KING - POWER OF EMPIRE - 4 books and stories free download online pdf in Gujarati

KING - POWER OF EMPIRE - 4

( આગળ ના ભાગ મા જોયું પ્રીતિ શૌર્ય ને જોવે છે ત્યારે તેને માટે કંઈક ફીલિંગ થાય છે પણ તે એ સમજી નથી શકતી, બીજી બાજુ  M.K.PATEL ની કંપની મા કંઈક પ્રોબ્લેમ આવે છે જેને કારણે તે ખૂબ પરેશાન થાય છે, પ્રીતિ ના મમ્મી તેને ઘરે બોલાવી લે છે અને શૌર્ય પણ કોઈક મિસ્ટર મહેતા ને મળવા નીકળી જાય છે. જોઈએ હવે શું થયું છે )


પ્રીતિ, શ્રેયા અને અક્ષય ઘરે પહોંચ્યો, ત્યાં તેનાં દાદાજી, મમ્મી-પપ્પા, અક્ષય અને શ્રેયા ના મમ્મી-પપ્પા પણ ત્યાં હતાં, પ્રીતિ સીધી તેના દાદા પાસે ગઈ, તેના બધાં ના ચહેરા પર ટેન્શન હતું.

“શું થયું દાદુ તમે બધાં આટલાં ટ્રેશ કેમ છો? ” પ્રીતિ તેના દાદા સામે જોઈ ને બોલી 

“બેટા, કોઈક છે જે આપણ ને બરબાદ કરવા માંગે છે ” તેના પપ્પા એ કહ્યું 

“તમે વાત ને ગોળ ગોળ ના ફેરવો સીધું કહો શું થયું છે, દાદુ પ્લીઝ કહો” પ્રીતિ થોડી ઈમોશનલ થઇ ને બોલી 

“ બેટા, કોઈક એક જ વ્યક્તિ એ આપણી કંપની ના 70% શેર ખરીદી લીધાં છે ” તેનાં દાદાજી એ નિસાસો નાંખતા કહ્યુ 

“What... but how it's possible ?? ” પ્રીતિ એ આશ્ચર્ય સાથે કહ્યુ 

“હા આ વાત સાચી છે ”  શ્રેયા ના પપ્પા એ કહ્યું 

“પણ કોઈ એક જ વ્યક્તિ આટલા શેર કંઈ રીતે ખરીદી શકે એ તો આપણી પૉલીશ મા પણ આ વાત છે ” પ્રીતિ થોડી ગુસ્સે થઈ ને બોલી

“આ જે પણ છે તેણે બહુ સમજી વિચારીને આ પગલું ભર્યું છે ” અક્ષય ના પપ્પા એ મૌન તોડતાં કહ્યુ 

“સમજી વિચારીને નહીં પણ બહુ ચાલાકી થી આ કર્યુ છે ” અક્ષય બોલી પડયો

“પણ કંઈ રીતે ? ” પ્રીતિ આશ્ચર્ય સાથે બોલી

“બેટા, તેણે કેટલીક નાનીમોટી કંપની ની મદદથી આપણાં કંપની ના થોડા થોડા શેર ખરીદી લીધાં, કેટલીક કંપનીઓ તો માત્ર આેન પેપર જ છે હકીકત મા એવી કોઈ કંપની પણ નથી અને અંતે તેણે એ બધી કંપનીઓ પાસેથી શેર ખરીદી લીધાં ” કાનજીભાઈ ભાવુક થઈ ને બોલ્યા 

“જરૂર કોઈ હરીફ છે જે આપણો બધો બિઝનેસ ટેકઓવર કરવા માંગે છે ”M.K.PATEL એ કહ્યું 

“હરીફ હોય તો એ આટલી મોટી યોજના ના બનાવે જે પણ છે આપણો કોઈ દુશ્મન છે જે આપણા બિઝનેસ ને બરબાદ કરવા માંગે છે ” કાનજીભાઈ એ તેના અનુભવ ના આધારે કહ્યું

“પણ હજી સુધી એ પણ ખબર નથી કે આ બધી કંપનીઓને ઉભી કોણે કરી ” મોહનભાઈ એ ટેબલ પર હાથ મારતાં કહ્યું

બધા ખૂબ ગંભીર હતા અને આખાં વાતાવરણમાં નિરંતર શાંતિ હતી બધાં ના ચહેરા પર ટેન્શન હતું 

એક ઓફિસનાં કેબિન ની અંદર એક આધેડ ઉંમર નો વ્યક્તિ ફાઇલો મા કંઈક મથી રહયો હતો, ત્યાં જ ધડાકા સાથે તેના કેબિન નો દરવાજો ખુલ્યો તેનાં હાથ માંથી ફાઇલો નીચે પડી ગઈ, શૌર્ય અને તેની સાથે રહેલા બે વ્યક્તિ અંદર આવ્યા.

“કોણ છો તમે અને મારી ઈજાજત વગર તમે અંદર કેમ આવ્યા ” તેણે ગુસ્સે થી કહ્યું

“અમારે કોઈ પણ જગ્યાએ જવા કોઈ ની ઈજાજત નથી લેવી પડતી ” શૌર્ય એ તેને સ્મિત આપતાં કહ્યું અને તે ચેર પર બેઠો.

“સિકયુરિટી.... સિકયુરિટી…. ” તેણે બૂમ પાડી 

“રહેવા દો તમારી સિકયુરિટી ને આ બનેં પહેલા જ ટાઈટ કરી દીધી છે ” શૌર્ય એ પેલાં બનેં સામે જોતા કહ્યું

“હું હમણાં પોલીસ ને કૉલ કરું છું ” તેણે રિસીવર હાથ માં લીધું અને નંબર ડાયલ કરવા લાગ્યો 

ત્યાં જ પેલાં બનેં એ ગન કાઢીને ટેબલ પર મૂકી અને તેની સામે જોયું, 
શૌર્ય એ કહ્યું “જો મિસ્ટર મહેતા મારી આદત છે કે હું કારણ વગર કોઈ ને નુકશાન નથી કરતો બાકી તમારી મરજી ”તેણે રિસીવર નીચે મુકી દીધું, શૌર્ય એ આંખ ના ઈશારે તેને ખુરશી પર બેસવા કીધું 

“શું જોઈએ છે તમારે?  ” મી.મહેતા કંપાતા અવાજે કહ્યું 

“બસ એટલું જ જાણવું છે M.K.PATEL ની કંપનીના શેર ખરીદવાનાં પૈસા કયાં થી આવ્યા અને કોના કેવાં પર આ કામ કરે છે ” શૌર્ય એ ગંભીર થઈ ને પૂછયું 

“તમે શું કહી રહ્યાં છો મને કંઈ ખબર નથી પડતી ” મહેતા એ અજાણ્યા ભાવે કહ્યું

“મિસ્ટર મહેતા પ્લીઝ, મેં પહેલા પણ કહ્યું છે હું કારણ વગર કોઈ ને નુકશાન નથી પહોંચાડતો અને હું તો અહિંસા નો પુજારી છું શા માટે હિંસા કરાવા માંગો છો ” શૌર્ય થોડો ગુસ્સે અને એક અલગ જ વલણ થી બોલ્યો 

“મને તો બસ એક ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે આ કામ કરવાનું છે ” મહેતા એ કહ્યું 

“કોણ હતું એ? ” શૌર્ય એ પૂછયું 

“એ મને નથી ખબર બસ મારી અને બીજા ઘણાં આવાં નાનાં મોટાં વેપારીઓ ના એકાઉન્ટમાં તેણે પચાસ કરોડ જેટલા રૂપિયા નાખ્યા હતાં ” મહેતા એ કંપાતા અવાજે કહ્યું 

“કયાં નંબર થી ફોન આવ્યો હતો ” શૌર્ય ની સાથે આવેલા વ્યક્તિ એ કહ્યું 

મહેતા એ નંબર આપ્યો અને પેલાં વ્યક્તિ એ નંબર જોઈ ને કહ્યું “સર આ ઈન્ડિયા નો નંબર નહીં આ તો બહાર નો નંબર છે ”

“ઓકે, મિસ્ટર મહેતા તમને મળી ને ખૂબ આનંદ થયો જો જીંદગી મા હશો તો ફરી મળવાનું થશે ” શૌર્ય એ ઉભા થતાં કહ્યું

“પણ તમે કોણ છો ” મહેતા એ પૂછી નાખ્યું 

“સમય આવશે અેટલે બધાં ને ખબર પડી જશે ” આટલું કહી તે બહાર નીકળી ગયો 

બહાર નીકળતાં જ શૌર્ય એ કહ્યું “આજ રાત્રે મહેતા ગઝલ નો પ્રોગ્રામ જોવા જઇ રહ્યો છે ”

“તમને કેમ ખબર પડી સર ” એક એ પૂછયું 

“તેનાં ટેબલ પર પાસ હતો પ્રોગ્રામ નો અને ખાસ વાત આ પ્રોગ્રામ તેનો છેલ્લો પ્રોગ્રામ હોવો જોઈએ ” શૌર્ય એ એક રહસ્યમય સ્મિત સાથે કહ્યું

“પણ તે આપણ ને પેલા વ્યક્તિ સુધી પહોંચાડી શકે છે ”

“આ પ્યાદું છે અને હવે આનું કંઈ કામ નથી અને રાજા ને મારવા પ્યાદા ની કુરબાની તો આપવી જ પડશે ” શૌર્ય એ કહ્યું 

“ઓકે સર ” બનેં એ એક સાથે કહ્યું

તેઓ ત્યાં થી ગાડીમાં બેસી ને નીકળી ગયા, “ કાલ ના ન્યૂઝપેપર ની હેડલાઈન શું હોવી જોઇએ એ તમને ખબર છે ને? ” શૌર્ય એ કહ્યું 
“હા સર ચિંતા કરવાની જરૂર નથી તમે કીધું તે પ્રમાણે જ થશે ”



“કાલ નું ન્યૂઝપેપર આવતાં ખબર પડી જશે આ બધાં પાછળ કોણ છે ” કાનજીભાઈ એ નિસાસો નાખતાં કહ્યું

“સાચી વાત છે પિતાજી આપણી કંપની નો સૌથી મોટો પાટૅનર છે કાલ સામે જરૂર આવશે ” મોહનભાઈ એ હામી ભરતાં કહ્યું

તમે બધાં હવે તમારાં રૂમમાં જાવ અમે મોટા થઈ ને આ વાત ને સંભાળી લેશું મોહનભાઈ એ પ્રીતિ ને સંબોધતાં કહ્યું 

પ્રીતિ કંઈ પણ બોલ્યા વગર રૂમમાં જતી રહી, અક્ષય એ કહ્યું, “તે શ્રેયા ને ઘર સુધી મૂકી ને પોતે ત્યાં થી જતો રહેશે ”

શૌર્ય ટેરેસ પર ઉભો ઉભો કોફી પી રહ્યો હતો, તેણે ફોન કાઠી ને લિસ્ટ માંથી એક નંબર લીધો, તેમાં S.P. લખેલું હતું તેણે નંબર ડાયલ કરીને ફોન લાગડયો, “તમે બનેં ઉપર આવો ” આટલું કહીને તેણે ફોન કટ કરી નાખ્યો 

S.P. અને અર્જુન આ બન્ને એ જ જે કાળી ગાડીમાં શૌર્ય ની સાથે હતાં, શૌર્ય ને પોતાનાં કરતાં આ બન્ને પર સુધી વધુ ભરોસો હતો એટલે જ શૌર્ય ની ગેરહાજરીમાં આ બન્ને બધું સંભાળી લેતા. આમ તો S.P. નું પૂરું નામ સૌરભ પટેલ હતું અને તે અર્જુન નો મોટો ભાઈ હતો બનેં શૌર્ય માટે મરવા પણ તૈયાર હતાં, શૌર્ય સુધી પહોંચતાં પહેલાં આ બન્ને ને ખતમ કરવા જરૂરી હતા પણ એ સંભવ ન હતું.

“સર તમે બોલાવ્યા? ” S.P. એ કહ્યું 

“હા એડિટર સાથે વાત થઈ ગઈ કે ? ” શૌર્ય એ કોફી નો મગ હાથ માં ફેરવતાં કહ્યું

“હા સર તમે કહ્યું એ પ્રમાણે વાત કરી લીધી છે કાલ નું ન્યૂઝપેપર પેલાં માટે ખૂબ દુઃખદ સમાચાર લાવશે ” અર્જુન એ કહ્યું 

“આમ પણ કાલે કૉલેજ નથી જવાનું એટલે કંઈ પ્રોબ્લેમ નહીં થાય ” શૌર્ય એ ખુશ થતાં કહ્યું 

‘સર તમે કૉલેજ જઈનેઆમ પણ કયાં સ્ટડી કરવાનો છો ’ S.P. એ હસતાં કહ્યું

પછી ત્રણેય ખડખડાટ હસી પડ્યા અને તે નીચે જતાં રહ્યાં, બીજી તરફ પ્રીતિ તેની બાલ્કની મા કોફી નો મગ લઈ ને ઉભી હતી તે અંધારામાં ચંદ્ર ને નિહાળી રહી હતી તેમાં તેને વારંવાર શૌર્ય નો ચહેરો દેખાતો હતો તે શૌર્ય વિશે વધુ જાણવા ઈચ્છતી હતી પણ કાલ કૉલેજ મા રજા હતી, અચાનક ફોન મા મેસેજ ની રીંગ પડતાં તે વિચારો માંથી બહાર આવી મેસેજ જોઈ તેને ઈગ્નોર કરી દીધો ને પછી વિચારવા લાગી કે આવા સમયે પણ તે શૌર્ય માટે શા માટે વિચારે છે ? આ તો માત્ર એક આકષૅણ છે પ્રેમ થોડો છે એ પોતાના મનને મનાવવા લાગી પણ તેને કયાં ખબર હતી કે એ જ આકષૅણ પ્રેમ પરિવર્તન પામશે.

કાનજીભાઈ પોતાના સ્ટડી રૂમમાં ખુરશી પર બેઠાં બેઠાં વિચારી રહ્યાં હતાં કે કોણ છે એ જે આ હદ સુધી તેને બરબાદ કરવા માંગે છે તેને લાગ્યું કે તેનાં સ્ટાફ નું કોઈક તો છે જે બધી વાત બહાર પહોંચાડી રહું હતું પણ તેનાં કરતાં વધુ ચિંતા ની વાત હતી કે કાલ નાં ન્યૂઝપેપર મા તેની કંપની નો જે બેહાલ થયો છે તેની વાત બહાર આવશે અને તેનું માકૅટ પડી ભાંગશે. 

આખેર કોણ હતું જે આ બધું કરી રહું હતું અને શું આવવાનું હતું બીજા દિવસે ન્યૂઝપેપર મા જેને લીધે બધાં આટલાં ટેન્શન મા હતાં અને પ્રીતિ શું શૌર્ય ને પ્રેમ કરી બેસશે ને શૌર્ય નું રહસ્ય તો હજી અકબંધ છે તો બધાં રહસ્ય જાણવા માટે વાંચતા રહ્યો KING - POWER OF EMPIRE 





 


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED