નસીબ ના ખેલ... - 24 પારૂલ ઠક્કર... યાદ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નસીબ ના ખેલ... - 24

સવાર માં 7 વાગ્યા માં જ ધરા ના રૂમ નું બારણું ખખડાવવા માં આવ્યું.. આંખ ખુલવાનું નામ.નોહતી લેતી પણ તો ય ઉઠવું ફરજિયાત હતું.. એટલે ધરા પરાણે જાગી ને બહાર આવી. જો કે ખાલી બ્રશ કર્યું એણે અને પછી બસ એમ જ બેસી રહી. સાસરી નો નિયમ હતો નાહયા પછી જ ચા પીવાય... પિયર માં તો એ સવારે ચા પી લેતી હતી સાથે નાસ્તો પણ. પણ આ પિયર નોહતું....
7 વાગ્યા ની જગાડી હતી ધરા ને.. પણ છેક 9.30 વાગ્યે ધરા ના નણંદ નો દીકરો ધરા ને તેડવા આવ્યો અને એની સાથે ધરા ને મોકલી... ધરાના નણંદ ના ઘરે ગયા બાદ પહેલા તો પંચામૃત થી ધરા નું માથું સહેજ એના નણંદએ ધોઈ આપ્યું પછી શુકન પૂરતું પંચામૃત ધરા ના શરીરે લગાડી ને ધરા ને સ્નાન કરી લેવાનું કહી ને ધરાના નણંદ ચા નાસ્તા ની તૈયારી કરવા લાગ્યા...
એક તો રાત નો ઉજાગરો, એમા ય સવાર ના પહોર માં ચા પીવા ટેવાયેલી ધરા ને આજે 10.30 થઈ ગયા હતા પણ હજી ચા નોહતી પીધી એટલે થોડી ઢીલી હતી... નાહી ને આવ્યા બાદ ધરા તૈયાર થવા લાગી... એટલા માં તો નિશા ધરા ને તેડવા પણ આવી ગઈ. ..
નિશા તો તરત ધરા ને તેડી જાવા માંગતી હતી પણ ધરા ના નણંદ પાસે એનું કાઈ ન ચાલ્યું.. ધરા ને ચા નાસ્તો કરવા બેસાડી અને ખૂબ પ્રેમ થી આગ્રહ પૂર્વક ધરા ને નાસ્તો કરાવ્યો ધરાના નણંદએ....
નિશા ઉતાવળી થતી હતી કે હજી ધરા પાસે શુકન ની લાપસી બનાવવાની છે , મોડું થશે.. રસોઈ પણ બાકી છે.. વગેરે વગેરે ના જાપ શરૂ કર્યા અંતે ધરા ને જાજુ બેસવા ન દેતા ધરા ને લઈ ને નિશા ઘરે આવી... ત્યાં ધરા ના મોટા જેઠાણી એ દાળ ભાત કરી જ રાખ્યા હતા શાક પણ વઘારી દીધું હતું... બસ પુરી બાકી હતી અને ધરા ના હાથે લાપસી બનાવડાવવાની હતી ...
ધરા ને ઘરે મૂકી ને નિશા તો કાઈ ક બહાર કામ છે કરી ને નીકળી ગઈ અને સૂચના આપતી ગઈ કે ધરા ને કહેજો લાપસી બનાવી નાખે... જો કે ધરા ને લાપસી બનાવતા નોહતું આવડતું, કારણ ધીરજલાલ ના ઘરે એ ક્યારેય બનાવી જ નોહતી... ધરા મુંજાણી કે હવે શુ કરવું ?? ધરા ની મૂંઝવણ તેના મોટા જેઠાણી ના ધ્યાન માં આવી ગઈ... તેમણે પૂછ્યું કે કેમ શુ થયું ?? કેમ મુંજાય છે તો ધરા એ સાચી વાત કહી દીધી કે એને નથી આવડતી લાપસી બનાવતા....
ધરા ના જેઠાણી આ સાંભળી ને ધરા ની પાસે આવ્યા અને કહ્યું કે જરા ય મુંજાય નહિ... ઘર માં બીજું કોઈ નથી ત્યાં હું જ લાપસી બનાવી દઉં છું તું શુકન પૂરતો તારો હાથ અડાડી દે...અને કોઈ ને કહેતી નહિ કે તે નથી બનાવી એમ... અને હું કરું એ જોઈ લે ધ્યાનથી... એટલે બીજી વાર કામ લાગે...
ધરા ને તો જાણે ભગવાન મળ્યા... એ ખુશ થઈ ગઈ અને એના મોટા જેઠાણી એ બધું સંભાળી લીધું... આમ એ વિધિ પણ પુરી થઈ...
તે દિવસ તો શાંતિ થી પસાર થઈ ગયો... બીજા દિવસે શુ થાય છે એ જ જોવાનું હતું...
અને બીજા દુવસે સવાર ના પહોર માં નિશા એ જાણે ધડાકો જ કર્યો... નિશા એ કેવલ ની સીધું એમ.જ કીધું કે યાદ છે ને કેવલભાઈ લગ્ન પછી તમે મને 2 વર્ષ સાચવવાનું વચન આપ્યું છે ? ધરા આ સાંભળી ને ડઘાઈ જ ગઈ... લગ્ન પછી ભાભી ને 2 વર્ષ સાચવવાનું વચન ????/ આની પાછળ નો અર્થ સમજી ન શકે એવી ભોટ તો નોહતી ધરા... અને હજી તો લગ્ન નો બીજો જ દિવસ હતો. શુ કહેવું, શુ કરવું કાઈ સમજી નહિ ધરા.. એણે કેવલ ને જ આ બારા માં પૂછવાનું યોગ્ય લાગ્યું... અને એણે કેવલ ને પૂછી જ લીધું કે શુ છે આ બધું ? અને કેવલ ખૂબ પ્રેમ થી વાત ને એમ કહી ને ટાળી દીધી કે એ તો ભાભી એમ કહેવા માંગતા હતા કે લગ્ન પછી 2 વર્ષ સુધી તમે જુદા નહીં થાવ મતલબ જુદા અલગ રહેવા નહી જાવ અહીં ભેગા જ રહેશો.. ધરા ને પણ લાગ્યું કે કદાચ એ વધુ આગળ વિચારી બેઠી છે, કદાચ નિશા બેન નો કહેવાનો મતલબ આ પણ હોઈ શકે.. અને એ કેવલ ની વાત માની ગઈ....