કમ્પ્લેન બોક્સ ! - (ભાગ -૫) Vaishali Paija crazy Girl દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

કમ્પ્લેન બોક્સ ! - (ભાગ -૫)

(આપણે આગળ જોયું કે આયુષ ખુશી અને તેની ફ્રેન્ડને રેસ્ટોરેન્ટમાં બોલાવે છે પણ પોતે ત્યાં સમયસર પોહ્ચે એ પેહલા એની ગાડીમાં પંચર પડે છે એ પંચર રીપેર કરાવી રેસ્ટોરેન્ટ પોહ્ચે છે પણ ........)

મેં રેસ્ટરોન્ટ જઈને જોયું તો....

ખુશી અને તેની ફ્રેન્ડ ત્યા જ હતા. હું તેમની પાસે ગયો માફી માંગતા બોલ્યો " સોરી મારે લેટ થઇ ગયું મને એમ કે તમે જતા રહ્યા હશો જો એમા મારો વાક નથી પેલા ઘરેથી નીકળવામાં મમ્મીએ લેટ કરાવ્યું. પછી ગાડીમા પંચર અને કાકાએ પણ પંચર સરખુ કરવામાં વાર લગાવી અને....."

"બસ.. બસ.. બસ.. કેટલુ બોલે તુ! તારું મોઢું નથી દુઃખી જતુ ! એ છોડ મને અહીં કેમ બોલાવી એ કે !" મુદ્દાની વાત કરતા ખુશી બોલી

"obvious તારું મોઢું જોવા નથી બોલાવી અરે તે મારી કેટલી હેલ્પ કરી છે તો આને મારુ નાનુ થેન્ક્યુ સમજી લે " હિરોપંતી કરતા હું બોલ્યો

અમે ઓર્ડર આપ્યો અમારો ઓર્ડર આવે એ પેહલા અમારી વચ્ચે થોડી વાત થઇ અને મને જાણવા મળ્યું કે ખુશી મારા કરતા ઉંમરમાં એક વર્ષ મોટી છે. અને તે હાલમાં સ્કોલરશીપ પર MBA કરી રહી છે. અને મેન વાત એ સિંગલ છે.

થોડી જ વારમાં અમારો ઓર્ડર આવ્યો અને અમે જમવા લાગ્યા કહેવાયને દુબળાને બે જેઠ મહિના હોય જમીને હું બિલ પે કરવા ગયો પેન્ટના ખિસ્સામાંથી વોટેલ બહાર કાઢ્યું અને જોયું તો આ શું ! વોલેટમાં પુરા પૈસા પણ નહોતા મેં એક એક ખાનુ ચેક કર્યું મારી હાલત મંદિરની બહાર બેસતા ભિખારી જેવી હતી. એક એક રૂપિયો અત્યારે કિંમતી લાગતો હતો મન થયું શરમના મારે શાહમૃગની જેમ જમીનમા માથું ઘુસાડી દવ

કેમ..! કેમ..! કેમ..! આ બધુ મારી સાથે છે કેમ! જો હું અત્યારે મારા રૂમમાં હોત તો જમીન પર આળોટતો હોત પણ આ હોટેલ છે. ત્યા જ ખુશી આવી એને મારી સામે જોયુ અને થોડી હસીને બોલી" ડોન્ટ વરી આયુષ બિલ હું પે કરી દવ છુ" મારી હાલત ફિરહેરાફરીનાં અક્ષયકુમાર જેવી હતી મેં ખુશીને પૂછ્યું કે એને કેમ ખબર પડી તો એને કહ્યું "એક છોકરો હાથમાં વોલેટ લઈને મૂંઝાયેલો દેખાય અને માથુ ખંજવાળે તો કઈ વોટેલમાંથી સસલું નો કાઢે! તો બીજુ શુ હોય" ઉફ્ફ્ફ એના જવાબ સાંભળી હું મનમાં બોલ્યો એક આ છે અને એક અનાયા આખી કથા પુરી કરો તોય પૂછે રામ કોણ ?

ફાઈનલી હું અને ખુશી બન્ને ફ્રેન્ડ બની ગયા અને અમને બેસ્ટ ફ્રેન્ડ બનતા પણ વાર ના લાગી, સમય બંધ મુઠીની રેતી જેવો હોય છે ક્યારે હાથમાંથી સરકી જાય કોઈ નથી જાણતુ, પણ મારી અને ખુશીની ફ્રેન્ડશીપ અલગ હતી હું હમેશા મારી પ્રોબ્લમ લઈને જતો અને એ એને સોલ કરતી એમ કહુ કે ખુશી મારા જીવનમાં ખુશીઓ લઈને આવી હતી તો એમા કઈ ખોટુ નથી.....અને હા ખુશી પોતે સિંગલ હોવા છતાં બેસ્ટ રિલેશનશિપ એડ્વાઇસર હતી.

અમારી વચ્ચે બધું બરાબર ચાલતુ હતું. અમારી દોસ્તીને છ મહિના થવા આવ્યા આ છ મહિનામા મેં ખુશીને હમેશા હસ્તા અને જિંદગીને ભરપૂર જીવતા જ જોઈ છે. ઉદાસી એનાથી કોસો દૂર હતી એને જોતા એવું લાગે કે એની જિંદગીમાં કોઈ વસ્તુની કમી નથી. ખુશમિજાજ પોતે હસ્તી અને લોકોને હસાવતી એની સાથે માત્ર વાત કરવાથી લોકો એનું દુઃખ ભૂલી જાય. સાચે એના મમ્મી પપ્પાએ બહુ વિચારીને એનું નામ રાખ્યું હતું ખુશી.....

મારી લાસ્ટ સેમેસ્ટરની પરીક્ષા શરૂ થવાની હતી. પરીક્ષા શરૂ થાય એ પેહલા હું એક વાર ખુશીને મળવા માંગતો હતો. કેમ કે આવનારા પંદર દિવસ હું પરીક્ષામાં વ્યસ્ત હોઈશ એટલે ખુશીને મળવું પોસિબલ નહોતું.

એટલે જ મેં ખુશીને પાર્કમાં મળવા બોલાવી....

આમ હું પોતે મારી ફિલ્મનો હીરો હતો પણ હું ભૂલી ગયો કે હીરોથી ઉપર પણ કોઈ હોય છે. ફિલ્મ ડિરેક્ટર અને મારી ફિલ્મનો ડિરેક્ટર હતો એ હજારહાથવાળો,ગાડીનું સ્ટેરીંગ કદાચ મારા હાથમાં હતુ પણ એના પર કંટ્રોલ તો એનો જ હતો.

કેવી રહેશે ખુશી અને આયૂષની મુલાકાત ?
શું આ મુલાકાત ખાસ હશે ?

વધુ આવતા અંકે..... વાચક મિત્રો ડોન્ટ વરી તમને કંટાળો આવે એટલી મોટી સ્ટોરી નથી બસ હવે ચાર ભાગ ......✍✍✍✍