શોધી-શોધીને જાણે થાકી ગયા
આ રસ્તાઓ એકના બે ના થયા.
વિશ્વાસ કરી લીધો મેં એમનમ જ,
આ શ્વાસો પણ હવે દુશ્મનો થયા.
કોઈ દહાડે તો મળી જાય મંજિલ,
તેના માટે પણ દોટામદોટ થયા.
વિચારવું તો હવે કઇ સારું વિચારવું,
તે પણ હવે બધાને અણગમતા થયા.
એક ગઝલ લખીને અર્પણ કરું તને,
આ વાત કરીને કવિરાજ પ્રસન્ન થયા.
પ્રતીક ડાંગોદરા
વિસ્તરતા જતા આ જગને બદલવામાં,
તું પોતાની આ જાતને કદી બદલવામાં.
ચાલવું પડે ભલે આ ભીડમાં તારે પણ,
તારા નક્કી કરેલા લક્ષ્યને તું બદલવામાં.
વાત ગમે તે ભલેને હોય,તેમા ખુશ રહે,
બીજાને માટે તારી આ ટેવને બદલવામાં.
રાખ તું એવો એકાદ સબંધ,મજા આવશે,
તારી વાત જે સાંભળે છે તેને બદલવામાં.
આવે ભલે સંકટ આ જીવનમાં અઢળક,
પણ કવિરાજના આ વિચારને બદલવામાં.
પ્રતીક ડાંગોદરા
બસ માત્ર તેર દીવસનો આ ફરક કેવો,
બીજ અને અમસમાં બસ આટલો ફરક.
અમુક પોતાનું તો અમુક બીજાનું વિચારે,
સ્વાર્થી અને નિઃસ્વાર્થી માં આટલો ફરક.
હક જમાવી લવ તારા ઉપર સદાય માટે,
પણ કોઈક વાર લાગે વિચારોમાં ફરક.
હું જીવું છું તારા માટે તું જીવે છે બીજા માટે,
તારા અને મારા વ્યક્તિત્વમાં આટલો ફરક.
હૃદય અને મન વચ્ચે લાગી છે સારી જંગ,
હૃદય પ્રેમથી,મન વિચારોથી જીતે આટલો ફરક.
પ્રતીક ડાંગોદરા
મનને હવે મક્કમ કરી લેવું છે,
ખુદને હવેથી પારખી લેવું છે.
સહન બહુ કર્યું બીજાના માટે,
હવે આ બધું જ મૂકી દેવું છે.
ખોટા વિચારોને માત દેવી છે,
આજ હવેથી કરવા જેવું છે.
દુઃખ હવે તો ક્યાં સુધી સહિશ,
પોતાના માટે થોડું જીવી લેવું છે.
જે છે તે બધુજ કહી દેવું છે મારે,
ખોટી ઝંઝટમાં પડવું મૂકી દેવું છે.
પ્રતીક ડાંગોદરા
દરરોજે મનમાં એજ પ્રશ્ન થયા કરે છે,
દુનિયા બદલી ગઈ કે બગડી ગઈ છે.
ફાયદાઓ અને ગેરફાયદાઓ છે બધાના,
હવે શું કરવું હાલત તેવી થઈ ગઈ છે.
વ્યસ્તતામાં એટલો બધો તે ખોવાય ગયો,
ક્ષણો બધી બીજાના નામની થઈ ગઈ છે.
ખુશ છે આજે બસ બીજાને ખુશ જોઈને,
પરિસ્થિતિ જાણે આવી જ થઈ ગઈ છે.
આમાંથી જ મજા લેવાની હવે,બીજું શું?
નાદાની હવે સમજણમાં ફેરવાય ગઈ છે.
પ્રતીક ડાંગોદરા
અર્થ લાગણીનો જ્યારે તમને સમજાશે,
લખી રાખજો ત્યારે ખોટ મારી વર્તાશે.
અદભુત વાતો જો સામે હોય તો જ થશે,
મનગમતું આ વાતાવરણ ત્યારે સર્જાશે.
જો ખબર હોય બંનેને,તો વાત ઠીક છે,
બાકી વિશ્વાસ વાળી વાતો જ સર્જાશે.
જો કમી તમારી જ્યારે પણ તેને લાગશે,
ત્યારે જ તમારું આ વ્યક્તિત્વ દર્શાશે.
જો મળે કોઈ મદદ માંગવા વાળું,તો કરજો,
સાચી દિશામાં ત્યારે તમારું જીવન ખર્ચાશે.
પ્રતીક ડાંગોદરા
ખવરાવ્યાં છે બહુ ઠોકરો,હવે આ બધું નહિ ચાલે,
જિંદગી હવે થાક્યો છું તારાથી,આ બધું નહિ ચાલે.
કર્યા છે મેં એવા તો ક્યાં ગુના,કે સજા મને જ મળે,
જે થયું તે થઈ ગયું, હવેથી તો આ બધું નહિ ચાલે.
ચાલું છું હું બધી જ બાજુ,રસ્તાઓને જાણવા માટે,
તો પણ ભટકી જવાય છે,હવે આ બધું નહિ ચાલે.
વિતાવું છું રોજ રાત ને દિવસ બસ તારી જ યાદોમાં,
સમક્ષ મારી કડવી આવે છે,હવે આ બધું નહિ ચાલે.
જણાવી દેવી છે આજે બધી જ વાતો તને પ્રતીક ને,
તારી સાથે લડવા હું તૈયાર પણ આ બધું નહિ ચાલે.
પ્રતીક ડાંગોદરા
તમારો આ બધો ભ્રમ તૂટી જશે.
જ્યારે સાથ તમારો છોડી જશે
કાંઈ કરવું હોય તો સમયસર કર,
નહિ તો કોઈ મુશ્કેલી આવી જશે.
જિંદગી જીવી હોય તો જીવી લે,
નહિ તો મનની મનમાં રહી જશે.
અજમાવી જો કોઈ દિવસ પ્રેમ,
સપનાઓ તો હાથમાં થઈ જશે.
હરપળ તું નવી નવી જીદ ના કર,
નહિ તો તે પણ પુરી થઈ જશે.
પ્રતીક ડાંગોદરા