Subhagyana sanjog - 1 books and stories free download online pdf in Gujarati

સુભગ્નાના_સંજોગ - ૧



સુભગ્ના... દિવસે દિવસે શાંત થવા લાગી હતી રક્ષિત ભાઇ ને વિભા બેન બંને ને એમ લાગ્યું કે લગ્ન નજીક આવી રહ્યા છે માટે એવું હશે. સુભગ્ના એકનું એક સંતાન ભણાવી કોલેજ પૂરી થઈ અને નોકરી પણ મળી ગઈ હતી. પોરબંદર માં એક સીએ ને ત્યાં કોમ્પ્યુટર પર એકાઉન્ટ લખવાનું. બસ બીજું શું જોઈ પગાર બચાવે કે પોતાના મોજશોખ માં વાપરે છ મહિના થવા આવ્યા ક્યારેય સવાલ કર્યો નથી. કોલેજ ની પરિક્ષા ના છેલ્લા પેપર ને દિવસે જ વિકલ્પ ના ઘરનાં સુભગ્ના ને જોવા આવ્યા હતાં વિકલ્પ એક એન્જીનીયર અને સરકારી વીજળી વિભાગ માં મોટી પોસ્ટ પર પણ હતો. પાંચ છ વર્ષનો ફેર ફેર થોડો કેવાય એક નો એક દીકરો પપ્પા છે નહી અને મા પણ રીટાયર સરકારી કર્મચારી. ક્યારેય તકલીફ નહી પડે. પણ મમ્મી હજી કોલેજ પૂરી થઈ છે નોકરી કરીશ. મારે મારું કેરિયર બનાવવું છે. અમરેલી માં હું ક્યાં કંઈ કરી શકીશ. સુભગ્ના છોકરી નું કેરિયર અને નોકરી બંને એનાં સાસરિયા ની અનુકુળતા એ જ હોય. તું જાણે છે આપણે એટલાં ખમતીધર પણ નથી. તું પરણી જા પછી અમે અમારું તો જોઈ લેશું પણ તારા માટે કેટલું સારું થઈ જશે. રાજ કરીશ રાજ, સુભગ્ના કંઈ ન બોલી વિકલ્પ ને ઓળખવાની વાત તો દૂર સરખો જોયો પણ ન હતો કે કોઈ નિર્ણય લેવાય.
બીજે દિવસે જ જવાબ આપવાની વાત વિકલ્પના મમ્મી સારંગી બેન કહી ગયા હતાં. જોવો અમારે બીજે વાત ચાલે છે. પણ મને તો તમારી સુભગ્ના પસંદ આવી ગઈ છે. મારે આ દિવાળી એ તો મારી ગૃહ લક્ષ્મી ઘરે જ જોઈએ છે. તમે જવાબ આપો નહીં તો અમારે ક્યાં છોકરીયું ની ખોટ છે. એક થી એક ચડિયાતા માંગા આવે છે. વિભા બેન અને રક્ષિત ભાઈ એ બે દિવસ નો સમય માંગ્યો લાલચ હતી કે આવું ઘર પછી નહીં મળે તો તેથી નક્કી કર્યું કે સુભગ્ના ને ઈમોશનલ બ્લેક મેલ કરી હા પડાવવી એ તો હજી અણસમજુ છે એને શું ખબર પડે. એનું સારું તો વિચારીએ છીએ આવો છોકરો દીવો લઇ શોધવા જશું નહી મળે પાછી કોઈ ડિમાન્ડ પણ નથી. દહેજ નું દૂષણ હજી એટલું દૂર થયું ન હતું લોકો રૂપિયા, ગાડી બંગલો ન માંગતા તો દીકરી ને કિલો દાગીના કે કબાટ સેટી lcd એવું માંગતા તે પણ એમ કહી કે તમારી દીકરી ને અગવડ ન પડે માટે.. સાસરે આવ્યા પછી વહુ ને અગવડ ન પડે તેની જવાબદારી તો સાસરા વાળાની જ હોવી જોઈએ. ચાલો ચાલો તૈયાર ને સ્કુટર નો અવાજ સંભળાય છે. વિભા એ કહ્યું. રક્ષિત કોલેજ દરમ્યાન ઘણાં નાટકો માં ભાગ લિધેલ એટલે આ તો સાવ સરળ લાગતું હતું. તમે દુઃખી ન થાવ જોવો ડોકટર સાહેબે કહ્યું છે કે તમે ચિંતા લેશો તો તમારે બાયપાસ સર્જરી જ કરાવવી પડશે. આટલી ચિંતા ન કરો.. અરે પપ્પા શું થયું મને ઓફિસ ફોન કેમ ન કર્યો. કંઈ નથી થયું એ તો તારી ચિંતા માં ને ચિંતા મા વિચાર વાયુ થઈ ગયો છે પણ ડોકટરે કહ્યું છે કે હવે જો બહુ વિચાર કરશે તો તબિયત વધુ બગડશે..
પપ્પા તમે શાં માટે આટલી ચિંતા કરો છો. બેટા તું સમજતી નથી એક બાપ માટે એની દીકરી ને સરસ વર અને ખમતીધર ઘર મળી જાય ને એટલે તે ગંગા નહાય. આ તો અમરેલી માં એક નામાંકિત કુટુંબ છે અને એમાં એક નો એક દીકરો. આપણા ઘર જેવડું તો ત્યાં આગળનું ફળિયું છે. પપ્પા પણ... વિભા બોલી રેવા દયો તે નહિ સમજે નાહાક ની તમારી તબિયત બગડે છે. સુભગ્ના ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી ગઈ શું કરવું કંઈ સમજાતું ન હતું એણે નાનપણ થી એક જ સપનું જોયેલ કે એના માતા પિતાને તકલીફ ન પડે. આજે તેને લીધે માતાપિતા દુઃખી થઈ રહ્યા હતાં તે તેને ગમતું ન હતું, થોડીક ક્ષણ માં બહાર આવી ને કહી ગઈ કે પપ્પા તમને જે ઠીક લાગે તે કરો હું કંઈ નહીં કહું અને રક્ષિત ને વિભા રાજી થઈ ગયા કે એમની યુક્તિ સફળ થઈ ગઈ હતી. તરત સારંગી બેન ને ફોન કરી ખુશ ખબર આપી દીધાં અને સગાઈ નું મુહર્ત કઢાવવા પંડિતને ફોન કરી દિધો..(MMO)

દીકરી જન્મે ત્યાર થી એને અમાનત જ માનવા માં આવે છે. એ પારકી થાપણ છે એમ જ વિચારી એનું ભરણ પોષણ કરવામાં આવે છે ત્યાં સુધી કે કોઈ સારી વાત શીખવાડવામાં આવે તો પણ પહેલું તે જોવાય કે પારકે ઘરે જશે ત્યારે તેને તે શીખ કેટલી કામ આવશે. સુભગ્ના ભલે જન્મી લગ્ન ના પાંચ વર્ષે એક નું એક સંતાન પણ છતાં વિભા અને રક્ષિત ના મનના ખૂણા માં એક જ વાત હતી કે સરસ સુખ સંપન્ન ઘર અને વર મળી જાય સુભગ્ના ને, મધ્યમવર્ગીય પરિવાર મા દીકરી ને માસ્ટર ડિગ્રી કરાવવામાં કે વધુ કોઈ કોર્ષ કરાવવામાં તરતજ ગણતરી કરવામાં આવે છે કે અંતે તો સાસરે ચાલી જશે, આપણને શું ફાયદો? એમ જ સુભગ્ના ને પણ અમદાવાદ ભણવા જવું હતું, એકાઉન્ટ એનો ગમતો વિષય અને આગળ ચાર્ટર એકાઉન્ટન્ટ નો કોર્ષ તો થઈ શકે તેમ ન હોવાથી કોમ્પ્યુટર માં અને ભવન્સ માં કોઈ ડિગ્રી કોર્ષ કરવાની ઈચ્છા ને છોકરી હોવાથી તિલાંજલિ આપવી પડી અને કોલેજ પતાવી ડિપ્લોમા ઈન ટેક્ષેશન કર્યું ત્યાં જ વિકલ્પ નું માંગુ આવી ગયું અને બસ પછી તો... ચટ મંગની પટ બ્યાહ જ હતું. સામાન્ય ભણતર ભણેલ છોકરી ને કેરિયર સાથે શું લેવા દેવા વિચારી ને એને ઘર વસાવવા સિવાય કોઈ કામ ન હોય એવું જ સમજી લેવા માં આવે છે. સુભગ્ના ની પૂરતી કોશિષ હતી માતા પિતાને સમજાવવાની પણ માતા પિતાએ કરેલ લાગણી ના વાર સામે બહુ ટક્યું નહીં અને વિકલ્પ સાથે ચોરીના ચાર ફેરા ફરવા મજબૂર થઈ ગઈ.
કન્યા નો હરખ ક્યાંય કોઈ ને દેખાતો ન હતો. બીજા ના લગ્નમાં ઉત્સાહ થી દરેક પ્રસંગ માં ભાગ લેતી સુભગ્ના પોતાના જ લગ્નમાં સૂનમૂન હતી. બધા ને કંઈ સમજાતું ન હતું બધા એ એમ માની લીધેલ કે માતા પિતા ને છોડી ને જવું નહી ગમતું હોય એટલે પણ વિભા અને રક્ષિત સમજતાં હતાં ન ગમતું રમકડું બાળકને પકડાવો તો તે ઘા કરી દે આ તો જીવનનો આવડો મોટો નિર્ણય પરાણે કરાવેલ .
વિભા ચિંતા કરમાં ઘર ગ્રહસ્થી માં પડી જશે આપો આપ બધું સરખું થઈ જશે. રક્ષિત પણ મને બહુ ડર લાગે છે એક તો નવું ગામ નવું ઘર અને વિકલ્પ ના મમ્મી નો દબદબો જોયો ને એમાં સુભગ્ના ગૂંગળાય નહીં જાય ને? વિભા મા ની સાથે સ્ત્રી પણ હતી જે આ પરિસ્થતિ માં થી જ પસાર થઈ ચૂકી હતી. એટલે એનો ડર વ્યાજબી હતો. કાલ થી લગ્નના પ્રસંગો શરૂ થઈ રહ્યા હતાં. બે દિવસમાં તો દીકરી વિદાય થઈ જશે. આ પ્રસંગ હરખ અને શોક બંને નું સમન્વય હોય છે. હરખ દીકરી નો સંસાર વસવાનો અને શોક દીકરી પર ના હક ને ગુમાવવાનો. હકીકત જ છે કે લગ્ન પછી સાસરા નો હક પહેલો હોય છે. કદાચ ઍટલે જ દીકરા ને જેટલાં જતન અને લાલન પાલન થી મોટો કરાય છે. દીકરી ને નથી કરવામા આવતી અને જો કરવામાં આવે તો પણ છાના ખૂણે એક ડર રહે છે. એક ની એક દીકરી હોવાથી લાડકોડ માં ઉછેરેલ દીકરી ને તેની ઈચ્છા ને મારી પરણાવવા પાછળ નો સ્વાર્થ દરેક માતા પિતા ને અંધ બનાવી દે છે. દીકરી નું સુખ જોવામાં ઘણી વખત માતા પિતા ઉતાવળે નિર્ણય લઈ લેતાં હોય છે. તેમાં પણ વિકલ્પ અને સારંગી બેને જે રીતે પોતાના જાહોજલાલી અને અમરેલી માં દબદબા નું આવરણ લગાડ્યું હતું તે વિભા અને રક્ષિત ભાઈ ને અંધ જ કરી દીધાં હતાં. આમ તો સગપણ જ છ મહિના જેવું રહ્યું , કોઈ ને પૂછયા કે તપાસ કરાવ્યા પહેલાં બને ના ગોળધાણા ખવાઈ ગયાં. પછી ઉપરછલી તપાસ શરૂ કરી.. ગોળધાણા ખવાઈ ગયાં પછી કોઈ કંઈ તકલીફ હોય તો પણ શું કહે એટલે લોકો એ કોઈ પણ વાત કરી નહીં દરેક જગ્યા એ થી શુભેચ્છા અને જે સારંગી બેન ને ઓળખતાં તે સાથે એટલું કહેતાં કે સાસુ જબરી છે સાચવજો. બાકી તો હવે સગપણ કરી લીધું એટલે શું ? કહી નિસાસો નાખતાં. કોઈ કહેતું લે અમને તો એમ કે હજી નાની છે કીધું હોત તો કેટલાં મુરતિયા નજર માં હતાં હવે શું? આમ તો વિભાબેન નું મોસાળ અમરેલી પણ હવે કોઈ રહેતું ન હતું એક દૂરનો માસીનો દીકરો રહેતો હતો. તેનો સામે થી જ ફોન આવ્યો કે તમે વિકલ્પ સાથે આપણી સુભગ્ના નું કેમ નક્કી કર્યું. અમરેલી માં તો વિકલ્પને કેટલી વખત અલગ અલગ છોકરીયું સાથે જોયેલ છે. અને ભલે નોકરી ને ભણતર માં એ અવલ્લ પણ દીકરી અપાય એવું નથી. રક્ષિત ભાઈ અને વિભા બેન ને થયું કે જોયું લોકો પણ કેવા ઈર્ષાળુ છે. કોઈ નું સારું નથી જોઈ શકતાં. નાતના પ્રમુખપદની ચૂંટણીમાં સારંગી બેન જીતી ગયાં તેનો બદલો આમ લેવાય ? બંને આ વાત ભૂલી પણ ગયેલ. બે દિવસ રંગે ચંગે પ્રસંગ પતાવ્યો અને સુભગ્ના ને વિદાય આપી. સારંગી બહેને સુભગ્ના ના આગમન માટે ભવ્ય રિસેપ્શન રાખેલ. એટલે સારંગી બહેને કહ્યું કે સુભગ્ના આપણે રિવાજ છે કે કુળદેવી ના દર્શન પછી જ નવદંપતી સાથે રહી શકે એટલે જ્યાં સુધી કુળદેવી ના દર્શન ન થાય ત્યાં સુધી તારે ગેસ્ટ રૂમમાં રહેવાનું રહેશે. સુભગ્ના ને નવાઇ તો લાગી કે આટલા ભણેલ ગણેલ પરિવાર આવા રિવાજો કેમ સ્વીકારે ( MMO) પણ અહી તો અત્યારે સ્વીકારવા સિવાય કોઈ ઉપાય જ ન હતો. બીજે દિવસે રિસેપ્શન હતું અને આખા દિવસનો થાક સુભગ્ના ક્યારે પોઢી ગઈ તે ખબર જ ન પડી.
#ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED