ક્રિસ્ટલ મેન - 4 Green Man દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્રિસ્ટલ મેન - 4

આજે માસ્ટરનું ઘર સજાવેલ હતું તેના ઘરના ફળીયામાં પાર્ટી ચાલી રહી હતી બધા લોકો આનંદથી નાચી અને ગીતો ગાઈ રહ્યા હતા. વચ્ચે માસ્ટર પોતાના ખોળામાં બાળકને રમાડી રહ્યા હતા, તે બાળક કોઈ નહિ પણ તેનો પુત્ર હતો. પોતાના ઘરે બાળકનો જન્મ થયો હોવાથી ભવ્ય પાર્ટીનું આયોજન કરેલ હતું.

આ બાળક દેખાવે એકદમ સુંદર હતું અને કોઈ પણ વ્યક્તિ સામે જોતું તો તે તરત હસી પડતું, જેથી તેની મુસ્કાન લોકોના દિલ વસેલી હતી. આ બાળકનું નામ તેજસ્વીતા પરથી વિક્રમ રાખવામાં આવ્યું.

આ વિક્રમ ધીમે ધીમે મોટો થવા લાગ્યો જયારે તે બે વર્ષનો હતો ત્યારે તે બધું તોડફોડ કરી નાખતો હતો તેથી ઈશા તેને ચૂંદડી વડે તેનો પગ બાંધ દેતી. પરંતુ માસ્ટર પોતાના વ્હાલા દીકરાને છોડી અને લેબોરેટરીમાં લઇ જઈ અને તેને ત્યાં રમાડતા. લેબોરેટરીમાં પણ આ બાળક એકલો, થોડો દૂર હોઈ તો કોઈ પણ વસ્તુ પકડી લેતો અને કોઈ પણ વસ્તુ સાથે રમવા લાગતો.

એકવાર એક સમયે પિતા, પુત્રને લેબોરેટરીમાં રમાડી રહ્યા હતા તેવા સમયે ઈશાએ ઘરમાં બોલાવવા માસ્ટરને સાદ પડ્યો. માસ્ટર ઘરમાં જાય છે ત્યારે વિક્રમ એકલો લેબોરેટરીમાં હતો, માસ્ટરે ભૂલથી ક્રિસ્ટલ ક્યુબ ખુરશી પર રાખી દીધો હશે. આ ચમકતા ક્યુબને જોઈ વિક્રમ ચાર પગે ખુરશી તરફ વળ્યો અને ખુરશી પકડી તે ઉભો થયો અને ક્યુબ હાથમા પકડ્યો અને લઈને રમવા માંડ્યો.

પરંતુ બન્યું એવુ કે રમતા રમતા તેનાથી ક્યુબનું પહેલું બટન દબાવાય ગયું અને ક્યુબમાંથી સોઈ બહાર નીકળી અને તેના હાથમાં ખુંચી ગઈ. હાથમાં જોરથી સોઈ ખૂંચવાથી તેને જોરથી ચીસ પાડી આ સાંભળી ઈશા અને માસ્ટર બન્ને લેબોરેટરીમાં દોડી આવ્યા. લેબોરેટરીમાં જઈને જુવે છે તો વિક્રમ પોતાના હાથમાં ચીપકેલી ઘડિયાળને હાથ ફેરવી જોઈએ રહ્યો હતો.
માસ્ટરે વિક્રમ પાસે જઈશ અને તે ઘડિયાળ પરનું બટન દબાવ્યું અને ક્યુબ વિક્રમના હાથથી અલગ થઇ ગયો અને માસ્ટરે તે ક્યુબ લઇ અને તે કોઈ ઊંચી જગ્યા પર રાખી દીધો અને ફરી તેને તેડી રમાડવા લાગ્યા.

થોડા મહિના પછી એક રાત્રીના સમયે ચોર માસ્ટરના ઘર તરફ જતો હતો કારણ કે માસ્ટરના ક્યુબ અને માસ્ટર વિશેના વારંવાર ન્યૂઝ આવતા હતા.જેથી આ ચોર માસ્ટરનો ક્યુબ ચોરવા માસ્ટરના ઘરની દીવાલ કૂદી અને અંદર પેસ્યો અને એક દરવાજો લેબોરેટરીનો પાછળ ખૂલતો હતો તે તરફ આગળ વધ્યો. પરંતુ આ દરવાજે હંમેશા તાળું જ માર્યું હોઈ છે પણ પેલા ચોરે તાળું તોડી અને લેબોરેટરીમાં પ્રવેશ્યો.

ચોર બધે ફરવા લાગ્યો અને ક્રિસ્ટલ ક્યુબ શોધવા લાગ્યો અને અચાનક તેની નજર ઉપર પડેલા ક્યુબ પર પડી અને હાથમાં લેતા જ તેને જોઈને એકદમ સ્તબ્ધ થઇ ગયો અને ઝડપથી થેલામાં નાખી અને ભાગ્યો. તે ઘરે જઈ ક્યુબ જોવા લાગ્યો અને તેના પર રહેલ બટન દબાવ્યું ક્યુબની અંદરથી સોઈ બહાર નીકળી અને તેના હાથમા ખુંચી થોડીવારમાં અંદરથી અવાજ આવ્યો, 'ડીએનએ ઇઝ નોટ મેચ ' અને સોઈ અંદર જતી રહી. ચોરે ઘણા પ્રયાસો કર્યા પણ કંઈ જ મેળના પડ્યો આખરે થાકી તે ક્યુબ અલમારીમાં રાખી દીધો.

સવાર થયું માસ્ટર ફળિયામાં ટહેલી રહ્યા હતા અને અચાનક લેબોરેટરીનો દરવાજો ખુલ્લો જોઈ અને દોડી લેબોરેટરીમાં ગયા અને ક્યુબ શોધવા લાગ્યા પણ ક્યુબ મળ્યો નહિ અને આમતેમ જોવા લાગ્યા, પરંતુ ક્યુબ શિવાયની બધી જ વસ્તુ ત્યાં જ હતી. થોડા જ કલાકોમાં માસ્ટરે શહેરમાં કોઈકના ઘરનો દરવાજો ખટખટાવ્યો.

દરવાજો ખટ ખટતાવતા કોઈ વ્યક્તિ દરવાજો ખોલ્યો પેલો વ્યક્તિ દરવાજો બંધ કરે તે પહેલા જ માસ્ટર ઘરમાં પેસી ગયા. પેલો વ્યક્તિ ડરના માર્યો ધ્રૂજવા લાગ્યો માસ્ટર કંઈ બોલે તે પહેલા જ તેણે ક્રિસ્ટલ ક્યુબ લઇ આવી અને માસ્ટરના હાથમાં રાખી દીધો. માસ્ટરે ઊંડો શ્વાસ લઇ અને પેલા વ્યક્તિને ચોરી ન કરવા બાબતે સમજાવ્યો. પેલા વ્યક્તિએ માસ્ટરને સવાલ કર્યો કે તમને કેમ ખબર પડી કે મેં ચોરી કરી છે અને મારું ઘર અહીંયા છે. માસ્ટરે હળવી સ્માઈલ આપી અને કહ્યું કે આ ક્યુબમાં સેન્સર લગાવેલ છે જેની મદદથી હું તને શોધી શક્યો, આમ કહી માસ્ટર ચાલતા થયાં.

માસ્ટર ઘરે પહોંચી લેબોરેટરીની સિક્યુરિટી વધારવા માટે અલગ અલગ ડીવાઇસ દરવાજા પર લગાવ્યા. ફરી તે પોતાના કામમાં વળગી પડ્યા, માસ્ટર એક અદભુત સ્ટીરિયન ધાતુ માંથી સુઈટ બનાવી રહ્યાં હતા સાથે ઈશા પણ માસ્ટરની મદદ કરતી અને સાથે વિક્રમને રમાડતા જતા હતા અને ક્યુબમાં પણ ઘણા સુધારા કર્યા, જેમકે ક્યુબ હવે ઓડિયો મોડ પર ચાલશે.

બે વર્ષ પછી વિક્રમ પાંચ વર્ષનો થઇ ચુક્યો હતો માસ્ટરનું સુઈટ પણ તૈયાર થઇ ગયું હતું. આખુ સુઈટ પહેર્યા પછી કોઈ પણ પ્રહાર કોઈ પણ જગ્યા એ કરે પણ કશો જ ફર્ક પડશે નહિ. આ સુઈટ માસ્ટર પહેરીને તપાસ કરી રહ્યા હતા. હજી પણ આમાં કંઈક માસ્ટરને સુધારો કરવો હતો. માસ્ટરે પોતાના સુઈટની કામગીરી આગળ ચલાવી.

પાંચ વર્ષ પછી.....

હવે, વિક્રમ દસ વર્ષનો થઇ ગયો હતો વિક્રમ તેના પિતા અને માંને બહુ ચાહતો હતો. ઘરે બંને માંથી કોઈ એક પણ જોવા ન મળે તો તે એકદમ અધિરો થઇ જતો. માસ્ટર પોતાની ડાયરી દરેક બાબતો નોંધી રહ્યા હતા પોતાનો અને ઈશા વચ્ચેનો પ્રેમ, પોતાની ખોજ અને પુત્રનો પ્રેમ વગેરે બાબતો દરોજ ડાયરીમાં ઉતારતા હતા.

માસ્ટરની સફળતાનો કોઈ અંત ન હતો પાંચ વર્ષની લાંબી યાત્રા પછી માસ્ટરે પોતાના સુઈટમાં નવા ફીચર ઉપડેટ કરેલા હતા અને સુઈટ કંઈક અલગ જ અંદાજમાં હતું. બંને પતિ, પત્ની અને પુત્ર ત્રણેય લેબોરેટરીમાં છે માસ્ટરે ક્યુબ હાથ પર રાખી બટન દબાવ્યું ક્યુબ ઘડિયાળમાં રૂપાંતર થઇ ગયું માસ્ટરે પોતાના અવાજ દ્રારા સુઈટ ખોલવાનો આદેશ આપ્યો. ઘડિયાળમાં માસ્ટરનો અવાજ પ્રોસેસ થવા લાગ્યો અને ક્રિસ્ટલ, સુઈટના ફોર્મમાં ગોઠવવા લાગ્યા આખુ સુઈટ ફક્ત અડધી મિનિટમાં તૈયાર થઇ જતું. પછી તો માસ્ટરે પોતાના અવાજથી કોડ બોલ્યા અને સુઈટમાંથી અમુક ક્રિસ્ટલ છુટા પડી તલવારનું રૂપ ધારણ કર્યું પરંતુ આ તલવાર હાથ સાથે જોઈન્ટ થયેલ હતી.
તે સુઈટ સાથે જ મેચ થયેલ હતી જેથી તેને અલગ ન કરી શકાય. પછી માસ્ટરે ઉપડેટ કરેલ બધા જ શસ્ત્ર જોવા લાગ્યા. આ જોઈ વિક્રમને તે હાથમાં લઇ જોવાનું મન થયુ. માસ્ટરને તેના પ્રતિભાવોથી ખબર પડી ગઈ હતી.

માસ્ટર પોતાના કામાન્ડ દ્વારા ફરી ઘડિયાળ સ્વરૂપ ધારણ કર્યું અને બટન દબાવતા ફરી ક્યુબનું રૂપ ધારણ કર્યું. માસ્ટરે ક્યુબ લઇ વિક્રમના હાથમાં રાખી બટન દબાવ્યું સોઈ વિક્રમના હાથમાં ખુંચી પણ આ વખતે વિક્રમે અવાજ ન કર્યો કારણ તે મોટો થઇ ગયો હતો અને તે બહાદુર અને હિમ્મત વાળો હતો. ક્યુબે ઘડિયાળનું રૂપ ધારણ કર્યું અને માસ્ટરે સુઈટ તૈયાર કરવા કમાન્ડ આપ્યો ઘડિયાળમાં પ્રોસેસ થઇ ક્રિસ્ટલ સુઈટનું ફોર્મ ધારણ કરવા લાગ્યા. આ સુઈટ બંનેને એકદમ ફિટ બેસી જતું જે તેની ખાસિયત હતી કે કોઈ પણ વ્યક્તિને એકદમ ફિટ બેસી જાય. ઈશા ફક્ત જોતી જ હતી કારણ કે તેનું ડીએનએ અપડેટ કરેલ ન હતું જેથી ક્યુબ તેના હાથ પર બેસતો ન હતો.

આ ક્યુબમાં ફક્ત માસ્ટરનો અવાજ જ અપડેટ હતો જેથી માસ્ટરના અવાજથી જ આ ક્યુબ ચાલી શકે. પરંતુ આ ક્યુબ વિક્રમ દ્વારા કોડ નાખીને ચલાવી શકાય, માસ્ટરે વિક્રમનો અવાજ, એ માટે અપડેટ ન કર્યો કારણ કે વિક્રમ હજી નાનો હતો, કદાચ તેની ના સમજણના કારણે કોઈ ઘટના બની શકે અને તેને કોડ વિશે પણ કંઈ શીખવ્યુ ન હતું.

પાંચ વર્ષ પછી વિક્રમ પંદર વર્ષનો થઇ ચુક્યો હતો હવે માસ્ટરે તેનો અવાજ ક્યુબમાં નાખવાનું નક્કી કર્યું. પછી માસ્ટરે વિક્રમનો અવાજ દાખલ કર્યો અને દરોજ માસ્ટર વિક્રમને અલગ અલગ હથિયારની માહિતી આપતાં અને તેને ચલાવતા શિખડાવતા હતા. વિક્રમને આવું બધું શીખવામાં ઘણો શોખ હતો જેથી ક્યારે તે એકલો જાતે જ શીખતો. થોડા જ સમયમાં વિક્રમ બધા હથિયાર ચલાવતા શીખી ગયો હતો અને તે બધા હથિયાર સારી રીતે ચલાવી શકતો હતો.

માસ્ટર આજે નવરા હોવાથી સમાચાર જોઈ રહ્યા હતા તેમાં કોઈ અંતરીક્ષની ઘટના દર્શાવી રહ્યા હતા. સમાચારમાં એવુ બતાવતા હતા કે કોઈ મોટુ યાન પૃથ્વી તરફ આવી રહ્યું છે તે યાન લગભગ દસ દિવસની અંદર તે પૃથ્વીની આસપાસ હશે. આવા ન્યૂઝ બધે જ ફરવા લાગ્યા અને પૃથ્વી વાસીના મનમાં ઘણા પ્રશ્ન હતા, આ યાન ક્યાંથી આવી રહ્યું છે??, તે શા માટે પૃથ્વી તરફ આવી રહ્યું છે??, તે યાનમાં કોણ હશે??, આ યાન પહોંચ્યા પછી શું થશે??? આવા પ્રશ્ન લોકોના મનમાં ફરી રહ્યા હતા. બધા લોકો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે હે ભગવાન અમને આ મુશ્કેલી માંથી ઉગારો. આવી રીતે ડરેલા પૃથ્વી વાસી તે દિવસ આવવાની રાહ જોઈ રહ્યા હતા.