કોલેજમાં એક દિવસે ઝીલ અને આરોહી ક્લાસમાં બેઠા હોય છે. રોહન આરોહીને ફોન કરી એકાંતમાં મળવા બોલાવે છે.
આરોહી:- "તું લાઈબ્રેરીમાં જઈને બેસ. હું થોડીવારમાં આવું છું."
ઝીલ:- "સારું."
ઝીલ લાઈબ્રેરીમાં જાય છે. ઝીલ લાઈબ્રેરીમાં જાય છે તો લાઈબ્રેરીની બાજુના ક્લાસમાં મધ્યમ કોઈ સિમી નામની છોકરી સાથે હોય છે.
સિમી:- "Meddy તારી ફ્રેન્ડ...."
મધ્યમ:- "તો શું થયું?"
સિમી:- "ફ્રેન્ડ મતલબ કે એ તારી ગર્લફ્રેન્ડ તો નથી ને?"
મધ્યમ:- "What?"
સિમી:- "મતલબ કે તમે ક્લાસમાં સાથે બેસો છો તો એમ લાગ્યું કે એ તારી ગર્લફ્રેન્ડ હશે."
મધ્યમે સિમી અને ઝીલ તરફ જોઈ કહ્યું "મધ્યમ નો પણ કોઈ ક્લાસ હોય કે નહિ? સ્ટેટસ હોય કે નહિ? મારું પણ કોઈ Standard હોય કે નહિ? મિડલ ક્લાસની છોકરી સાથે હું ફ્રેન્ડશીપ પણ નથી કરતો."
મધ્યમની વાત સાંભળી ઝીલ ત્યાંથી નીકળી ગઈ. ઝીલને થોડુ દુઃખ થયું પણ એને મધ્યમની વાત સાચી લાગી. મધ્યમ હતો જ એટલો હેન્ડસમ. શ્રમંત કુટુંબનો. મધ્યમની વાત સાચી જ હતી. કૉલેજમાં કેટલી સુંદર સુંદર યુવતીઓ છે.
મધ્યમ ક્લાસમાં આવ્યો.
મધ્યમ:- " Hi what's up ઝીલ."
મધ્યમ તો એવી રીતના વાત કરતો હતો કે એને તો જાણે કંઈ ફરક જ ન પડ્યો. ઝીલે પણ એવી રીતના વર્તન કર્યું.
ઝીલને ખ્યાલ આવી ગયો હતો કે હું નાહકની મધ્યમ તરફ આકર્ષાઈ હતી. અને તે તો શું શું વિચારી લીધું હતું. મધ્યમના સપના જોતી હતી.
તારો પ્રેમ મારા માટે એક સપના જેવો છે.
જોઈ તો શકું....
પણ પામવાનો ફક્ત આભાસ જ થાય...
હજી સુધી મધ્યમ સાથે એટલી એટેચ નથી થઈ એટલે હું move on કરી લેવા. Thank God કે એના પ્રત્યે માત્ર આકર્ષણ થયું અને જો પ્રેમ થયો હોત તો? તો બીજી યુવતીઓની જેમ આખી રાત રડવું પડતે. અને એમ પણ તને તો Simple અને mature લોકો પસંદ છે તો ચોક્કસ મને મળી જશે. મધ્યમ તો નટખટ છે.
કૉલેજમાં મધ્યમ કોઈ યુવતી જોડે વાત કરતો દેખાય તો ઝીલ મધ્યમના ચહેરાને જોઈ રહેતી. મધ્યમ વાત કરતા કરતા સ્માઈલ કરતો ત્યારે ઝીલના ચહેરા પર પણ અનાયાસે સ્માઈલ આવી જતી. ઝીલ મનમાં જ વિચારતી આ યુવતી સાથે પણ બરાબર જોડી લાગે છે ને એમ પણ મધ્યમ તો કોઈપણ સુંદર છોકરી સાથે મેચ થઈ જાય એવો જ છે.
કૉલેજના છેલ્લા વર્ષના ચાર પાંચ મહિના જ બાકી હતા.
આરોહી:- "કૉલેજ પછી શું કરવાનું વિચાર્યું છે."
ઝીલ:- "b.ed કરી ટીચર બની જઈશ."
આરોહી:- "રોહન તમે અને તમારા ગ્રુપે શું વિચાર્યું છે?"
રોહન:- "હું તો પપ્પાને બિઝનેસમાં મદદ કરીશ."
આરોહી:- "ok...અને મધ્યમ તું વળી?"
મધ્યમ:- "હું પણ બિઝનેસ જ કરીશ."
રોહન:- "આરોહી આજે રાતે મને મળવા આવજે. કાલથી નહિ મળાય. અમારું ગ્રુપના ડાન્સ શૉ માટે મુંબઈ જવાનું છે. ખબર નહિ ક્યારે અવાશે."
આરોહી:- "ok મળીશું."
બીજા દિવસે આરોહી અને ઝીલ કૉલેજ આવ્યા. છેલ્લી બેંચ પર જઈને બેઠા. ઝીલને આજે મધ્યમ વગર કૉલેજ સૂની સૂની લાગી. મધ્યમ અને એના મિત્રો હોય તો ક્લાસમાં રોનક લાગતી. મધ્યમ અને મધ્યમનું ગ્રુપ હંમેશા કોઈ ને કોઈ સાથે મસ્તી કરતા રહેતા. મધ્યમ અને મધ્યમના મિત્રો પોતે તો એન્જોય કરતા પણ સાથે સાથે બીજાને પણ એન્જોય કરાવતા.
આજે ઝીલને મધ્યમની યાદ આવી.
ક્લાસની બે-ત્રણ યુવતીઓ વાત કરતી હતી કે ગઈકાલે મધ્યમે બધાને મળવા બોલાવ્યા હતા. કાલે લગભગ નાનકડી પાર્ટી રાખી હતી.
ઝીલને મનમાં લાગ્યું કે મધ્યમે એના નજીકના મિત્રોને આમંત્રણ આપ્યું. મતલબ કે એ મને ફ્રેન્ડ પણ માનતો નથી કે પછી તે રાતે મે એને પરેશાન કરી મૂક્યો એટલે મને નહિ બોલાવી હોય. અને આમ પણ અમે તો ફ્રેન્ડસ પણ નથી.
ઝીલને દુઃખ થયું કે હવે તો મધ્યમને મળાશે પણ નહિ. એક મહિનો કૉલેજ અને પછી તો વાંચવાની રજા. મધ્યમ સાથે ભાગ્યે જ મળાશે.
મધ્યમ તો બિઝી થઈ ગયો હતો. મધ્યમે અને રોહને તો કૉલેજમાં આવવાનું જ બંધ કરી દીધું હતું. ફાઈનલ એક્ઝામ વખતે જ મધ્યમ મળ્યો.
એક્ઝામના છેલ્લાં દિવસનું પેપર પૂરું કર્યું.
આરોહી અને ઝીલ કેન્ટીનમાં ગયા. આજે છેલ્લો કૉલેજનો છેલ્લો દિવસ હતો. એટલે બધા એકબીજાને મળતા હતા.
મધ્યમ અને એનું ગ્રુપ આરોહી અને ઝીલ પાસે જઈને બેઠા.
મધ્યમ:- "Hi what's up ઝીલ. એક્ઝામ કેવી ગઈ?"
ઝીલ:- "સરસ. અને તમારી બધાની?"
મધ્યમ:- "મસ્ત... તો હવે શું કરીશ?"
ઝીલ:- "ટીચર બનીશ."
મધ્યમ:- "nice....best of luck..."
બધા નાસ્તો કરીને છૂટા પડે છે.
બીજા દિવસે સવારે ઝીલ તૈયાર થઈ નીચે આવે છે.
ઝીલ:- "મમ્મી હજી સુધી નાસ્તો નથી બનાવ્યો. મારે કૉલેજ જવાનું મોડું થાય છે."
જાનકીબહેનની સાથે સાથે મનિષ અને પ્રિતી ઝીલને આશ્ચર્યથી જોઈ રહ્યા.
પ્રિતી:- "Didu તમારી તબિયત તો ઠીક છે ને?
તમારી ગઈકાલે જ તો એક્ઝામ પૂરી થઈ."
ઝીલ મધ્યમના વિચારોમાં એટલી ખોવાઈ ગઈ કે એને ખ્યાલ જ ન રહ્યો. મધ્યમને મળાશે એમ વિચારી સવારે જ વહેલી વહેલી તૈયાર થઈ ગઈ હતી. ઝીલ મનમાં વિચારતી જ રહી કે હવે શું કરીશ મધ્યમ વગર? ઝીલનું મગજ અત્યારે કામ નહોતું કરી રહ્યું. ઝીલ ડિસ્ટર્બ થઈ ગઈ હતી. થોડા દિવસ માટે ઝીલ અને પ્રિતી બંન્ને મામાને ત્યાં ઉનાળું વેકેશન કરવા જતા રહ્યા. વાતાવરણમાં પરિવર્તન થવાથી ઝીલ મધ્યમના વિચારોમાંથી બહાર આવી અને પોતાના હ્દયને પણ સમજાવી લીધું.
ઉનાળાની રજાઓ પૂરી થઈ ગઈ. ઝીલ અને પ્રિતી ઘરે આવ્યા. ઝીલે b.ed નું ફોર્મ ભર્યું હતું. એક દિવસે કોઈ કામ માટે અમદાવાદ જવાનું થતા ઝીલ અને આરોહી બસમાં ગયા. રસ્તા વચ્ચે જ બસ બગડી જતા પેસેન્જરો નીચે ઉતર્યા. ઝીલ અને આરોહી નીચે ઉતર્યા. બરાબર કૉલેજની સામે જ બસ બગડી હતી.
ઝીલ:- "ચાલને આપણી જુની કૉલેજમાં એક આંટો મારી આવીએ."
આરોહી અને ઝીલ કૉલેજની અંદર પ્રવેશ કરે છે. સાંજનો સમય હોવાથી એકલ દોકલ જ લોકો હતા.
ઝીલ ક્લાસમાં જઈ બે બેંચોને ધ્યાનથી જોઈ રહે છે. પોતાની અને મધ્યમની બેંચને. મધ્યમ સાથે વિતાવેલી તમામ પળો ઝીલની આંખો સામેથી પસાર થાય છે.
તમારા સ્મરણનું પંખી આવી ચઢ્યું અને
મારું એકલતાનું વન ગુંજી ઉઠ્યું.
આરોહી:-"ઝીલ ચાલ તો મોડું થાય છે."
ઝીલ અને આરોહી ઘરે પહોંચે છે.
એક સવારે મધ્યમ એની નજીક આવી ઝીલને કિસ કરે છે. ઝીલ મધ્યમને ના પાડી શકતી નથી. ઝીલની પાંપણો ઝૂકી જાય છે. મધ્યમ ક્યાંય સુધી કિસ કરતો રહે છે. અચાનક જ ઝીલની ઊંઘ ઉડી જાય છે. ઝીલ મનમાં જ વિચારી રહી..."કાશ આ સપનું હકીકત બની જાય."
આનંદ અદ્ભુત થયો તને જોઈ એ સ્વપ્નમાં
કાશ મારી જિંદગી સ્વપ્નમાં જીવાઈ હોત.
સાંજે ઝીલ બાલ્કનીમાં બેસી મધ્યમને યાદ કરતી હતી. ઝીલની નજર સોસાયટીના રસ્તા પર પડે છે. તો એની સામે મધ્યમ સ્માઈલ કરતો ઉભો રહ્યો હતો. ઝીલના ચહેરા પર અનાયાસે જ સ્માઈલ આવી ગઈ. સપનામાં તો સપનામાં પણ હવે તો હું મધ્યમને imagination પણ કરું છું. ઝીલ તું પણ ને મધ્યમ વિશે વિચારી વિચારી પાગલ થઈ જઈશ. ઝીલ મધ્યમને જોઈ રહે છે. ત્યાં જ મધ્યમ પાસે રોહન આવે છે.
ઝીલ મનમાં વિચારે છે મધ્યમને હું imagination કરું છું તે બરાબર પણ સાથે રોહનને પણ હું imagination
કરું છું. એવું તો કેવી રીતના બને. ઝીલ તરત જ ફરી જાય છે. સ્વગત જ બોલે છે "Oh my God...શું મધ્યમ સાચ્ચે જ નીચે ઉભો છે?" ઝીલ ફરી નીચે જુએ છે. મધ્યમ એને નીચે આવવાનો ઈશારો કરે છે. ઝીલને વિશ્વાસ થયો કે મધ્યમ સાચ્ચે જ નીચે ઉભો છે.
ક્રમશઃ