KING - POWER OF EMPIRE - 49

(આગળનાં ભાગમાં જોયું કે પ્રીતિ શૌર્ય ના અતિત સાથે જોડાયેલા કેટલાંક રહસ્યો ઉજાગર કરે છે પણ કેટલાંક રહસ્યો ઉજાગર થવાનાં બાકી હતાં, શૌર્ય સમ્રાટ સુર્યવંશી નો પૌત્ર હતો અને દસ વર્ષ પહેલાં એક દુર્ઘટના મા બધા લોકો મૃત્યુ પામ્યાં એવું બધા એ વિચારતા હતા પણ દસ વર્ષ પછી શૌર્ય નું પાછું આવવાનું કારણ કોઈ ને ખબર ન હતી અને કાનજીપટેલ સાથે શું દુશ્મની હતી એ પણ એક સવાલ હતો પણ શૌર્ય સાથે જોડાયેલા કેટલાંક રહસ્યો હજી પણ અકબંધ હતા અને લાલ ડાયરી હજી કેટલાંક રહસ્યો ઉભા કરવાની હતી )


બિઝનેસ એમ્પાયર ની ચાર માળની બિલ્ડીંગ મા ચોથા માળે મિટીંગ રૂમમાં લંબગોળ ટેબલ હતું, તેનાં સામસામે બે ખુરશી હતી અને આજુબાજુ પણ ખુરશી ગોઠવાયેલા હતા, બધા ત્યાં બેસીને અંદરોઅંદર વાતો કરી રહ્યા હતા, અચાનક રૂમનો દરવાજો ખુલ્યો અને જયદેવ પવાર અંદર આવ્યો, તેને અંદર આવતો જોઈ ને કોઈ ઉભું ન થયું, જયદેવ પવાર અંદર જઈને ચેરમેન ની ખુરશી પર બેઠો, તે કંઈ બોલવા જાય તે પહેલાં ફરી બધા અંદરોઅંદર વાતો કરવા લાગ્યા, જયદેવ પવાર સમજી ગયો એ બધા તેને ઈગ્નોર કરી રહ્યાં હતાં. ફરી દરવાજો ખૂલ્યો અને નાયકભાઈ અંદર આવ્યા તેમને અંદર આવતાં જોઈ ને બધા ખુશ થઈ ગયા. 

નાયકભાઈ - દુબઈ નો ડોન જે આ બધા બિઝનેસમેન પાસેથી કરોડો નો હપ્તા લેતો હતો. બધા લોકોને જયારે મુસીબત પડે ત્યારે નાયકભાઈ પાસે જાય, કારણ કે ઈમાનદારી થી કામ કરવા વાળા ને ડર ના હોય પણ બેઈમાની કરવા વાળા ને તો ડર હોય જ છે. શૌર્ય ને ટક્કર આપવાની ક્ષમતા હતી પણ એ માટે નાયકભાઈ ને આ બધા બિઝનેસમેન ના સહકાર ની જરૂર હતી અને એ સહકાર કરવા આ બધા તૈયાર હતાં.
 
“નાયકભાઈ કયાં હતાં તમે ” એક વ્યક્તિ એ ઉભા થતાં કહ્યું 

“નાયકભાઈ હવે અમારે બધા ને તમારી જરૂર છે તમે તો અમારા તારણહાર છો ” બીજા એક વ્યક્તિ એ કહ્યું 

“અરે ભાઈ લોગ ચિંતા ના કરો તમે મને પ્રોટેક્શન મની આપો છો તો પ્રોટેક્શન તો હું આપી જ ને, બસ આટલું કહો કે પ્રોબ્લેમ શું છે ” નાયકભાઈ એ કહ્યું 

“KING  બધી મુસીબત નું કારણ છે ” મિસ્ટર દવે એ કહ્યું 

“ઓહહ તો એ પ્રોબ્લેમ છે ભાઈ જેની આટલી વાતો કરી રહ્યા છીએ એને અહીં જ બોલાવી લઈ એ ”નાયકભાઈ એ કહ્યું 

“તમે શું કહેવા માંગો છો ” મિસ્ટર દવે એ કહ્યું 

“અરે ચિંતા કેમ કરો છો આને પહેલાં મળી લ્યો ” નાયકભાઈ એ દરવાજા સામે ઈશારો કરતાં કહ્યું 

મિસ્ટર બક્ષી અંદર આવ્યા અને તેને જોઈને બધા ચોકી ગયા, મિસ્ટર દવે તરત જ ઉભા થઈ ગયા અને કહ્યું, “આ તો શૌર્ય ના.... ” પછી તેણે નાયકભાઈ ની સામે જોયું તે મલક મલક હસી રહ્યાં હતાં તેને જોઈ ને દવે એ કહ્યું, “શું વાત છે નાયકભાઈ તમે તો આવતાં ની સાથે જ કિંગ ની એક વિકેટ પાડી દીધી ”

બધા ખુશ થઈ ગયા, નાયકભાઈ એ આવતાં ની સાથે શૌર્ય ના લીગલ એડવાઈઝર ને પોતાની તરફ કરી લીધા, પણ ફરી દરવાજો ખૂલ્યો અને હવે અંદર આવ્યા, S.P. અને અર્જુન અંદર આવ્યા એમના આવતાં ની સાથે જ બધા ના ચહેરા પર ની સ્માઈલ ગાયબ થઈ ગઈ અને એ બધા હકકાબકકા તો ત્યારે થઈ ગયા જયારે શૌર્ય અંદર આવ્યો એનાં અંદર આવતાં ની સાથે જ બધા ઉભા થઈ ગયા  શૌર્ય જયદેવ પવાર ની સામે આવેલા ખુરશી પર જઈને બેઠો બાજુની ખુરશી મિસ્ટર બક્ષી બેસ્યા, શૌર્ય ની પાછળ S.P. અને અર્જુન ઉભા રહી ગયા અને મિસ્ટર બક્ષી ની સામે નાયકભાઈ બેસી ગયા, નાયકભાઈ એ ઈશારો કરી ને બધા ને બેસવા કહ્યું, બધા બેસી ગયા પણ ચહેરા પર ટેન્શન હતું. નાયકભાઈ એ શૌર્ય ની સામે જોયું અને બંને એ એકબીજા ની સામે સ્મિત કર્યું. 

(એક કલાક પહેલાં )

શૌર્ય નીચે હોલમાં સોફા પર બેઠો હતો અને બાજુ ના સોફા પર મિસ્ટર બક્ષી બેઠા હતા અને સામેની બાજુ S.P. અને અર્જુન બેઠા હતા. તે કેટલાંક ડોકયુમેન્ટ ચેક કરી રહ્યા હતા. 

“સર આ રહી મિસ્ટર દવે ની કંપની ના એગ્રીમેન્ટ ” અર્જુન એ ફાઈલ આપતાં કહ્યું 

શૌર્ય એ ફાઈલ જોઈ અને કહ્યું, “ઓકે લગભગ મોટાભાગના લોકો ના એગ્રીમેન્ટ આવી ગમા છે ”

“હા કેટલાક એ પ્રેમ થી તો કેટલાક એ ડર થી હાથ મિલાવ્યા છે ” મિસ્ટર બક્ષી એ કહ્યું 

“પ્રેમ હોય કે ડર બંને મા માહેર છે  KING ” અચાનક દરવાજા પાસે થી  અવાજ આવ્યો. 

બધા એ દરવાજા તરફ જોયું, વ્હાઈટ કલરના સુટ અને વ્હાઈટ શુઝ, આધેડ વયનો એક વ્યક્તિ ત્યાં ઉભો હતો, તેને જોઈ ને બધા ઉભા થઈ ગયા અને દરવાજા પાસે ગયા, શૌર્ય ના ચહેરા પર ગુસ્સો હતો તે ધીમે ધીમે એ વ્યક્તિ પાસે ગયો એ વ્યક્તિ એ પણ પીઠ પાછળ રાખેલ ગન કાઢી ને હાથમાં લીધી, એ જોઈ ને શૌર્ય એ પણ ગન કાઢીને તે બંને સીધી એકબીજા પર ગન તાકી દીધી, થોડીવાર એકદમ નીરવ શાંતિ પ્રસરી ગઈ, થોડાં સમય તો એમજ લાગી રહ્યું હતું કે વાતાવરણ મા હમણાં ગોળી ચલાવવાનો અવાજ આવશે, પણ ગોળી ના બદલે હસવાનો અવાજ આવ્યો, શૌર્ય અને તેની સામે ઉભેલા વ્યક્તિ બંને હસવા લાગ્યા, પાછળ S.P., અર્જુન અને મિસ્ટર બક્ષી પણ હસવા લાગ્યા. 

“શું નાયક ભાઈ આટલી જલ્દી હસવા લાગ્યા ” અર્જુન એ કહ્યું 

“ગધેડીના કિંગ સામે ગન લઈ ને ઉભું કરી હતો હાથ ધ્રુજતા હતા ” નાયકભાઈ એ કહ્યું 

“બક્ષી અંકલ યાદ છે ને તમને આ ? ” શૌર્ય એ કહ્યું 

“હા યાદ છે નંદુ જ છે ને ” મિસ્ટર બક્ષી એ કહ્યું 

“ના અંકલ નંદુ નહીં દુબઈના ભાઈ નાયકભાઈ ” શૌર્ય એ કહ્યું 

“શું કિંગ તારા માટે તો નંદુ જ છું ” નાયકભાઈ એ કહ્યું 

બધા જઈ ને સોફા પર બેઠા, “બોલો કિંગ શું કામ છે ” નાયકભાઈ એ બેસતાં કહ્યું 

“નાયકભાઈ કામ તો બધું થઈ ગયું છે બસ કાલ કંપની નું આેપંનિગ છે સારું થયું તમે ટાઈમ પર આવી ગયા આજ બિઝનેસ એમ્પાયર મા મિટિંગ છે ” શૌર્ય એ કહ્યું 

“શું વાત છે તો બહુ મઝા આવશે ” નાયકભાઈ એ કહ્યું 

“મજા તો ત્યારે આવશે જ્યારે એ બધા ને ખબર પડશે કે નાયકભાઈ છેલ્લાં પાંચ વર્ષ થી એમની પાસે થી હપ્તો લેતાં હતાં પણ એ એના પ્રોટેક્શન માટે નહીં ” અર્જુન એ કહ્યું 

“એ તો છે એ બેવકૂફો એમ સમજતા રહ્યાં કે નાયકભાઈ એમની સાથે છે ” S.P. એ કહ્યું 

“એ જ તો કિંગ નો પ્લાન હતો, દુશ્મન ને એમ જ લાગે તે બધા થી બે કદમ આગળ છે ” નાયકભાઈ એ કહ્યું 

“ચાલો મિંટિગ મા બધા ને દર્શન આપીએ ” શૌર્ય એ કહ્યું 

( અત્યારે) 


“ તો તમને શું લાગ્યું કિંગ ના સામ્રાજ્ય ને આટલી સરળતા થી ખતમ કરી દેશો ” શૌર્ય એ કહ્યું 

બધા ના ચહેરા પર ચિંતા હતી, “સર લાગે છે બોલતી બંધ થઈ ગઈ ” અર્જુન એ કહ્યું 

“કિંગ તમે બિઝનેસ એમ્પાયર ના મેમ્બર નથી તમે આમ પ્રાઈવેટ મિટિંગ મા અંદર ન આવી શકો ” મિસ્ટર દવે એ કહ્યું 

“બિઝનેસ એમ્પાયર ના 50% શેર તેનાં ચેરમેન ના નામ પર હોય છે અને મિસ્ટર જયદેવ પવારે એ શેર મારા નામ પર કરી દીધા છે ” શૌર્ય એ કહ્યું 

બધા એ જયદેવ પવાર ની સામે જોયું, જયદેવ પવારે સ્માઈલ આપી, “હવે બાકી ના 50% શેર કમિટી એટલે કે તમારા બધા ના નામ પર છે તો બસ જલ્દી થી એ પણ કિંગ ના નામ કરી દ્યો ” નાયકભાઈ એ કહ્યું 

“નાયકભાઈ તમે.... ” દવે એ કહ્યું 

“દવે જી કિંગ જ છે એ જેણે મારા જેવા નંદુ નુક્કડ પર રહેનાર ને દુબઈ નો નાયકભાઈ બનાવી દીધો ” નાયકભાઈ એ કહ્યું 

“તમે બધા એ ચર્ચા કરવાનું રહેવા દ્યો અને કામ ની વાત પર આવો ” મિસ્ટર બક્ષી એ કહ્યું 

“પણ અમે શા માટે તમને.... ” એક વ્યક્તિ એ કહ્યું 

“બોલતાં પહેલાં વિચારી લેજો કારણ કે તમને એક થી એક ઝટકા લાગશે ” S.P. એ કહ્યું 

“તમે બધા એ કિંગ કોણ છે એ જાણ્યા વગર એક એગ્રીમેન્ટ પર સિગ્નેચર કરી હતી અને આ રહ્યાં તે ડોકયુમેન્ટ ” મિસ્ટર બક્ષી એ કહ્યું 

મિસ્ટર દવે એ ડોકયુમેન્ટ લીધા અને વાંચવા લાગ્યા, ડોકયુમેન્ટ વાંચતા જ તેના ચહેરા નો રંગ ઉડી ગયો, તેણે ડોકયુમેન્ટ બધા ને આપ્યા, એ વાંચતા જ બધા ના હોશ ઉડી ગયા. 

“શું થયું ચહેરા પર ના રંગ કેમ ઉડી ગયો” શૌર્ય એ કહ્યું 

“પગ તળે થી જમીન ખસી ગઈ છે સર ” S.P. એ કહ્યું 

“તમે અમારી સાથે આમ ચીટિંગ નથી કરી શકતા ” દવે એ કહ્યું 

“આ ચીટિંગ નહીં બિઝનેસ છે દવે, દસ વર્ષ પહેલાં મારા દાદાજી એ તમારા પર ભરોસો કર્યો હતો અને આ દેશમાં રહેલી અમારી કંપની ની અલગ અલગ બ્રાંચ ની પાવર અૉફ અટ્રીન તમને આપી હતી અને તમે શું કર્યું ” શૌર્ય એ ગુસ્સે થતાં કહ્યું 

“તમે બધા એ આ વાતનો ફાયદો ઉઠાવીને એ બધી કંપનીઓ પોતાના નામ પર કરાવી લીધી ” S.P. એ કહ્યું 

“અમને માફ કરી દ્યો ” દવે એ કહ્યું 

“કિંગ એનાં દુશ્મનો ને માફ નથી કરતો પણ સાફ કરે છે ” નાયકભાઈ એ કહ્યું 

“આમ પણ હું તમારી કંપની તમારા થી કયાં છીનવું છું,  બસ એ કંપની તમારી છે પણ હુકમત મારી હશે, માલિક તમે છો પણ નિયમો મારા હશે, તમને તમારી જ કંપની ના પ્રોફિટ માંથી કેટલાં પર્સન્ટ મળશે એ પણ હું નક્કી કરી, યાદ રાખજો તમને મે ખાલી એક બિઝનેસમેન તરીકે માત આપી છે ભૂલથી પણ મારી પીઠ પાછળ કંઈ પણ થયું તો તમે અને તમારો પરિવાર બીજા દિવસ નો સુરજ નહીં જઈ શકે ” શૌર્ય એ કહ્યું 

“પણ કિંગ આ બિઝનેસ મા અમને નુકસાન થશે ” એક વ્યક્તિ એ કહ્યું 

“અત્યાર સુધી બહુ પૈસા કમાય લીધા હવે એ બેઈમાની થી કમાયેલ પૈસા નો સદ્ઉપયોગ કરવાનો સમય છે ” મિસ્ટર બક્ષી એ કહ્યું 

“એકવાત યાદ રાખજો જયદેવ પવાર આ કંપની નો ચેરમને છે, એટલે જે રિસ્પેકટ પહેલાં ચેરમેન ને મળતી હતી એજ અત્યારે પણ મળવી જોઈએ ” શૌર્ય એ કહ્યું 

S.P. અને અર્જુન એ બધા ને એક એગ્રીમેન્ટ આપ્યું, બધા એ તેનાં પર સિગ્નેચર કરી ને બિઝનેસ એમ્પાયર ના બાકી 50% પણ શૌર્ય ના નામ પર કરી દીધા, શૌર્ય ના દાદાજી એ આ કંપની ને સાર્વજનિક રાખી પણ હવે શૌર્ય એ કંપની પોતાના આધિન કરી લીધી અને જયદેવ પવાર ને ચેરમેન બનાવી દીધો , બાકી બધા ની લાલચ નો ફાયદો ઉઠાવી તેની કંપની પણ પોતાની આધીન કરી લીધી હવે એ લોકો ના હાથ પણ બંધાય ચૂક્યા હતા, દુશ્મન ને માત આપવી હોય તો જરૂરી નથી કે તેને મારી નાખવો જ એક ઉપાય છે, તેની જે વસ્તુ મેળવવા કંઈ પણ કરી શકતો હોય પછી એ પૈસા હોય કે વ્યક્તિ તેને એનાથી દૂર કરો આનાથી મોટો આંચકો એના માટે કંઈ પણ નહીં હોય. શૌર્ય એ પણ આ નીતિ જ વાપરી અને બધા ને માત આપી. 

કાનજીભાઈ રૂમમાં ખુરશી પર બેઠા બેઠા સિગારેટ ના કસ મારી રહ્યાં હતાં, શૌર્ય ની આંખોમાં જોયેલા ગુસ્સો તેને બેચેન કરી રહ્યો હતો, અચાનક કાનજીભાઈ નો ફોન રણકયો, તેમણે ફોન ઉઠાવ્યો, જોયું તો તેના મેનેજર નો કૉલ આવી રહ્યો હતો. 

“હલ્લો શું કામ છે? ” કાનજીભાઈ એ કહ્યું 

“સર, એક ઇન્વિટેશન આવ્યું છે ” મેનેજરે કહ્યું 

“તો એ માટે મને ડિસ્ટર્બ કરવો જરૂરી છે, ઘરે બીજા કોઈ ને જાણ કરી દીધી હોત ” કાનજીભાઈ એ મોં બગાડતાં કહ્યું 

“સર ઇન્વિટેશન સાથે બીજી એકવાત ની જાણ કરવી જરૂરી છે ” મેનેજરે કહ્યું 

“એવી તો શું વાત છે? ” કાનજીભાઈ એ ખુરશી માંથી ઉભા થતાં કહ્યું 

“સર કાલે KING INDUSTRY નું ઓંપનિગ છે તો એનું ઇન્વિટેશન કાર્ડ આવ્યું છે ” મેનેજરે કહ્યું 

“ઓકે તો કોઈ વ્યક્તિ ને મોકલી ને કહી દીધું હોત ” કાનજીભાઈ એ કહ્યું 

“સર બીજી એક વાત જાણવા મળી છે ” મેનેજરે કહ્યું 

“કંઈ વાત? ” કાનજીભાઈ એ કહ્યું 

“સર કિંગ એ બિઝનેસ એમ્પાયર પોતાના આધિન કરી લીધું ” મેનેજરે કહ્યું 
 
“કંઈ રીતે એ તો.... ” કાનજીભાઈ એ કહ્યું 

“સર કંપની ના જે 50-50% શેર હતાં એ તેણે પોતાના નામે કરી લીધા અને કંપની પણ ” મેનેજરે કહ્યું 

“ઓકે ” આટલું કહી કાનજીભાઈ એ ફોન કટ કરી નાખ્યો 

તે ફરી ખુરશી મા બેસી ગયા, “ શૌર્ય સુર્યવંશી, મારે તેને મળવું પડશે જે સ્પીડ થી એ આગળ વધી રહ્યો છે એ બધા ને બરબાદ કરી મૂકશે ” કાનજીભાઈ એ ચિંતા સાથે કહ્યું 


ફરી એજ સફેદ મહેલ ની વિશાળ બાલ્કની મા એ વ્યક્તિ ઉભો હતો, એનાં હાથમાં રહેલી અંગૂઠી પરનો લાલા ડાયમંડ ચમકી રહ્યો હતો.

“સરકાર , શૌર્ય સુર્યવંશી એ બિઝનેસ એમ્પાયર પર હુકમત કરી લીધી ” ભૈરવ એ કહ્યું 

“ભૈરવ આવી નાની નાની વાત પર ચિંતા કરવાની જરૂર નથી ” તેણે પોતાની દાઢી પર હાથ ફેરવતાં કહ્યું 

“પણ સરકાર…. ” ભૈરવ એ કહ્યું 

“ભૈરવ, એક તળાવ હતું તેમાં એક વિશાળ માછલી હતી જે બાકી બધી નાની નાની માછલીઓ ને ડરાવી ને તળાવ પર હુકમત કરી, એ માછલી એમ જ વિચારતી હતી કે એ તળાવ જ દુનિયા છે અને તે એ દુનિયા ની KING,  શૌર્ય પણ એ તળાવ ની માછલી સમાન છે પણ એ માછલી ને નથી ખબર કે એ તળાવ તો બહુ નાની વસ્તુ છે એની બહાર પણ એક વિશાળ દુનિયા છે અને એ છે સમુદ્ર - જેના પર હું છેલ્લા દસ વર્ષથી હુકમત કરું છું જયાં પહોંચવાનું શૌર્ય સુર્યવંશી પણ કયારેય નહીં વિચારી શકે, કારણ કે એ KING  છે તો I'M DEVIL 😈 ” તેણે જોરદાર અવાજ સાથે કહ્યું 

“સરકાર ” ભૈરવ એ માથું ઝૂકાવી ને છાતી પર હાથ રાખીને સન્માન આપતાં કહ્યું 

“DEVIL આગળ કોઈ નહીં ટકી શકે, મેં આ મુકામ સુધી પહોંચવા લોહી ની નદીઓ વહેતી કરી છે, મારા સુધી પહોંચવાનો વિચાર કરનાર જીવતો નથી રહ્યો, જો KING - POWER OF EMPIRE છે તો DEVIL - MYSTERY OF EMPIRE છે ” એક અટહાસ્ય સાથે ડેવિલ એ કહ્યું 
 
  DEVIL - MYSTERY OF EMPIRE સીઝન -2 નું સબટાઈટલ, આખરે ખબર તો પડી કે ખલનાયક ડેવિલ છે પણ જેમ કિંગ ના નામની પાછળ શૌર્ય સુર્યવંશી છે એમ ડેવિલ પાછળ પણ એકનામ છે જે શૌર્ય ને સારી રીતે ઓળખે છે. શૌર્ય ની કંપની ના ઓપનિંગ મા શું થશે અને શૌર્ય નો આગળ નો પ્લાન શું હશે?, પ્રીતિ અને શૌર્ય વચ્ચે શું થશે?  અને હવે લાલ ડાયરી પણ બહુ જલ્દી રહસ્યો ખોલવાની છે, જાણવા માટે વાંચતા રહ્યો, “KING - POWER OF EMPIRE ”

***

રેટ કરો અને રિવ્યુ આપો

Jevin Dholakiya 3 દિવસ પહેલા

Kripa Suthar 2 અઠવાડિયા પહેલા

Hemant Dharangu 2 અઠવાડિયા પહેલા

Tejas Patel 3 અઠવાડિયા પહેલા

Gaurang Rajat 3 અઠવાડિયા પહેલા