મેન્ટલ...! Simran Jatin Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મેન્ટલ...!

મેન્ટલ...!


આશરે ત્રણેક વાગ્યાના સુમારે એ પણ ખરા તાપ માં હું ઓફિસે પહોંચી. પણ આજે હાફ ડે હોવાથી ઓફિસ બંધ થઈ ગઈ હતી. હું ત્યાં જ ઑફિસની નીચે ઊભી રહી, ત્યાં જ અમારી નજર એક થઈ.

એક હેન્ડસમ યુવાન બ્લેક શર્ટ ને લાઈટ જિન્સ માં ખરેખર હીરો લાગતો હતો. એકદમ ફેર સ્કિન અને સરસ સેટ કરેલી દાઢી. જાણે વિરાટ કોહલી નો ફેન હોય.

ને બીજી જ પળે મેં નજર બદલી દીધી. પર્સ માં હાથ નાખ્યો. પણ પાણી એક ઘુંટો જ હતું. હોઠ ભીના થયા એટલું જ. ફરી પાછી ત્યાં નજર ગઈ. એણે પણ એક નજર કરી. ને ફરી નજર બદલી દીધી.

મેં તરત ફોન હાથમાં લીધો અને સર ને ફોન લગાવ્યો. કે તમને અને મેમ ને આવતા કેટલો સમય લાગશે? હું ઓફિસ નીચે ઊભી છું. ત્યાં જ સામેથી જવાબ આવ્યો અમારે થોડો વધુ સમય લાગશે. પણ ચાવી ત્યાં નીચે એક ઑફિસમાં અમારા ઓળખીતા બેન ને આપી રાખી છે. તું ચાવી લઈ આવ અને ઓફિસ માં બેસ. અમે કલાક માં આવીએ.

તરત હું એ બાજુ વળી. કે પાછી અમારી નજર એક થઈ. એને એમ લાગવા માંડ્યું કે હું એની તરફ આવી રહી છું. તો એ જરા આજુબાજુ નજર કરવા લાગ્યો. પણ હું ત્યાં અડધે જ ઊભી રહી ને ઑફિસની ચાવી લઇ પાછી ફરી. સાથે સાથે એ નિશ્ચય સાથે કે હવે એ તરફ નજર સુધ્ધાં નહીં કરું.

પણ મન થોડુ એમ માને!! મન તો આખરે ચંચળ હોય ને! એ બાજુ જોયું પણ ત્યાં કોઈ નોંતું. હું આગળ નીકળી ગઈ ઉપરની તરફ જવા. ત્યાં જ..... આ શું?? એ અજાણ્યો યુવાન મારી સામે આવી ઊભો રહી ગયો.

એકદમ શાંતિ છવાઈ આકુવ્યાકુળ બનેલા મનમાં. બંને તરફથી એક હલકા સ્મિતની આપ લે થઈ. એ યુવાને હાથ લંબાવ્યો કંઇક કહેવા. પણ મેં વગર વિચાર્યે મનમાં જે ચાલતું હતું એ બધું બકી નાખ્યું. એ પણ એકે જ શ્વાસે.

"સોરી, મને તમારી સાથે friendship કરવામાં રસ નથી કે નહીં loveship માં. હું હવે આ બધામાં મારો અમૂલ્ય સમય વેડફવા નથી ઈચ્છતી. જો તમે સીધા જ મેરેજ માટે રેડી હો તો કહો. મેરેજ પછી દોસ્તી અને લવ તરફ આગળ વધીએ" આટલું કહી મેં ઍટિટ્યુડ ભરી નજરે આંખ માં આંખ મિલાવી. અને પગ ગુસ્સામાં પગ પછાડીને ચાલવા જ જતી હતી.

ને એ અજાણ્યો યુવાન મને એટલું કહી ને ગ્યો કે, just 1 min.

ને હું રાહ જોયા વિના જ આગળ નીકળી. ત્યાં સીડી એ પહોંચી ત્યાં પાછળ થી excuse me plz.....

ને મારા પગ ત્યાં જ થંભ્યા. એ અજાણ્યા યુવાને મને હાથમાં એક ઠંડા પાણી ને બોટલ થમાવી દીધી. હું એકી જ શ્વાસે અડધા ઉપર પાણી પી ગઈ. આભાર કહી આગળ વધવા લાગી. ત્યાં એ યુવાન બોલ્યો, મેં તમારી તનની પાણી તરસ ની સાથો સાથ તમારા મનની પ્રેમ ની તરસ પણ જોઈ. હું તમને જરાય રાહ નહીં જોવડાવું. તમે કહો ત્યારે હું મેરેજ માટે રેડી છું.

ને મારા ચહેરા પર અણધાર્યું સ્મિત ફરી વળ્યું. ને એ સાથે એ અજાણ્યા યુવાન માટે મેન્ટલ શબ્દ પણ મુખે થી શરી પડ્યો.

આજે આ વાત ને પાંચ વર્ષ થયાં. પણ લાગ્યું કે જાણે ગઇકાલની જ વાત ન હોય. જ્યારે મારા દીકરાએ પૂછ્યું મોમ તું પાપા ને મેન્ટલ કેમ કહે છે?? ને એ સાથે આ સમગ્ર ઘટના મારા મનમાં રમતી થઈ ગઈ.

ને ત્યાં જ મારો મેન્ટલ એટલે કે, મારા દીકરા રેહાન ના પાપા જય આવી ને એને કહેવા લાગ્યા કે, અમે બંને જ્યારે એકબીજાને મળ્યાં ત્યારે અમારી હાલત કંઇક મેન્ટલ જેવી હતી એટલે અમે એકબીજાને મેન્ટલ કહેતા.

કેમ સાચું કહ્યું ને પૂજા!!

ને અમે ત્રણે જણે હસતા હસતાં એકબીજાને આલિંગનમાં લઈ લીધાં.

????????


#સીમરન મિસ્ત્રી "સાંઈ"