complain box - 2 books and stories free download online pdf in Gujarati

કમ્પ્લેન બોક્સ ! (ભાગ-૨)

(આગળ આપણે જોયું કે આયુષ એના પપ્પા સાથે ઝગડો કરી બાઈકની ચાવી ઘરે મૂકીને ચાલીને બસ સ્ટેશન આવે છે ત્યાં આમથી તેમ આટા મારતા મારતા એ બબડાટ કરી રહ્યો હતો ત્યાં જ તેની નજર ત્યા ઉભેલી છોકરી પર પડી. આયુષ તેની કુદરતી સુંદરતા જોઈ મંત્રમુગ્ધ થઇ જાય છે પણ અચાનક તેને ખ્યાલ આવે છે કે છોકરી તેને જોઈને હસી રહી હતી હવે આગળ....)

પછી તો શુ ભાઈનો વોલ્કેનો ( જ્વાળામુકી ) ભભૂકી ઉઠ્યો એ મારાથી માંડ ચાર ડગલાં દૂર ઉભી હતી. હું તેની પાસે ગયો અને બોલ્યો " મારા મોઢા પર કઈ લખેલું દેખાઈ છે! કે મને જોઈને સરકસનો જોકર યાદ આવી ગયો! હું ક્યારનો જોવ છું કે તમે મારા પર હસી રહ્યા છો ! મારી સામે શુ જોવો છો ! તમને પુછું છું હેલ્લો.. " એના મોઢા પાસે ચપટી વગાડી એનું ધ્યાન મારા તરફ કરતા મે કહ્યું

એ છોકરી બોલી " મુજસે શાદી કરોગે !"

" વોટ ? આર યુ મેડ ? સોરી બટ આઈ હેવ અ ગર્લફ્રેન્ડ !" મેં કહ્યું

એ ફરી પેટ પકડીને હસવા લાગી અને બોલી " અરે તમે ઉંધુ સમજી રહ્યા છો, હું એમ કેહવા માંગતી હતી કે મુજસે શાદી કરોગીમાં સલમાન ની હાલત તમારી જેવી જ હતી એને પણ તમારી જેમ ગુસ્સો આવતો એની પણ લાઈફમા બોવ બધી પ્રોબ્લમ્સ હતી "

આહહ્શુ છોકરી છે આજ સુધી મને કોઈ ના સમજી શક્યું પણ આ મને એક સેકન્ડમાં સમજી ગઈ. મારા મનમા મનોમંથન ચાલી રહ્યું હતું " પણ તમને કેમ ખબર ? "

ફરી હસતા એ બોલી " સીમ્પ્પ્લ, તમને હું ક્યારના આમથી તેમ આટા મારતા જોવ છું. તમારી બોડી લેન્ગવેજ ચીખી ચીખી ને કહે છે કે તમે ટેન્શનમાં છો ! તમે ઈચ્છો તો શેર કરી શકો છો આમ પણ પ્રોબ્લમ્સ શેર કરવાથી મન હળવું થઇ જાય "

મેં સમય શું થયો છે એ જોવા માટે એક નજર ઘડિયાર તરફ કરી ત્યાં એ છોકરીની ફ્રેન્ડ બોલી " ડોન્ટ વરી, હજુ બસને આવાની વાર છે !"

પછી મેં એ ગુલાબના ફૂલને સવારથી લઈને અત્યાર સુધી શું શું બન્યુ એ શબ્દસઃ જણાવી દીધું. મારી વાત સાંભળ્યા બાદ એણે તેના હાથમાં રહેલી બોલપેન એના મોઢામા નાખી અને વિચારવા લાગી. થોડી થોડી વારે એ પોતાના ગુલાબી હોઠને તેની જીભ વડે ભીના કરતી હતી. ઉફ્ફ્ફ એના ગુલાબી હોઠ એક સેકન્ડ માટે તો મને બોલપેનથી ઈર્ષા થવા લાગી શું નસીબ વાળી છે આ પેન પણ !

મારી અંદરનો શાયર અચાનક જાગી ઉઠ્યો અને એક અવાજ આવ્યો દિલ થી
યે મેરે ઇશ્ક કી શરાફત હૈ જો મેરે હોઠો પર નજર આતી હૈ ,
જો શરાફત ના હોતી ,
તુમ્હારે હોઠો પર નજર આતી .....

કોણ જાણે કેમ એક સેકન્ડ માટે હું મારી અનાયા ને ભૂલી જ ગયો. અરે અનાયા સોરી સોરી અનાયાનો ઇન્ટ્રો કરાવતા હુ ભૂલી જ ગયો.

અનાયા ! મારી ગર્લફ્રેન્ડ,ખબર નઈ ક્યાં ચોઘડિયામાં મેં એને પ્રપોઝ કરી અને એણે મને હા પાડી,જેવું નામ એવા જ ગુણ અનાયા મારા પર એટલા અન્યાય કરતી કે વાત જવા દો! બેબી..જાનુ..સોના...બોલી બોલીને મને મારુ મગજ ખરાબ કરી નાખતી. લોકો ચાલ્યા જતા હોય અને અચાનક અને એને સાપ કરડે પણ મે તો એનાકોંડા ને ગોતીને એના મોઢામાં મારો હાથ આપી કહ્યું લે લે ભર ભટકુ.......અમારી વચ્ચે પ્રેમ જેવું કઈ નહોતું. એ મારી સાથે હતી બિકૉજ઼ હું કોલેજનો સૌથી હૅન્ડસમ છોકરો અને હું એની સાથે બિકોઝ એ કોલેજની સૌથી હોટ ગર્લ પણ કોણ જાણે કેમ આજ આ છોકરી અજાણી હોવા છતા જાણીતી લાગતી હતી. મેં મારી દિલની ડાયરી એની સામે ખુલ્લી મૂકી દીધી

મારી સામે જોઈ એ બોલી " ઓકે ટેલ મી કે તારે 10 માં અને 12 માં કેટલા ટકા આવ્યા હતા ?

" 10 માં 88 અને 12 માં 82 ! પણ એ વાત અને આ વાતને શું લેવા દેવા ?" એના સવાલનો જવાબ આપતા મેં કહ્યું

"ઓકે ટેલ મી વેન મોર થીંગ માની લે કે તું પેપ્સી લેવા ગયો, ત્યા તે દુકાનવાળાને 500ml ની બોટલ માંગી એણે તને 500mlની બોટલ પણ આપી પણ તે જોયું કે એ બોટલમાં તો 200ml જ પેપ્સી છે તો ?" બીજી એકવાર સવાલનું તીર મારા પર છોડતા એ બોલી

" નો જ લવ ને હું પાગલ થોડી છું કે 500ml પેપ્સીના પૈસા ચુકવી 200ml જ લવ " સ્માર્ટનેસ બતાવતા હું બોલ્યો

" જો તું 500ml ના પૈસા ચૂકવી 200ml પેપ્સી ના લઇ શકતો હોય તો તારા પપ્પા તારા રિજલ્ટ નો સ્વીકાર કેમ કરે !" મને સમજવતાં એ બોલી

" મતલબ ! હું સમજો નહિ, તું શું કેહવા માંગે છે ?" મેં કહ્યું

" સી ,તારા દસ અને બારમાનું રિજલ્ટ જોઈ હું એટલું તો કહી શકુ કે તું એવરેજ સ્ટુડન્ટ તો નથી. તારામા ક્ષમતા છે તે પોતે જ તારો એક બેચ માર્ક ક્રિએટ કર્યો છે. તારા પપ્પા તારા પાસેથી સારા રીઝલ્ટની અપેક્ષા રાખે તો એમાં ખોટુ શું છે ! માનુ છું કે અંકલએ તારી કેમપેરિજન નોતી કરવી જોઈતી પણ વિશ્વાસ કર સાંજે ઘરે જઈને એક વાર તારા પપ્પાને હગ કરી એનો હાથ પકડી ખાલી એટલું કહેજે સોરી પપ્પા મેં તમને બહુ હર્ટ કર્યા છે ને! પણ આઈ પ્રોમિસ નેક્સ્ટ ટાઈમ હું પૂરુ ધ્યાન આપીશ, જો જો તમને એક પણ શિકાયતનો મોકો નહિ આપુ " આટલું કહી એણે મારી તરફ જોઈ આંખનો પલકારો કર્યો

હું પણ મનમાં ને મનમાં કયાક વિચારી રહ્યો હતો કે સાચું કહે છે આ છોકરી એક સમય હું મારા કલાસિસનો ટોપર હતો પણ કોલેજ જોઈન કર્યા પછી મિત્રોની સંગતમા અને આ ફોનના વધુ પડતા ઉપયોગમાં મારા ભણતર તરફનો ઝુકાવ ઓછો થતો ગયો. હજી તો હું મારા વિચારોની દુનિયામાંથી બહાર આવુ એ પેહલા મારી બસ આવી ગઈ. ઘેટાં બકરાની જેમ લોકો બસમાં ચડતા હતા. હું તો બસ જોઈ જ રહ્યો ત્યાં જ એ બોલી " આમ ને આમ જોતો રહીશ તો સાત જન્મ સુધી ચડી રહ્યો બસમાં " ધક્કામુક્કી કરતા હું પણ બસમાં ચડી ગયો પણ અચાનક મને યાદ આવ્યું શીટ ...મેં એનું નામ તો પૂછ્યું જ નહિ !!!


શું આયુષ તેને ફરી મળી શકશે ?
શું આયુષ તેનુ નામ જાણી શકશે ?

વધુ આવતા અંકે..... એક નાની વાર્તા છે પણ બહુ સરસ છે જે આપણને જિંદગી કેમ જીવવી એ શીખવશે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED