પસંદ...
કોઈ જાતની સફાઈ નથી આપતી કે, એની મને કે તમને કોઈ ને જરૂર પણ નથી. પણ મારા મન ની થોડી વાત શેર કરું છું. એવું નથી કે, મને હવે સલમાન નથી ગમતો પણ હા, જોન પણ ગમવા લાગ્યો છે. ગમવા ન ગમવાથી ખાસ કોઈ ફરક નથી પડતો. કેમકે એ બે ને તો ખબર નથી કે હું એમને પસન્દ કરું છું. કે નહીં. હું તો એમના માટે એક અજનબી જ. પણ આ મતબલી દુનિયામાં ખબર હોવા છતાં પોતાના લોકો નેય ખાસ ફરક નથી પડતો. ક્યારેક સમય આવ્યે અજનબી બની જાય છે.
સલમાનના ઘણા મુવી એવા છે. જે મેં નહીં જોયા હોય અને અમુક મને પસંદ નહીં હોય. પણ હા જોન મેં આમ તો બધા જ મુવી જોયા. એમાં કમાન્ડો, પરમાણુ, ને આજે સત્યમેવજયતે. ને મને આમ પણ ત્રણ જ ટાઈપ ના મુવી ગમતા. દેશભક્તિ, સસ્પેન્સ, હોરર.
એવું નહીં કે મને લવસ્ટોરી નથી પસંદ. પણ મને લવસ્ટોરી મુવી માં નહીં પણ કોઈની રીઅલ લાઈફ માં જ પસંદ આવતી.
ઈમાનદારી...
સત્યમેવજયતે નો એક સીન ઈન્સપેક્ટર કદમ ની યાદ અપાવી જાય છે. એટલે કે મુવી સિંઘમ ની. આ મુવી માં પણ એક ઈમાનદાર ઈન્સ્પેકટર પાસે ખુદ ની ઈમાનદારી ને સત્ય સાબિત કરવા માટે ખુદ ના હાથે જ ખુદની જાન લેવી પડે છે. ઈમાનદારી જાણે લોહી માંજ વણાયેલી હોય એમ લાગ્યું. પિતા ઈમાનદાર હતા માટે જ પુત્ર પણ ઈમાનદાર ઈન્સ્પેકટર બન્યો અને ખુદના જ ભાઈને ગોળી મારે છે.
મુવી જોઈ ને નીકળેલા લોકો માં અમુક લોકોની વાતો મારા કાને પડી કે, આ મુવી નો વિરોધ થઈ શકે કદાચ. આમાં પોલીસ ની ઈમેજ બહુ જ ખરાબ શૉ કરી છે. એકદમ આવું ન બતાવવું જોઈએ. એમાંથી અમુક લોકો ખુદ પોલીસ હતા અને અમુક એમના રીલેટિવ હોય એમ લાગતું હતું. હું કહું છું કેમ અને શું આવું ન બતાવવું જોઈએ. જે રીઅલ માં આ દેશમાં ચાલે છે. દેશની સિસ્ટમમાં. એ સિસ્ટમ પછી શિક્ષણ માં હોય કે, રોજગારીમાં હોય, ધર્મ માં હોય કે, રાજનીતિમાં હોય. મુવી માં બતાવ્યું એવું અહીં બહાર પણ છે. કે બિરયાની મેં કંકડ નહીં પર કંકડ મેં બિરયાની હે. હવે હું ગઇકાલની એ જ વિચારતી કે, વિરોધ થશે કે નહીં. થશે તો જે ઈમાનદાર છે તે કરશે કે બેઇમાન કરશે. થીએટર થી ઘર સુધી જતા મને આખાય રસ્તા માં આજ વિચાર આવ્યો. એ એક કલાક માં તો મને એમ થયું કે જે લોકો આ મુવી પોલીસ હોવાને લીધે ફ્રી માં જોવા મળતા આ મુવી જોવા આવ્યા હતા. તો શું એમાંથી કેટલા લોકો આ મુવી પૂરેપૂરું માં માં કોઈ અપરાધભાવ વિના જોઈ શક્યા હશે?
સો માંથી મારા મતે તો દસ માંડ ઈમાનદાર પોલીસ હોઈ શકે. મને પણ અનુભવ થયેલો છે. એના પરથી કહી શકું કે સત્ય કરતા પૈસા માં વધુ તાકાત હોય છે. એટલે જ તો હિટ એન્ડ રન કેસ માં ફૂટપાથ પર રહેનાર સત્ય બોલનાર વ્યક્તિ કરતા બીએમડબલ્યુ માં ફરનાર અમીર કેસ જીતી જાય છે. રેપ કરનાર વ્યક્તિ જીતી જાય છે પણ પીડિતા નહીં. મને તો એ નહીં સમજાતું કે વકીલો આ પ્રકાર ના કેસ લડે જ છે કેમ? શું એમના માટે સત્ય ની જીત કરતા પૈસા કમાવવા વધુ મહત્વ છે? મારા મતે તો એ વકીલો ખુદ એમ કરી ને રેપ કરનાર નો સાથ આપી રહ્યા છે અથવા તો પ્રોત્સાહિત કરી રહ્યા છે. અને ખુદ એનો એક ભાગ પણ બની રહ્યા છે.
દરેકેદરેક વ્યક્તિ એ આ મુવી જોવા જેવું છે જે ઈમાનદાર છે તે પણ અને જે નથી તે પણ સાથે સાથે ખાસ તો એ લોકોએ પણ કે, જે લોકો પૈસા આપી સત્યને ખરીદે છે તેઓ પણ અને જે લોકો જૂઠ ને સાથ આપે છે. તેમજ નવી પેઢી ના નવયુવાનોએ જે આ દેશ નો આધાર બનશે.
#સ્મરણ....