KING - POWER OF EMPIRE - 51 books and stories free download online pdf in Gujarati

KING - POWER OF EMPIRE - 51

( આગળના ભાગમાં જોયું કે શૌર્ય ને કાનજીભાઈ માટે જે નફરત હતી તે એ સાબિત કરે છે, દિગ્વિજયસિંહ સાપુતારામાં ડેવિલ આઈ ટેટુ વાળા વ્યક્તિ ને મળે છે અને તેની પાછળ જાય છે અહીં પ્રીતિ પોતાના દાદાજી વિશે ખરાબ નથી સાંભળી શકતી અને શૌર્ય ને તમાચો મારી ને
જતી રહે છે, દસ વર્ષ પહેલાં ની ઘટના સામે આવે છે પણ તેની સાથે સંકળાયેલા એક રહસ્ય હવે સામે આવશે)

દિગ્વિજય સિંહ ને પાછળ થી કોઈ ગન બતાવી હતી પણ દિગ્વિજય સિંહ અચાનક જ વીજળી ના કડકા સાથે પાછળ ફરે છે અને પેલાં વ્યક્તિ ના હાથમાંથી ગન નીચે પડી જાય છે અને દિગ્વિજય સિંહ તેને ઉઠાવી લે છે અને તે વ્યક્તિ ની સામે જુવે છે તેનાં હાથ ની કલાઈ પર પણ ડેવિલ આઈ નું ટેટું હતું અને એ એજ વ્યક્તિ હતો જેણે દિગ્વિજય સિંહ ને લાઈટર આપ્યું હતું અને તેને ખબર પડી ગઈ હતી કે કોઈ તેનો પીછો કરી રહ્યું છે એટલે તે દિગ્વિજય સિંહ ને પકડે છે પણ બધાં પાસાં ઉલટાં પડે છે. દેખાવમાં તો યુવાન લાગી રહ્યો હતો.

“કોણ છો તું અને તારા હાથમાં આ ટેટું શેનું છે ” દિગ્વિજય સિંહે ગન બતાવતા કહ્યું
“એ તો ખાલી એમ જ... ” એ વ્યક્તિ એ કહ્યું

“હું જાણું છું કે આ ટેટું કોઈ ગેંગ નું નિશાન છે સીધી રીતે બોલ નહિ તો અહીં જ.... ” દિગ્વિજય સિંહે હવામાં ફાયરિંગ કરતા કહ્યું

“આ….આ એક ગેંગ નું નિશાન છે ” એ વ્યક્તિ એ કહ્યું

“કંઈ ગેંગ અને કોણ છે તારો બોસ? ” દિગ્વિજય સિંહે કહ્યું

“એ હું નથી જાણતો ” એ વ્યક્તિ એ કહ્યું

“સાચું બોલલલ..... ” દિગ્વિજય સિંહે ગન તાકતા કહ્યું

“હું સાચું કહું છે મને આના વિશે કોઈ માહિતી નથી મને તો બસ ઓર્ડર મળે હું એ કામ કરું છું ” એ વ્યક્તિ એ કહ્યું

“કેવું કામ? ” દિગ્વિજય સિંહે કહ્યું

“લોકો પર નજર રાખવાનું ” એ વ્યક્તિ એ કહ્યું

“એ લોકો તને કોન્ટ્રેક્ટ કંઈ રીતે કરે છે? ” દિગ્વિજય સિંહે કહ્યું

“ચાલો હું તમને બતાવું ” આટલું કહી તે દિગ્વિજય સિંહ ને અંદર ના રૂમમાં લઈ ગયો, ત્યાં ટેબલ પર એક કોમ્પ્યુટર હતું એ વ્યક્તિ એ તેને ચાલુ કર્યું, એમાં પણ ડેવિલ આઈ નો સિમ્બોલ હતો અને તેણે એક સોફટવેર આેપન કર્યું અને દિગ્વિજય સિંહ ને બતાવ્યું, દિગ્વિજયસિંહે જોયું તો તેમાં અલગ અલગ લોકો ના ફોટો અને તેની માહિતી હતી અને આ વ્યક્તિ ને બસ તેનાં પર નજર રાખવાની હતી, દિગ્વિજયસિંહ સમજી ગયો કે આ ખાલી એક પ્યાદું છે. અચાનક જ એ વ્યક્તિ જમીન પર ઢળી પડયો, દિગ્વિજયસિંહે જોયું તો તેનાં માથાનાં પાછળ ના ભાગમાં ગોળી લાગેલી હતી, તેણે જોયું તો ગોળી બારીમાંથી ચલાવેલી હતી, દિગ્વિજયસિંહ દોડીને ઘરની બહાર ગયો અને આમતેમ નજર નાખી પણ કોઈ દેખાયું નહીં, તે ફરી ઘર તરફ જવા લાગ્યો ત્યાં જ એક જોરદાર ધમાકો થયો અને આખું ઘર બ્લાસ્ટ થઈ ગયું, દિગ્વિજયસિંહ ઉછળીને દૂર ધકેલાયો તેને થોઙી નાની મોટી ઈર્જા થઈ, હવે દિગ્વિજય સિંહ સમજી ગયો કે તેનું અહીં રહેવું સુરક્ષિત નથી એટલે તે તરત જ હોટલ પહોંચી ગયો અને ફ્રેશ થયો અને પોતાના બેડ પર આડો પડયો, તે આ બધા રહસ્યો ના ભૂલભૂલયાં થી દૂર થવા રજા લઈને અહીં આવ્યો પણ અહીં પણ આ રહસ્યો તેની પાછળ પડી ગયા હતા હવે દિગ્વિજય સિંહે નિર્ણય લઈ લીધો કે હવે ભલે મરવું પડે પણ તે આ ડેવિલ આઈ ના રહસ્ય ને શોધી ને રહશે અને આ તેની લાઈફ નું એકમાત્ર લક્ષ્ય છે, “ મિશન ડેવિલ ”.

અચાનક દિગ્વિજય સિંહ નો ફોન રણકયો, તેણે ફોન ઉઠાવ્યો અને કહ્યું, “હલ્લો કોણ? ”
“ઈન્સ્પેકટર દિગ્વિજય સિંહ, હવે તમારું હોલીડે પેકેજ ખતમ થઈ ગયું છે ” સામે છેડે થી અવાજ આવ્યો.

“તમે કોણ બોલો છો? ” દિગ્વિજય સિંહે આંખો ઝીણી કરતાં કહ્યું

“મુંબઈ નો નવો કમિશ્નર આર.એમ.પુરોહિત ” કમિશ્નર એ કહ્યું

“યસ સર, માફ કરજો.... ” દિગ્વિજય સિંહ તરત જ ઉભા થતાં કહ્યું

“દિગ્વિજય સિંહ જલ્દી થી ડયુટી જોઈન કરો તમારા માટે એક નવું મિશન છે ” કમિશ્નર પુરોહિત એ કહ્યું

“યસ સર ” દિગ્વિજય સિંહે કહ્યું અને સામે છેડે થી ફોન કટ થઈ ગયો.

દિગ્વિજય સિંહ તરત જ સામાન પેક કરીને મુંબઈ જવા રવાના થઈ ગયો પણ હવે તેનાં મનમાં એક જ મિશન હતું, “મિશન ડેવિલ”

આ તરફ પ્રીતિ ની આંખોમાં આંસુ હતા અને ગુસ્સો પણ હતો અને તેની ગાડી ઓવર સ્પીડ માં જઈ રહી હતી, કાનજીભાઈ એ પણ બધા ને જાણ કરી હતી અને તે પ્રીતિ ની પાછળ જ કાર લઈને નીકળી ગયા હતા આજ તેને પસ્તાવો થઈ રહ્યો હતો કે શા માટે તેણે પ્રીતિ ને ડ્રાઈવિંગ શીખવી, આજે તેની સ્પીડ ને રોકવી મુશ્કેલ હતી. પ્રીતિ એ જ રસ્તા પરથી નીકળી જયાં દિગ્વિજય સિંહે લાલ ડાયરી ફેંકી હતી, એ જેવી જ સિગ્નલ પાસે પહોંચવા આવી એ જ વ્યક્તિ જેણે લાલ ડાયરી ઉઠાવી હતી એ જમણી બાજુ થી દોડતો દોડતો આવી રહ્યો હતો, તેને જોઈ ને પ્રીતિ એ બ્રેક મારી પણ ગાડી ની સ્પીડ વધારે હોવાથી તે કન્ટ્રોલ ગુમાવી બેસી અને પેલો વ્યક્તિ ગાડી સાથે અથડાઈ ને નીચે પડી ગયો અને પ્રીતિ પણ સ્ટયરીંગ સાથે અથડાઈ અને તેને માથામાં ઈજા થઈ ને તે બેહોશ થઈ ગઈ, કાનજીભાઈ પાછળ આવી રહ્યાં હતાં એટલે તેમણે તરત જ કાર રોકી ને પ્રીતિ ને પોતાની ગાડીમાં બેસાડી તેણે જોયું તો બીજો એક વ્યક્તિ પણ ત્યાં ઘાયલ પડયો હતો તેમણે એ વ્યક્તિ ને અને તેનાં સામાન ને પણ ગાડીમાં મૂકયા અને તે હોસ્પિટલ તરફ નીકળી ગયા તેમણે પોતાના પુત્ર મોહનભાઈ ને એક્સિડન્ટ ની જાણ કરી હતી અને રસ્તા પરથી પ્રીતિ ની કાર હટાવી લેવા કહ્યું હતું.

કાનજીભાઈ પ્રીતિ અને પેલા વ્યક્તિ ને લઈ ને CITY HOSPITAL પહોંચ્યા, તેમણે તરત જ ડૉક્ટર ને બોલાવ્યા, ડૉક્ટર એ જોયું તો તેને ખ્યાલ આવી ગયો કે આ એક એક્સિડન્ટ કેસ છે.

“માફ કરજો પણ આ એક એક્સિડન્ટ કેસ છે એટલે પોલીસ ને જાણ કરવી પડશે ” ડૉકટરે કહ્યું

કાનજીભાઈ એ તરત જ હોસ્પિટલ ના ટ્રસ્ટી ને ફોન કર્યો અને એના કહેવા પર તેમણે તરત જ ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી, થોડીવારમાં મોહનભાઈ, સુમિત્રાજી, અક્ષય અને શ્રેયા પણ હોસ્પિટલ પહોંચી ગયા.
થોડા સમય પછી ડૉકટર બહાર આવ્યા, તેને જોતાં જ બધા તેનાં તરફ ગયાં અને કાનજીભાઈ એ કહ્યું, “ડૉકટર.... પ્રીતિ??? ”

“ચિંતા કરવાની જરૂર નથી બસ માથામાં થોડી ઈર્જા થઈ છે એટલે બેહોશ હાલતમાં થઈ ગઈ હતી પણ હવે ઠીક છે થોડો આરામ કરશે એટલે ઠીક થઈ જશે. ” ડૉકટરે કહ્યું

“થેન્કયુ.... થેન્કયુ સો મચ ડૉકટર,.... ડૉક્ટર પેલાં વ્યક્તિ જે... ” કાનજીભાઈ એ કહ્યું

“માફ કરજો પણ તેમની કન્ડિશન બહુ ગંભીર છે ” ડૉકટરે કહ્યું

“ઓહહ ગોડ પ્રીતિ એ આ શું કર્યું ” મોહનભાઈ એ કહ્યું

“માફ કરજો પણ એ વ્યક્તિ ની આ હાલત એક્સિડન્ટ થી નથી થઈ ” ડૉકટરે કહ્યું

“મતલબ...? ” મોહનભાઈ એ કહ્યું

“એ વ્યક્તિ પહેલેથી ઘાયલ હતો બસ કાર સાથે અથડાવાથી તે બેહોશ થઈ ગયો હતો પણ કાર સાથે અથડાતા પહેલાં તે ગંભીર રીતે ઘાયલ હતો ” ડૉક્ટરે કહ્યું

“ઓકે ડૉક્ટર પણ શું એ વ્યક્તિ.... ” કાનજીભાઈ એ કહ્યું

“અમે કોશિશ કરી રહ્યાં છીએ ” ડૉકટરે કહ્યું અને ત્યારબાદ તેણે તે વ્યક્તિ ની ઝોળી કાનજીભાઈ ને આપતાં કહ્યું “આ તેમનો થોડો સામાન છે શાયદ આનાથી તેમનાં પરિવાર વિશે કોઈ માહિતી મળી જાય ”

“ઓકે ” આટલું કહીને કાનજીભાઈ એ સામાન લઇને અક્ષય ને આપ્યો અને અક્ષય તે લઈ ને બાજુમાં રહેલા ટેબલ પર મૂકયો અને તે સામાન ચેક કરવા લાગ્યો, તેને બે-ત્રણ જોડી કપડાં અને થોડી જીવનજરૂરિયાત ની વસ્તુઓ હતી, લાલ ડાયરી પણ તેમાં હતી પણ અક્ષય ની નજર તેનાં પર પડી નહીં અને તેમાં એક ફોટોફ્રેમ હતી, અક્ષય એ તરત જ તે ફોટોફ્રેમ લીધી અને ઉલટાવી, તેણે તરત જ કાનજીભાઈ ને કહ્યું, “અંકલ બીજું કંઈ તો નહીં પણ આ ફોટોફ્રેમ મળી છે ”

કાનજીભાઈ તરત જ ત્યાં ગયાં અને તેણે તે ફોટોફ્રેમ જોઈ, થોડીવાર તો તે કંઈ બોલી ન શકયા પણ તેની આંખોમાંથી આંસું નિકળ્યા અને તે બોલી પડ્યા, “ સમ્રાટ ”

આ તરફ શૌર્ય ની આંખોમાં ગુસ્સો હતો, તે શું કરી રહ્યો છે તેની ખબર તેને ખુદને પણ ન હતી, ગુસ્સામાં સમજદાર વ્યક્તિ પણ પોતાની સમજદારી ખોઈ બેસે છે. S.P. અને અર્જુન પણ ત્યાં હતા, મિસ્ટર બક્ષી અને નાયકભાઈ બંને કામ થી બહાર ગયા હતા, અચાનક
S.P. નો ફોન રણકયો તેણે તરત જ ફોન ઉઠાવ્યો અને વાત કરી અને શૌર્ય ની તરફ ફોન આગળ કરતાં કહ્યું, “સર તમારા માટે.... ”

“કોણ છે??? ” શૌર્ય એ ફોન હાથમાં લેતાં કહ્યું

“ સર તમે પહેલાં વાત કરી લો ” S.P. એ કહ્યું

શૌર્ય એ ફોન પર વાત કરી અને સામે છેડે કાનજીભાઈ હતા, તેની વાત સાંભળી ને શૌર્ય ની આંખો પહોળી થઈ ગઈ અને તે બોલી પડયો, “કયાં છે તે અત્યારે ”

કાનજીભાઈ એ શૌર્ય ને સીટી હોસ્પિટલ નું એડ્રેસ આપ્યું અને શૌર્ય સીધો ત્યાં થી નીકળી ગયો. S.P. અને અર્જુન પણ તેની પાછળ ભાગ્યા, S.P. અને અર્જુન કંઈ બોલે તે પહેલાં તો શૌર્ય કાર મા બેસી ને નીકળી ગયો, શૌર્ય આમ જતો રહ્યો એટલે S.P. અને અર્જુન પણ બીજી કાર લઈને તેની પાછળ ગયા, થોડીવારમાં તે હોસ્પિટલ પહોંચ્યો અને તેની પાછળ S.P. અને અર્જુન પણ પહોંચી ગયા, તે જેવો ઉપર ગયો તો કાનજીભાઈ, મોહનભાઇ, સુમિત્રાજી, અક્ષય અને શ્રેયા ત્યાં ઉભા હતાં, શૌર્ય કંઈ પૂછે તે પહેલાં જ કાનજીભાઈ એ એક રૂમ તરફ હાથ લંબાવ્યો અને શૌર્ય તેમાં જતો રહ્યો, S.P. અને અર્જુન પણ તેની પાછળ ગયા. એક કલાક પછી શૌર્ય, S.P. અને અર્જુન બહાર આવ્યા, થોડીવાર પછી ડૉકટર ચેક અપ કરવા અંદર ગયા અને બહાર આવી ને તેણે જાણ કરી કે દર્દી મરી ચુક્યો છે.

બધા દુઃખી હતા કે તેમણે એ વ્યક્તિ ને ખોઈ બેસયા જે વર્ષો પછી તેમને મળ્યા હતા. સવારના સાત વાગ્યા હતાં, ડેડબોડી ને હોસ્પિટલ માંથી લઈ જવામાં આવી હતી, નદી કિનારે અંતિમ સંસ્કાર ની તૈયારી કરવામાં આવી હતી, શૌર્ય એ અગ્નિ દાહ આપ્યો, બધા સફેદ વસ્ત્રોમાં ત્યાં ઉભા હતાં, ચિતા સળગી રહી હતી, આગ ધીમે ધીમે વધી રહી હતી અને આ આગ જોઈ ને શૌર્ય દસ વર્ષ પહેલાં લાગેલી આગ યાદ આવી રહી હતી. કાનજીભાઈ પણ ત્યાં હતા અને તેમની આંખોમાં પણ આંસું હતા, શૌર્ય ની નજર તેમનાં પર પડી અને તે તેમની પાસે ગયો અને ઘૂંટણીયા પર બેસી ને તેનાં પગે પડી ગયો અને રડવા લાગ્યો.

“મને માફ કરી દો અંકલ મેં તમારા પર આવા આરોપ લગાવ્યા ” શૌર્ય એ રડતાં રડતાં કહ્યું

કાનજીભાઈ એ શૌર્ય ને ઉભો કર્યો અને કહ્યું, “ભૂલ તારી નથી પરિસ્થિતિ જ એવી જ હતી કે તારા સ્થાન પર હું હોય તો હું પણ એજ કરવાનો હતો જે તે કર્યું ”

તેમણે શૌર્ય ને ગળે લગાડયો, વર્ષો પછી શૌર્ય ને તેનાં દાદાજી ની ઉણપ કાનજીભાઈ એ પૂર્ણ કરી હતી. અંતિમસંસ્કાર પછી બધા જતાં રહ્યાં હતાં, શૌર્ય નો ગુસ્સો પણ રાખ ની જેમ ધીમે ધીમે ઠંડો થઈ રહ્યો હતો અને આખરે બે દિવસ વીતી ગયા અને કિંગ નું અસ્તિત્વ ધીમે ધીમે શાંત પડવા લાગ્યું, શૌર્ય દરરોજ નદી કિનારે કલાકો સુધી એકલો બેસી રહે અને બસ શાંત પાણી ને જોયા કરે, કોઈ સાથે વાત પણ નથી કરતો અને પોતાનો બદલો, દુશ્મની બધું ભૂલી જાય છે અને તેનાં દાદાજી ની જેમ બનવા નો પ્રયત્ન કરે છે.

સફેદ મહેલ ની એ ભવ્ય બાલ્કની માં ડેવિલ ઉભો હતો, કાળો કોટ અને કાળા પેઝામ પહેરી ને, આંખો માં સુરમા લગાવેલ, થોડીક લાલાશ આંખો અને હાથમાં એજ લાલા ડાયમંડ ની રીંગ જે શૌર્ય પાસે પણ હતી. ભૈરવ ત્યાં આવ્યો અને તેણે કહ્યું ,“સરકાર તમે સાચું કહું હતું એના મરતાં ની સાથે જ શૌર્ય હારી ગયો છે ”

“તેને હાર નહીં પણ બેવકૂફી કહેવાય છે ભૈરવ, શૌર્ય તેનાં દાદાજી ની પડછાય છે બસ એક આઘાત આપવાની જરૂર હતી અને એ બેવકૂફ લાગણી ના સાગર માં ડૂબી ગયો ” ડેવિલ એ કહ્યું

“સરકાર એ ફરીથી.... ” ભૈરવ એ કહ્યું

“ભૈરવ એકવાર જે લાગણી ના પ્રવાહ માં તણાય જાય છે એ કયારેય એમાંથી બહાર નથી આવી શકતો, શૌર્ય ને એકવાર માં મારી નાખવાનો કોઈ અર્થ નથી એ પોતાના અતિત ના દુઃખ ભરેલા પળો ને યાદ કરીને એના દુઃખ માં જ મરી જશે” ડેવિલ એ કહ્યું

“તો હવે આગળ શું કરવાનું છે સરકાર? ” ભૈરવ એ કહ્યું

“હવે શરૂ થશે નવો અધ્યાય, આજ સુધી ડેવિલ શાંત હતો પણ હવે બધા ને આ ડેવિલ ની તાકાત ની ખબર પડશે, હવે કોઈ પણ મારા રસ્તામાં આવશે હું એનું અસ્તિત્વ ટકવા નહીં દંઉ, ભૈરવ દસ વર્ષ થી જે દિવસ ની રાહ જોઈ રહ્યા હતાં એ આવી રહ્યો છે હવે બધા ને ડેવિલ ના સામ્રાજ્ય મા બોલાવાનો સમય આવી ગયો છે હવે હુકમત મારી જ ચાલશે કારણ કે DEVIL - POWER OF EMPIRE ” ડેવિલ એ બંને હાથ ફેલાવીને આકાશ સામે જોઈ ને એક અટહાસ્ય કરતાં કરતાં કહ્યું

શૌર્ય નદી કિનારે બેઠો બેઠો બસ નદીનાં પ્રવાહ ને નિહાળી રહ્યો હતો, આખરે કિંગ ફરી શૌર્ય સુર્યવંશી બની ગયો હતો એ શૌર્ય સુર્યવંશી જે અહિંસા નો પૂજારી હતો. ડેવિલ એ પોતાની આખરી બાજી જીતી લીધી હતી તેણે કોને માર્યા એ તો નથી ખબર પણ એના કારણે શૌર્ય કમજોર બની ગયો હતો, આજ સુધી ડેવિલ શાંત હતો કારણ કે કહેવાય છે ને કે પહેલાં વટવૃક્ષ પોતાના મૂળ મજબૂત કરે છે એવી જ રીતે ડેવિલ પોતાના મૂળ મજબૂત કરી લીધા હતા. હવે એ ભારત મા પોતાનું શકિત પ્રદર્શન કરવાનો હતો. દિગ્વિજયસિંહ એ ડેવિલ આઈ ના રહસ્ય ને પોતાની લાઈફ નું મિશન બનાવી લીધું હતું અને આ સ્ટોરીનો હીરો હારી ચૂકયો છે. અંત જ આરંભ છે પણ ડેવિલ ની આ ચાલ ને કારણે કિંગ નો અંત થયો હતો પણ હવે એ અંત માંથી કોઈ આરંભ થશે એ કોઈ ને નથી ખબર.

ડેવિલ એ “KING - POWER OF EMPIRE ” ને બદલી ને “DEVIL - POWER OF EMPIRE ” કરી દીધું છે. હું જાણું શું કે આ અંત આટલો રસપ્રદ નહીં લાગ્યો હોય પણ એની પાછળ નું કારણ આવતી સીઝન મા જ ખબર પડશે. અત્યારે હકીકત એજ છે કે શૌર્ય ની કાનજીભાઈ પ્રત્યે ની નફરત પ્રેમ માં બદલાઈ ગઈ હતી, ડેવિલ એ શૌર્ય ને એ આઘાત આપ્યો જેને કારણે તે બદલવા મજબૂર બની ગયો, કોણ મર્યું એ નથી ખબર પણ એ ડેવિલ નું એ હથિયાર હતું જેને લીધે તેણે શૌર્ય ને નિશસ્ત્ર કરી દીધો હતો. ડેવિલ શૌર્ય ને મારી પણ શકતો હતો પણ શા માટે આવું કર્યું એ નથી ખબર પણ હા આખરે ડેવિલ ના પાપ ના સામ્રાજ્ય નો ઉદય થઈ ગયો હતો અને શૌર્ય સુર્યવંશી નો અંત.

ડેવિલ આવી રહ્યો હતો તબાહી નો તુફાન લઈ ને અને શૌર્ય શાંત બેઠો હતો સાગર સમો થઈ ને, લાગણીઓ હાવી બની હતી આ ક્રોધ પર એક હેવાન આવી રહ્યો હતો હુકુમત ની આશ લઈ ને.

Season Is Complete But Story Is Pending, “અંત જ આરંભ છે ” બસ આ વાક્ય યાદ રાખજો, ડેવિલ ની આ ચાલ જાણવા તમારે વાંચવી પડશે, “KING - POWER OF EMPIRE ” SEASON - 2 , શું ડેવિલ આ સ્ટોરીનો હીરો બની જશે કે પછી શૌર્ય ને ફરી આવવું પડશે. આટલું જરૂર કહી સીઝન - 2 મા નવા પાત્રો છે, ડ્રામા છે ધમાલ છે લવ પણ છે અને એકશન તો ભરપૂર છે બસ રાહ જોવી પડશે કે કોણ છે આખરે ડેવિલ જે આવી રહ્યો છે રહસ્ય બનીને આ નવા અધ્યાય ની શરૂઆત કરવા કારણ કે તમે જાણો જ છો, “અંત જ આરંભ છે ”

વ્હાલા વાંચકમિત્રો, સીઝન -2 ને સમય લાગવાનો છે અને એ દરમિયાન એક નવી સ્ટોરી પણ હું લાવવાનો વિચારી રહ્યો છું, જો તમને લવ, લસ્ટ, દોસ્તી અને બદલો એવી અટપટી અને રસપ્રદ સ્ટોરી વાંચવાનો શોખ હોય તો હું અશ્વિન કલસરીયા લાવી રહ્યો છું “BEST SELLING AUTHOR ” આશા કરું છું આ સ્ટોરી તમને પંસદ આવશે.

જો તમે ઈન્સટાગ્રામ પર હોવ અને શાયરી વાંચવાનો શોખ હોય તો તમે મને ફોલો કરી શકો છો, “_ashvin_kalsariya”.
સીઝન - 2 ના કવર પેજ ને જોવા માટે જો તમે આતુર હોવ તો મને ઈન્સટાગ્રામ પર મળી શકો છો અને આશા કરીશ કે તમને એ પંસદ આવશે.

સીઝન - 1 પર તમારો પ્રતિભાવ આપો જેથી મને ખબર પડે કે સિઝન - 2 માટે કેટલાંક લોકો ઉત્સાહ ધરાવે છે અને ડેવિલ કોણ છે એ જો તમને અંદાજો લગાવો તો અવશ્ય કહેજો સારું માર્ગદર્શન આપનાર ને હું મારી સ્ટોરી ના સીઝન -2 માં સ્થાન આપીશ. તો બસ વાંચો, KING - POWER OF EMPIRE ની સીઝન - 1 અને રાહ જોવ સીઝન - 2.

KING - POWER OF EMPIRE ( SEASON - 2 )
COMING SOON....


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED