KING - POWER OF EMPIRE - 50 books and stories free download online pdf in Gujarati

KING - POWER OF EMPIRE - 50

(આગળના ભાગમાં જોયું કે શૌર્ય એ બિઝનેસ એમ્પાયર પર પોતાની હુકુમત કરી લીધી, વર્ષો થી જે કંપની ને સાર્વજનિક રાખી હતી, શૌર્ય એ કંપની પોતાના આધિન કરી અને બીજી તરફ કાનજીભાઈ ને શૌર્ય ના આવાં નિર્ણયો થી ડર લાગી રહ્યો હતો અને આ બધા વચ્ચે એન્ટ્રી થાય છે ખલનાયક ની એટલે કે ડેવિલ, હજી તો રહસ્યો સરખાં ખૂલ્યા પણ ન હતાં ત્યાં આવી ગયું સૌથી મોટું રહસ્ય - ડેવિલ)

આજે શૌર્ય ની કંપની નું આેપંનિગ હતું, બધા લોકો તેમા જવા આતુર હતા, સાંજનો સમય થઈ રહ્યો હતો, ધીમે ધીમે બધા લોકો આવી રહ્યાં હતાં, જંગલ જેવા વિસ્તાર ને શૌર્ય એ પોતાનું એમ્પાયર બનાવી દીધુ હતું, શૌર્ય, S.P. અને અર્જુન કંપની ના ટેરેસ બનાવેલ પોતાની સ્પેશિયલ જગ્યા પર ઉભા હતા, શૌર્ય ની નજર નીચે હતી, ધીમે ધીમે મહેમાનો આવી રહ્યાં હતાં, શૌર્ય ની કંપની જોઈ ને બધા દંગ હતા, જે વિસ્તારમાં કોઈ આવવાનું પણ ના વિચારી શકે એ જગ્યા પર શૌર્ય એ આટલો મોટો બિઝેનસ હબ નો બનાવી દીધો.

કંપની ની બહાર વિશાળ ગ્રાઉન્ડ ને શણગારેલ હતું, ચારેય ખૂણામાં ખાવાનાં ટેબલ હતાં, વેઈટર બધા ને સોફટ ડ્રિંક, વાઈન અને અલગ અલગ જાતની દારૂ પીરસાઈ રહી હતી. બધા લોકો મહફેલી ની મજા લઈ રહ્યાં હતાં.

“માનવું પડશે જે જગ્યા આપણે આટલા વર્ષો થી મેળવી ન શકયા એ જગ્યા તો આણે.... ” દવે એ કહ્યું

“દવે સમ્રાટ સુર્યવંશી નો પૌત્ર છે અને ઉપરથી નવી જનરેશન છે એટલે તો કિંગ એ આપણે ને બરબાદ કરી નાખ્યા” મિસ્ટર મહેરા એ કહ્યું

“મહેરા આ વાતો નો કંઈ અર્થ નથી ” આટલું કહીને દવે એ વેઈટર ને બોલાવ્યો અને દારૂ પીવા લાગ્યા.

મિસ્ટર બક્ષી અને નાયકભાઈ મહેમાનો ને આવકારી રહ્યા હતા, કંપની અને ગ્રાઉન્ડ ની બહાર કાળા સુટમાં ગન લઈ ને ગાર્ડ ઉભા હતા, શૌર્ય એ આખાં એમ્પાયર ને એક મજબૂત લોખંડ ના કિલ્લામાં પરિવર્તન કરી દીધુ હતું, બધા આ જોઈ દંગ હતા પણ આના પાછળ શૌર્ય ની કૂટનીતિ હતી કેટલાક લોકો શૌર્ય ના વિરુદ્ધ જવા માટે વિચારી રહ્યા હતા પણ આ જોઈ ને બધા ને ખબર પડી ગઈ કે શૌર્ય એ આ સિકયુરિટી માટે નહીં પણ બધાને પોતાની પાવર બતાવવા રાખી હતી જેથી જેના પણ મનમાં એના વિરોધ જવાનો વિચાર આવે એ મનમાં જ રહે.

અચાનક પોલીસ ની સિકયુરિટી વચ્ચે મુખ્યમંત્રી અને તેમની કેબિનેટ ના મંત્રી પણ સાથે આવ્યા હતા, તેમને જોઇને મિસ્ટર બક્ષી પણ ખુશ થઈ ગયા.

“વેલકમ સર વેલકમ ” મિસ્ટર બક્ષી એ કહ્યું

“થેન્કયુ બક્ષી સાહેબ, ઘણા વર્ષો પછી મળ્યાં, જયારે હું પાર્ટી મા કાર્યકર્તા હતો ત્યારે તમે મળ્યા હતા ” મુખ્યમંત્રી બળવંતરાય એ કહ્યું

“હા એ તો છે ” મિસ્ટર બક્ષી એ કહ્યું

બળવંતરાય ની નજર નાયકભાઈ પર પડી અને તેણે કહ્યું, “નાયકભાઈ ” આટલું કહીને તે બંને એકબીજા ને ભેટી પડ્યા.

“શું નાયકભાઈ તમે ચુંટણી સમયે જ આવો છો વોટબેંક કરાવી ને જતાં રહ્યાં ” બળવંતરાય એ કહ્યું

“શું સાહેબ તમારે વોંટ ની જરૂર હોય અને મારે નોટ ની તો આપણે તો એક જ બેંક પાસે જઈ એ છીએ ” નાયકભાઈ એ કહ્યું

“હા વાત સાચી છે, કિંગ થી મોટી કોઈ બેંક નથી આપણા બંને માટે ” બળવંતરાય એ કહ્યું

“સર હવે સમય આવી ગયો છે નીચે જવાનો ” અર્જુન એ કહ્યું

“તમે બંને નીચે જાવ અને બધા મહેમાનો ની ખાતરદારી કરો ” શૌર્ય એ કહ્યું

“સર તમે? ” અર્જુન એ કહ્યું

“અર્જુન લોકો ને સર ની જરૂર છે, આજે જે ભીડ દેખાય રહી છે એ બધા એ માટે જ આવ્યા છે કે સર તેમની સાથે ડિલ કરે ” S.P. એ કહ્યું

“અર્જુન તારે હજી S.P. પાસે થી બહુ બધું શીખવાનું છે ” શૌર્ય એ કહ્યું અને ત્રણેય હસી પડ્યા.

S.P. અને અર્જુન બંને નીચે ગયા, શૌર્ય એ વાઈન નો ગલાસ લીધો અને એક ઘૂંટડો ભર્યો અને નીચે જોયું, બધા લોકો મહફેલી મા મજા કરી રહ્યા હતાં. શૌર્ય ની નજર ગેટ પર પડી, કાનજીભાઈ અને તેમનો પરિવાર બધા ફંકશન મા આવી રહ્યાં હતાં, શૌર્ય ની નજર પાછળ આવી રહેલી પ્રીતિ પર પડી, એકદમ ચપોચપ જીન્સ , સ્લીવલેશ ટીર્શટ ખુલ્લા વાળ અને વાળ ની એક લટ વારંવાર ચહેરા પર આવી રહી હતી, પ્રીતિ આજે આવા કપડાં પહેરીને આવી તેનું કારણ હતું, શૌર્ય જે વિશ્વામિત્ર બનીને બેઠો હતો તેની આ તપસ્યા ને આજે મેનકા બની ને ભંગ કરવી હતી. શૌર્ય પ્રીતિ ને આ રીતે જોઈ ને થોડા સમય માટે તો બેકાબૂ બની ગયો હતો પણ શું કરે મંઝિલ સુધી પહોંચવા માટે તેને પ્રીતિ ની કુરબાની આપવી પડે એમ હતી.

દિગ્વિજય સિંહ સાપુતારા મા પોતાની રજા વિતાવી રહ્યો હતો, સાંજ પડી ગઈ હતી, દિગ્વિજયસિંહ હોટલ ની બહાર નીકળ્યો, મૌસમ મા ગુલાબી ઠંડી પ્રસરી હતી, દિગ્વિજયસિંહે બહાર એક લટાર મારવાનું વિચાર્યું અને તે બહાર નીકળી પડયો, આગળ જતાં એક પાનનો ગલ્લો દેખાયો એટલે દિગ્વિજય સિંહ ત્યાં જઈને એક સિગરેટ ખરીદી, તેણે પોતાના ખિસ્સામાં જોયું તો લાઈટર તે હોટલ ના રૂમમાં જ ભૂલી ગયો હતો, તેણે દુકાનદાર પાસે લાઈટર માંગ્યું, તેની સામે ઉભેલ એક વ્યક્તિ એ દિગ્વિજય સિંહ ની સામે લાઈટર સળગાવ્યું, દિગ્વિજયસિંહે સિગરેટ સળગાવી અને પેલાં વ્યક્તિ એ લાઈટર પાછું લીધું ત્યાં જ દિગ્વિજય સિંહ ની નજર તેનાં હાથની કલાઈ પર પડી અને જોયું તો તેના હાથ પર ડેવિલ આઈ નું ટેટું હતું, એ જોતા જ દિગ્વિજય સિંહ ની આંખો પહોળી થઈ ગઈ અને તે પેલા વ્યક્તિ સામે જુવે એ પહેલાં જ તે ત્યાં થી નીકળી ગયો અને તેનો જતાં જોઈ ને દિગ્વિજય સિંહ પણ ધીમે ધીમે તેની પાછળ જવા લાગ્યો, થોડેક દૂર જતાં એ વ્યક્તિ એક ઘરમાં ગયો અને હવે દિગ્વિજય સિંહ પણ કંઈ વિચાર કર્યો વગર તેની પાછળ ઘરમાં ઘુસી ગયો તેણે દરવાજો ખોલ્યો અને અંદર જોયું તો કોઈ ન હતું, દિગ્વિજયસિંહ આગળ વધ્યો પણ અચાનક પાછળ થી કોઈ એ તેના ગન તાકી ને તેને હાથ ઉપર કરવા કહ્યું.

આ તરફ કાનજીભાઈ અને તેનો પરિવાર શૌર્ય ની કંપની ના આેપંનિગ મા આવ્યા હતા, પ્રીતિ વારંવાર આમતેમ જોઈ ને શૌર્ય ને શોધી રહી હતી પણ શૌર્ય કયાં દેખાઈ રહ્યો ન હતો, તેની નજર અર્જુન પર પડે છે અને તેની પાસે જાય છે અને અર્જુન ને કહ્યું, “હાઈ, તું અર્જુન છે ને? ”

“હા અને તું પ્રીતિ છો? ” અર્જુન એ કહ્યું

“હા , Actually ….” આટલું કહેતાં કહેતાં પ્રીતિ આમતેમ જોવા લાગ્યો.

તેને આમ જોઈ ને અર્જુન સમજી ગયો અને તેણે કહ્યું, “સર ઉપર છે તું ત્યાં જઈ શકશે સર એે અમને કહ્યું હતું કે તને ઉપર આવવા દઈએ ”

“ઓકે થેન્કયુ, થેન્કયુ સો મચચચ” પ્રીતિ એ એકદમ ખુશ થતાં કહ્યું અને એ તરત જ અર્જુન એ કહ્યું તે તરફ જવા લાગી.

પ્રીતિ ઉપર પહોંચી તો જોયું શૌર્ય બહાર ની તરફ રહેલ બાલ્કની મા ઉભો હતો એ જોઈ તેને થોડી નવાઈ લાગી, કારણ કે એ જાણતી હતી કે શૌર્ય ને ઉંચાઇ થી ડર લાગે છે.

“મને હજી પણ શંકા થઈ રહી છે કે તું શૌર્ય સુર્યવંશી છે ” પ્રીતિ એ કહ્યું

“જાણું છું, પણ હા હવે ઉંચાઇ થી નથી ડરતો ” શૌર્ય એ વાઈન નો ગલાસ ટેબલ પર મૂકતાં કહ્યું

“ઓહોહો, મતલબ તારો ડર નીકળી ગયો, પણ તને ડરાવવામાં બહુ મજા આવતી ” પ્રીતિ એ હસતાં હસતાં કહ્યું

શૌર્ય પ્રીતિ તરફ ફર્યો અને કહ્યું, “એ માટે જ તો મે મારી કમજોરી ને દુર કરી કારણ કે મને તારા પર વિશ્વાસ નથી તમે કમજોરી નો બહુ સારો ફાયદો ઉઠાવો છો ”

“મતલબ? ” પ્રીતિ એ કહ્યું, શૌર્ય ની આવી વાત થી એ થોડીવાર વિચારમાં પડી ગઈ એ તો મજાક કરી રહી હતી પણ શૌર્ય ને જોઈ ને લાગી રહ્યું ન હતું કે એ મજાક કરી રહે છે.

“મતલબ તને નથી ખબર એ બહુ મોટી વાત છે ” શૌર્ય એ કટાક્ષ સાથે કહ્યું

“શૌર્ય આટલા ટાઈમ પછી મળ્યો તો આવી રીતે શા માટે વાત કરે છે તને ખબર છે ને મને આ પંસલ નથી ” પ્રીતિ એ કહ્યું

“શૌર્ય તારી આંખો ની નફરત પાછળ નું કારણ શું છે એ મારે જાણવું છે ” પ્રીતિ ની પાછળ થી અવાજ આવી તેં બનેં એ ત્યાં જોયું તો કાનજીભાઈ ઉભા હતાં.

“મારી નફરત નું કારણ જાણવું છે???? ” શૌર્ય એ ગુસ્સામાં બરાડતા કહ્યું

“શૌર્ય..... તું દાદુ સાથે આ રીતે વાત નથી કરી શકતો ” પ્રીતિ એ કહ્યું

“Oh Please, Shut Up તું ના બોલ વચ્ચે આજ દસ વર્ષ પછી આમનેસામને વાત કરવા નો અવસર મળ્યો છે ” શૌર્ય એ કહ્યું

શૌર્ય આવી તોછડાઈ થી વાત કરી આ જોઈ ને પ્રીતિ ને શૌર્ય પર ગુસ્સો આવ્યો.

“શૌર્ય શું છે આ બધું? તારા આવા નિર્ણયો તને બરબાદ કરી નાખશે ” કાનજીભાઈ એ કહ્યું

“હું કિંગ છું, મને બરબાદ કરનાર ને હું પહેલાં જ બરબાદ કરી ચૂકયો છું, જયારે હું ઈન્ડિયા પાછો આવ્યો ત્યારે જ તમને ઝટકો આપ્યો પણ અફસોસ તમે એ સમજી ના શકયા ” શૌર્ય એ કહ્યું

“શું...? તું કહેવા શું માંગે છે? ” કાનજીભાઈ એ કહ્યું

“એક વ્યક્તિ એ તમારી કંપની ના 70% શેર ખરીદા લીધા હતા એ તમને રોડ પર લાવી દેત ” શૌર્ય એ કહ્યું

“તને આ વાતો ની કંઈ રીતે ખબર? ” કાનજીભાઈ એ કહ્યું

“કારણ કે એ શેર મે જ ખરીદયા હતા તમારી કંપની ને હું જ બરબાદ કરવાનો હતો પણ પછી વિચાર્યું તમને આટલી સરળતા થી ખતમ નહીં કરુ એટલે જ મેં જ શેર માર્કેટમાં મંદી નો માહોલ બનાવી તમારી કંપની ના શેર ને પસ્તી ના ભાવે કરી દીધા” શૌર્ય એ કહ્યું

“શું, શૌર્ય તું આવું શા માટે કરી રહ્યો છે? ” કાનજીભાઈ એ આશ્ચર્ય સાથે કહ્યું

“જે દોલત માટે તમે આ બધું કરી રહ્યા હતા બસ એજ દોલત તમારા થી છીનવી હતી એટલે જ મે મહેતા ને બકરો બનાવ્યો અને પૈસા ની લાલચમાં એમણે તમારી સાથે વિશ્વાસઘાત કર્યો ” શૌર્ય એ કહ્યું

“શું મહેતા આમા..... ” કાનજીભાઈ એ આધાત લાગ્યો એમ કહ્યું

“શું થયું મિસ્ટર કાનજી પટેલ જયારે વિશ્વાસ પાત્ર વ્યક્તિ દગો કરે ત્યારે ખુબ દુઃખ થાય છે કેમ ” શૌર્ય એ કહ્યું

“શૌર્ય તું આવું શા માટે કરી રહ્યો છે? ” કાનજીભાઈ એ કહ્યું

“દસ વર્ષ પહેલાં તમે જે કર્યું એની સામે આ કંઈ પણ નથી ” શૌર્ય એ કહ્યું

“શૌર્ય માનું છું કે દસ વર્ષ પહેલાં સમ્રાટ મોત થી મને આઘાત લાગ્યો હતો અને આજે તને જોઈ ને મને ખુશી પણ થઈ છે ” કાનજીભાઈ એ કહ્યું

“એટલો જ આઘાત લાગ્યો હતો તો પછી દાદાજી ની મોત પછી તમે એમની પ્રોપર્ટી કેમ ન બચાવી, છેલ્લા દસ વર્ષમાં બિઝનેસ એમ્પાયર એ કયાં વ્યક્તિ ની મદદ કરી? ” શૌર્ય એ કહ્યું
“શૌર્ય હું જવાબદારી ઓ નીચે દબાયેલો હતો ” કાનજીભાઈ એ કહ્યું

“જવાબદારી.....? મિસ્ટર કાનજી પટેલ જવાબદારી ની વાતો ન કરો તો સારું મે જે એક વર્ષ માં કર્યું એ તમે દસ વર્ષમાં કર્યું હોત તો આજે બિઝનેસ એમ્પાયર ને આ બધા ધંધો ન બનાવત ” શૌર્ય એ ગુસ્સામાં કહ્યું

“શૌર્ય એ બધા હાથમાં સતા હતી અને મે મારા દોસ્ત ને આપેલ વચન પૂરું કરવા આ કર્યું હતું ” કાનજીભાઈ એ કહ્યું

“ઓહહ દોસ્તી, ભાઈબંધી ના નામે તો તમે દસ વર્ષ પહેલાં જ ઝેર પીધું હતું ” શૌર્ય એ કહ્યું

“બહુ થયું શૌર્ય બહુ સંભળાવી ચૂકયો તું દાદુ ને ” પ્રીતિ એ ગુસ્સે થતાં કહ્યું

“તને તારા દાદાજી વિશે ખરાબ સાંભળવામાં આટલી તફલીક થઈ રહી છે તો બીજી એણે જે કર્યું એ તો મેં મારી નજર સામે જોયું મારા પર શું વીતી એ હું જાણું છું ” શૌર્ય એ કહ્યું

“શું કર્યું મારા દાદુ એ?? ” પ્રીતિ એ કહ્યું

“તેમણે પોતાના બેસ્ટફ્રેન્ડ ની પીઠ પાછળ છરો ભોકયોં છે તારા દાદાજી એે ભાઈબંધી ના નામે ઝેર પીધું છે, તેણે મારા દાદાજી ની હત્યા કરી છે ” શૌર્ય એ બરાડતા કહ્યું

કાનજીભાઈ આ વાત સાંભળતા જ બે ડગલાં પાછળ જતાં રહ્યાં, તેના પગ લડખડવા લાગ્યા, બાજુમાં રહેલી ખુરશી પર હાથ પડતાં તે એમના સહારે ઉભા રહી શક્યા નહીં તો એ ત્યાં જ ઢળી પડ્યા હોત, શૌર્ય ના આરોપ થી તેમને જે આઘાત લાગ્યો તેના કારણે તે કંઈ બોલી પણ શકતા ન હતા, જે વ્યક્તિ નું કયારેય ખરાબ પણ ન વિચાર્યું એની મોત નું કારણ તે હતા એ જાણીને તેની આંખો સામે અંધકાર છવાઇ ગયો હતો.
“શું બકવાસ કરી રહ્યો છે, તને ખબર પણ છે તું શું બોલે છે ?” પ્રીતિ એ કહ્યું

“હા, મને ખબર છે હું શું બોલું છું, દસ વર્ષ પહેલાં કંપની અને ઘરમાં કોઈ સોર્ટસર્કિટ થી આગ લાગી ન હતી પણ ત્યાં આગ લગાડવામાં આવી હતી, કંપની અને ઘર બંને મા એક સાથે આગ લાગવી કોઈ સંયોગ નથી ” શૌર્ય એ કહ્યું

“પણ પોલીસે તપાસ કરી હતી ” પ્રીતિ એ કહ્યું

“જે સમ્રાટ સુર્યવંશી અને તેનાં સામ્રાજ્ય ને ખતમ કરી શકી એના માટે આવી તપાસ ને રફાદફા કરવામાં કંઈ વાર નથી લાગતી ” શૌર્ય એ કહ્યું
“તો આ બધા માં તું દાદુ ને શા માટે.... ” પ્રીતિ એ કહ્યું

“કારણ કે કંપની માં બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો અને તારા દાદાજી એ એક પાર્સલ મોકલયું હતું અને બોમ્બ તેમાં હતો, જેને કારણે આખી કંપની બ્લાસ્ટ થઈ ગઈ, ખાલી મારા દાદાજી નહીં પણ રાજનાયક અંકલ , મંગળકાકા અને 100 વર્કર પણ એ બ્લાસ્ટ માં મરી ગયાં હતાં ” શૌર્ય ની આંખો માં આંસુ આવી ગયા

S.P. અને અર્જુન બંને ત્યાં પહોંચી ગયા, પરિસ્થિતિ નાજુક હતી, શૌર્ય સાચું કહી રહ્યો હતો કે કાનજીભાઈ એ કહેવું મુશ્કેલ હતું.

“આ બધા નું કારણ તારા દાદાજી છે ” આટલું કહીને શૌર્ય કાનજીભાઈ તરફ આગળ વધ્યો અને અચાનક જ શૌર્ય ના ગાલ પર એક ટમટમતો તમચો આવ્યો અને એ મારનાર બીજું કોઈ નહીં પણ પ્રીતિ હતી.

“બહુ સાંભળી લીધી તારી બકવાસ, તારી હિંમત પણ કેમ થઈ મારા દાદુ વિશે આવું કહેવાની, હું તને મારો બેસ્ટ ફ્રેન્ડ માનતી હતી પણ તું તો..... તું એ શૌર્ય નથી જેને હું ઓળખતી હતી તું KING છો એક સોદાગર જેને બસ બિઝનેસ કરતાં આવડે છે, પછી એ પૈસા હોય કે કોઈ ની લાગણી ” પ્રીતિ એ રડતાં રડતાં કહ્યું

“પ્રીતિ હું.... ” શૌર્ય આટલું બોલવા ગયો ત્યાં ફરી પ્રીતિ એ ફરી એક તમાચો શૌર્ય ને માર્યો અને તેની કોલર પકડી ને તેને ખેંચયો અને કહ્યું, “I HATE YOU....... I HATE YOU ” આટલું કહીને તે રડતી રડતી ત્યાં થી જતી રહી.

“શૌર્ય હું એ તો જાણતો હતો કે તારી આંખો માં મારા માટે ગુસ્સો છે પણ એ ખબર ન હતી કે આવી નફરત પણ છે, તું સમ્રાટ નો પૌત્ર છે તું આંખો જોઈ ને વ્યક્તિ ની હકીકત જાણી જાય છે, હું બસ આટલું જ કહી કે મરતાં પહેલા હું તને એ સાબિત કરી કે મેં ભાઈબંધી ના નામે ઝેર નથી પીધું ” કાનજીભાઈ ની આંખોમાં આંસુ હતાં, શૌર્ય ને તેની આંખો માં નિર્દોષતા દેખાઈ રહી હતી, કાનજીભાઈ તો ત્યાં જતાં રહ્યાં પણ શૌર્ય ને વિચાર આવી રહ્યો હતો કે કયાંક તેણે કોઈ ભૂલ તો નથી કરી.

દસ વર્ષ પહેલાં સમ્રાટ સુર્યવંશી અને રાજનાયક કંપની માં કામ હોવાને કારણે મોડી રાતે પણ કામ કરી રહ્યા હતા અને બીજી તરફ શૌર્ય ઘરે ગુસ્સામાં હતો કારણ કે તેનાં દાદાજી એ તેને પ્રોમીસ કર્યું હતું કે એ લોકો સાથે ડિનર કરશે પણ મોડે સુધી ન આવ્યા એટલે એ બેચેન હતો, થોડા સમય પહેલાં મંગળકાકા પણ કંપની ગયા હતા અને તેમણે ફોન કરીને કહ્યું કે કામ હોવાને કારણે એ લોકો ને મોડું થશે એેટલે શૌર્ય, S.P. અને અર્જુન ત્રણેય કંપની પર જવા નીકળ્યા, કેડબરી એ ટિફિન તૈયાર કર્યું અને તે પણ તેની સાથે જવા નીકળ્યો ,તેણે વિચાર્યું કે બધા લોકો ત્યાં જ જમી લેશે અને ઉપરથી શૌર્ય ને ખબર પડી કે કાનજીભાઈ એ એમના માટે કોઈ ગીફટ મોકલયું છે એટલે એ વધારે ખુશ હતો પણ કોને ખબર હતી કે એ ગીફટ મોત નું આમંત્રણ લઈ ને આવ્યું હતું, જયારે એ લોકો કંપની પર પહોંચ્યા ત્યાં હજાર વીઘા માં ફેલાઈલ કંપની આગ માં જોકાય ગઈ હતી, શૌર્ય ને સંભાળવો મુશ્કેલ બની રહ્યો હતો અને બીજી તરફ S.P.અને અર્જુન પોતાના પિતા ને ગુમાવી દીધા હતા પણ એ રડી શકતાં ન હતાં, કારણ કે શૌર્ય ને સંભાળવો જરૂરી હતો, ફાયરબ્રિગેડ ને બોલાવી હોવા છતાં પણ આવી ન હતી.

બસ આ અંત સાથે જ તો આ કહાની નો આરંભ થયો, એ લોકો ઘરે પહોંચે એ પહેલાં તો ઘરમાં પણ આગ લાગી ચૂકી હતી અને ઘરમાં રહેતાં બધા લોકો મૃત્યુ પામ્યાં હતાં. S.P. અને અર્જુન ને આ કોઈ મોટું ષડયંત્ર લાગી રહ્યું હતું એટલે શૌર્ય ને સુરક્ષિત કરવા સિવાય કોઈ વિકલ્પ તેમની પાસે ન હતો, જયારે બીજા દિવસે ન્યૂઝ માં આ વાત ને એક દુર્ઘટના બતાવી ત્યારે S.P. અને અર્જુન ને વિશ્વાસ થઈ ગયો કે આ કોઈ ષડયંત્ર જ છે, સમ્રાટ સુર્યવંશી એ જે લોકો પર ભરોસો કર્યો એ લોકો એ જ એમની મૃત્યુ પછી એમની મિલકત પડાવી લીધી હતી, શૌર્ય ને આ સમયે બહાર લાવવો ખતરનાક હતું એટલે S.P. , અર્જુન અને કેડબરી શૌર્ય ને લઇ ને લંડન જતાં રહ્યાં હતાં, લંડન માં મિસ્ટર બક્ષી હતાં જે સમ્રાટ સુર્યવંશી ના લીગલ એડવાઈઝર હતાં, તેમને જયારે આ વાત ની ખબર પડી તો એ પણ ખૂબ દુઃખી થયા હતા, પણ આ સમય શોક મનાવાનો ન હતો, ઈન્ડિયા મા રહેલી બધી મિલકત એ લોકો ગુમાવી ચૂક્યા હતા પણ વિદેશમાં રહેલી કંપનીઓ ને સુરક્ષિત કરવા સિવાય કોઈ વિકલ્પ ન હતો અને દુનિયા થી છુપાવી ને રાખવાનું હતું કે શૌર્ય સુર્યવંશી હજી જીવે છે એેટલે એ બધી કંપની તો શૌર્ય ના નામ પર થઈ ગઈ પણ જરૂર હતી એક નવા નામ ની જે આ બધા નો માલિક બને અને એેટલે જ બધા એ તેને નામ આપ્યું, “ KING ” ,શૌર્ય નાનો હતો પણ જયારે ખબર પડી કે આ દુર્ઘટના ન હતી એેટલે તેણે નિર્ણય કર્યો કે એ બધી વસ્તુઓ પાછી લેશે જે તેની હતી અને ત્યારથી ટેર્નિંગ શરુ થઈ શૌર્ય ની કિંગ બનવાની, દસ વર્ષ માં શૌર્ય એટલો શક્તિશાળી બન્યો કે તેણે જે કહ્યું તે કરી બતાવ્યું, જયારે તેણે તપાસ કરી તો ખબર પડી કે કંપની માં બ્લાસ્ટ થયો એ કાનજીભાઈ ના મોકલેલા ગીફટ માં રહેલા બોમ્બ ને કારણે થયો ત્યારે થોડા સમય માટે કોઈ ને વિશ્વાસ આવી રહ્યો ન હતો, પણ તેમની સામે જે પ્રમાણો હતા એ બસ કાનજીભાઈ તરફ ઈશારો કરી રહ્યા હતા, બિઝનેસ એમ્પાયર પણ પડી ભાંગ્યું જે બિઝનેસ એમ્પાયર લોકો ને આગળ વધવામાં મદદ કરતું લોકો એ તેનો ઉપયોગ પોતાના ફાયદા માટે કર્યો અને તેને કારણે જ સમ્રાટ સુર્યવંશી પર પણ દાગ લાગી ગયો.

બસ દસ વર્ષમાં બધું બદલાઈ ગયું અને આખરે શૌર્ય પાછો આવ્યો, એ બધું મેળવવા જે તેનું હતું પણ એક હકીકત જેના થી બધા અજાણ હતા અને એ હતી ડેવિલ, દસ વર્ષમાં ડેવિલ શૌર્ય થી પણ આગળ નીકળી ગયો હતો કારણ કે સમ્રાટ સુર્યવંશી ને મારનાર બીજું કોઈ નહીં પણ ડેવિલ જ હતો, “અંત જ આરંભ છે ” આ જ વાત સાથે ડેવિલ એ એના સૌથી મોટા દુશ્મન સમ્રાટ સુર્યવંશી નો અંત કર્યો અને પોતાના પાપ ના સામ્રાજ્ય નો આરંભ કર્યો, એ અંત થી શૌર્ય એ પણ આરંભ કર્યો પણ શૌર્ય જેને દુશ્મન સમજી રહ્યો હતો હકીકત માં એ દુશ્ હતો જ નહીં, શૌર્ય ડેવિલ થી અજાણ હતો પણ હવે સમય આવી ગયો હતો કે શૌર્ય ને તેના સૌથી મોટા દુશ્મન ડેવિલ વિશે જાણકારી મળે પણ તમે જાણો છો કે આ દુનિયામાં કંઈ પણ મફત માં નથી મળતું અને ડેવિલ વિશે ની માહિતી મેળવવા કોઈ એક વ્યક્તિ એ પોતાના પ્રાણ ની આહુતિ આપવાની હતી.

હવે બસ આવતાં એપિસોડમાં શૌર્ય ને ડેવિલ વિશે જાણકારી મળશે અને આ અધ્યાય નો અંત આવશે, શૌર્ય ને તેના સૌથી મોટા દુશ્મન વિશે જાણકારી તો મળશે પણ શૌર્ય કોઈ એક વ્યક્તિ ને ગુમાવી શકે છે, આવતો એપિસોડ આ સીઝન નો છેલ્લો એપિસોડ છે, દિગ્વિજયસિંહ સાપુતારામાં ફસાયેલા છે, શૌર્ય કાનજીભાઈ પ્રત્યે પોતાની નફરત વ્યક્ત કરી ચૂકયો છે, પ્રીતિ નું દિલ તૂટી ચૂકયૂં છે અને તે ગુસ્સામાં ત્યાં થી નીકળી ચૂકી છે અને તમે જાણો છો કે જયારે પ્રીતિ ગુસ્સામાં ગાડી ચલાવે છે ત્યારે શું થાય છે. હવે કોણ મરવાનું છે એ તો નથી ખબર પણ જે પણ મરશે એ વર્ષો પછી શૌર્ય ને મળ્યું હશે પણ શૌર્ય તેને ગુમાવી દેશે.

બસ આવતાં એપિસોડમાં હું આ સીઝન નો અંત કરી ને તમારાં થી વિદાય લઈ પણ તેમ ચિંતા કરતાં નહી કારણ કે “અંત જ આરંભ છે ”
એટલે આ અંત થી હું પણ આરંભ કરી એક નવા અધ્યાય નો બસ તમારા પાસેથી એક પ્રતિભાવ ની આશા છે કે સીઝન - 2 નું નામ “KING - POWER OF EMPIRE ” જ રાખવું કે પછી “DEVIL - MYSTERY OF EMPIRE ” બસ આ પ્રતિભાવ આપજો જેથી હું એક નવી શરુઆત કરી શકું.

સીઝન - 2 આવતાં સમય લાગશે પણ તેનાં વચ્ચે ના સમય માં હું એક નવી સ્ટોરી લઈ ને આવી રહ્યો છું મને આશા છે કે તમને એ સ્ટોરી પણ પંસદ આવશે. પણ અત્યારે તમે ખાલી એજ વિચારો કે શૌર્ય ને ડેવિલ વિશે ખબર કંઈ રીતે પડશે અને એ જાણવા માટે વાંચતા રહ્યો, “KING - POWER OF EMPIRE ”

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED