અદ્રશ્ય - 3 Anjali Bidiwala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

  • ધ્યાન અને જ્ઞાન

        भज गोविन्दम् ॥  प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेक...

  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

શ્રેણી
શેયર કરો

અદ્રશ્ય - 3

આગળ જોયું કે રોશનીને રાહુલ જુઠું કહેતો હોય એવું લાગે છે. રાહુલ રોશનીથી કંઈક છુપાવતો હોય એવું લાગે છે. વિચારોમાં ડૂબેલી રોશની ને રાતે રાહુલ કોઈ ની સાથે વાત કરતો હોય એવું લાગે છે. તેથી તે વાડામાં રાહુલ પાસે જતી જ હોય છે કે એને કંઇક દેખાય છે જે જોઈ તે બેહોશ થઈ જાય છે.

રાહુલને અવાજ આવે છે તેથી તે રોશની પાસે આવે છે અને એને ઉઠાડવાની કોશિશ કરે છે ,પણ.... રોશની ઊઠતી જ નથી. રાહુલ તેને ઊંચકીને રુમમાં લઈ જાય છે.તે તેનાં મોઢા પર પાણીની છાલક મારે છે. રોશની હોંશમાં આવે છે.

"રાહુલ.....રાહુલ.....! વાડામાં......તમારી સાથે......"રોશની ડરતાં અવાજે બોલે છે.

"રોશની વાડામાં શું.......તું બેહોંશ કેવી રીતે થઈ ગઈ?" રાહુલે પુછયું.

"વાડામાં...વાડામાં.... તમારી સાથે એક મોટો નાગ હતો......" રોશનીએ કહ્યું.

"આ તું શું કહે છે નાગ........કયાં......?" રાહુલે પુછયું.

"તમે એની સાથે વાત પણ કરતા હતા..." રોશનીએ કહ્યું.

" હું....જે નાગ જોઈને તું બેહોશ થઈ ગઈ તે નાગ સાથે હું વાત કેવી રીતે કરી શકું.......અને તે પણ નાગને... જાણે એને આપણી ભાષા સમજ પડી જવાની...કેવી વાતો કરે છે......તું આરામ કર.....પછી સવારે વાત કરીએ." રાહુલે કહ્યું.

રોશની આંખ બંધ કરી. રાહુલ પણ સુઈ ગયો. રોશનીને ઊંઘમાં પણ પેલો નાગ જ દેખાતો હતો.

"રાહુલ સાચું જ તો કહે છે આટલો મોટો નાગ રીયલમાં હોવો એના પર જ પ્રશ્ર્નો છે અને તેમાં રાહુલ એની સાથે વાત કેવી રીતે કરી શકે.....કદાચ મારો જ ભ્રમ હશે....." રોશની મનમાં વિચાર કરતી હતી.

સવાર પડતાં જ રોશનીએ તેની મમ્મીને ફોન કર્યો...પણ એમણે પણ રોશનીનો ભ્રમ હશે તેવું જણાવ્યું.

બપોરે રોશનીની સાસુનો ફોન આવ્યો.

સાસુ : "કેમ છે રોશની , રાહુલ સારો છે ને?"

રોશની : "હા, મમ્મી, અમે સારાં છીએ.....તમે કેમ છો....હરિદ્વાર પહોંચી ગયા?"

સાસુ : "હા, અમે હરિદ્વાર પહોંચી ગયા.....અહીં એક મોટાં સંત છે.....અમે જયારે મંદિરે દર્શન કરવા ગયાં હતાં ત્યાં તે મળ્યા હતાં...અને અમને સામેથી એમણે મળવા બોલાવ્યા છે કંઈ જરૂરી કામ છે એમ કહીને....... એટલે અમે સાંજે મળવા જવાના છે."

રોશની : " મમ્મી, શું કામ બોલાવ્યા હશે તમને?

સાસુ : " એ તો નથી ખબર, પણ મંદિરના મહારાજે કહ્યું કે એ સંત જ્યારે પણ કોઈને સામેથી બોલાવે તો જરુર કંઈક અગત્યની વાત હશે....તેઓ કોઇને સામેથી એમજ બોલાવતા નથી..."

રોશની : "સારું મમ્મી, જે હોય તે કહેજો..."

સાસુ : "હા દિકરા , તું તારું અને રાહુલ નુ ધ્યાન રાખજે.....ચાલ, હું મુકું ફોન...."

રોશની : "હા, મમ્મી"

રોશની ફોન મુકે છે અને વિચાર કરે છે કે પેલા સંત શું કહેશે.

સાંજે રાહુલ અને રોશની ફેન્ડની પાર્ટીમાં જાય છે. ફ્રેન્ડનાં કેટલાં ફોન આવે છે પછી તે જવા તૈયાર થયો છે. ત્યાં રાહુલ ચુપ ચુપ રહે છે કોઈની સાથે વાત પણ નથી કરતો.

રાહુલનાં ફ્રેન્ડે રોશનીને પુછયું, "કંઈ તકલીફ છે.....રોશની , રાહુલ આવું કેમ કરે છે...કોઈ સાથે વાત નથી કરતો...એકલો બેસી રહે છે......મેં ડ્રિન્ક માટે પુછયું તે પણ ના કહી દીધી......"

રોશની : "ના યુવરાજ......, એવું કંઈ નથી , એ તો હમણાં બિઝનેસનું ટેન્શન છે એટલે....."

યુવરાજ : "ના, તું ગમે તે કહે......પણ એનાંમાં કંઈક તો બદલાવ આવ્યો જ છે....હું એને નાનપણથી જાણું છું અમે બધાં પ્રોબ્લમ એકબીજા સાથે શેર કર્યા છે એણે આવું કયારેય નથી કર્યું.....હા...એનાં સપનાં માટે એ પરેશાન રહે છે...પણ તે પણ આટલું વધારે નહીં....."

રોશની : "શું સપનું......હજી કંઈ પુછે એ પહેલાં જ રાહુલ આવ્યો અને બોલ્યો, " રોશની ચાલ, આપણે ઘરે જઈએ."

બંને ઘરે જતાં હતાં ત્યારે રોશનીની સાસુનો ફોન આવ્યો.

ક્રમશ......