Antar na Moti books and stories free download online pdf in Gujarati

અંતર ના મોતી

૧. જીવન હવે બસ એક જ ગીત ગાય;
જે સાથ આપે એની સાથેે જ પ્રીત થાય.

૨. હાર નથી માની જીવનમાં;
થોડુંક ડોકિયું કરવું છે પોતાના અંતરમાં.

૩. અંતર ના મોતી આજ કાગળ પર વેરાણાં;
જૂજ રહયા, ને વધું ખોવાણાં..!

૪. ભલે હોય પ્રેમ ગમે તેટલો મહાન;
પણ (માં ની) મમતાની સામે રહેશે હમેશા વામન સમાન.

૫. થઇ જાય છે પ્રેમ , અને બંધાઈ જાય છે લાગણી ;
નથી કરવી પડતી કયારેય તેની માંગણી.

૬. તમને થયેલ આકર્ષણ;
તે ફક્ત મૃગજળ પાછળની દોટ જ છે;
જે ફક્ત પ્રેમ હોવાની ભ્રમણા જ કરાવે છે.

૭. -:गुलाब:-

उस गुलाब ने भी क्या किस्मत पायी है।
बाग़ से निकल कर सिधे आपके बालो मे जगह पाई है !
पुछा उस गुलाब से क्या कीमत लगाई,
या किसकी सिफारिश दी
इस जगह को पाने की ?

गुलाब ने बड़े मुस्कुराते हुए कहा ,
ना किसीकी सिफारिश से ,
और ना ही कोई कीमत लगाई है ,

इस कली के पास आने के लिए ,
हमने अपनी कली से बिछड़ने कि सज़ा पाई है।
૮. -:બાપ:-

નિરખ્યો જ્યારે તને ત્યારે તેના પણ નયનો આજ ખુશી થી ભિન્જાયા હશે;

હવે મને પણ કોઇ "પાપા" કહેશે તે સાંભળવા તેના પણ કાન તરસતા હશે;

ઝાલી ને તારો હાથ તારા પહેલા પગલે ચાલવા એના પણ પગ થરકતા હશે;

તને ખભે બેસાડી ને મેળો મહાલવા તેનુ પણ મન ઉછળતુ હશે;

તારી કિકિયારી ની સાથે સિટી મારવા આજે તેના પણ હોઠ ફરકતા હશે;
દિવસભરના કામનો થાક તારા એક સ્મિત થી જ ઊતરી જશે ;

તારી મનગમતી વસ્તુ માટે ઓવરટાઈમ પણ કરી લેશે;

તને ભાવતા આઈસક્રીમ માટે એક ટાઈમ ભુખ્યો પણ રહિ લેશે;

તારા સપનાં માટે તેની જરુરીયાત પણ અધુરી કરી નાખશે;

પણ એને ક્યા ખબર હતી આજે તેને બાપ કહેનારો તેને જીવતે જીવ મારી નાખશે;

આજે ફરી તેની આંખો ભિજાંઈ ગઈ ;

જ્યારે પોતાના ઘડપણ ના ટેકા ને આજ નશામાં ખોવાયેલી જોઇ;
બાળપણ માં જેના હાથ માં દુધ ની બોટલ હતી આજે ત્યા દારુ ની બોટલ જોઇ

નાનપણમાં જેના ખિસ્સાં લખોટીઓ થી ભરેલાં રહેતા ,
આજે તેની જગ્યાએ ગંજીફા ના પત્તા જોઇ;
શું થઈ હશે હાલત ઍ બાપ ની જેને જીવતા જ પોતાના દિકરા ની કબર જોઇ.
૯. -: માં યાદ આવી :-
ઓફિસ થી ઘરે આવતા આજ મને "માં" યાદ આવી,

મીઠી થપકી થી સુવડાવતી એ રાત યાદ આવી,
આજ મને "માં" યાદ આવી,

વહેલી સવારની સૌથી પહેલા ખનકતી એ બંગડી યાદ આવી,
આજ મને "માં" યાદ આવી,

"ચાલ ઉઠ હવે જલદી નિશાળે જવાનું" એ પુકાર યાદ આવી,
આજ મને "માં" યાદ આવી,

બજાર ની વચ્ચે ભૂલોના પડાય તે પકડેલી આંગળી યાદ આવી,
આજ મને "માં" યાદ આવી,

ત્યારે બાળપણની અને હમણાં જુવાનીમાં કહેતી એક જ વાત યાદ આવી,
કેમ બેટા આજે મોડું થયું તે ચિંતા યાદ આવી
આજ મને "માં" યાદ આવી,

જીવનની આ ભાગા-દોડી માં એક શીતળ સાંજ યાદ આવી,
આજ મને "માં" યાદ આવી,

પિઝા બર્ગર ની વાચ્ચે ખોવાયેલી પેલી ગરમ રોટલી યાદ આવી,
દાલ-ફ્રાય મા વિસરાયેલિ પેલી ગુજરાતી ઢોકળી યાદ આવી,
આજ મને "માં" યાદ આવી,

નવા ગીતોની રમઝટ વચ્ચે ક્યાંક ઉંડે ધરબાઈ ગયેલી પેલી પંચતંત્રની વાર્તાઓ યાદ આવી,
એકશન ફિલ્મો માં ખોવાઈ ગયેલી તે જ શિવા-મહારાણા ની કથાઓ યાદ આવી,
આજ મને "માં" યાદ આવી.












બીજા રસપ્રદ વિકલ્પો