સુભગ્ના_ના_સંજોગો - 4 Matangi Mankad Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુભગ્ના_ના_સંજોગો - 4

#


વિકલ્પ વિચારતો જ રહ્યો કે હવે શું કરશે.. ફરી રાત પડવાની ફરી કોઈ બહાનું શોધવાનું . પ્રેમ પ્રાચી ને કરી લગ્ન સુભગ્ના સાથે કર્યા. લગ્ન ની વિધિ કરવાથી કોઈ માટે પ્રેમ થોડો જન્મે. જો જીવનસાથી પ્રત્યે પ્રેમ જ ન જન્મે તો તે વિધિ નો અર્થ કેટલો? પ્રેમ કરી જો લગ્ન ન કરી શકો તો પણ તમારો પ્રેમ તો જીવન પર્યંત જીવંત રહેશે પણ એ પ્રેમ નું મહત્વ શું?
કેટલાં વિચારો આવતાં હતાં ત્યાં જ ફોનની રીંગ વાગી પ્રાચી હતી. લગ્ન ની જાણ વિકલ્પે તો કરી જ ન હતી પણ સોશ્યલ મીડિયા ના યુગમાં કોઈ વાત છુપાવવી બહુ અઘરી વાત હોય છે. પ્રાચી અને વિકલ્પ ના કોમન ફ્રેન્ડ દ્વારા લગ્નની શુભેચ્છા સંદેશ સાથે ફોટો શેર કરવામાં આવ્યો હતો. પ્રાચી નો ફોન ઉપાડતાં પ્રાચી તો રડતી હોય એવું લાગ્યું વિકલ્પ શું બોલે એટલે એણે ફરી ફોન માં વાત કરવા રૂમની બહાર જવાનું વિચાર્યું. સુભગ્ના જેવી બાથરૂમ તરફ ગઈ મોકો શોધી વિકલ્પ પણ બહાર નીકળી ગયો અને ફરી પ્રાચી ને ફોન લગાડ્યો. પ્રાચી વાત તો સાંભળ, મારી પરિસ્થતિ તો તું નહીં સમજે તો કોણ સમજશે. શું સમજુ વિકલ્પ લગ્ન કરી લીધાં ત્યાં સુધી તને વિચાર પણ ન આવ્યો. દૂર તો શરીર થી ગઈ હતી પ્રેમ ને ક્યાં કોઈ સીમાડા નડે. મને બે ત્રણ મહિના પહેલાં આપણા એક મિત્ર એ કહેલ પણ હું તારા પર વિશ્વાસ કરતી હતી. તે તો મારા વિશ્વાસ નો ભંગ કર્યો.
અરે હું સુભગ્ના ને આજે જ કહી દઈશ. હું તને જ પ્રેમ કરું છે. સુભગ્ના મારી મિત્ર જ છે. મિત્ર ? વિકલ્પ મિત્ર નહીં પત્નિ છે સમાજ ની દ્રષ્ટિ એ તે Mrs. વિકલ્પ જ છે. હું તારી એક્સ પ્રેમિકા. અરે પ્રાચી આપણે રસ્તો કાઢીશું તું ચિંતા ન કર પ્લીઝ હું તને નહીં છોડી દઉં.
વિકલ્પ છોડી તો ત્યારે જ દીધી કહેવાય જ્યારે તે સુભગ્ના સાથે અગ્નિની સાક્ષી એ ફેરા ફર્યા. આ રમત નથી વિકલ્પ આપણી ભારતીય સંસ્કૃતિ માં લગ્ન ની વિધિ નું બહુ જ મહત્વ છે. પતિ પત્ની વચ્ચે પ્રેમ હોય કે નહી તે સબંધ નો આદર હોવો જ જોઈએ. પ્રાચી પણ હું રસ્તો વિચારું છું પ્લીઝ , મને થોડો સમય આપ. થોડો સમય જ સમય છે તારી પાસે એમ કહી પ્રાચી એ ફરી ફોન કટ કરી નાખ્યો. વિકલ્પ શૂન્યમનસ્ક બની ગયો. ત્યાં ફરી રીંગ વાગી આ વખતે સુભગ્ના હતી. ક્યાં છો તમે આવું જ છું એમ કહી ફોન મૂકી રૂમ તરફ ચાલવા લાગ્યો. કેમ કરી વાત કરવી તે જ વિચારતો હતો. પણ જો આજે વાત નહીં કરે તો... ફરી ક્યારેય નહીં જ કરી શકે.
સુભગ્ના મારે તને વાત કરવી છે કેમ કરું? વિકલ્પે પહેલાં મૂડ ચકાસવા આ રીતે વાત ની શરૂઆત કરી , આપણે એક બીજા ને વાત કહેવા કોઈ જ વાતાવરણ બનાવવાની જરૂર નથી. તમે કહો જે કહેવું હોય તે, મેં તને મારી મિત્રનો જે ફોટો બતાવ્યો ને હા પ્રાચી બરોબરને , એમ સુભગ્ના કહ્યું હા તે જ એ અને હું સાથે ભણતાં અને પછી સાથે નોકરી એ લાગેલ. બરોબર આ વાત તમે કહી છે. સુભગ્ના ને થયું કે એવી તે શું વાત છે કે જે વિકલ્પ આમ ગોળ ગોળ કરે છે. હું ને પ્રાચી એક બીજા ને પ્રેમ કરીએ છીએ. વિકલ્પ ફટાફટ બોલી ગયો.
તો તમે લગ્ન કેમ ન કર્યા અને મારી સાથે કેમ લગ્ન કર્યા. વિકલ્પે બધી જ વાત કરી અને એમનાં મમ્મી એ જે રીતે બધું કર્યું તે પણ વાત કરી. સુભગ્ના આંખમાં થી આંસુ નીકળવા લાગ્યા વિકલ્પ લગ્ન ની ઈચ્છા મારી પણ ન હતી ના પ્રેમ તો કોઈ ને નથી કરતી પણ મારે મારું કેરિયર બનાવવું હતું. હવે શું ? નો સવાલ કર્યો તો વિકલ્પ પાસે કોઈ જ જવાબ ન હતો. સુભગ્ના વિકલ્પ ને પ્રેમ નોતી કરતી પણ લગ્ન પછી પતિ તરીકે નો આદર ભાવ હતો. સમજુ સુભગ્ના એ બહુ ઉહાપોહ કરવા કરતાં શાંતિ થી વિચારવા નું નક્કી કર્યું.
લગ્ન ની વિધિ થવા થી સાત જનમ ના સંગાથી નથી થવાતું અને આ વિધિ થી કોઈ માટે પ્રેમ જન્મવો પણ અઘરું જ છે. પ્રાચી અને વિકલ્પ જ એક બીજા માટે બનેલ છે અને પ્રેમ થી પર કંઈ નથી.
એક બાજુ પ્રાચી એ વિકલ્પ ને ભૂલી જવાનું નક્કી કરી લીધું, એણે છેલ્લો મેસેજ ટાઇપ કર્યો અને લખ્યું કે કહેવાય છે કે જોડી તો ભગવાન બનાવે છે તારા માટે તે જ બની હશે હું નહીં માટે આજ પછી હું તને નથી ઓળખતી તું મારો સંપર્ક કરવાનો પ્રયત્ન ન કરતો.
અહીં બીજી બાજુ વહેલી સવારે સુભગ્ના વિકલ્પ માટે રિસેપ્શન પર ચિઠ્ઠી મૂકી ચાલી ગઈ. (#MMO)

વિકલ્પ
સંબોધન આપી શકું એવા કોઈ જ સંબંધ આપણા વચ્ચે બન્યા નથી. લગ્ન કરવાથી કોઈ ઉપર હક કરી સાથે રહેવું એવું હું માનતી નથી. તું પ્રાચી ને પ્રેમ કરે છે, તારી પરિસ્થતિ શું હતી તે સમજ્યા પછી હું અહીં થી સીધી મારા માતા પિતા પાસે જ જાઉં છું. મહેરબાની કરી પ્રેમ કર્યો છે તો પ્રેમ ના સ્વીકાર ની હિંમત રાખી પ્રાચી ને અપનાવી લેજે. આમ તો આપણે જોડાયેલા જ ન હતાં પણ કાયદાકીય રીતે આપણે છૂટાં પડવાની કાર્યવાહી જલ્દી જ કરી લેશું.
(તમે કહેતી હતી પણ એ તને પતિ ગણી પણ હવે માત્ર કાગળ ના સબંધે તમે થી પણ છુટકારો લઈ લીધો છે )
સુભગ્ના

સંજોગો સામે જુકવા કરતાં સંજોગો ને લડત આપી સુભગ્ના એ નિર્ણય લઈ ભારત રવાના થઈ ગઈ..
#અસ્તુ....