રાતે જમીને ઝીલ અને એનું ફેમિલી બહાર ચાલવા નીકળે છે.
ઝીલ:- "પ્રિતી શું કર્યા કરે છે? ચાલ બધા તારી રાહ જોય છે."
પ્રિતી:- "મારે નથી આવવું. તમે બધા જઈ આવો."
ઝીલ:- "સારું."
ઝીલ એના પરિવાર સાથે Walk પર નીકળે છે.
સાથે સાથે આરોહીને પણ ફોન કરીને બોલાવી લે છે.
જયરાજભાઈ અને જાનકીબહેન આગળ ચાલતા હતા. આરોહી અને ઝીલ થોડા પાછળ પાછળ ચાલતા હતા.
થોડે જતા એક ચાની લારી પાસે રોહન અને મધ્યમ બેઠા હતા.
રોહને આરોહીને જોઈને Hi નો ઈશારો કર્યો. આરોહીએ પણ હાથ હલાવી Hi કર્યું.
ઝીલ:- "કોને Hi કરી રહી છે."
ઝીલે એ તરફ જોયું તો મધ્યમ અને રોહન હતા.
ઝીલ:- "ચાલ ઝડપથી. જલ્દી "
આરોહી:- "અરે થોડીવાર અહીં ઉભા રહીએ ને?"
ઝીલ:- "તું પાગલ થઈ ગઈ છે? પપ્પાને ખબર પડી ગઈ ને તો સુનામી આવી જશે."
રોહન અને મધ્યમ એ લોકો તરફ જ આવતા હતા.
ઝીલ આરોહીનો હાથ પકડી ચાલવા લાગી.
રોહન અને મધ્યમ લગભગ એ લોકોની પાછળ જ આવી ગયા.
મધ્યમ:- "what's up Girls?"
ઝીલ:- "meddy મારા સાથે કે આરોહી સાથે અત્યારે કોઈ જ વાત ન કરતા. મમ્મી પપ્પા આગળ જ છે. મને જો તમારી સાથે વાત કરતા જોઈ ગયા ને તો તો હું મરી જ ગઈ."
"Oh તો તો હું તારી સાથે વાત કરીને જ રહીશ." એમ કહી મધ્યમ હસવા લાગ્યો.
ઝીલ:- "પ્લીઝ મધ્યમ હું તારા હાથ જોડું છું... પ્લીઝ પ્લીઝ..."
મધ્યમ:- "યાર તું તો બહુ બીકણ છે. અને મને તને આવી રીતે જોઈ બહુ મજા આવે છે."
ઝીલ:- "મધ્યમ તું અહીંથી જવાનું શું લઈશ?"
મધ્યમ:- "હું જે કહીશ તે કરીશ."
ઝીલ:- "I promiss તું જે કહીશ તે કરીશ. પણ તું અત્યારે જા."
"ઑકે કાલે તૈયાર રહેજે." એમ કહી મધ્યમ અને રોહન ઝડપથી ચાલતા ચાલતા આગળ નીકળી ગયા.
બીજા દિવસે કૉલેજમાં મધ્યમ અને એની ગેંગ આવે છે.
મધ્યમ છેલ્લી બેંચ પર જઈ "what's up?
જ્ઞાનની દેવી."
ઝીલ મધ્યમ પર એક નજર કરી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ.
મધ્યમ:- "ગઈકાલનું પ્રોમિસ યાદ છે ને?"
ઝીલ ફરી મધ્યમ પર નજર કરે છે.
ઝીલ:- "બોલ શું કરવાનું છે? "
મધ્યમ:- "મારા એસાઈમેન્ટ લખવાના છે. Ok?"
ઝીલ:- "Ok..."
આરોહી અને રોહન તો એકબીજાને જોવામાં જ મશગૂલ હતા. ઝીલ અને મધ્યમે આ વાતની નોંધ લીધી.
રોજ રાતે ચાલવા જતા ત્યારે મધ્યમ અને રોહન ચા ની લારીએ દેખાતા. મધ્યમ અને ઝીલ એકબીજા તરફ નજર કરી લેતા. આરોહી અને રોહનની નજર પણ મળી જતી.
એક દિવસે શનિવારે લગભગ ૪ વાગે ઝીલ મોટાભાઈ સાથે બાઈક પર માર્કેટ ગઈ. ઝીલે થોડી શાકભાજી લીધી.
મનિષ:- "તું ખરીદી કર. મારે જરા ગેરેજવાળાને ત્યાં બાઈક બતાવવાની છે એટલે બસ હમણાં જ આવ્યો. અહીં નજીક જ છે."
ઝીલ:- "સારું ભાઈ. તમે જાઓ હું સામાન લઈને અહીં જ ઉભી રહીશ."
મનિષ બાઈક લઈને જાય છે.
ઝીલ ઉભી હોય છે કે એ મધ્યમ સાથે ભટકાય છે.
મધ્યમ:- "Oh hi...what's up? આજે તો તારા મમ્મી પપ્પા નથી ને?"
ઝીલ દૂરથી પોતાના ભાઈને આવતા જોય છે.
ઝીલ:- "Meddy મારા મોટા ભાઈ આવે છે. તું અહીંથી જતો રહે. પ્લીઝ...."
મધ્યમ:- "Chill તું આટલું ટેન્શન શું કામ લે છે. હું છું ને?"
ઝીલ:- "પ્લીઝ મધ્યમ..."
મધ્યમ:- "Ohk ohk...."
મધ્યમ જતો જ હોય છે કે મનિષ સાથે ભટકાય છે.
મનિષ:- "આગળ જોઈને ચાલ..."
મધ્યમ:- "sorry bro... relax men... આટલો Hiper શું કામ થાય છે?"
મનિષ:- "ચલ હવે જા ને તારા રસ્તે."
મધ્યમ જતો રહે છે. મધ્યમ સ્વગત જ બોલે છે પૂરી ફેમિલી જ પાગલ છે. ખબર નહિ મારી સાથે જ કેમ ભટકાય જાય છે.
એક રવિવારે ઝીલ અને પ્રિતી ફિલ્મ જોતા હોય છે. ફિલ્મ પૂરી થતાં જ પ્રિતી કહે છે.
પ્રિતી:- "Didu બહુ ભૂખ લાગી છે."
ઝીલ:- "હા તો રસોડામાં જા. કંઈક ખાઈ લેજે."
પ્રિતી:- "એમ નહિ. મારે કંઈક ફૂડ ખાવું છે. ચાલને બહાર પાણીપુરી ખાવા જઈએ."
ઝીલ:- "તને આજકાલ બહારનું ખાવાની આદત વધી ગઈ છે."
પ્રિતી:- "અત્યારે ભાષણ સાંભળવાના બિલકુલ મૂડમાં નથી. ચાલને જઈએ."
ઝીલ:- "ઑકે ચાલ જઈએ."
પ્રિતી:- "ઑકે હું કપડાં ચેન્જ કરીને આવું છું."
ઝીલ:- "પહેર્યા છે તે કપડા સારા જ તો છે."
પ્રિતી:- "બહાર નીકળીયે છીએ તો થોડા તૈયાર થઈને જઈએ. DIDU તું પણ ચેન્જ કરી લે."
ઝીલ:- "મારા તો ચાલી જશે. હવે જલ્દી ચેન્જ કરી આવ."
પ્રિતી કપડા ચેન્જ કરી રૂમમાં આવે છે.
ઝીલ એને જોતા જ બોલી પડે છે "આ શું પહેર્યું છે? બેશરમ કંઈ સારી નથી લાગતી. આ ખભા દેખાય છે. તારી કમર દેખાય છે. જા અને ચેન્જ કર સમજી?"
પ્રિતી:- "ઑહૉ didu આજકલ આની ફેશન છે. હવે જઈએ."
બંને બહાર નીકળે છે.
ઝીલ:- "પ્રિતી મને નથી ગમતું કે તે આવા કપડા પહેર્યા છે."
પ્રિતી:- "ઑહ Didu chill..."
ઝીલ અને પ્રિતી પાણીપુરી ખાય છે.
પ્રિતી:- "Didu મૉલ માં જઈએ. મારે શોપીંગ કરવું છે. શેમ્પુ,બોડીલોશન અને બીજો ઘણો બધો સામાન લેવાનો છે."
બંન્ને સામાન લઈ મોલમાંથી બહાર આવે છે કે મધ્યમ અને ઝીલ સામસામે આવી જાય છે.
ઝીલ તરત જ પ્રિતીને પોતાની પાછળ ઉભી રખાડી દે છે.
મધ્યમ:- "Hey આજે તો તારો મોટો ભાઈ નથી કે મમ્મી પપ્પા નથી ને?"
પ્રિતી ઝીલની પાછળ ઉભી રહી મધ્યમને જોય છે ને મધ્યમને Hi કહે છે.
મધ્યમ:- "તારી પાછળ કોણ છે?"
ઝીલ:- "મારી નાની બહેન છે. ચાલ પ્રિતી હવે જઈએ."
પ્રિતી ઝીલ પાસેથી ખસી મધ્યમને Hello કહે છે.
મધ્યમ:- "wow! Hi cutie! મારું નામ મધ્યમ But you call me meddy."
પ્રિતી:- "Hey hoty... nice to meet you..."
ઝીલ:- "બહુ ઓળખાણ કરી લીધી ચાલ હવે."
મધ્યમ:- "Bye dear..."
પ્રિતી:- "Bye handsome..."
મધ્યમ જતો રહે છે. ઝીલ અને પ્રિતી પણ ઘરના રસ્તે જાય છે.
ઝીલ:- "Listen આ Meddy થી દૂર રહેજે."
પ્રિતી:- "Didu તમે કહ્યું જ નહિ કે dashing and hot meddy તમારો ફ્રેન્ડ છે."
ઝીલ:- "ઑ હેલો એ કંઈ મારો ફ્રેન્ડ બ્રેન્ડ નથી. ક્લાસમેટ જ છે સમજી. અને એનાથી દૂર રહેજે. એની નજર સારી નથી. એટલે હું ના પાડતી હતી કે બહાર આવા કપડાં ન પહેરાય સમજી?"
આ બાજુ આરોહી અને રોહન એકબીજાને મનોમન ચાહે છે. રોહન આરોહીને પોતાના દિલની વાત જણાવે છે.
એક રાતે હળવો હળવો વરસાદ આવતો હતો.
ઝીલ જમીને બેઠી હતી.
ઝીલ:- "ચાલો જઈએ."
જાનકીબહેન:- "ક્યાં જવા કહે છે?"
ઝીલ:- "બહાર ચાલવા."
જાનકીબહેન:- "બહાર તો વરસાદ આવે છે."
જાનકીબહેનની વાત સાંભળતા જ ઝીલ થોડી ઉદાસ થઈ. થોડીવાર એમજ ઉદાસ રહી. ઘડિયાળમાં જોયું. "આટલા સમયે તો અત્યારે ચા ની કીટલીએ પહોંચી હોત. મધ્યમ મારી રાહ જોતો હશે. ઝીલને એવો વિચાર આવ્યો. પણ મધ્યમ મારી શું કરવા રાહ જોવાનો? દરરોજ ટેવ પડી ગઈ છે. ચાલવાની કે પછી મધ્યમને જોવાની. ઝીલ તારી સાથે શું થઈ રહ્યું છે?" ઝીલ મનમાં જ વિચારી રહી. ઝીલથી રહેવાયું નહિ.
ઝીલે આરોહીને ફોન કર્યો. આરોહી ઝીલના કહ્યા પ્રમાણે ઝીલના ઘરની બહાર ઉભી રહી.
ઝીલ:- "પપ્પા એસાઈમેન્ટ લખવા માટે હું બુક લેવા જઈ આવું?"
જયરાજભાઈએ સંમતિ આપી.
ઝીલ:- "મે આરોહીને પણ ફોન કરીને કહ્યું છે."
ઝીલ તો ઝડપથી બહાર નીકળી.
હળવો હળવો વરસાદ આવતો હતો. બંન્ને એક જ છત્રીમાં ગયા.
ચાની લારીએ પહોંચતા જ ઝીલના મનને શાંતિ થઈ. ત્યાં આજે ભીડ વધારે હતી. ઝીલ મધ્યમને જોવા મથી રહી. ઝીલ વિચારે છે કે આજે આવવામાં મોડું થઈ ગયું એટલે કદાચ જતો રહ્યો હશે. ઝીલને થોડું રડુ આવી જાય છે.
આરોહી:- "શું થયું? કેમ એકદમ ઉદાસ થઈ ગઈ."
ઝીલ:- "કંઈ નહિ."
ઝીલ અને આરોહી ચાલવા લાગે છે કે રોહન અને મધ્યમ પાછળથી આરોહી અને ઝીલ પાસે આવ્યા. મધ્યમને જોતા જ ઝીલને સૂકુન લાગ્યું. એ થોડી ખુશ થઈ.
મધ્યમ ઝીલ સામે ચપટી વગાડતા "ઑ હેલો મિસ જ્ઞાનની દેવી. ક્યાં ખોવાઈ ગઈ?"
રોહન:- "ચાલો અહીં ઉભા કેમ છો? થોડે સુધી લટાર મારી આવીએ."
આરોહી અને રોહન ચાલવા લાગ્યા.
મધ્યમ અને ઝીલ એ લોકોની પાછળ પાછળ ચાલવા લાગ્યા.
મધ્યમ:- "આરોહી ક્યુટ અને બ્યુટીફુલ છે અને રોહન પણ હેન્ડસમ અને ક્યુટ છે. બંનેની જોડી સારી લાગે છે."
ઝીલ:- "હા એકદમ બેસ્ટ જોડી છે. પણ આપણા વિચારવાથી શું થાય. પહેલાં એકબીજાના મનમાં શું છે તે તો જાણી લઈએ."
મધ્યમ:- "ઑ હેલો કઈ દુનિયામાં ખોવાયેલી છે? રોહને ક્યારનું આરોહીને પ્રપોઝ કરી દીધું. રોહન અને આરોહીને મળાવવા તો આપણે બંને આવ્યા છીએ."
"What? આરોહી તું ત્યાં જ ઉભી રહે."
એમ કહી ઝીલ આરોહી પાસે જઈ કહેવા લાગી "તે મારાથી આટલી મોટી વાત છૂપાવી. હું તારી બેસ્ટફ્રેન્ડ છું યાર. અને તે મને જ ન કહ્યું. જા મારે તારી સાથે વાત નથી કરવી."
આરોહી:- "Sorry યાર. હું તને અત્યારે જઈને કહેવાની જ હતી. Sorry sorry sorry..."
ઝીલ:- "સારું હવે બહુ સૉરી થઈ ગયું."
થોડે સુધી ચાલીને આરોહી અને ઝીલ ઘરે પહોંચ્યા.
ક્રમશઃ