COMPLAIN BOX - 9 books and stories free download online pdf in Gujarati

કમ્પ્લેન બોક્સ ! - ( ભાગ-૯)

(આપણે આગળ જોયું કે રાધી આયુષને ખુશી વિશે બધી હકીકત જણાવે છે આયુષને ખબર પડે છે કે ખુશી પાસે હવે વધુ સમય બાકી નથી હવે આગળ...............)

" આયુષ અહીં જ ઉભો રહીશ! ખુશીને નહિ મળે " મારા ખંભા પર હાથ મુકતા રાધી બોલી , અને રાધીના એ શબ્દોએ મને ભુતકાળની એ ગલિયોમાંથી વાસ્તવિકતામાં પાછો લાવીને ઉભો રાખી દીધો

દરવાજો ખોલી હું અને રાધી અંદર ગયા ખુશી બેડ પર સૂતી હતી હું એની પાસે ગયો બાજુમાં મુકેલા સ્ટુલ પર બેસીને મેં ખુશીનો હાથ હાથમાં લઇ એનું નામ લીધું ખુશી... એ હજુ પણ મારી સામે જોઈને હસી રહી હતી પણ આજ પેહલી વાર એના હસતા ચેહરા પાછળના દુઃખને હું અનુભવી રહ્યો હતો.

"સોરી ખુશી સોરી ....."મારાથી આટલુ માંડ માંડ બોલાયું અને હું રડવા લાગ્યો

" સોરી શું કામ બોલે ઉલ્ટાનું મારે તને થૅન્ક્સ કેહવું જોઈએ આયુષ આ છ મહિના મારી લાઈફના બેસ્ટમ બેસ્ટ મહિના હતા થૅન્ક યુ " આટલુ બોલતા ખુશીને શ્વાસ ચડવા લાગ્યો

"ઓયયય યુ આર માય લાઈફ લાઇન તુ નહિ હોય તો મારી પ્રોબ્લમ કોણ સોલ કરશે" આટલું બોલતા બોલતા મારુ દિલ ભરાય આવ્યું

તૂટતા અને વિખરાયેલા શબ્દો સાથે ખુશીએ કહ્યું "આ...આયુષ... આ..આયુષ....હું જાવ છું તારી બધી કમ્પ્લેન લઈને ઉ....ઉપર ત્યાં મ....મારુ ફૂ...ફૂલ સેટિંગ છે "

"ના ખુશી ના હું એક પણ કમ્પ્લેન નહિ કરુ તુ પ્લીઝ ના જા, જો મેં રડવાનું પણ બંધ કરી દીધું"બંને હાથે પોતાના આંસુઓથી ખરડાયેલો ચેહરો લૂછતાં હું બોલ્યો

એ કશુ વધુ બોલી શકે એ હાલતમાં નહોતી પણ એની આંખો મને બધુ કહી રહી હતી. અચાનક એ ઊંડા ઊંડા શ્વાસ લેવા લાગી એનું શરીર ઠંડુ પડવા લાગ્યુ ધીરે ધીરે એની આંખો બંધ થતી હતી જાણે એ આખો મને જોવા માટે જ અત્યાર સુધી ખુલ્લી હતી હું એના ચેહરાને નિહાળી રહ્યો હતો એના એ ગુલાબી હોઠ મને કશુ કેહવા માંગતા હતા. હું તેની નજીક ગયો એનો ચેહરો મારા હાથમાં લઈને એના ગાલ પર એક હુંફાળુ ચુંબન કર્યું અને થોડી જ ક્ષણોમાં ખુશીએ દુનિયા છોડી દીધી.

ફરી એક વાર મારા દિલમાંથી અવાજ આવ્યો
યે મેરે ઇશ્ક કી શરાફત હૈ જો મેરે હોઠો પર નજર આતી હૈ ,
જો શરાફત ના હોતી ,
તુમ્હારે હોઠો પર નજર આતી.....

ભલે આજે ખુશી દુનિયા માટે જીવિત નથી પણ ખુશી આજે પણ મારી સાથે છે અને હમેશા સાથે જ રહેશે
*********

"હેય, આયુષ વૉટ સપ બરો ?"

આયુષ :"ઓલ આર ગુડ બરો "

"હેય આયુષ બોસએ બધાને બે મિનિટમાં એની કેબિનમાં બોલાવ્યા છે તું આવે છો ને !"

આયુષ :"યાહ વેઇટ આ ચિઠ્ઠી નાખીને આવુ "

મારા ખંભા પર હાથ મૂકી ભરત બોલ્યો "અરે આયુષ મેં લોકોને સેવિંગ બોક્સમાં પૈસા નાખતા જોયા છે પણ તું આ બોક્સમાં કાગળના ચબરખા કેમ નાખે "

ચાલ હવે તારે મોડું નથી થાતુ મારી ઑફિસનો દરવાજો બંધ કરતા હું બોલ્યો

આજે આ વાતને બે વર્ષ થઇ ગયા મારુ સ્ટડી પૂરું થઇ ગયું અને હું આજે એક સારી કંપનીમાં જોબ કરું છું
પણ મારા ટેબલ પર એક બોક્સ છે એ બોક્સ જોઈને મારો સ્ટાફ મને ઘણી વાર પૂછે છે કે "આયુષ ! આ શું છે?"
અને હું જવાબ આપુ છું " કમ્પ્લેન બોક્સ! ખુશીઓનો કમ્પ્લેન બોક્સ !

ખુશીઓનો કમ્પ્લેન બોક્સ! સાંભળીને નવાઈ લાગીને !

પણ આ બોક્સમાં હું કોઈ કમ્પ્લેન લખીને નથી નાખતો પરંતુ આ બોક્સમાં જાય છે ખુશીઓની કમ્પ્લેન ,નય સમજાયું હું સમજાવું જેમ કે આજે ટાયર પંચર થયું હું ત્યાં જ ઉભો રહી ગયો જો પાંચ સેકન્ડ નો ફરફ પડ્યો હોત તો મારો અકસ્માત થઇ જાત , આજ સર મને ખિજાયા પણ એના લીધે મારા કામમાં સુધાર આવ્યો , મારુ ચપ્પલ તૂટી ગયું અને હું ચપ્પલ જોવા વાકો વળ્યો જોવા અને બાજુવાળા કાકાના છોકરાયે ફેંકેલો બોલ મારા માથા ઉપરથી ગયો ...... તો થૅન્ક્સ કે આજે મારુ ટાયર પંચર થયું , મને સર ખિજાયા , મારુ ચપ્પલ તૂટી ગયું ,મારી પાસે ગાડી બંગલો નથી એટલે અનાયા સાથે મેરેજ કરવાથી બચી ગયો બાકી એ ફાંસીનો ફંદો મારો પીછો સાત જન્મ સુધી નો મુક્ત.... બધી જગ્યા પર તમને કમ્પ્લેન બોક્સ તો જોવા મળશે જ પણ આ મારુ બોક્સ હતું ખુશીએ આપેલુ મારી ખુશીઓનું કમ્પ્લેન બોક્સ..... જેમાં મારી પ્રોબ્લમ્સ નહિ મારી ખુશીનો સંગ્રહ થાય છે

कुछ लोग बिना किसी रिस्तो के रिश्ते निभाते है
शायद वो लोग ही "दोस्त" कहलाते है .....


ખુશી મારી સાચી મિત્ર હતી જેને મને પ્રેમ કરતા શીખવાડ્યું જિંદગીને પ્રેમ કરતા .....

(હાય ફ્રેન્ડ્સ ....હું વૈશાલી તમને આ સ્ટોરીથી એક મેસેજ આપવા માગું છુ. આપણે પણ કેટલા અજીબ છીએ ને! જે વસ્તુ આપણી પાસે છે આપણે એને નહિ પણ આપણી પાસે શુ નથી એની ગણતરી કરીએ છીએ . અને આજ ચક્કરમાં જે છે એની મજા લેવાની જગ્યા પર જે નથી એનું દુઃખ મનાવીએ છીએ. આપણને નાની નાની વસ્તુમાં કમ્પ્લેન કરવાની આદત પડી ગઈ છે જેમ કે અમારી પાસે સારી જોબ નથી, ઘર નથી , આજે અલાર્મ ન વાગ્યું, આજ રીક્ષા ન મળી, મને કોઈ પ્રેમ નથી કરતું, મને કોઈ સમજતું નથી, મારો સર મને હેરાન કરે છે, મારી પાસે સ્માર્ટ ફોન નથી , મારો લૂક સારો નથી આવી તો અગણીનય કમ્પ્લેન છે જે આપણે રોજ આંખ ખુલતાની સાથે કરીએ છીએ. મિત્રો ભૂલતા નહીં જે લાઈફ તમે જીવી રહ્યા છો એ જિંદગી જીવવાની આશા આજે હજારો લોકો કરી રહ્યા છે ઘણી વાર મને એવો વિચાર આવે કે જિંદગીનું ટાઇટલ હટાવીને આને કમ્પ્લેન બોક્સ કરી નાખ્યે પણ મારુ એવુ માનવુ છે કે અગર કમ્પ્લેન જ કરવી છે ખુશીઓની કરો.......એક વાર મારી વાત પર વિચાર જરૂર કરજો )

બહુ વિચારીને મેં આ વાર્તાનું નામ કમ્પ્લેન બોક્સ રાખ્યું છે તો વાર્તા વાંચીને મને જરૂરથી જણાવજો કે આ વાર્તા તમને ગમી કે નહીં... તમારા પ્રતિભાવ મને આગળ લખવા માટે પ્રેરિત કરે છે તો ગાય્સ પોતાના ખુશીઓની ચાવી બીજાના ખીચ્ચામાં મુકવાનુ બંધ કરો અને જિંદગી કેવી જીવવાની જલસા કર બાપુ જલસા કર દુનિયા જાય તેલ લેવા જલસા કર.......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED