?? પોતાનું ઘર.... ?? Simran Jatin Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

?? પોતાનું ઘર.... ??

અહીં આપ લોકો સમક્ષ હું એક પ્રશ્ન લઈને આવી છું.હા, એનો કોઈ ઉત્તર મને આજ દિન સુધી મળ્યો નથી. અને મળશે કે નહીં એ પણ ખબર નહીં. હું તો માત્ર આ માધ્યમ થકી મારા મન ની વાત અહીં રજૂ કરું છું.

"સ્ત્રી ને પોતાનું ઘર હોય છે?"અને હા તો ક્યાં અને ક્યું? કે પછી સ્ત્રી ને માત્ર મકાન જ હોય છે...? કે જ્યાં થી એને મન ફાવે ત્યાંરે બહાર નિકાળી દઈ શકો.

એક સ્ત્રી જે જન્મે ત્યારે એક બાળકી રૂપે માં બાપ ની દીકરી બને છે. બહેન ની સખી અને ભાઈ ની બેન. એ જન્મ થી લઈને મોટી થાય ત્યાં સુધી એ જ ઘર માં રહે છે. જ્યાં એના માં બાપ રહેતા હોય ભાઈ બહેન રહેતા હોય. પછી એ પરણી ને સાસરી એટલે કે પતિ ના ઘરે જાય એટલે એ ત્યાં રહેવા લાગે. એક ઘર પિયર બની જાય અને બીજું સાસરી.એક ઘર બાપ નું કહેવાતું કે પછી ભાઈનું તો બીજું પતિ નું. અહીં સ્ત્રી ના કોઈ ઘર ની વાત સુધ્ધાં નથી. પણ આ ઘર ને મકાન માંથી ઘર તો એજ સ્ત્રી એ બનાવેલ હોય છે. છતાં દીકરી પરણી ને સાસરી જાય એટલે કહેવાતું કે હવે પતિ નું ઘર એજ તારું ઘર એના સુખદુઃખ માં તારું સુખદુઃખ.ગમેતેવી કપરી પરિસ્થિતિ માં પણ તારે ત્યાં જ રેહવું. હવે તું પરણી ગઈ એટલે અમારા માટે તું પારકી થઈ ગણાય. તું ત્યાંજ શોભે. ને એકબાજુ એટલે કે પતિ ના ઘરે કૈં પણ નાની મોટી વાત માં કહેવા માં આવતું કે તારા ઘરે જતી રહે. એ તો ઠીક પણ જ્યારે તેને હાથ પકડી ઘર બહાર ત્યજી દેવામાં આવે ત્યારે એ સ્ત્રી નું પોતાનું ઘર ક્યું?

કે તે જ્યાં આજીવન સ્વમાનભેર જીવન વ્યતીત કરી શકે. એનું પોતાનું ઘર જ્યાં તે માં બાપ ભાઈ પતિ બાળકો તો ખરાજ પણ પોતાના માટે પણ થોડું ઘણું જીવી શકે. એવું કે એને કોઈ ગમે તેવા સંજોગો હોય પણ એક પળ પણ ન લગાડે એમ કહેતા કે આ તારું ઘર નથી. નથી પિયર એનું ઘર જ્યાં જન્મ થયો કે નથી સાસરી એનું ઘર જ્યાં એ ખુદ જન્મદાત્રી બને છે. આ પર થી તો મને લાગે કે સ્ત્રી ના અસ્તિત્વ નું કોઈ મહત્વ જ નથી. છતાંય એના વગર કોઈનુંય ક્યાં અસ્તિવ શક્ય છે. પણ આ વાત કોઈ જાણતું નથી કે પછી અવગણી રહ્યું છે. તે તો તેઓ ખુદ જ જાણે.

એક સ્ત્રી સમય અને સંજોગો ને સમજી પોતાની આખીય જિંદગી ક્યારેક માબાપ માટે તો ક્યારેક બાળકો માટે સમર્પિત કરી દે છે.પોતાની ઈચ્છા ઓને મારીને પણ જીવે રાખે છે. ને ક્યારેક તો એકલીય જીવી જાણે છે. પણ પુરુષ ને સમય સાથે સઘળુંય જોઈએ. હજારો નહિ પણ લાખો એવી મા છે જેમણે એકલે હાથે બાળકો મોટા કર્યા પણ પુરુષ બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે. તોય સ્ત્રી ને સમાજ માં પોતાની ઈચ્છા મુજબ નું કાર્ય કરવા દેવા માં નહીં આવતું.
જો પુરુષ ચાહે તો મનગમતા પાત્ર સાથે પરણી શકે. પણ સ્ત્રી? પુરુષ પરણેલો હોવા છતા બીજા લગ્ન કરી શકે.પણ સ્ત્રી? પુરુષ પત્ની ના મૃત્યુ બાદ ક્યારેક બાળકો માટે તો ક્યારેક ખુદ માટે બીજા લગ્ન કરી લે. પણ સ્ત્રી? પુરુષ લગ્ન બાદ પણ સ્ત્રી મિત્રો રાખી શકે. પણ સ્ત્રી? પુરુષ સ્ત્રી ને ગમે ત્યારે ઘર ને મિલકત માંથી બેદખલ કરી શકે. પણ સ્ત્રી? એક સ્ત્રી આમાંનું કૈં કરવા નથી માંગતી પણ એ માત્ર એટલું જ ચાહે કે એનું ખુદ નું ઘર પરિવાર હોય. જે એને સમજે એને લાગણીઓને માન મળે એની કદર થતી હોય.

આમાં થી એકપણ પણ નો જવાબ આપ આપી શકો ખરાં.

હા આધુનિક યુગમાં સ્ત્રી ઓ વધુ કાબીલ બની છે. પણ એટલે પણ નહીં કે પોતાની મરજી મુજબ નું જીવન જીવી શકે. અને ઘણી વખત સ્ત્રીઓ એ મુજબ નું જીવન જીવવા લાગે તોય પહેલા ફેમિલી ને પછી સોસાયટી ન જીવવા દે કે ન ખુદ જીવે. આમાં સમજ એ નથી આવતું કે અહીં ખરાબ કે ખોટું શું છે. જો એક સ્ત્રી પુરુષ સમોવડી હોય અને એને જેમ ખુદ ની એક અલગ જિંદગી જીવવા ઈચ્છતી હોય. અહીં ફેમિલી કે સોસાયટી સ્ત્રી નથી ન્યાય આપતો કે એની ઈચ્છા મુજબ જીવવા દેતો. એ લોકો નથી એને પિયર માં રાખવા ત્યાર કે નથી સાસરી તો એ સ્ત્રી ખુદ ની એક અલગ દુનિયા માં જીવવા માંગે એ પણ અહીં કોઈને મનજૂર નહીં. તો તમે જ કહો એ સ્ત્રી શું કરે?

સ્ત્રી હંમેશ ત્યાગ જ કરતી આવી છે.ને છતાંય એના હાથ ખાલીને ખાલી...
બહેન હોય તયારે એના હક નું ભાઈ ને આપતી. કેહતી કે એને ગમે છે ને મને આમેય એની જરૂર નથી.
માં હોય તયારે હમેશ બાળકો માટે બધું સંઘરી રાખે... એ ભૂખી રહી નેય બાળકોને જમાડે...
પત્ની હોય તયારે તો કૈં જ બાકી ન રાખે...
પોતાની સર્વસ્વ પતિ ને માત્ર વિશ્વાસ જ નહીં અંધવિશ્વાસ રાખી સોંપી દેતી...
પતિ ને ગમતું જ બધું કામ કરે જતી રહેવુ પહેરવું ખાવું ફરવું...
એનો એકેક શણગાર પતિ ના નામ નો હોય સિંદૂર હોય કે પછી કંગન પાનેતર હોય કે પછી પાયલ એના જ નામ નું...
બાળક ને નવ માસ સુધી સ્ત્રી રાખે પોતાના ઉદર માં તોય હક તો પુરુષ નો જ ને એની પાછળ નામ ય તે એનું જ.

અહીં માત્ર કોઈ એક બે નહિ પણ સમગ્ર સ્ત્રી જાત ને આવરી લઈને પ્રશ્ન કરું છું. એવું તે ક્યું ઘર છે જ્યાં સ્ત્રી માત્ર કહેવાતા જ પોતાના એ બંને ઘર માંથી ત્યજી દેવાતી કે કાઢી મુકાતી ત્યારે એ ક્યાં જાય??બન્ને ઘર એ સ્ત્રી માટે ઘર રહેતા જ નથી. માત્ર એક મકાન બની રહે છે...

ચાલો, સ્ત્રી એક ત્રીજું જ જે માત્ર એનું પોતાનું કહી શકાય એવું ઘર બનાવી પણ દે છે તો શું એને મરજી મુજબ ફેમિલી કે સમાજ જીવવા દેસે ખરાં??એ ઘર માત્ર સ્ત્રીઓનુજ બનેલું હશે. જ્યાં કોઈ પુરુષ નું અસ્તિત્વ કે હક સુદ્ધાં નહિ હોય. ને એ પુરુષો ની ઘર પણ કદાચ આ ત્રીજું ઘર બનતા ઘર માંથી મકાનમાં  પરિણમશે. એકલી સ્ત્રીઓનું ઘર ઘર કહેવાશે અને બને એ ઓન શક્ય છે પરંતુ પુરૂષોનું એકલા ઘર બનાવવું શક્ય છે કે કેમ તે તો તે જ કહી શકે. જે સ્ત્રી ને આમ જીવવા મજબૂર કરે છે.
ક્યારેક તો સ્ત્રી જ સ્ત્રી નો વિરોધ કરી બેસે ત્યાં પુરુષ કે અન્ય કોઈ સમાજ ને ક્યાં દોષ આપવો....
માં દીકરી ને સાથ ન આપે પતિ(બાપ) ના દબાણ માં આવી ને...
બહેન બહેન ને સાથ ન આપે પોતાની ફેમિલી ના દબાણમાં...
ભાઈ બહેન ને સાથ ન આપી શકે પત્ની ના દબાણ માં...
સાસુ પુત્રવધૂ ને સાથ ન આપી શકે પુત્ર ના દબાણમાં...
ટૂંકમાં બધાય સાથ ન જ આપી શકે....
અને આપણે ખુદ હિંમત કરી અશક્ય ને શક્ય બનાવીએ ત્યારે પુરુષ જાત તો ખરી જ પણ અફસોસ કે સ્ત્રીજાત પણ વિરોધ કરવા લાગે....

સ્ત્રી ને માત્ર એટલું જ જોઈએ કે એની કદર થાય સમ્માન મળે અઢળક પ્રેમ મળે... એને નથી હોતો પેસો વહાલો કે અન્ય કોઈ લાલચ...

"નહીં ચાહિયે ઉડને કે લિયે આસમાં....
નાહી ચલને કે લિયે ઝમીન....
મુજે જિને કે લિયે ચાહિયે સિર્ફ સમ્માન...."

# સાંઈ સુમિરન....