Gazal sangrah - 6 books and stories free download online pdf in Gujarati

ગઝલ સંગ્રહ - ભાગ - ૬જરૂર જણાય ત્યાંજ બોલવાનું,
હદથી વધુ કદી નહિ ખોલવાનું.

લડાઈ હમેશા પોતાની સાથે જ,
ખુદને બીજાથી નહિ તોલવાનું.

સ્વાભિમાન પોતાના મનમાં જ,
બીજા સામે આમ નહિ ડોલવાનું.

ચકાચી લે પારકા,પોતાના સૌને,
આમ જ બીજાને નહિ મોલવાનું.

પ્રતીક થી હવે થાકી જવાય છે,
પોતાને એમનમ નહિ છોલવાનું.
સંઘર્ષથી અડીખમ ઉભવુ કોઈ ખેલ નથી,
આમ જ જિંદગી જીવવી કોઈ ખેલ નથી.

સબંધો બનાવવા હોય તે બની જશે પળમાં
તેને દિલથી નિભાવવા એ કોઈ ખેલ નથી.

આમજ રાહ જોવી પડે છે કોઈક સહારાની,
કોઈનો વિશ્વાસ જીતવો એ કોઈ ખેલ નથી.

લાગણીઓની સાથે પ્રેમ ખૂબ હોવો જોઈએ,
બાકી પરિવાર સાચવવો તે કોઈ ખેલ નથી.

થઈ શકે તું ધારે કંઈક,હોય પણ કંઈક બીજું,
આમ મનને વશમાં કરવું તે કોઈ ખેલ નથી.જૂની યાદોને તે વાગોળવી ગમે છે,
આમ જ જાત ઓગાળવી ગમે છે.

નથી બોલતા આવડતું એવુ નથી,
મને મારુ મૌન સમજાવવું ગમે છે.

નથી જરૂર કોઈ પણ પ્રસંશાની,
પણ મારુ સ્વાભિમાન મને ગમે છે.

મિત્રો ઘણા બધા છે વાત કરવા,
પણ મારુ એકાંત મને બહુ ગમે છે.

ગેરસમજણ મનની સૌ દૂર કરવી,
ચિત કરતા દિલથી વાત કરવી ગમે છે.આવી હતી તું એ રીતથી,
બીક હતી મારી એ રીતથી.

તું મને આમ ટોકયા ના કર,
પિતા ટોકે પુત્રને એ રીતથી.

સાથ નિભાવવો જિંદગીભર,
કોઈ કહી ન જાય એ રીતથી.

થોડી યાદ હજી નથી ભુલાણી,
તેને જીવી જ હતી એ રીતથી.

ચાલ એક નવી જ રમત રમીએ,
તું ના હારે,હું ના જીતુ,એ રીતથી.અસ્તિત્વ તારું ત્યાં સુધી,
કામ તારું છે ત્યાં સુધી.

એમ બારણાં બારે ના ઉભ,
અંદર આવ,હું છું ત્યાં સુધી.

કસોટીઓ આપતું રહેવાનું,
આવુ જીવન છે ત્યાં સુધી.

તું શોર્ટકર્ટ ના અપનાવતો,
સીધો રસ્તો છે ત્યાં સુધી.

નહીં કોઈ ખતમ કરી શકે,
તારી જિંદગાની છે ત્યાં સુધી.
વિચારોની આજે વાવણી કરી છે,
વિચારોની આજે માંગણી કરી છે.

આપણા અસ્તિત્વની શુ નિશાની,
કોઈકના હૈયામાં લાગણી ભરી છે.

એ એકજ શ્રેષ્ઠ હશે કદાચ તો,
જે વ્યક્તિ બીજા કોઈથી તરી છે.

અથાગ નિષ્ફળતા છતાં પ્રયત્ન,
એજ સફળતાની ચાવી ખરી છે.

એ વાયદાની વાતો તને યાદ છે,
છતાં આજે કેમ ફરીથી ફરી છો
પ્રશ્નો બધા કાંઈ એવા નથી,
કે જેના કોઈ જ ઉત્તર નથી.

વિચારું છું આ જગ વિશે,
કેમ બધા સમજદાર નથી.

મારા વિચારમાં ખોટો પડ્યો,
મતલબ વિના સાથીદાર નથી.

કર્યા કરું છું કાર્ય મન મુજબ,
મારો કોઈ જ ભાગીદાર નથી.

અજમાવવી છે પોતાની જાત,
તેના સિવાય બીજો ઉદ્ધાર નથી.ઉતરતી ચઢતી આ જિંદગી છે,ઉપરથી તે આ બોજ,
મારી નાખે અડધો માનવીને આ જવાબદારીનો બોજ.

કેટલા હારી ગયા,કેટલા જીતી ગયા,કેટલા હજુ રમે છે,
સારા સારા ને તે હફાવી દે આ જવાબદારીનો બોજ.

નથી તે કોઈ મુશ્કેલી,નથી તે કોઈ ડર,કે નથી કોઈ સજા,
પણ છે તેનાથી જ કંઈક લગતું આ જબદારીનો બોજ.

આજની સદીનો માનવી કરે છે મુકાબલો ઉલ્લાસથી,
જીતી શુ જાય આ મારાથી કહે આ જવાબદારીનો બોજ.

કસોટી કરી તેણે નાના-મોટા ,ધનિક-રંક કોઈ નથી બચ્યું,
પ્રતીક પણ તેમાં સહભાગી બને આ જવાબદારીનો બોજ.
ઉદાહરણો પણ હવે મળતા નથી
જેમ સાગરમાં મોતી મળતા નથી

શુ કહું હવે આ ઈચ્છાઓ વિશે તમને,
એક પુરી થાય તો બીજી થમતી નથી.

પ્રયાસો હવે જ્યાં સુધી થાય ત્યાં સુધી,
તેનો અંત આવે,આ રાહ જોવાતી નથી.

બહાનું બનાવું છું જગતથી બચવા માટે,
મને બોલવાનું વધારે આવડતું નથી.

હવે જોયું તો એ રીતથી જ જોવું છે,
તે હકીકત બની જાય,સપનું નથી.
પ્રશ્ન ગમે તે હશે ઉકેલી દઈશ,ચાલ્યો આવજે,
પણ તેની પાછળનું કોઈ કારણ હોવું જોઈએ.

ઇતિહાસ તો હું પણ કોઈકવાર રચી લવ છું,
બસ તેને પાછળથી કોઈક જોવું જોઈએ.

લાગણીભર્યા સંબંધની શુ નિશાની આપું તમને,
તમારી પાછળ દિલથી કોઈક રોવું જોઈએ.

ધર્મનો બધો જ ભેદ તમને તરત સમજાઈ જશે,
તેના માટે ગીતા,કુરાન,બાઇબલ વાંચવું જોઈએ.


પ્રતીક ડાંગોદરા


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED