'ભારતીય લેબોરેટરી' દ્વારા સતત તે યાનને ટ્રેક કરવામાં આવી રહ્યું હતું. પછી ખાત્રી થઇ ગઈ કે તે પૃથ્વી તરફ જ આવી રહ્યું હતું. લોકો એવા અનુમાન લગાવી રહ્યા હતા કે જે પહેલા યાન આવ્યું હતું તે જગ્યાએથી આ યાન આવ્યું હશે. યાન પૃથ્વી તરફ આવતા જોઈ બીજા મોટા દેશના લોકો પણ ગભરાવવા લાગ્યા આ ખબર જાણી પોતાના રક્ષણ માટે અલગ અલગ તૈયારીઓ ચાલુ કરી દીધી છે. ભારતમાં પણ સુરક્ષા માટેની જબરદસ્ત તૈયારી ચાલી રહી હતી. ટેન્ક, લડાકુ વિમાન, હેલિકોપ્ટર, મિસાઈલ લોન્ચર, મશીન ગન, કેનન ગન વગેરે તૈયારી ચાલી રહી હતી.
દસ દિવસનો સમય પૂરો થયો, સવારે લગભગ સાડા દસ થયાં હશે સૂર્યનો તાપ જમીન પર પડી રહ્યો હતો. પરંતુ અચાનક બધે જ અંધારું છવાઈ ગયું, એક મોટુ યાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરી ચૂક્યું હતું જેના કારણે સૂર્ય દેખાતો બંધ થઇ ગયો, જેના કારણે પૃથ્વી પર અંધારું છવાઈ ગયું હતું. આ યાન જે પહેલા યાન આવ્યું હતું તેના સંદર્ભમાં અહીં આવી પહોંચ્યું હતું.
થોડીવારમાં તે મોટા યાનમાંથી બીજા અલગ અલગ યાન છુટા પડવા લાગ્યા અને આખી પૃથ્વી પર છવાઈ ગયા. તેમાં તેનું મુખ્ય યાન ભારત પર કેન્દ્રીત હતું, 'ભારતીય લેબોરેટરી' દ્વારા તેનો સંપર્ક કર્યો થોડી વારમાં તેનો અવાજ સંભળાયો. તેનો અવાજ રૂપાંતર થઇ અને આપણી ભાષામાં સંભળાતો હતો.
તે એલીયનનો હેડ એવુ કહી રહ્યો હતો કે, સાંભળો પૃથ્વી વાસીઓ તમારી હાર સ્વીકાર કરો અને ઇનામમાં તમારી જિંદગી મેળવો, હાર સ્વીકારવી ન હોઈ તો લડવા માટે તૈયાર થઇ જાઓ. બધા જ પૃથ્વીવાસી ડરવા લાગ્યા બધાના મનમાં એલીયનનો ભય શતાવી રહ્યો હતો.
ભારત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય કોનફરન્સ યોજવામાં આવી તેમાં વાત ચાલી રહી હતી કે, તે યાન અધ્યતન ટેક્નોલોજીથી બનેલા હતા જેથી તેને બધા દેશ એક સાથે મળીને પણ હરાવી શકે તેમ ન હતા. જેથી ફક્ત તેની પાસે એક જ ઉપાય હતો કે જો કોઈ તેના મુખ્ય એલીયન સાથે લડે અને તેને હરાવી શકે તો કંઈક થઇ શકે. હવે બધા સામે મોટો પ્રશ્ન હતો કે તેની સાથે લડે કોણ??
આખરે ભારત સરકાર દ્વારા માસ્ટરની વાત આગળ ચલાવી અને તેના રેકોર્ડ આંતરરાષ્ટીય ક્ષેત્રે રાખવામાં આવ્યા. તે મુદ્દા પર ચર્ચા વિચારણા ચાલવા લાગી, આખરે લડવા માટે માસ્ટરને પસંદ કરવામાં આવ્યા.
'ભારતીય લેબોરેટરી' માંથી માસ્ટરને ફોન કરી આંતરરાષ્ટીય ક્ષેત્રે થયેલ વાત સંભળાવી અને પોતે લડવા સહમત છે કે કેમ તે પૂછ્યું. માસ્ટરે કશું જ વિચાર્યા વગર હા પાડી દીધી, ફોન મુકતા ઈશા માસ્ટરને પૂછવા લાગી કે શું થયું?? માસ્ટરે એલીયન સાથે લડવાની વાત કહી સંભળાવી, આ વાત સાંભળતા ઈશા માસ્ટરને લડવાની ના પાડે છે. માસ્ટર ઈશાને આશ્વસન આપતાં ખુરશી ઉપર બેસાડી સમજાવી રહ્યા છે કે આ પ્રશ્ન આખી પૃથ્વીનો છે માટે તેના રક્ષણ માટે હું કંઈ પણ કરી શકું છું.
માસ્ટર તૈયાર થઇ લેબોરેટરીએ જવા નીકળી પડે છે અને પહેલા ઈશાને અને વિક્રમને મળે છે અને ઈશાને કહેવા લાગ્યા, હું પાછો ન ફરું તો વિક્રમનું અને તારું ખ્યાલ રાખજે, આમ કહી માસ્ટર ચાલતા થઇ છે અને ઈશાની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. વિક્રમ તેની મમ્મીનો હાથ પકડી ઉભો હતો અને તેની મમ્મી રડતી હતી, જેથી તે તેની સામે જોઈ રહ્યો હતો.
'ભારતીય લેબોરેટરી' દ્વારા ફરી એલીયન શિપમાં મેસેજ મોકલવામાં આવ્યો કે તમે અમારા એક યોદ્ધાને હરાવી બતાવો, અમે હાર સ્વીકારી લઇશું. આ સાંભળી એલીયનના હેડને થોડો અહંકાર આવી ગયો કે મારાંથી કોઈ બલવાન ના હોઈ શકે, ગમે તે હોઈ હું તેને મસળી નાખીશ. આમ કહી ફરી તેને મેસેજ કર્યો કે તે લડવા માટે તૈયાર છે. પરંતુ ફરીથી 'ભારતીય લેબોરેટરી' દ્વારા મેસેજ કર્યો કે જો તમારી હાર થશે તો તમારે પૃથ્વી છોડવી પડશે અને ફરી પણ એલીયનનો જવાબ હા આવ્યો.
યાન લેબોરેટરી તરફ નીચે આવવા લાગ્યું અને એક મોટા મેદાન ઉપર ઉડવા લાગ્યું. અચાનક તે શિપ ઉભું રહી ગયું અને થોડું નીચું આવ્યું અને તેમાંથી સીડી બહાર નીકળી એક રોબોટ જેવું કંઈક તેમાંથી ઉતારી રહ્યું હતું તેનો દેખાવ માણસને મળતો આવતો હતો. પરંતુ તે સંપૂર્ણ ધાતુનો બનેલો હતો તેના હાથમાં એક બોક્સ હતું અને તે શિપમાંથી ઉતર્યો. શિપના દરવાજા બંધ થયાં અને તેની શિપ માંથી કેમેરા બહાર નીકળ્યા જેની મદદથી અંદર બેસેલા એલીયન આ મુકાબલો જોઈ શકે.
માસ્ટર સહીત આર્મીના માણસો હથિયાર સહીત મેદાનમાં આગળ વધી રહ્યા હતા. પેલા રોબોટે બોક્સ નીચે મૂકી બટન દબાવ્યું અને જોત જોતામાં એક વિશાળ કાચનું બોક્સ ઉભું થઇ ગયું પેલો રોબોટ કાચના બનેલા બોક્સના દરવાજામાંથી અંદર દાખલ થયો. માસ્ટર તે દરવાજા તરફ આગળ વધી રહ્યા હતા સાથે ક્યુબ પરનું બટન દબાવું અને ક્યુબ ઘડિયાળના રૂપમાં પરિવર્તન થઇ ગયી માસ્ટર દરવાજામાંથી અંદર પ્રવેશ્યા. માસ્ટર પોતાના હાથ વડે કાચની દીવાલ અડી અને જોઈ રહ્યા હતા.
આ મુકાબલો 'ભારતીય લેબોરેટરી' દ્વારા વિડિઓ શૂટ કરવામાં આવી રહ્યો હતો, આ મુકાબલો જોઈ રહેલા વ્યક્તિના દિલ જોર જોરથી ધબકી રહ્યાં હતા અને બધા ભારત વાસીઓ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. પેલી બાજુ ઈશા એકદમ બેચેની અનુભવી રહી હતી અને તેને કંઈ પણ કામ સુજતુ ન હતું અને માસ્ટરની જ રાહ જોઈ રહી હતી.
માસ્ટરે વોઇસ કોડ દાખલ કર્યો અને ક્રિસ્ટલ, સુઈટના ફોર્મમાં ગોઠવવા લાગ્યા થોડાજ સેકન્ડમાં સુઈટ તૈયાર થઇ ગયું. રોબોટ એલીયને પોતાના શરીરમાંથી જ પોતાના બંને હાથને તલવાર બનાવી દીધી. માસ્ટરે તલવારનો કોડ વોઇસ દ્વારા દાખલ કર્યો. બંને સામ સામે આવી ગયા અને બંને એકી સાથે એકબીજા પર ત્રાટક્યા, એલીયનની તાકાત વધારે હતી જેથી તેના પ્રહારથી માસ્ટરના પગ પાછળ તરફ સરકી રહ્યા હતા. માસ્ટર પુરી તાકાતથી વાર કરી રહ્યા હતા અને ક્યારે તલવાર પેલા એલીયનના શરીર પર અથડાવવાથી તણખા ઉત્પન્ન થતા હતા.
માસ્ટરની તલવારનો તેના પર અસર ન થતા માસ્ટરે પોતાનું હથિયાર બદલાવ્યુ. જયારે માસ્ટર હથિયાર બદલાતા ત્યારે પેલાના પ્રહારથી તે ખુબ ધ્યાન રાખતા. માસ્ટરે તલવાર બદલી અને ફાયર ગન પસંદ કરી, માસ્ટરે નિશાન લઇ પેલા પર આગનો ફુવારો છોડ્યો લગભગ અડધી મિનિટ ચાલુ રાખ્યું પછી ફાયર બંધ કર્યું. થોડી વાર તો તેમાં ધુમાડો જ દેખાતો હતો પરંતુ થોડીવારમાં ધુમાડો ઓછો થતા પેલો એલીયન સામે ઉભેલો દેખાયો.
પેલાએ તરત જ તેના પર પ્રહાર કર્યો માસ્ટરે તરત જ પોતાનું શરીર જુકાવી બચાવ કર્યો. પરંતુ તરત જ પેલા એ માસ્ટર પર ફરીવાર પ્રહાર કર્યો આ વખતે તેની તલવાર માસ્ટરની પીઠ પર પડી અને તણખા થયાં અને માસ્ટર કાચની દીવાલમાં પટકાયા. એલીયન રોબોટ માસ્ટર તરફ આગળ વધ્યો અને માસ્ટર પર તલવાર નો પ્રહાર કર્યો, માસ્ટર જમીન પર પડેલા હતા અને શિલ્ડનો કોડ દાખલ કર્યો અને તેનો પ્રહાર અટકાવી ઉભા થયાં.
માસ્ટર ફરી તલવાર પસંદ કરી લડવા લાગ્યા, ક્યારેક તેના પર તલવારના ઘા પડે છે તો ક્યારે કે માસ્ટર પર આવી રીતે બંનેની લડાઈ ચાલી રહી હતી. માસ્ટર ઘણા હથિયાર બદલાવી ચુક્યા પણ પેલા એલીયનને કંઈ પણ અસર ન થતી હતી, તેમની લડાઈની બે કલાક થઇ ગઈ હતી. જેથી માસ્ટર થાકી ગયા હોઈ તેવું લાગતું હતું, આ વખતે માસ્ટરે કેનન ગન પસંદ કરી અને એક ખૂણામાં જઈ પેલાને નિશાન બનાવી ફાયર કર્યું કેનન, ગનમાંથી છૂટી અને પેલાની છાતી પર અથડાણી, કેનનના અથડાવાની સાથે જ કેનન બ્લાસ્ટ થઇ અને તેના બળના કારણે માસ્ટર દીવાલમાં અથડાયા. થોડીવાર તો આખા કાચના બોક્સમાં ધુમાડો જ દેખાતો હતો, પરંતુ કેનન બ્લાસ્ટ થવાની કોઈ અસર તે કાચના બોક્સ પર ન પડી, તેની સપાટી પર એક પણ તિરાડ જોવા ના મળી.
ધુમાડો થોડો ઓછો થયો અને જાખું દેખાતું હતું તેમાં પેલો એલીયન પોતાના હાથના સહારે ઉભો થયો. ત્યાં તરત જ માસ્ટર બીજી કેનન તેના તરફ છોડી ફરી ધમાકો થયો. ફરી ધુમાડો ઓછો થવા લાગ્યો અને ફરી પેલો એલીયન ઉભો થયો. આ વખતે પણ તેને કાંઈ અસર થઇ ન હતી પરંતુ ધુમાડાના લીધે તેનું શરીર કાળું થઇ ગયું હતું. માસ્ટરે તરત તલવાર પસંદ કરી, પેલો એલીયન એકદમ ગુસ્સામાં આવી ગયો અને જોર જોરથી પ્રહાર કરવા લાગ્યો.
બે કલાકની સતત લડાઈને કારણે માસ્ટરના પગ ધ્રૂજી રહ્યા હતા, હાથની તાકાત ઘટી ગઈ હોઈ તેવું લાગતું હતું. બહારથી જોઈ રહેલા પૃથ્વીવાસીના ચહેરા કરમાઈ ગયા હતા તેની આશાઓ તૂટવા લાગી અને તે લોકોને એવુ લાગી રહ્યું હતું કે જાણે પવન થંભી ગયો છે. પરંતુ પેલો એલીયન તો રોબોટ હતો જેથી તેનામાં થાકવાનું તો આવતું જ ન હતું.
માસ્ટરને આંખે અંધારા ચડવા માંડ્યા હતા, જાણે યમરાજ તેના તરફ હાથ લાંબો કરીને બોલાવી રહ્યા હોઈ તેવું તેને લાગી રહ્યું હતું. હવે તલવાર પણ વજન વાળી લાગી રહી હતી, સુઈટની અંદર પરસેવાના લીધે જાણે આખુ શરીર પીગળી ગયું હોઈ તેવું માસ્ટરને લાગતું હતું. તેમણે કાચમાંથી લોકોને પડેલા ચહેરા જોયા અને તે લોકોના મોં પરથી એવુ લાગતું હતું કે જાણે તે બધાની જિંદગી ઉજ્જડ થઇ ગઈ હોઈ.
માસ્ટર કાચની દીવાલ પકડી ઉભા થયાં અને ઘડિયાળ પરનું બટન દબાવ્યું અને તલવાર સંકેલાઈ ગઈ. માસ્ટરે સુઈટના છાતીના ભાગમાં રહેલ બટન દબાવ્યું અને વોઇસ કોડ દાખલ કર્યો અને તેના સુઈટ માંથી ટીક......ટીક...... નો અવાજ ચાલુ થઇ ગયો માસ્ટરે દોડી પેલા એલીયનને પાછળથી તેના બે હાથ જકડી લીધા.
આ સમયે માસ્ટરના મનમાં વિક્રમ અને ઈશાનો ચહેરો ઝુમી રહ્યો હતો અને કાચમાંથી માસ્ટર બહારનું વાતાવરણ નિહાળી રહ્યા હતા. તેટલી વારમાં બ્લાસ્ટ થયો અને સુઈટમાં રહેલ ન્યુક્લિયર રીએક્ટર એલીયનના અને માસ્ટરના સંપર્કમાં આવી અને માસ્ટરનું સુઈટ અને રોબોટના ધાતુના કણો અલગ થવા લાગ્યા અને બ્લાસ્ટ થવાથી રોબોટનું અસ્તિત્વ નાશ પામ્યું સાથે માસ્ટરનું સુઈટ અને ક્રિસ્ટલ ઘડિયાળ બધું નાશ પામ્યું અને બ્લાસ્ટ થવાથી માસ્ટરના શરીરના એકદમ નાના નાના ટુકડા થઇ ગયા હતા.
પોતાના હેડનું અવશાન થતા જમીન પર ઉડી રહેલું યાન ઉપર ચડવા લાગ્યું અને બધા નાના યાન તેમાં ભેગા થઇ ગયા અને તે યાન પોતાના ગ્રહ તરફ પાછું ફર્યુ. પૃથ્વી પર ફરી સૂર્યનો પ્રકાશ વહેવા લાગ્યો, બંનેનું અવશાન થતા કાચના બોક્સના દરવાજા ખુલી ગયા હતા. જીતનો મહોલ કોઈક પાસેથી સાંભળી, આનંદમાં આવી દરવાજો પકડી માસ્ટરની રાહ જોઈ રહી હતી, વિક્રમ ઘરમાં બેઠો બેઠો ટીવી જોઈ રહ્યો હતો.
કાચના બોક્સમાંથી માસ્ટરનો દેહ બહાર કાઢ્યો અને પેલા રોબોટના અવશેષ કાચની પેટીમાં ભરી લેબોરેટરીમાં લઇ જવામાં આવ્યા. પૃથ્વી પર એક તરફ ખુશીનો માહોલ હતો અને એક તરફ દુઃખનો પણ સમય હતો, માસ્ટરના મૃત્યુના સમાચાર આખા ભારતમાં ફરી રહ્યા હતા. વિક્રમ ટીવી જોતા જોતા આ સમાચાર જોઈ ગયો અને તેની મમ્મીનો હાથ પકડી ઘરમાં લઇ ગયો, ઈશાએ આ સમાચાર સાંભળતા તેની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. આવી મૃત્યુની વાત સાંભળતા તેને આઘાત લાગ્યો અને બેહોશ થઇ ગઈ, બેહોશ થયેલ માને જોઈ વિક્રમ રડવા લાગ્યો અને દોડતો દોડતો પાડોસમાંથી કોઈકને બોલાવી લાવ્યો અને તેણે તરત જ ડોક્ટરને બોલાવ્યા.
માસ્ટરના શરીરના અવશેષ તેના ઘરે પહોંચાડવામાં આવ્યા, ઘરે ઈશા તો હોશમાં આવી ગઈ હતી પરંતુ તેનું રડવાનું બંધ ન થતું હતું, બંને માં અને દીકરો બંને રડી રહ્યા હતા. પાડોશીઓ તેને આશ્વશન આપી રહ્યા હતા, માસ્ટરની મૃત શરીર જોઈને ઈશા વધુ જોરથી રડવા લાગી અને રડી રડીને તેની આંખ સુજી ગઈ હતી.
આર્મી, પોલીસ અને નેતાની હાજરીમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. થોડા દિવસ તો ઈશા ઉદાસમાં જ હતી જેથી તેનું શરીર પાતળું થઇ ગયું હતું. માસ્ટરના ઘરનો બધો જ ખર્ચ સરકારે ઉપાડવાનું નક્કી કર્યું અને 'ભારતીય લેબોરેટરી'નું નામ માસ્ટરના નામ પરથી 'ડૉક્ટર એમન લેબોરેટરી' રાખવામાં આવ્યું.
દસ વર્ષ પછી......
વિક્રમ અત્યારે 'ડૉક્ટર એમન લેબોરેટરી' નો હેડ છે અને એક અલગ જ સ્ટિરીયન ધાતુની ચીજ વસ્તુની ખોજનો અલગ જ વિભાગ હતો. વિક્રમે પોતાના પિતાએ લખેલી બુકનું અનુસરણ કરીને આ આખો વિભાગ ચાલુ કર્યો હતો, તે બુકમાં માસ્ટરે કરેલ ખોજની વિગતો દર્શાવી હતી. જેથી સ્ટીરીયન ધાતુની ચીજ વસ્તુની ખોજ ચાલુ થઇ ગઈ હતી. ફરીવાર માસ્ટરની ટેક્નોલોજીનો કાળ ચાલુ થઇ ગયો હતો.