mahatma nu mahatva books and stories free download online pdf in Gujarati

મહાત્મા નું મહત્ત્વ

હા હતાં એક ગુજરાતી ગાંધી


નિકળ્યા હતાં લાઈ એક લાઠી,
ખબર ન્હોતી કે સંગ માં મળશે કોઇ સાથી.
હા હતાં એક ગુજરાતી ગાંધી

"અહિંસા પરમો ધર્મ" નું સુત્ર તેમણે આપ્યું ,
અખંડ ભારત સાથે આખા વિશ્વમાં તે વ્યાપ્યું .
હા હતાં એક ગુજરાતી ગાંધી

લઇ હાથ મા લાઠી કરી દાન્ડી કુચ
લઇ હાથ મા લુંણ જલાવી અંગ્રેજ સરકાર ની પુંછ
હા હતાં એક ગુજરાતી ગાંધી

થયો જ્યારે " ગાંધી,સરદાર અને નહેરુ " કેરો સંગમ ,
ના થયો પછી ભારત નિ આઝાદી નો વિલંબ
હા હતાં એક ગુજરાતી ગાંધી

ગોડસેની ગોળીએ જ્યારે "બાપુ" વિંધાયા ,
હે રામ ના શબ્દો આખાં જગ મા ગુંંજાયા ..
હા હતાં એક ગુજરાતી ગાંધી


જન જન માં છે ગાંધી ..
અન્યાય સામે અડગ રહે એ છે ગાંધી
અહિંસાની જ્યોત જગાવે એ છે ગાંધી
સત્યનો સાથ કદી ના છોડે એ છે ગાંધી
પ્રેમ અને કરુણા જેની પુન્જી એ છે ગાંધી
સદાઈ કેરી મુર્તિ એ છે ગાંધી
ગીતા ગ્રંથ ને હૈયે ઉતારે એ છે ગાંધી
દેશ સેવા ને સમર્પિત રહે એ છે ગાંધી
ભેદ ભાવ મા કદી ના માને એ છે ગાંધી
જનહિત મા જેનું સુખ રહે એ છે ગાંધી
દેહ છુટે પણ જેન વિચાર ના મટે એ છે ગાંધી

વેદના એક તિથિ ની ..

હા હું છું ૨જી ઓક્ટોબર ,
વર્ષ નો એક નાનકડો દિવસ ,
જેનું મુલ્ય એક સામાન્ય દિવસ જેટલું જ ,
પરંતુ એક મહાત્મા ઍ મને મહાન બનાવી દીધી ,
મારુ મુલ્ય વધારી દિધું ,
આજે એજ મહાત્મા ના કારણે મારું અસ્તિત્વ છે.
પરંતુ એક દુખ પણ થાય છે , આજ જેમનાં થકી એક તિથિ નું મૂલ્ય વધી ગયુ ,આજ જેમનાં થકી એક દેશ ગુલામી માંથી બહાર આવ્યો , આજે તેમના વિચારો ને એક પુસ્તક અને તેમની તસ્વીર ને એક ભીંત સુધી સિમિત કરી લીધાં
હું વર્ષ માં એક વાર આઉ છું અને આવી ને ચાલી જાઉં છું, આ દરમિયાન આ કપટી નેતાઓ ના ફક્ત તસવીર ખેંચાવા ના ભાવ વચ્ચે ઝુલતી રહુ છું.
આજે મારી ઉજવણી બાપુ ના તસવીર ની સ્વચ્છતા થી શરું થાય છે અને એક સુતર ની આટી પર સમાપ્ત, ખેર આ વચ્ચે વર્ષ થી જામેલી સ્વચ્છતાની મુર્તિ પર ની ધુળ તો હટે છે એની ખુશી છે . આજ છે આજ નું મારુ અસ્તિત્વ.

ક્યારેક રડી લઉં છું જ્યારે ટેબલ નીચે થી લંબાતા હાથ જ્યારે હાર લઈ ને બાપુનાં તરફ લંબાય છે
જેનું આખું જીવન જ અસત્ય પર ચાલ્યું હોય તે સત્યને વળગી રહેવા વિશે જણાવે છે ,
જેના માટે હિંસા એક રમત છે તે અહિંસા નો ડંકો વગડાવે છે,
જેની દરેક સાંજ મહેફિલો માં ગુજરતી હોય તે સાદાઈ ના
વિચારો વ્યકત કરે છે ,
હા આ બધા વચ્ચે પણ જીવી લઉં છું કારણ , મારી ઓળખાણ જ બાપું છે

હા આ વચ્ચે મને ખુશી નો મોકો મળી જાય છે જ્યારે બાપુ ના વેશ માં શાળા ના છોકરાં ને બાપુ ના વિચારો બોલતાં જોઇ ને અને તેમને પ્રોત્સાહન આપતાં તેમનાં શિક્ષકો ને જોઇ ને .
ખેર વર્ષો થી દબાયેલી વ્યથા આજ બહાર આવી છે ,
ક્યાંક કોઇ ગાંધી જાગી જાય ,
ક્યાંક કોઇ તેના શબ્દો ની લાઠી લઈ ને ભ્રષ્ટાચાર રુપી મીઠા નો સત્યાગ્રહ કરવાં કુચ માંડે બસ તેની રાહ છે ..

મળીશું આવતાં વર્ષે ..
ત્યાં સુધી આ મહાત્મા ના રંગે રંગાયેલી એક નાનકડી તિથિ એવી " ૨જી ઓક્ટોબર " ના રામ .... રામ

બીજા રસપ્રદ વિકલ્પો