લવ સ્ટોરી - ભાગ ૪ Chaudhari sandhya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ સ્ટોરી - ભાગ ૪

આરોહી અને ઝીલ બસ સ્ટેશને ઉભા હતા.
ત્યાં જ રોહન અને મધ્યમ આવે છે.

ઝીલ:- "આજે આ લોકો પાસે બાઈક નથી."

આરોહી:- "ના એ લોકોને પણ બસમાં આવવાનો શોખ થયો છે. મે કહ્યું હતું કે અમને બાઈક પર લઈ જજે. પણ એ લોકોને બસમાં આવવું હતું એટલે. પણ કાલથી આપણે બાઈક પર જઈશું."

ઝીલ:- "તું જજે બાઈક પર. હું તો નહિ આવું."

બસમાં મધ્યમ ઝીલ પાસે બેઠો.

મધ્યમ:- "hi...what's up....ઘરમાં બધા કેમ છે? સારા ને?"

ઝીલ:- "હા સારા છે."

મધ્યમ:- "અને પ્રિતી. એ શું કરતી હતી?"

ઝીલ:- "મધ્યમ પ્લીઝ પ્રિતીથી થોડો દૂર રહેજે. એ થોડી ભોળી છે."

મધ્યમ:- "તારા કહેવાનો મતલબ શું છે. LISTEN... RELAX...તું વિચારે છે એવું કંઈ જ નથી. સમજી?"

સાંજે બંન્ને બસમાં આવ્યા.

આરોહી:- "આજે સાંજે રોહને મારા માટે બર્થ ડે પાર્ટી રાખી છે. તો રાતે તૈયાર રહેજે. તારે પણ આવવાનું છે."

ઝીલ:- "તું પાગલ તો નથી થઈ ગઈ ને? ઘરેથી મને નીકળવા જ નહિ દેશે."

આરોહી:- "હા તો તને ઘરે કહેવા કોણે કહ્યું? ચોરીછૂપીથી નીકળી જજે."

ઝીલ:- "તો તો વધારે પ્રોમ્લેમ થશે. મે આજ સુધી ઘર લોકોથી કોઈ વાત નથી છૂપાવી. તો હું આમ ચોરીછૂપીથી કંઈ રીતે આવીશ. મને મનમાં કંઈ કંઈ થશે. guilty feel થશે."

આરોહી:- "તું મારા માટે આટલું ન કરી શકે. સારું બાય."

ઝીલ:- "સાંભળ તો ખરી."

આરોહી કંઈ સાંભળતી નથી ને ઘરે જતી રહે છે. ઝીલ વિચારે છે કે આરોહીને કઈ રીતે મનાવું. આખરે ઝીલે ચોરીછૂપીથી જવાનું મન બનાવી લીધું. રાતના બધા સૂઈ ગયા. લગભગ ૧૦:૪૫ થઈ ત્યારે ઘરની બહાર નીકળી.
ઝીલે દૂરથી જોયું તો આરોહી રોહન ઉભા હતા.

આરોહી:- "ક્યારના તારી રાહ જોઈએ છીએ? શું કર્યા કરતી હતી?"

ઝીલ:- "એ લોકો ઊંઘે તો હું બહાર નીકળું ને?"

આરોહી:- "સારું હું રોહન સાથે અને તું મધ્યમ સાથે બેસી જજે."

ઝીલ:- "મધ્યમ ક્યાં છે?"

આરોહી:- "એ આવતો જ હશે."

એટલામાં મધ્યમ આવે છે. રોહન બાઈક હંકારી મૂકે છે.

મધ્યમ:- "કોની વેઈટ કરે છે. ચાલ બેસી જા."

ઝીલ મધ્યમની પાછળ બેસી જાય છે. મધ્યમ સાથે બાઈક પર.... ઝીલે તો કોઈ દિવસ આની કલ્પના પણ નહોતી કરી. ઝીલ ખૂબ ખુશ હતી મધ્યમ સાથે આ રીતે બાઈક પર ખુલ્લી હવામાં. ઝીલ તો જાણે સાતમાં આસમાને ઉડી રહી હતી. ઝીલના હોઠનો સ્પર્શ મધ્યમના ગરદન પર થયો.

મધ્યમ:- "શું કરે છે? મને કિસ કરવાની કોશિશ... કિસ કરવાનું તો મન થતું જ હશે આખરે હું હેન્ડસમ એન્ડ ડેશિંગ જો છું."

ઝીલ:- "સૉરી સૉરી મધ્યમ બ્રેક મારી એટલે... પણ મારો ઈરાદો એવો બિલકુલ નહોતો. I am
really sorry...."

મધ્યમ ઝીલની વાત સાંભળી થોડું હસ્યો "ઝીલ relax હું તો મજાક કરી રહ્યો હતો. I know કે તે જાણી જોઈને નથી કર્યું. ઝીલ તું તો એક નંબરથી સ્ટુપિડ છે."

બર્થ ડે પાર્ટીમાં ઝીલ એક ખૂણામાં ઉભી હતી.

મધ્યમ:- "Hi તું અહીં કેમ ઉભી છે? અને આ નખ કેમ ચાવે છે?"

ઝીલ:- "ખબર નહિ ઘરે શું થયું હશે? Meddy ઘરે કોઈ ઉઠીને મારા રૂમમાં આવી જશે તો? આટલી વાર તો બધાને ખબર પડી ગઈ હશે? OH MY GOD મારે ઘરે જ જવું પડશે. પ્રિતી ઉઠી ગઈ હશે તો? મને ખૂબ ટેન્શન થાય છે..."

મધ્યમ:- "તો તારે અહીં આવવા જેવું નહોતું."

ઝીલ:- "હા સાચી વાત. Meddy મને ઘરે મૂકી આવ."

મધ્યમ:- "હા હું તને લઈ જવા. પણ પાર્ટી તો પૂરી થવા દે."

ઝીલ:- "મારે અત્યારે ઘરે જવું છે."

"ના ના આ પાર્ટી પૂરી થયા વગર તો હું આવવાનો જ નથી." એમ કહી મધ્યમ ડાન્સ કરવા જતો રહે છે.

ડાન્સ પૂરો કરી મધ્યમ સોફા પર બેસે છે.
ઝીલ ત્યાં આવે છે.

ઝીલ:- "હવે જઈએ?"

મધ્યમ ત્યાંથી જતો રહ્યો. દોસ્તારો સાથે ગપ્પા મારીને કોલ્ડ્રીંક પીતા પીતા બહાર ગયો. થોડીવાર રહી ફરી ઝીલ ગઈ.

ઝીલ:- "રાતના એક વાગવા આવ્યો છે. હવે જઈએ."

મધ્યમે થોડું ગુસ્સાથી કહ્યું "Listen મારું મગજ ખરાબ ન કર. અને મારી શું કામ રાહ જોય છે. તારે જવું હોય તો તું જઈ શકે છે. સમજી?"

મધ્યમ ફરી પાર્ટીને એન્જોય કરવા લાગ્યો.

ઝીલને પહેલાં તો થોડું રડવું આવ્યું પણ પછી એને અહેસાસ થયો કે મધ્યમની વાત સાચી છે. "હું શું કરવા એની રાહ જોવ છું. સ્ટુપિડ જ હતી કે એની રાહ જોઈને બેસી રહી. હું એના પર આધાર કઈ રીતે રાખી શકું. ને મે એના પર આશા જ કેવી રીતના રાખી કે મધ્યમ મને મૂકવા આવશે. હું ધારતે તો એકલી જઈ શકતે. અત્યારે પણ રિક્ષા મળી જશે."

ઝીલ નીકળી ગઈ. મધ્યમ ઉભો હતો કે કોઈએ પાછળથી એના ખભા પર હાથ મૂક્યો.

"હા ચાલ હવે હું તને ઘરે જ મૂકવા આવું છું." એમ કહી મધ્યમ ફર્યો પણ એ ખભા પર મૂકાયેલો હાથ ઝીલનો નહોતો. કોઈ મધ્યમની ફ્રેન્ડ હતી તેનો હતો. મધ્યમે આમતેમ જોયું પણ ઝીલ નજરે ન પડી. બધી જગ્યાએ જોય લીધુ પણ ઝીલ નહોતી. મધ્યમે બાઈક હંકારી મૂકી.

મધ્યમે પોતે કહેલા શબ્દોને યાદ કરવા લાગ્યો. "મે એને કહ્યું જ શું કામ કે એકલી ઘરે જતી રહે. આટલી રાત થઈ ગઈ છે. પૂછીપૂછીને મારું મગજ ખાઈ ગઈ. અને અત્યારે ખબર નહિ ક્યાં ગઈ છે?"

મધ્યમને ટેન્શન થવા લાગ્યું. બાઈક હંકારતો મધ્યમ આમતેમ જોતો હતો. ત્યાં જ ફૂટપાથ પર બે પગના ઘૂંટણ પર માથું રાખી ઝીલ બેઠી હતી. મધ્યમે બાઈક ઉભી રખાડી.

ઝીલને જોઈ મધ્યમને રાહત થઈ.

મધ્યમ:- "ઝીલ અહીં શું કરે છે?"

ઝીલ કંઈ જ બોલતી નથી. મધ્યમે ઝીલનો ખભો હલાવ્યો. ઝીલે માથું ઉંચુ કર્યું. મધ્યમે જોયું તો ઝીલ રડી રહી હતી.

મધ્યમ:- "Relax રડ નહિ. હવે હું છું ને?"

તો પણ ઝીલ રડ્યે જતી હતી. મધ્યમે ઝીલને ત્યાંથી ઉભી કરી. બાઈક પર બેસવા કહ્યું.

મધ્યમ ઝીલને ઘરે મૂકી આવ્યો. ઝીલની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. ઝીલ કંઈ પણ બોલ્યા વગર ઘરમાં જતી રહી.

બીજા દિવસે ક્લાસમાં મધ્યમ આવે છે.

મધ્યમ:- Hi what's up girls.... કાલની પાર્ટીમાં મજા આવી ગઈને?

મધ્યમ ઝીલ તરફ જોય છે.

મધ્યમ:- "પ્લીઝ આરોહી બીજી વાર રાતના પાર્ટી કરવી હોય ને તો મિસ જ્ઞાનની દેવી ને આવવા માટે ફોર્સ ન કરતી Ok? છોકરી રડે અને મારે શાંત રાખવાનું આ બધો ડ્રામા મારાથી હેન્ડલ નહિ થાય."

ઝીલ સામે જોઈ ઝીલને કહે છે "ઑ હેલો મારી વાત ધ્યાનથી સાંભળી લેજે Ok?"

ઝીલ:- "Ok એમ પણ બીજી વખત મારાથી નહિ અવાય. કારણ કે મારાથી જુઠું નહિ બોલાય."

મધ્યમ:- "Good..."

બીજા દિવસે કૉલેજમાં આરોહી અને ઝીલ છેલ્લી બેંચ પર બેસી ગપ્પા મારતા હોય છે. મધ્યમ અને એના ફ્રેન્ડસ પણ આવે છે.
બેંચ પર બેસે છે.

મધ્યમ:- "રોહન શું થયું? મુડ ઑફ લાગે છે."

રોહન:- "બૉરિંગ થઈ ગયો છું. વિચારું છું કે કોઈક સારી જગ્યાએ ફરી આવું."

મધ્યમ:- "હા તો જા ને. કાલે સારો મોકો છે. ત્રણ દિવસની રજા આવે છે."

રોહન:- "પણ સાથે આરોહી પણ હોય તો સારું."

આરોહી:- "મારી પણ જવાની ઈચ્છા છે રોહન સાથે. પણ ઘરેથી શું કહીશ. મુશ્કેલ જ છે.
હા પણ ઝીલ સાથે આવે તો વાંધો નહિ."

ઝીલ:- "મને ઘરેથી નહિ આવવા દે. અને આમ પણ તમે બે તો એકબીજામાં ખોવાયેલા હશો તો હું એકલી શું કરીશ."

રોહન:- "એકલી ક્યાંથી? સાથે મધ્યમ તો હશે. કેમ મધ્યમ સાચું કહ્યું ને?

મધ્યમ:- "ફરવા જવાનો વિચાર તો સારો છે. પણ..."

આરોહી:- "પણ શું?"

મધ્યમ:- "અડધે રસ્તે પહોંચ્યા ને એવું ન બને કે આને ઘરની ચિંતા થઈ જાય. ઘરના શું કહેશે. હું તો ખોટું બોલીને આવી છું વગેરે વગેરે...."

ઝીલ:- "એક્સક્યુઝમી હું ખોટું બોલી નથી. બોલું બોલીશ પણ નહિ."

રોહન:- "ઑકે Done પણ ક્યાં ફરવા જઈશું."

મધ્યમ:- "ક્યાં તો જુનાગઢ જઈએ ક્યાં તો સાપુતારા."

ઝીલ:- "સાપુતારા જઈએ. હું ઘરે કહી દઈશ કે સુરત ફોઈ ને ત્યાં જાઉં છું."

મધ્યમ:- "આ ખોટું બોલેલું ન કહેવાય?"

ઝીલ:- "ના કારણ કે હું અને આરોહી એક્ચ્યુઅલી ફોઈને ત્યાં જ રહીશું."

રોહન:- "અને અમે બંન્ને?"

ઝીલ:- "પપ્પાને ખબર પડી કે અમારી સાથે તમે છો તો? ના ના તમે બંન્ને કોઈ હોટલમાં રહેજો."

મધ્યમ:- "ઑકે તો હું અને રોહન મારી માસીને ત્યાં રહીશું."

આરોહી:- "ઑકે Done..."

રોહન:- "ક્યારે નીકળીએ?"

મધ્યમ:- "કાલે સવારે નીકળીશું. ટ્રેનમાં ઑકે?"

બધા સાપુતારા પહોંચે છે. ચાલતા ચાલતા આરોહી થાકી જાય છે તો પણ ચાલે છે. રોહનને ખ્યાલ આવે છે કે આરોહી થાકી ગઈ છે. રોહન તરત જ આરોહીને બંન્ને હાથે ઉંચકી લે છે. આ દશ્ય જોઈ ઝીલથી અનાયાસે જ મધ્યમ તરફ જોવાઈ ગયું. મધ્યમે પણ ઝીલ સામે જોયું. બંનેએ નજર ફેરવી લીધી. ઝીલ મનમાં વિચારી રહી "આરોહી કેટલી લકી છે. રોહન એનું કેટલું ધ્યાન રાખે છે. HOW SWEET... "

ક્રમશઃ