KING - POWER OF EMPIRE - 9 A K દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

KING - POWER OF EMPIRE - 9

(આગળનાં ભાગમાં જોયું કે શૌર્ય પોતાની ઓળખાણ કિંગ ના રૂપે આપે છે અને એક વૃદ્ધ દંપતી ને હાથે હુસેન ને મોત આપી અને તે લોકો સાથે ન્યાય કરે છે અને કોઈ પણ સબૂત ન વધે એટલે S.P. ને કહી ને આખી બિલ્ડીંગ ને ડાઈનામાઈટ થી બ્લાસ્ટ કરાવી દે છે હવે શું શૌર્ય ના આગળ નો પ્લાન ચાલો જાણીએ)

મુંબઈ પોલીસ હેડક્વાર્ટર મે એક કેબિન ની અંદર એક પોલીસ ઓફિસર ટેબલ પર પગ લંબાવી અને ખુરશી પર આરામ ફરમાવી રહ્યો હતો, અચાનક જ તેનાં કેબીન પર કોઈ અંદર આવવાની પરવાનગી માંગી, 

“હું અંદર આવી શકું છું સર ” એક હવલદાર એ કહ્યું 

તે વ્યક્તિ એ થોડા ત્રાસી નજર કરી ને જોયું અને કહ્યું, “આવી જા પાટીલ ” 

એ હવલદાર હતો પાટીલ એ હેડ કોન્સ્ટેબલ હતો અને ખુરશી પર આરામ ફરમાવનાર હતો સબ ઇન્સ્પેક્ટર દિગ્વિજય સિંહ, દેખાવ મા એકદમ કડક, શરીર એકદમ કસાયેલ, ચહેરા પર મૂછો તેની શાન વધારી રહી હતી, ઈન્સ્પેક્ટર ની યુનિફોર્મ તેને પરફેક્ટ મેચ થતી હતી, 
દિગ્વિજયસિંહ એક અઠવાડિયા પહેલા જ દિલ્હી થી ટ્રાન્સફર થઈ ને આવ્યો હતો, આ તેનું 15 મું ટ્રાન્સફર હતું તે જે કેસ હાથમાં લઈ લે તેને કયારેય અધૂરો ન મુકતો એને કારણે રાજકારણમાં અને માફિયા મા તેનાં બહુ દુશ્મનો હતાં, પાટીલ 10 વષૅ થી તેની સાથે કામ કરતો હતો એટલે જયાં તે જાય ત્યાં તે પણ પોતાનું ટ્રાન્સફર કરાવી લેતો કારણ કે તેને દિગ્વિજયસિંહ ને રામ અને પોતાને હનુમાન માનતો હતો.

“સર એક ગંભીર ઘટના બની છે ” પાટીલ એ કહ્યું 

“જયાર થી અહીં આવ્યા છીએ સાલો એક કેસ નથી સરખો મળ્યો ને તું ગંભીર ની વાત કરે છે ” દિગ્વિજય સિંહે કહ્યું

“સર શહેર થી દૂર આવેલા એક ખંડરે મા આગ લાગી છે ” પાટીલ એ કહ્યું 

“એ ફાયરબ્રિગેડનું કામ છે પાટીલ અને એમાં ત્યાં ની લોકલ પોલીસ ને ઇન્ફોર્મે કરવાનું હોય ન કે હેડક્વાર્ટર મા કહેવાનું હોય ” દિગ્વિજય સિંહે કહ્યું 

“સર ત્યાં ની લોકલ પોલીસ એ જ કહ્યું છે કે ત્યાં આગ લાગી નથી પણ લગાડવામાં આવી છે અને ડાઈનામાઈટ નો તેમ ઉપયોગ થયો છે ” પાટીલે કહ્યું

આ વાત સાંભળતાં જ તે ટેબલ પર થી પગ નીચે કરી ને ખુરશી પર સરખો બેઠો, “શું ડાઈનામાઈટ ???” તેણે કહ્યું 

“હા સર અને તે જગ્યા પર ભારી માત્રા માં હથિયારો અને ડ્રગ્સ ના નમૂના મળ્યા છે ” પાટીલે ઘટસ્ફોટ કરતા કહ્યું 

“તું જલ્દી થી ટીમ ને તૈયાર કર અને ગાડી ચાલુ કર ” તેણે ઉભા થતાં કહ્યું

“યસ સર ” પાટીલે સલામી આપતાં કહ્યું અને તે ચાલ્યો ગયો 

દિગ્વિજય સિંહે એક સિગરેટ લીધી અને સળગાવી ને ઉંડા કસ ખેંચવા લાગ્યો , અહીં આવ્યા પછી આ પહેલાં એવો કેસ છે જે હેડક્વાર્ટર મા આવ્યો હતો અને દિગ્વિજય સિંહ નો આ પહેલો કેસ હતો, આજ સુધી તેણે જેટલા કેસ પણ હાથ મા લીધાં એ બધાં જ કોઈ પણ રીતે તે પૂરાં કરતો પછી ભલે પોલિટિકલ પ્રેશર હોય કે માફીયા નો ડર, આ તેનો અહીં નો પહેલો કેસ હતો એટલે તેનાં માટે ખૂબ મહત્વપૂર્ણ હતો 

અડધી કલાકમાં તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા, ઉતારતા ની સાથે જ દિગ્વિજય સિંહે ચારે તરફ નજર ફેરવી, માત્ર એક જ વિશાળ બિલ્ડીંગ બળી ને ખાખ થઈ હતી જયારે આજુબાજુ તેની કોઈ ખાસ અસર ન હતી.

“સર આ છે ફોરેન્સિક ડૉક્ટર ” પાટીલ એ એક વ્યક્તિ તરફ હાથ બતાવતાં કહ્યું

“શું માહિતી મળી અહીં થી… ” દિગ્વિજય સિંહે કહ્યું 

“સર અહીં ચાલીસ લોકો ની લાશ મળી છે ” તે ડૉક્ટર એ કહ્યું 

“ ચાલીસ....???? ” પાટીલ થી બોલાય ગયું 

“હા, ચાલીસ અને ભારીમાત્રા મા ડ્રગ્સ ના સ્મેપલ મળ્યા છે ” ડૉક્ટર એ કહ્યું 

“અંદાજિત કેટલા રૂપિયા નો હશે ? ” દિગ્વિજય સિંહે કહ્યું 

“ સર જે પ્રમાણે સ્મપેલ મળ્યા એનાથી તો લાગે છે કરોડોની કિંમત છે અને સાથે બહુ બધાં હથિયારો પણ છે ” ડૉક્ટર એ કહ્યું 

“ઓકે બધી લાશો નો પોસ્ટમોર્ટમ કરી ને રીપોર્ટ હેડક્વાર્ટર પહોંચાડી દેજો ” દિગ્વિજય સિંહે કહ્યું 

“ઓકે સર ” આટલું કહીને તે જતાં રહ્યાં 

“સર મને તો આ કોઈ ગેંગવૉર લાગે છે ” પાટીલે કહ્યું 

“ના પાટીલ આ કોઈ ગેંગવૉર નહીં ” દિગ્વિજય સિંહે બિલ્ડીંગ નજીક જતાં કહ્યું

તેણે તેની સાથે આવેલા લોકોને અંદર જઈને તપાસ કરવા કહ્યું 

“સર તમે કયાં આધારે કંઈ રહ્યાં છો કે આ કોઈ ગેંગવૉર નથી ” પાટીલ એ કહ્યું 

“પાટીલ બહુ સીધી વાત છે જો ગેંગવૉર હોત તો આમ કરોડો નો માલ સળગાવી ન દેત પોતાની સાથે લઈ ને જતાં ” દિગ્વિજય સિંહે કહ્યું 

“તો પછી કોણ છે એવું જે આ કરી શકે ” પાટીલ એ કહ્યું 

“એતો ખબર નહીં પણ જે ભી છે બહુ ચાલાક છે આખી બિલ્ડીંગ જ બ્લાસ્ટ કરી નાખી ન તો માલ બચે અને ન તો સબૂત ” દિગ્વિજય સિંહે કહ્યું 

“સાચી વાત છે સર ” પાટીલે કહ્યું 

“ કંઈ પ્રોબ્લેમ નહીં, ચાલાક છે તો શું થયું ચાલાકી ને ચાલાકી મા કોઈભૂલ તો અવશ્ય કરી હશે , ચાલો કંઈ મળે તો ઠીક છે નહીં તો પાછાં હેડક્વાર્ટર જઈએ ” દિગ્વિજય સિંહે કહ્યું 

થોડો સમય ત્યાં તપાસ કરી ને તે લોકો પાછાં ફયૉ , સાંજે છ વાગ્યે તે પોતાની કેબીન આવ્યો તો ટેબલ પર ફોરેન્સિક રિપોર્ટ પડી હતી તેણે તે ચેક કરી અને પાટીલ ને બૂમ મારી 

“યસ સર ” પાટીલે અંદર આવતાં કહ્યું 

“ફોરેન્સિક ડૉક્ટર ને કૉલ કરી ને અહીં બોલાવ અને આવે એટલે મારી કેબીન મા લઈ ને આવજે ”દિગ્વિજય સિંહે કહ્યું 

“ઓકે સર ” આટલું કહી પાટીલ જતો રહ્યો 

દિગ્વિજય સિંહ ફરી રીપોર્ટ વાંચવા લાગ્યો , અડધી કલાક પછી પાટીલ ડૉક્ટર સાથે કેબીન મા આવ્યો, તેને જોઈને દિગ્વિજય સિંહે રીપોર્ટ સાઈડ પર મૂકયો અને બેસવા માટે કહ્યું, પાટીલ તેમનાં માટે ચા લઈ ને આવ્યો અને દિગ્વિજય સિંહ ની ટેબલ પાસે ઉભો રહ્યો.

“તો તમારું કેવું છે આ બધું એક પ્રીપ્લાન મડૅર છે ” દિગ્વિજય સિંહે કહ્યું 

“હા કારણ કે જે રીતે આ કામ ને અંજામ આપ્યો તે કંઈ સાધારણ નથી અમને તે જગ્યા પર થી સ્મોક બૉમ્બ ના અંશ મળ્યા છે,  બન્યું એવું હશે કે પહેલાં સ્મોક બૉમ્બ ફેંકી ને તે લોકો ને કમજોર કયૉ અને ધુમાડા નો ફાયદો ઉઠાવી ને ગોળીબારી કરી છે ” ડૉક્ટર એ કહ્યું 

“તો પછી 5-10 વ્યકિત હોવા જોઈએ કારણ કે આટલાં વ્યક્તિ ને કોઈ એક વ્યક્તિ તો ના મારી શકે ” દિગ્વિજય સિંહે કહ્યું 

“ના, આમાં બધાં ગોળીઆે થી નથી મયૉ ” ડૉક્ટર એ કહ્યું 

“મતલબ ” દિગ્વિજય સિંહે પ્રશ્ન ભાવ સાથે પૂછયું 

“ત્રણ વ્યક્તિઓ એવાં છે જે બ્લુટ થી નથી મયૉ,  બે વ્યક્તિ ની ગરદન મરડી નાખી હતી અને એક વ્યક્તિ ને હાટૅએટેક આવ્યો ” ડૉક્ટર એ કહ્યું 

“હાટૅએટેક???? ” દિગ્વિજય સિંહે કહ્યું 

“સર એ વ્યક્તિ ના દિલ પર જોરદાર દબાણ થયું હશે જેના લીધે.... અને મારા મતે ત્યાં કોઈ એ જોરદાર મૂકકો મારયો છે” ડૉક્ટર એ કહ્યું 
 
“હમમ , થેન્કયું ડૉક્ટર તમારી આ માહિતી અમારી માટે ઉપયોગી થશે ” દિગ્વિજય સિંહે કહ્યું 

“ઓકે સર તો હું હવે જાવ છું અને બાકી નું કામ પૂરું કરી ને તમને જાણ કરું છું.... અને હા એક વાત આ જે પણ છે બહુ ચાલાક છે તેણે જે ગન નો ઉપયોગ કર્યો એ અહીં ની નથી અને ગેરકાનૂની રીતે વિદેશ થી મંગાવેલ છે, આ કેસ સરળતાથી સૉલ્વ નહીં થાય ” તેણે જતાં જતાં કહ્યું 

“સર આ તો.... ” પાટીલે કહ્યું 

“નાદાન છે એ પાટીલ, દિગ્વિજયસિંહ છું આ કેસ તો હું કોઈ કિંમત પર નહીં છોડું, આનો માસ્ટર માઇન્ડ ગમે તે હોય છોડી તો નહીં જ” દિગ્વિજય સિંહે દાત દબાવતાં કહ્યું

શું દિગ્વિજય સિંહ હકીકત મા શૌર્ય સુધી પહોંચી જશે, આજ સુધી તેણે કોઈ કેસ અધૂરો નથી છોડયો તો પછી શું આ કેસ પણ....?  ,અને શૌર્ય નું કિંગ હોવાનું રહસ્ય હજી પણ અકબંધ છે , જાણવા માટે વાંચતા રહ્યો, “KING - POWER OF EMPIRE ”
 
વાંચક મિત્રો ને એક નમ્ર અપીલ છે કે તમે આ સ્ટોરી પર નો રિવ્યુ મને મારા WHATSAPP NO. :- 9586442793 આપી શકો છો અને મારા દ્વારા કોઈ ભૂલ થતી હોય તો માગૅદશૅન પણ આપો એવી નમ્ર વિનંતી.