દેવું છે મારે,
ખોટી ઝંઝટમાં પડવું મૂકી દેવું છે.




તું પણ સૌની જેમ જીતી જઇશ,
બસ શરત લગાવવાની હિંમત કર.

તું પણ સૌની જેમ સફળ થઇશ,.
તેના માટે થોડો થોડો સમય ભર.

તું પણ સૌની જેમ આગળ જઇશ,
બસ આ ઘેટાના પ્રહવાથી તું તર.

તું પણ સૌની જેમ ઉંચુ જોઈ શકીશ,
બસ ચોક્કસ સમયે મસ્તકને ધર.



પ્રતીક ડાંગોદરા