ક્રિસ્ટલ મેન - 2 Green Man દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્રિસ્ટલ મેન - 2

એકવાર માસ્ટર પોતાના ઘરના ફળીયામાં ખુરશી રાખીને બેઠા છે અને ઉંડા વિચારોમાં પડી ગયા હતા. તેના મગજમાં એ ચાલતુ હતુ કે યુદ્ધ સમયે અથવા તો કોઈ એવી ઘટના ઘટે ત્યારે એક સાથે બધા હથીયાર લઈ જવા અશક્ય છે.

આવા ઉંડાણ પુર્વક વિચારવાના કારણે તેના મનમાં એક આઈડીયા આવ્યો કે કંઇક એવુ બનાવીએ કે જેથી બધા હથીયારને લઈ જવામાં સરળતા રહે અને બધા હથિયારોનો ભયંકર ઘટના દરમિયાન ઉપયોગ કરી શકાય.

આ નવા વિચારની સાથે માસ્ટર લેબોરેટરીમાં જાય છે અને વિચારે છે કે કંઈ વસ્તુ દ્વારા દરેક હથિયારનો ઊપયોગ કરી શકાય. થોડા સમય વિચાર્યા પછી તેના મગજમાં ક્રિસ્ટલનો ખ્યાલ બેઠો અને તેમણે ક્રિસ્ટલ પર કામગીરી ચાલુ કરી દીધી.

બે મહિના પછી......

માસ્ટરે સ્ટિરીયન ધાતુ માંથી કેટલાક માઈક્રો ક્રિસ્ટલ બનાવ્યા અને આ બધા ક્રિસ્ટલને ઈલેક્ટ્રોનિક કમ્પોનન્ટ વડે જોડવામાં આવ્યા અને કમ્પ્યૂટર પ્રોગ્રામિંગ કરવામાં આવ્યું અને આ ક્રિસ્ટલનુ માળખુ ટેબલ પર રાખવામાં આવ્યું. માસ્ટરે કમાન્ડ આપ્યો અને આ ક્રિસ્ટલનુ માળખુ અલગ અલગ આકાર બદલવા લાગ્યુ, માસ્ટર આ જોઈ આનંદમાં આવી નાચવા લાગ્યા, હવે માસ્ટરને પોતાના પ્રશ્નનો ઉકેલ મળી ગયો હતો.

એટલી વારમાં ઈશા માસ્ટરના દરવાજા માંથી પ્રવેશ કરે છે, માસ્ટરને નાચતા જોઈ નવાઇ લાગે છે અને મનમાં ને મનમાં મુશ્કુરાય છે. માસ્ટરની નજર ઈશા સામે પડી જતા શરમાઈ જાય છે અને ઈશાનો હાથ પકડી અને તેને તે મોડલ બતાવવા લઈ જાય છે. આ ખોજથી ઈશા એકદમ ખુશ છે.

બે મહીના પછી માસ્ટર વૃક્ષના છાયામાં ખુરશી નાખી બેઠા છે એટલી વારમાં ઈશાની એન્ટ્રી થાય છે. બંન્ને જણ લેબોરેટરીમાં જાય છે અને ટેબલની બાજુમાં ખુરશી રાખી બંન્ને જણ ચાની ચસ્કી મારે છે, ટેબલ પર નાના નાના ક્રિસ્ટલનો બનેલો ક્યુબ પડેલો જોઈ ઈશાએ તેને હાથમાં લઈ જોવા લાગી કારણ કે આ ક્યુબ લેબોરેટરીમાં પહેલી વાર જોયો.

આ ક્યુબ દેખાવમાં એકદમ સુંદર હતો અને તેને મેળવવા કોઈ પણ વ્યક્તિ આતુર થઈ જાય તેવો તેનો દેખાવ હતો. દેખાવમાં તેનો રંગ એકદમ ચાંદી જેવો લાગતો હતો પરંતુ તે ચાંદી કરતા પણ વધારે ચળકાટ ધરાવતુ હતું.

માસ્ટરે તે ક્યુબ હાથમાં લીધો અને ક્યુબની સ્ક્રીન પર કોડ નાખતા જ ફ્ક્ત ત્રણ જ સેકન્ડમાં તે ક્યુબે તલવારનુ રૂપ ધારણ કર્યું આ જોઈ ઈશાની આંખો પહોળી થઈ ગઈ. આ ક્યુબ અદ્યતન ટેકનોલોજીથી બનાવવામાં આવ્યો હતો, માસ્ટરના કોડ નાખતાની સાથે નાના નાના ક્રિસ્ટલ એકદમ સ્પીડથી ગોઠવાઈ જતા.

આમ, આ ક્યુબમા અલગ અલગ વીપનના (હથીયાર) આકારની માહિતી કમ્પ્યુટર દ્વારા અપડેટ કરેલ હતી અને આ બધા વીપનને અલગ અલગ કોડ રાખેલ હતા, તે કોડ નાખતા તે વીપનનુ સ્વરૂપ ધારણ કરતું. આ ક્રિસ્ટલ ક્યુબ સ્ટીરીયન સખત ધાતુનો બનાવેલો હતો.

માસ્ટર આ ક્યુબ ઈશાના હાથમાં મુકી અને તેને કોડ નાખતા શીખવાડે છે અને બધા વીપન જેમકે તલવાર, ભાલા, શીલ્ડ, ધનુષ, સ્ટીક, ચાબુક અને અલગ અલગ પ્રકારની ગન વગેરે વીપનનુ જ્ઞાન આપી રહ્યા છે.

અમુક અઠવાડિયા પછી....

પૃથ્વી પર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તલવાર બાજી અને અલગ અલગ વીપનથી લડાઈ લડવાની સ્પર્ધાનુ આયોજન થયું. જેથી માસ્ટરે આ સ્પર્ધામાં ભાગ લેવાનો નિર્ણય કર્યો જેથી માસ્ટર દરોજ સ્પર્ધાની પ્રેક્ટિસ ચાલુ કરી દીધી છે.

ભારત દેશમાં અલગ અલગ સ્તરે સ્પર્ધા ચાલુ કરી દીધી કારણ કે એક દેશમાંથી ફક્ત બે જ કેન્ડિડેટ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભાગ લઈ શકે અને જે સ્પર્ધામાં વિજય થાય તેને 'આંતરરાષ્ટ્રીય કમાન્ડર' એવૉર્ડથી સન્માનીત કરવામાં આવશે.

ધીમે ધીમે જીલ્લામાં, રાજયમાં અને છેલ્લે આખા ભારત દેશ સ્તરે સ્પર્ધા થઈ અને તેમા બે કેન્ડિડેટની પસંદગી થઈ અને તેમાથી એક આપણા માસ્ટર પણ હતા. માસ્ટરે પોતાના ક્રિસ્ટલ ક્યુબની મદદથી કેટલાય સ્પર્ધીઓને હરાવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય સ્પર્ધાના દિવસે..

વહેલી સવારે માસ્ટર, ઈશા રમતના સ્કોચ અને વડાપ્રધાન વિમાન મુસાફરી દ્વારા ઓસ્ટ્રેલિયા રવાના થઇ રહ્યા છે. માસ્ટર સહીત બધા યોદ્ધા મેદાનમાં પહોચે છે, મેદાનની ચારેય બાજુ બધા લોકો ને સ્પર્ધા જોવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા અલગ અલગ દેશના સ્પર્ધીઓ માટે બેસવાની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે, બધા દેશના વડાપ્રધાન માટે અલગ જગ્યા ફાળવેલ છે.

સ્પર્ધા ચાલુ થઈ ગઇ છે દેશ વિદેશના લડવૈયાઓ લડી રહ્યા, જેમા એક ભારતનો લડવૈયો હારી ચુક્યો છે. જેથી બધા લોકોની જીતની આશા ફક્ત માસ્ટર હતા, માસ્ટરનો લડવાનો વારો આવી ચુક્યો છે. માસ્ટર હાથમાં ક્રિસ્ટલ ક્યુબ લઈ મેદાનમાં ઉતરે, બધા લોકો માંથી ખડખડાટ હસવાનો અવાજ સંભળાય રહ્યો હતો, તેઓ બધા માસ્ટરને હસી રહ્યા હતા કારણ કે માસ્ટરના હાથમાં કોઈ પણ પ્રકારનું વીપન ન હતુ અને માસ્ટર મેદાનમાં ઊભા હતા.

માસ્ટરે ક્યુબમાં કોડ નાખ્યો અને ફક્ત ત્રણ જ સેકન્ડમાં અડીખમ અણીદાર ભાલો તેના હાથમાં હતો.આ જોઈને દર્શકો બધા આચર્ય ચકિત થઇ ગયા અને બધા દર્શકોના મુખે માસ્ટરની પ્રસંશા થતી હતી. માસ્ટર અને બીજા દેશના યોદ્ધા સાથે ઘસમસાન યુદ્ધ થયુ અને આખરે માસ્ટરનો વિજય થાય છે. આમ માસ્ટર એક એક કરતાં બધા લડવૈયાને હરાવી તે ફાઈનલ મેચ સુધી પહોચી ગયા છે.

આંતરરાષ્ટ્રીય ફાઈનલ મેચ...

બીજા દેશના લડવૈયાના એક હાથમાં શિલ્ડ અને બીજા હાથમાં તલવાર છે, તેના પણ વિપન સખત ધાતુના બનેલા હતા કે જે માસ્ટરનો સામનો કરી શકે. માસ્ટરના હાથમાં ભાલો છે અને બંન્ને સામસામે ઉભા છે, યુદ્ધનો બેલ વાગવાની સાથે બંન્ને એકબીજાને ભીડી પડ્યા. બન્ને એકબીજા પર આક્રમણ કરી રહ્યા છે. માસ્ટરના હાથમાં અલગ અલગ વીપન બદલી રહ્યા છે ક્યારેક તલવાર તો ક્યારેક ભાલા તો ક્યારેક શિલ્ડ.

આ યુદ્ધ ઘણો સમય ચાલ્યુ, બંન્ને માંથી કોઈ હાર માને તેવુ ન હતુ, માસ્ટરના હાથમાં તલવાર હતી અને માસ્ટરે પેલા સામે દોટ મુકી અને તેના પર પ્રહાર કર્યો પણ તેમણે શિલ્ડની મદદથી પ્રહાર રોક્યો, માસ્ટરની તલવારની ધારના કારણે તેની શિલ્ડમા તલવારનુ નિશાન પડી ગયું અને તરત જ પેલાએ શિલ્ડ, તલવાર પકડેલા હાથ પર મારી અને તલવાર માસ્ટરના હાથમાંથી છુટી ગઈ. માસ્ટરે તલવાર લેવા માટે દોડ્યા પણ પેલાએ તેના પર તલવારથી વાર કર્યો, માસ્ટરે પોતાનો બચાવ કર્યો પરંતુ તલવારની અણી માસ્ટરની આંખની ઉપરના ભાગમાં વાગી ગઈ જેથી ત્યાથી લોહી નીકળવા લાગ્યું.

માસ્ટરનો ગુસ્સો વધી ગયો તેમણે તલવાર હાથમાં લીધી અને ઉભા થઈ પેલા પર ત્રાટક્યા, બંન્નેની તલવાર એકબીજા સાથે અથડાવાના કારણે તેની તલવાર માસ્ટર સામે ન ટકી શકી અને તલવારના બે ટુકડા થઈ ગયા, ફરી માસ્ટરે તેના પર વાર કર્યો તેમણે બચવા માટે શિલ્ડનો ઉપયોગ કર્યો પણ બે-ત્રણ પ્રહારમાં તો શિલ્ડ તોડી નાખ્યું અને છેલ્લે પેલા યોદ્ધાએ હાર સ્વિકારી લીધી અને વિદેશની ભુમિ પર ત્રીરંગો લહેરાવવા લાગ્યો

યુદ્ધ નિહાળી રહેલ બધા ભારતીય ગર્વ અનુભવી રહ્યા હતા પછી માસ્ટરને 'આંતરરાષ્ટ્રીય કમાન્ડ' ઘોષિત કરવામાં આવ્યા, તેમને મેડલ આપી સન્માનિત કર્યા અને ભારત દેશની ટેકનોલોજીની પ્રશંસા કરી.

અઠવાડિયા પછી...

માસ્ટર પોતાના રૂમમાં અરીસા સામે મોઢું રાખી બેઠા છે અને પેલા આંખ ઉપર લાગેલા ઘાવને નીહાળી રહ્યા છે. મગજમાં વિચારો દોડી રહ્યા છે અને તેમને યુદ્ધમાં લાગેલ ઘાવ મનમાં ફર્યા કરે છે અને મનમાં એવા વિચાર આવે છે કે આ લાગવાનુ કારણ ફકત હથિયારના વિખુટા પડવાથી જ થયુ છે તેથી તેણે નક્કી કરી લીધુ કે હવે વિપન હાથથી અલગના થાય તેવુ કાંઇક વિક્સાવવુ પડશે.

માસ્ટર આવુ વિચારી લેબોરેટરીમાં ચાલ્યા જાય છે અને પોતે નક્કી કરેલ વસ્તુ પર મહેનત કરવા લાગ્યા. સમય ધીમે ધીમે પસાર થતો જાય છે પણ માસ્ટરના પ્રયાસોમાં નિષ્ફળતા જોવા મળતી હતી પરંતુ તે હાર ન માનતા હતા.

ઘણા દિવસો પછી માસ્ટર પોતાની વસ્તુ બનાવવામાં સફળ થયા તેથી તેમણે ઈશાના પરીવાર અને પોતાના પરિવાર સાથે મળી પાર્ટીનુ આયોજન કર્યું.

રાત્રીના સમયે બંન્ને પરિવાર સાથે માસ્ટરના ઘરના ફળીયામાં મળ્યા છે પાર્ટીની મોજ માણી રહ્યા છે એટલા માં ઈશાએ માસ્ટરે બનાવેલ વસ્તુનું પ્રદર્શન કરવાનો આગ્રહ કર્યો.

માસ્ટર ફળીયાની વચ્ચે ઉભા છે અને બધા લોકો માસ્ટરની ચારેય બાજુ ગોઠવાઈ ગયા. માસ્ટરે તેનો ડાબો હાથ થોડો ઉચો કર્યો જેમ આપણે ઘડીયાળ સમય જોતા હોય તેવી રીતે. માસ્ટરે તેના સુટની બાહ થોડી ઉચી ચડાવી, માસ્ટરના કાંડા પર એકદમ સખત ધાતુનો બનેલો અને ચમકદાર ક્યુબ રાખ્યો, ક્યુબ ઉપર નાના નાના ત્રણ બટન છે માસ્ટરે એક બટન દબાવ્યું અને ક્યુબ માંથી એક નાની અણીદાર સોઈ બહાર નિકળી અને માસ્ટરના હાથમાં ખુપી ગઇ અને તેમાથી કંઈક આવો અવાજ આવ્યો " ડીએનએ ટેસ્ટ સક્સેસફુલી".


માસ્ટરે આ નવી ટેકનોલોજી ક્યુબમા અપડેટ કરેલ હતી, જેથી ક્યુબ ડીએનએ ટેસ્ટ પુરૂ થતાની સાથે ક્યુબ ઘડીયાળ જેવો આકાર માસ્ટરના હાથ પર ધારણ કર્યો અને તે એકદમ રીતે હાથના કાંડા ઉપર ચિપકી ગયું. આ ઘડીયાળ આકારની વસ્તુ એકદમ મન મોહી જાય તેવી હતી અને તેના પર બલ્બનુ અજવાળું પડતુ હતુ જેથી તે એકદમ ચમકી રહ્યું હતું.

માસ્ટરે તેની સ્ક્રીન પર કોડ નાખ્યો અને તેણે તલવારનુ સ્વરૂપ ધારણ કર્યું પરંતુ આટલુ જ નહી તે ક્યુબની તલવારની સાથે ક્રિસ્ટર હાથના પંજા પર ચિપકી ગયા હતા. જેથી તલવાર હાથથી અલગ થઈ શક્તી ન હતી અને જો આ બટનના ઉપયોગ વગર કાઢવામાં આવે તો હાથના માસ સાથે અલગ થતુ. માસ્ટર એક પછી કોડ નાખી અલગ અલગ વીપન બતાવે છે.

માસ્ટરે બીજુ બટન દબાવ્યું અને તે વિપન માંથી ઘડીયાળ આકારનુ સ્વરૂપ ધારણ કર્યું અને ત્રીજુ બટન દબાવતા તે ક્યુબનુ સ્વરૂપ ધારણ કરતુ અને હાથથી અલગ થઇ જતુ.

આ ક્યુબ ફક્ત માસ્ટરના હાથ ઉપર બેસતો હતો કારણ કે માસ્ટરે પોતાનો ડીએનએ અપડેટ કરેલ હતો, જેથી બીજા કોઈ આ ક્યુબનો ઉપયોગ ન કરી શક્તુ. આવી રીતે પાર્ટી પુરી થવા ઉપર છે અને બંન્ને પરિવારો વચ્ચે માસ્ટર અને ઈશાના લગ્નની વાત ચાલી રહી છે અને લગ્નનો દિવસ નક્કી થયો.

થોડા સમય પછી લગ્નની તૈયારીઓ ચાલી રહી છે અને બંન્નેના ધામ ધુમથી લગ્ન થયા અને બંન્નેની જીવન દોરી ચાલી રહી છે.

એકવાર માસ્ટર શહેરમાં ફરવા નીકળ્યા હતા અને માસ્ટરે ત્યાં કંઈક નાસ્તો મંગાવ્યો હશે જેથી નાસ્તો ન્યૂઝ પેપરમાં આપ્યો હતો. નાસ્તો કરતી સમયે તેની નજર ન્યૂઝ પેપર પર છપાયેલ ન્યૂઝ પેપર પર પડી માસ્ટર તે વાંચવા લાગ્યા. માસ્ટરે ઝડપથી નાસ્તો કરી ઘર તરફ ગયા અને લેબોરેટરીમાં જઈ પેપરમાં જોયેલી માહિતી લેપટોપ ખોલી શોધવા લાગ્યા. લેપટોપની સ્ક્રીન પર આવેલ યાનના ફોટા હતા અને યાન વિશેની માહિતી મળી જે માસ્ટર વાંચવા લાગ્યા.

આ ન્યૂઝમાં ઘણા પ્રશ્ન ઉભા હતા કે આ યાનની અંદર રહેલ પ્રાણી કેવું હશે ??, તે માણસને તો અસર નહિ કરે ને??, અહીંયા શા માટે આવ્યું છે?? આવા અલગ અલગ લોકોના મનના પ્રશ્ન દર્શાવ્યા હતા.