Murder at riverfront - 37 books and stories free download online pdf in Gujarati

મર્ડર@રિવરફ્રન્ટ - 37

મર્ડર@રિવરફ્રન્ટ 37

ડીસીપી રાણા સિરિયલ કિલરનાં હુમલામાં બચી જાય છે..પણ એ સિરિયલ કિલર કોણ છે એ જાણી ગયાં હોવાથી એમનાં ઉપર મોત નું સંકટ ટોળાતું હોય છે..આ કારણોસર રાજલ ને ડીસીપી રાણા ની સુરક્ષા ની જવાબદારી સોંપવામાં આવે છે..પોતાનાં શિકારનું આમ બચી જવું સિરિયલ કિલર માટે આક્રોશનું કારણ હતું..પોલીસ સઘન સુરક્ષાને ભેદીને એ હત્યારો VS હોસ્પિટલમાં માં પ્રવેશ કરી લે છે..પણ ત્રીજા માળે જ્યાં રાણા ને રખાયાં હોય છે ત્યાં પહોંચવા શું કરવું પડશે એ વિચારતો વિચારતો એ હત્યારો બીજાં માળે આવેલાં ટોઈલેટમાં પ્રવેશે છે.

વોશરૂમમાં આવી એ હત્યારો મિરર માં જોતો જોતો પોતાની દાઢી ખંજવાળતા ત્રીજા માળે પોતે કઈ રીતે પહોંચશે એ દિશામાં મગજ દોડાવી રહ્યો હતો..ત્યાં એક જોરદાર પવનનાં સપાટા ને લીધે ટોઈલેટ નાં દરવાજા ની સામેની તરફ પડતી બારી જોરથી અથડાઈ..બારીનો દરવાજો દીવાલ સાથે અથડાતાં એ કાતીલનું ધ્યાન એ ભણી ગયું.

એ હત્યારો કંઈક વિચારી બારીની તરફ આગળ વધ્યો..બારીનો બીજો દરવાજો ખોલીને એ હત્યારા એ બહારની તરફ નજર કરી..બહાર એક નાનકડું છજજું હતું..એ સિરિયલ કિલરે પોતાની ગરદન બહાર કાઢી ગરદન ઘુમાવી ઉપરની તરફ નજર કરી તો એને ત્રીજા માળનું છજજું નજરે પડ્યું..આ સાથે જ એ સિરિયલ કિલર નાં મગજમાં એક નવો વિચાર પ્રગટ થયો.

એ હત્યારા એ સૌ પ્રથમ તો ટોઈલેટ નો દરવાજો પુનઃ ખોલી બહાર જોઈને એ નક્કી કર્યું કે એ તરફ કોઈ આવતું તો નથી ને..રાતનાં ત્રણ વાગી ગયાં હોવાથી હોસ્પિટલમાં ચહલ-પહલ ખૂબ ઓછી થઈ ગઈ હતી.હવે પોતાનાં પ્લાન નું આગળનું પગથિયું ચડવાનો મક્કમ નિર્ધાર કરી એ હત્યારો બારીની નજીક આવ્યો.બારીમાંથી ડોકિયું કરી એ હત્યારા એ નીચે કોઈ ઉપસ્થિત તો નથી ને એની ખાતરી કરી લીધાં બાદ બારીમાંથી બહારની તરફ છજ્જા ઉપર કૂદકો મારી દીધો.

છજ્જા ની લંબાઈ માંડ એકાદ ફૂટ હતી એટલે એ હત્યારા ને એની ઉપર ઉભું રહેવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી હતી..છજ્જા ઉપર ઉભાં રહી એ સિરિયલ કિલરે નીચે જોયું તો એક ક્ષણ માટે તો એનું હૃદય પણ ધબકારો ચુકી ગયું..એ હત્યારા એ પોતાની આંખો બંધ કરી અને પોતાનાં વધેલાં શ્વાસોશ્વાસ ને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો.

હવે એ સિરિયલ કિલરને ધબકારા નિયંત્રણ આવી જતાં એને ડાબી તરફ આવેલી સિમેન્ટ ની પાઈપ તરફ નજર કરી..છજ્જા થી એ પાઈપ ત્રણ-ચાર ફૂટ જેટલી દૂર હતી..એક રીતે જોઈએ તો આટલી દુરી સાવ સામાન્ય જ હતી પણ આટલી ઊંચાઈ પરથી અને સાવ સાંકડી જગ્યા પરથી કુદવું ભારે હીંમતનું કામ હતું..પણ આ સિરિયલ કિલર તો માથે કફન બાંધી નીકળ્યો હતો પોતાનાં સૌથી મોટાં દુશ્મનની હત્યા કરી એને કફન ઓઢાળવા માટે.

છેવટે આંખો ને પાઈપ ઉપર કેન્દ્રિત કરી..પોતાનાં હાથ ને પેન્ટ સાથે લૂછી એની ઉપર નો પરસેવો સાફ કરી એ હત્યારા છજ્જા ઉપરથી પાઈપ ઉપર કૂદકો લગાવી જ દીધો..એની ચુસ્તી અને ફુર્તિ નાં લીધે એક જ ઝાટકે એ હત્યારા નાં હાથ અને પગ ની પકડ પાઈપ પર આવી ગઈ.

પાઈપ હાથમાં મજબૂત રીતે આવી જતાં એ સિરિયલ કિલરને હાશ થઈ..એને ફરીથી નીચે નજર કરી એ નક્કી કર્યું કે કોઈ એને જોઈ રહ્યું છે કે નહીં.હવે ઉપર ત્રીજા માળ સુધી પહોંચવા આ પાઈપ ને મજબૂતાઈથી પકડીને ધીરે-ધીરે ઉપર ચડવું જરૂરી હતું..એકદમ ચુસ્તી વડે ધીરે-ધીરે સરકતાં-સરકતાં એ હત્યારો ત્રીજા માળની ઊંચાઈ સુધી આવી પહોંચ્યો..બીજાં માળ ની જેમ જ ત્રીજા માળે પણ ટોઈલેટ નું છજજું પાઈપની એટલી જ દુરી પર મોજુદ હતું.

છજ્જા ઉપરથી તો પાઈપ ઉપર ચડવું એકરીતે શક્ય હતું..પણ પાઈપ પરથી છજ્જા ઉપર કૂદકો મારવો એ મોત ને નિમંત્રણ આપવાં બરાબર જ હતું..પણ હવે અહીં આવી ગયાં બાદ પીછેહઠ કરવી એ કાતીલ ને પોષાય એમ નહોતી.એ હત્યારો સરકીને શક્ય એટલો છજ્જા ની નજીક આવ્યો..છતાં એ છજજું એનાંથી ત્રણ ફૂટ તો દૂર હતું જ.

અહીંથી કૂદકો તો મારી શકાય પણ કૂદકો માર્યાં પછી શરીર ને છજ્જા ઉપર સ્થિર રાખવું અતિ મુશ્કેલ હતું..પણ આ જોખમ ઉઠાવ્યા વગર છૂટકો પણ નહોતો..એ હત્યારા એ પોતાનું મન શાંત કર્યું અને એક ઊંડો શ્વાસ ભર્યો..શરીર તથા મનને એકદમ શાંત કરી દીધાં બાદ એ હત્યારા એ પોતાનાં શરીર ને એક ઝાટકો મારી પાઈપથી અલગ કર્યું અને છજ્જા ની ઉપર ધકેલી દીધું.

એક સેકંડ નાં પણ દસમા ભાગમાં એ હત્યારો છજ્જા ની કિનારીએ આવીને ઉભો હતો..માંડ-માંડ એને પોતાની જાતને સંભાળી અને નીચે પડતાં બચાવી..પાંચ લોકોની હત્યા અને બીજાં ત્રણ લોકોને છેક મોત નાં મુખ સુધી મૂકી આવનાર એ સિરિયલ કિલર પણ અત્યારે ધ્રુજી રહ્યો હતો..પરસેવાથી એનું આખું શરીર રેબઝેબ થઈ ચૂક્યું હતું.

એ હત્યારા નાં સદનસીબે એ જ્યાં ઉભો હતો એ છજ્જા વાળાં ટોઈલેટ ની બારી ફક્ત આડી કરેલી હતી..જો એવું ના હોત તો શાયદ સ્ટોપર ને પોતાનાં કિચનમાં રહેલાં કટર વડે કાપવામાં ઘણો ખરો સમય બગાડવો પડે એમ હતો..બારી ખુલ્લી મળતાં એ હત્યારો કૂદીને સીધો ત્રીજા માળે આવેલાં ટોઈલેટ માં પહોંચી ગયો.

પોતાની બુદ્ધિ અને હિંમતનાં જોરે અહીં સુધી પહોંચનારા એ સિરિયલ કિલર ને પોતાનું નસીબ ત્યારે નબળું લાગ્યું જ્યારે એનાં ટોઈલેટ માં પહોંચતાં ની સાથે જ એક પોલીસ કોન્સ્ટેબલ ટોઈલેટમાં આવ્યો..એ સિરિયલ કિલર પર નજર પડતાં જ એ કોન્સ્ટેબલ ને થોડોક શક થયો અને એ કોન્સ્ટેબલ સિરિયલ કિલરની તરફ આગળ વધ્યો.

એક સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ નાં લીધે પોતાનું આયોજન બગડવું ના જોઈએ એમ વિચારી એ સિરિયલ કિલર વીજળીની ગતિએ પોલીસ કોન્સ્ટેબલ ની તરફ આગળ વધ્યો..પોલીસ કોન્સ્ટેબલ વધુ કંઈ કરે એ પહેલાં તો એ સિરિયલ કિલરે કોન્સ્ટેબલનાં ગળાની ડાબી તરફ નસની ઉપર જોરદાર પ્રહાર કરી એ પોલીસ કોન્સ્ટેબલ ને બેહોશ કરી દીધો.

ત્યારબાદ એ કોન્સ્ટેબલ ને ઢસડીને વોશરૂમની અંદર આવેલી ટોઈલેટ કેબીન સુધી લેતો આવ્યો..થોડું વિચારી એ હત્યારા એ પોતાનાં કપડાં એ કોન્સ્ટેબલનાં કપડાં સાથે ચેન્જ કરી દીધાં અને પોતે પોલીસ નો વેશ ધરી લીધો..કોન્સ્ટેબલ ની ટોપી માથે પહેરી પોતાનો ચહેરો સ્પષ્ટ ના દેખાય એ રીતે એ હત્યારો ત્રીજા માળે આવેલી લોબી તરફ આગળ વધ્યો.

ટોઈલેટ ની જમણી તરફ પડતી લોબીમાં આવેલાં રૂમ નંબર 301 માં ડીસીપી રાણા ને રખાયાં હોવાની વાતથી એ સિરિયલ કિલર વાકેફ હતો એટલે એ સીધો જ ટોઈલેટમાંથી નીકળી જમણી તરફ આવેલાં રૂમ નંબર 301 તરફ આગળ વધ્યો..પણ હજુ તો એ દસેક ડગલાં જ આગળ ગયો ત્યાં એની નજર રૂમ નંબર 301 ની સામે આવેલાં રૂમ નંબર 306 ની બહાર રાખેલી પાટલી પર બેસીને રૂમ નંબર 301 ને જોઈ રહેલી રાજલ તરફ પડી.

રાજલ ને જોતાં જ એ હત્યારા એ પોતાનો રસ્તો બદલી દીધો અને લોબીની ડાબી તરફ ચાલી નીકળ્યો..આગળ વધતાં એ હત્યારો મનોમન બોલ્યો.

"રાજલ તું ગમે તે કરી લે..હું ડીસીપી ને આજે જીવતો નહીં જ છોડું એ નક્કી છે.."

આટલી બધી સુરક્ષા વચ્ચે પણ ડીસીપી રાણા ની હત્યા કરવાનું મન બનાવી ચુકેલાં એ સિરિયલ કિલરે કઈ રીતે ડીસીપી રાણા ને રખાયાં હતાં એ રૂમમાં પહોંચવાની યુક્તિ બનાવી..આ માટે એની લિફ્ટ ની જોડે આવેલી બારીમાંથી બહાર આવેલાં પ્લેટફોર્મ પર ચાલીને રૂમ નંબર 301 સુધી જવાનું મન બનાવી લીધું..આ છ ઈંચ જેટલાં પ્લેટફોર્મ દરેક રૂમની ફરતે તળિયાં ની સમાંતર બનેલાં હતાં.

એ હત્યારો અત્યારે પોલીસ નાં યુનિફોર્મનાં હોવાથી કોઈ એની તરફ વધુ ધ્યાન નહોતું આપી રહ્યું..આ વસ્તુ એનાં માટે વરદાન રૂપ હતી.તક નો લાભ લઈ એ સિરિયલ કિલર બારીમાંથી કૂદીને સાચવીને પ્લેટફોર્મ પર આવીને ઉભો રહી ગયો.પોતાની પીઠ ને દીવાલ સાથે ઘસતો ઘસતો એ હત્યારો પગ ઉપાડયાં વગર સરકતો સરકતો રૂમ નંબર 301 ની બારી તરફ આગળ વધી રહ્યો હતો.

લગભગ ચાલીસ ફૂટ ઊંચાઈ પર એ હત્યારો માત્ર છ ઇંચ નાં પ્લેટફોર્મ પર ઉભો હતો..પણ અત્યારે ડરવા કે મરવા વિશે વિચારવું એ હત્યારા માટે જરૂરી નહોતું..પણ અત્યારે સૌથી વધુ જરૂરી હતું ડીસીપી રાણા ને કંઈપણ કરીને મોત ને ઘાટ ઉતારવાં..આખરે ધીરે-ધીરે ખૂબ ચીવટથી આગળ વધતાં વધતાં એ સિરિયલ કિલર રૂમ નંબર 301 ની બારી જોડે આવી પહોંચ્યો.

હવે એ સિરિયલ કિલર અને ડીસીપી રાણા વચ્ચે હતી એક બંધ બારી..આ બારી બંધ હોવાથી એ સિરિયલ કિલર માટે અંદર પ્રવેશવું હોય તો સૌપ્રથમ તો બારી ને કોઈપણ ભોગે ખોલવી જરૂરી હતી..પણ છ ઈંચ નાની જગ્યા ઉપર બારીની તરફ ચહેરો રાખી ઉભું રહેવું શક્ય નહોતું.. કેમકે એમ કરતાં બેલેન્સ બગડીને નીચે પડી જવાનો ખતરો હતો.એ હત્યારા એ જમણો હાથ પાછળ કરી બારીની સ્ટોપર ક્યાં છે એનો સંપૂર્ણ અંદેશો લગાવી લીધો.

ત્યારબાદ એ ખુની એ પોતાનું મલ્ટીટુલ કિચન ધીરેથી ખિસ્સામાંથી બહાર નીકાળ્યું અને જમણાં હાથમાં એ કિચન લઈ એમાંથી કટર બહાર નિકાળ્યું.. આ સ્પેશિયલ મોડીફાઇડ કિચન હતું જેની અંદર રહેલું કટર ધારદાર અને પ્રમાણમાં લાબું હતું.. આ કટર ને હાથમાં લઈ એ હત્યારા એ હાથને પાછળની તરફ વાળી એ કાતીલે ધીરે-ધીરે બારીની સ્ટોપર કાપવાનું શરૂ કર્યું.

આખરે દસ મિનિટની મહેનત બાદ બારી ની સ્ટોપર કપાઈ ગઇ..સ્ટોપર કપાઈ જતાં જ એ કાતીલે સાચવીને થોડી બારી ખોલી અને અંદર નજર કરીને જોયું..એ હત્યારા એ જોયું કે કોઈ વ્યક્તિને પલંગ પર સુવડાવવામાં આવ્યું હતું..એ સિવાય આ રૂમમાં બીજું કોઈ વ્યક્તિ મોજુદ નહોતું..રૂમમાં થોડું અંધારું હતું એટલે દૂરથી એ પલંગ પર સૂતી વ્યક્તિનો ચહેરો એ સિરિયલ કિલર જોઈ ના શક્યો..પણ એ સિરિયલ કિલર ને ત્યાં પલંગ પર સુતેલી વ્યક્તિની કદકાઠી પરથી સમજી ગયો કે એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ડીસીપી રાણા જ છે.

અંદર ફક્ત ડીસીપી રાણા જ છે એ વાતથી આશ્વસ્થ સિરિયલ કિલર ધીરેથી બારી ખોલીને રૂમ નંબર 301 માં પ્રવેશ કરી લીધો.અંદર આવતાં ની સાથે જ એ હત્યારા એ બારીને પુનઃ બંધ કરી દીધી..આખરે એ હત્યારો રૂમ નંબર 301 માં આવી પહોંચ્યો.જાન ની બાઝી લગાવી એ હત્યારો પોતાની માં ની મોત માટે જવાબદાર ડીસીપી રાણા ને મોત ને ઘાટ ઉતારવા આવી પહોંચ્યો હતો.

રૂમમાં મોજુદ ડીમ લાઈટ નાં આછાં પ્રકાશમાં એ હત્યારા એ જોયું કે રૂમનાં દરવાજા તરફ પડખું ફેરવી ડીસીપી રાણા સૂતાં હતાં..પોતાનાં થી પોતાનો શિકાર ફક્ત દસ કદમની દુરી ઉપર હતો એ જાણી એ હત્યારો હવે પોતે જે કામ માટે અહીં આવ્યો હતો અને અંજામ આવવાં આગળ વધ્યો.પલંગની નજીક આવી એ હત્યારા એ પોતાનાં જાકીટમાંથી સાયલેન્સર ભરાવેલી રિવોલ્વર બહાર કાઢી.

અત્યારે એ હત્યારા ની આંખોમાં કોઈ જંગલી જાનવર નાં જેવી ક્રૂર ચમક અને ચહેરા પર શૈતાની હાસ્ય હતું..રિવોલ્વર ને પોતાનાં હાથમાં મજબૂતાઈથી પકડી એ હત્યારા એ ત્યાં બેડ ઉપર સુતેલી વ્યક્તિની પીઠ ઉપર ત્રણ ગોળીઓ ઉપરાછપરી છોડી દીધી.ડીસીપી રાણા ની હત્યા કર્યાં બાદ એ હત્યારા એ રૂમમાં મોજુદ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ નાં કેબલ ને હાથમાં પકડી બારી ની નજીક આવી પહોંચ્યો.

ભલે બંદૂકમાં સાયલેન્સર ભરાવેલું હતું પણ શાંત વાતાવરણમાં ગોળી છૂટવાનો નાનકડો અવાજ પણ સંભળાતાં રાજલ અને ત્રણ-ચાર બીજાં ડીસીપી રાણાની સુરક્ષામાં તૈનાત કોન્સ્ટેબલો રૂમ નંબર 301 નું બારણું ખોલી રૂમની અંદર આવી પહોંચ્યાં.. રાજલ સહિત દરેકનાં હાથમાં રહેલી રિવોલ્વર એ હત્યારા ની સામે તકાયેલી હતી.રાજલ નાં અચાનક આમ આવી જતાં એ હત્યારો તો નવાઈ પામી ગયો.

"હવે તારાં બચવાનો કોઈ રસ્તો નથી..તો તું તારી જાતને મારાં હવાલે કરી દે.."રાજલે પોતાની રિવોલ્વર નું નાળચુ એ સિરિયલ કિલર તરફ તકતાં કહ્યું.

રાજલની ધમકીનાં પ્રત્યુત્તર માં એ હત્યારો મંદ હસ્યો અને એકવાર પોતાની આંખો બંધ કરી કંઈક વિચાર્યું..રાજલ અને અન્ય પોલીસ કોન્સ્ટેબલો ની રિવોલ્વર પોતાની તરફ તકાયેલી હોવાં છતાં એ હત્યારો શાંત ચિત્તે ત્યાં ઉભો હતો..એને ધીરેથી પોતાનાં હાથ ઊંચા કર્યાં અને પાછળની તરફ ચાલતો ચાલતો છેક બારીની કિનારીએ આવીને ઉભો થઈ ગયો.

"એસીપી રાજલ જલ્દી મળીશું.."આટલું બોલી રાજલ કંઈપણ સમજે એ પહેલાં તો એ હત્યારો હાથમાં પકડેલાં કેબલ ને મજબૂતાઈથી પકડી બારીમાંથી નીચે કૂદી ગયો.રાજલ દોડીને બારી જોડે આવે એ પહેલાં તો કેબલ દ્વારા એ હત્યારો છેક પહેલે માળ સુધી નીચે આવી ગયો અને ત્યાંથી નીચે કૂદી ગયો..રાજલે બે વાર ગોળી તો ચલાવી પણ એમાંથી કોઈ ગોળી એ હત્યારા ને સ્પર્શી ના શકી.

"એને કોઈ પકડો.."રાજલે નીચે હાજર પોલીસકર્મીઓને સંભળાય એમ મોટેથી અવાજ આપતાં કહ્યું.

રાજલ આટલું બોલી ફટાફટ નીચે આવવાં દાદરા તરફ આગળ વધી..તો બીજી તરફ એ હત્યારો નીચે હાજર પોલીસ વડે ઘેરાઈ ગયો..હવે બચવા માટેનો ઉપાય ના વધતાં એ સિરિયલ કિલર એક નર્સ ને પોતાની રિવોલ્વર નાં બળે આગળ ધરી પોલીસને ચકમો આપીને ત્યાંથી ફરાર થઈ ગયો.

હોસ્પિટલ ની બહાર પહેલેથી રાખેલી બાઈક પર બેસી એ હત્યારો એક મિનીટની અંદર તો ત્યાંથી રફુચક્કર થઈ ચૂક્યો હતો..બાઈક ઉપર બેસી ભાગતાં એ સિરિયલ કિલર ઉપર રાજલે ગોળી ચલાવી જે એ કાતીલ નાં ખભા ને ચીરતી નીકળી ગઈ..પણ એ હત્યારો દર્દ ની પરવાહ કર્યાં વગર પોતાની બાઈક ને પુર ઝડપે ભગાવી ભાગી છૂટ્યો.

એનાં ત્યાંથી આમ આબાદ છટકી જતાં જ રાજલ આવેશમાં આવી બોલી.

"સાલો ભાગી નીકળ્યો.."

"મેડમ,ચિંતા કરવાની જરૂર નથી..ડીસીપી સાહેબ ભાનમાં આવી જશે એટલે એ સિરિયલ કિલર કોણ છે એની ખબર તો પડી જ જવાની છે..આજે નહીં તો કાલે એ હત્યારો પોલીસ ની કેદમાં હશે.."કાગડાપીઠ પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ ઓફિસર ભરતસિંહ ઝાલા રાજલની નજીક આવીને બોલ્યાં.

"હા હવે એ જ થવાનું છે..બસ આવતી કાલ નો સૂરજ એ હત્યારા માટે ઉગશે જરૂર પણ આથમશે નહીં.."રાજલ દાંત કચકચાવીને બોલી.

"પણ મેડમ,તમારી બુદ્ધિને દાદ આપવી પડે..તમે જો ડીસીપી સાહેબનો રૂમ ના બદલ્યો હોય તો આજે એ સિરિયલ કિલર પોતાનાં નાપાક મનસૂબાને અંજામ આપવામાં સફળ રહેત.."ભરતસિંહ રાજલનાં વખાણ કરતાં બોલ્યાં.

"આભાર મારો નહીં પણ મારાં પતિ નકુલ નો માનવો પડે.."મનોમન રાજલ ખુશ થતાં બોલી.

નકુલ જોડે વાત થયાં બાદ રાજલે આ વખતે પોતે એ હત્યારા ને ચકમો આપશે એવું વિચારી ડીસીપી રાણા ને રૂમ નંબર 301 માંથી રૂમ નંબર 306 માં ઘસેડી દીધાં.. અને એમની જગ્યાએ મડદાંઘરમાંથી પોલીસ ને લાવારીસ મળેલી લાશ ને લાવીને રાખી દીધી..કદકાઠીમાં એ લાશ ડીસીપી રાણાની કદકાઠી જોડે મળતી આવતી હતી.

હવે જો સિરિયલ કિલર ક્યાંક રૂમમાં ગમે તે કરી આવી પણ જાય તો અંધારામાં ત્યાં કોણ સુતું છે એ જાણી નહીં શકે એવી રાજલની ગણતરી હતી અને બિલકુલ એવું જ થયું અને આઆટઆટલી મહેનત પછી પણ એ ખૂંખાર હત્યારો ડીસીપી રાણા ની હત્યા ને અંજામ ના આપી શક્યો.

આ બધી માથાકૂટમાં સવારનાં સાડાચાર થઈ ગયાં હતાં..અને ડોકટર નાં કહ્યાં મુજબ આઠ વાગ્યાં આજુબાજુ ડીસીપી રાણા ભાનમાં આવી જવાનાં હતાં એટલે હવે એટલો સમય રાહ જોયાં વગર છૂટકો નહોતો..હવે એ હત્યારો ફરીવાર નહીં જ આવે એ બાબતથી વાકેફ હોવાં છતાં રાજલ કોઈ રિસ્ક લેવાં નહોતી માંગતી..માટે રાજલ ખુદ ડીસીપી રાણા ને જ્યાં રખાયાં હતાં એ રૂમમાં જઈને બેસી ગઈ..!!

**********

વઘુ આવતાં ભાગમાં.

ડીસીપી રાણા એ સિરિયલ કિલર વિશે શું જાણતાં હતાં.?ડીસીપી રાણા કઈ રીતે એ હત્યારાની માં ની મોત નું કારણ હતાં..?આખરે કોણ હતો એ સિરિયલ કિલર..?આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો નવો ભાગ.આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે.

જેમ-જેમ નોવેલ આગળ વધશે એમ નવાં રહસ્યો આપ સમક્ષ આવતાં જ રહેશે..તમે તમારું મગજ કસવાનું શરૂ કરી દો..અને તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

~જતીન.આર.પટેલ (શિવાય)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED