અહીં હું એક સમાજ ની આંખોદેખી વાત કરવા જઈ રહી છું. આપણામાંથી ઘણા બધા લોકોએ જોયું હશે અને માનતા પણ હશે કે કોઈ પણ નાની મોટી મુશ્કેલીમાં સ્ત્રીઓ જલ્દી રડી પડતી હોય છે. સ્ત્રી સમાજ સામે પણ રડી ને વાત રજૂ કરી શકતી અને કુટુંબ સામે પણ, દોસ્તો સાથે તો વાત જ નહીં પણ મનભરી રડી લેતી, તો ક્યાંક કોઈ ઘરના ખૂણે રડી લેતું.સ્ત્રી એ રીતે પોતાનું મન હળવું કરી લેતી જોવા જઈએ તો પણ પણ....એક પુરુષ પોતાના આંશુ ક્યાં જઈ સારતું હશે એ કોઈ વિચાર્યું છે.
બાળકો પોતાની વાત મા બાપ સાથે શેર કરે દોસ્ત સાથે કરે કોઈ મુશ્કેલી હોય તો એમના સાથે બેસી થોડું રડી પણ લે.ક્યારેક એમની વિરુદ્ધ જઈ કઈ કરી પણ બેસતાં. પત્ની પોતાના પતિ ના ખભે માથું રાખી રડી લઈને હળવી થતી. દીકરી મોટી હોય તો એની સાથે વાત કરી સ્વસ્થ થતી. ભાઈ બેન પણ એકબીજા સાથે આમ જ વાતચીત ઘ્વારા કોઈ વાત નો હલ લાવતો કે હળવા બનતા.
પણ અહીં વાત છે એક પુરુષની જે અહીં પોતાની જિંદગી ના 60 વર્ષ પોતાની ફેમીલી માટે જ બધુ કરતો રહ્યો ને જીવતો રહ્યો. શરૂઆત માં થોડું ભણતર ને ત્યારબાદ નોકરી. પેહલા કમાઈને પોતાના ભાઈબેન ની જરૂરિયાત પૂરી કરતો અને મા બાપને મદદરૂપ બનતો. લગ્ન થતા થોડી જવાબદારીઓ વધતી ગઈ. પત્ની ની ખુશીઓ અને જરૂરિયાતો પૂરી કરતો ગયો. બાળકો મોટા થતા ગયા તો એ પણ એક નવી જવાબદારી વધી ગયી. આ બધી જ જવાબદારી નો ભાર એ એકલો પુરુષ વિના સહારે ઉઠાવતો ગયો. પણ જ્યારે એ એની ઉંમર ના આખરી પડાવ પર સહારો મળે એ ઈચ્છે છે તો એમાં ખોટું શું છે? બાળકો તો સમજ્યા આ આધુનિક જમાના પ્રમાણે સ્વતંત્ર રહેવા ઈચ્છતા હોય કે પછી બાપ ને જ બોજ સમજતા હોય. પણ એક સ્ત્રી જ જે એ પુરુષની માત્ર પત્ની જ નહીં પણ સર્વસ્વ હોય એ પણ એની આ ઉંમરે એમ કહે કે પછી એવું જતાવે કે હવે આપની કમાણી કે ટૂંક માં એમકે નોકરી માંથી નિવૃત થયાં છો તો હવે મારા કે ફેમેલી માટે શું કરી શકવા ના તો આપ હવે પાછળની આપની આ જિંદગી તમારી રીતે જીવો. હું અહી પુત્ર સાથે એના ઘરકામ માં મદદ કરીને અહીં રહી લઇસ પણ તમે હવે તમારા વતન જઈ તમારા રીતે જીવન જીવો. પણ હા જે રકમ આવે નિવૃત્તિની એ અહીં મને આગળ ની જિંદગી જીવવા માટે આપતા જજો.
તમે જ વિચારો કે આ સમયે એ પુરુષ પર શું વીતી હશે? જોકે મેં તો આ દ્રશ્ય મારી નજરે જોયું છે. હું ના રડી શકી કે ન કાંઈ બોલી શકી પણ હા મને જરૂર મેં થોડો ક્ષોભ અનુભવ્યો કે સ્ત્રીજાત નું આ તે ક્યું રૂપ છે. એ વાત પણ સમજ્યા કે સ્ત્રી ને મિલકત માં સમાન અધિકાર હોય પણ આ કેવો અને કઈ રીતે નો અધિકાર કહેવાય. જ્યાં ખુદ એક પુરુષને પોતાના બાળકો પત્ની જ ઘર છોડવા મજબુર કરે છે. જે ઘર એ ખુદ પુરુષે આખી જિંદગીની મેહનત ની કમાણીથી બનાવ્યું હતું. આ સમયે તમે જ કહો કે એ પુરુષ જે પોતાના મન ની વાત કોને કરે પોતાની મુશ્કેલી કોને કહે કોની આગળ જઈ પોતાના આંશુ સારે... એ આખી જિંદગી જેમના માટે બધુ કરતો રહ્યો એ લોકો જ એને આમ તરછોડે એ કોઈ પુરુષ કેમનું અને કેવી રીતે સહન કરી શકે કે ઝેલી શકે. આ સમયે એ એની પાસે ખુદ નું ઘર હોવા છતાં પણ બહાર રસ્તા પર સમય વિતાવે છે. પોતાના બાળકો પત્ની હોવા છતાં બહાર કોઈ સહારો શોધે છે. અઢળક સંપત્તિ હોવા છતાં ભૂખે મરે છે. પ્રેમ ની ભૂખ... જે આ જમાનામાં મળવો મુશ્કેલ જ નહીં પણ આવા કિસ્સાઓ જોતા અશક્ય લાગે છે. એક દોસ્ત તરીકે એ પુરુષને એનો એક મિત્ર મદદ તો કરે છે એની સાથે બેસી એની બધી જ વાતો મન દઈ સાંભળી છે. એ રડે છે તો એને સાંત્વના આપે છે. આશ્વાસન ના બે બોલ કહે છે. પોતાનો કિંમતી સમય એ દોસ્તને આપે છે. જમવાના સમયે સાથે જમાડી પણ લઈએ છે. ને સાંજ પડે સમજાવી ને ઘરે પણ મોકલે છે. જ્યાં એ ઘરમાં એની કોઈ કિંમત નથી પણ માત્ર એના પૈસાની જ કિંમત છે.
શુ કોઈ સ્ત્રી કોઈ બાળક એટલું બધું સ્વાર્થી હોઈ શકે કે પોતાના જ એક સમયના આધાર ને આમ સમય આવ્યે એનો આધાર બનવા ને બદલે એને આમ નિઃસહાય કરી છોડી દઈ શકે? એ બાળક ને તમે પૂછી જોઓ કે જેને માથે એક પિતાનો હાથ નથી કે એ પત્ની ને પૂછી જોઓ કે જેનો એક માત્ર સહારો હોય એ પતિ એના નસીબમાં નથી હોતો.
શું આ બાળકો અને પત્ની ને પહેલે થીજ આ પુરુષ ની કમાણી કે પૈસા સાથે પ્રેમ કે લગાવ હતો કે પછી સમય સાથે જેમ ચલણી નોટો બદલાઈ એમ આ માણસો પણ બદલાવા લાગ્યા છે.
અંતે ટૂંકમાં એટલું જ કે હું કે મારું ફેમીલી એ પુરુષ માટે વધુ તો કાંઈ ન કરી શકતા પણ એ અહીં આવે છે તો મારા હાથની ચા થી એમને થોડા સ્વસ્થ થતા જોઈ સારું લાગે છે. ક્યારેક અહીં નાસ્તો કે જમવાનું પણ થઈ જાય છે અમારી સાથે તો અમને અને એમને બંને ને સારું લાગે છે. આનાથી બીજું તો વધારે અમે કરી પણ શું શકતા? આ બધી વાત મેં મારા કાનેથી સાંભળી આંખે થી જોઈ. મારી આંખો પણ છલકાઈ ગયી. મનમાં હજારો પ્રશ્ન ઉઠતાં. પણ એ કોને પૂછવા અને એનો કોઈ ઉકેલ કે સમાધાન ખરા. એ પણ એક પ્રશ્ન. આ લખતા હું મારી જાત ને રોકી ન શકી એને મારો લખવા નો શોખ કહું કે પછી ઝુનૂન કે મન ની વાત અહીં કહેવાનો એક ઝરીયો. જે પણ હો તે આ વાત અહીં લખતા મારા હાથ જ નહીં મારું હૃદય પણ કાંપે છે. એક બાજુ આ વાત ધ્યાન થી સાંભળું પણ છું અને લખતી પણ જાઉં છું. મનમાં ઉઠતા હજારો સવાલો. એક દોસ્તીની મિસાલ નું જીવતું જાગતું ઉદાહરણ. બીજી બાજુ એમ થતું કે મને સ્ત્રી થઈ ને આ વાત ને લઈને વિરોધ કરવા નું મન થઇ જતું સ્ત્રીજાત પર. હું તો માત્ર એ પુરુષ ની પુત્રી સમાન એક એના મિત્ર ની દીકરી જ છું તો પણ મારું મન એમનું આ દુઃખ જોઈ નથીસકતું તો એ લોકો આમ ખુદ ના માણસ ને કેમ કરીને દુઃખી કરી શકતા હશે??
"જબ મેં અબલા થી વો બના મેરા સહારા,
જબ હમ છોટે થે વો બને હમારી તાકત
તો અબ ક્યું ન હમ જબ ઉનકો
વો સહારા વો તાકત ચાહિયે તો
હમ અપને ફર્ઝ સે પીછે હટ રહે હે..."
#સાંઈ સુમિરન....