Love story - 6 books and stories free download online pdf in Gujarati

લવ સ્ટોરી - ભાગ ૬

ઝીલ નીચે જાય છે. ગેટ પાસે જઈ ધીરેથી કહે છે "મધ્યમ અહીં શું કરે છે? પ્લીઝ જા અહીંથી. કોઈ જોઈ જશે તો?"

મધ્યમ:- "પાછળની ગલીમાં મને મળવા આવ."

ઝીલ:- "ના હું નથી આવવાની."

"Ok fine." એમ કહી મધ્યમ દિવાલનો ટેકો લઈ ત્યાં જ ઉભો રહે છે.

ઝીલ:- "પ્લીઝ મધ્યમ જા."

મધ્યમ:- "જ્યાં સુધી મળવા નહિ આવે ત્યાં સુધી અહીથી નથી જવાનો સમજી?"

ઝીલ:- "શું નાના છોકરા જેવી જીદ કરે છે?"

મધ્યમ:- "શું કહ્યું? પાછી બોલ તો?"

ઝીલ:- "કંઈ નહિ. મે શું કહ્યું. લોકોને ઓછું સંભળાય છે ને તને વધારે સંભળાવવા લાગ્યું."

એટલામાં જ મનિષ ઝીલના નામની બુમ
પાડે છે.

ઝીલ સ્વગત જ બોલે છે "લાગે છે કે ભાઈ આ તરફ જ આવે છે."

ઝીલ મધ્યમને જોઈ કહે છે "Ok તું જા. હું દસ મિનિટમાં આવી."

મધ્યમ જતો રહે છે.

ઝીલ ઘરમાં જાય છે.

ઝીલ:- "મમ્મી આરોહીનું કામ છે."

જાનકીબહેન:- "આટલી રાતના. ના કાલે સવારે જઈ આવજે."

ઝીલ:- "મમ્મી થોડું અર્જન્ટ છે."

જયરાજભાઈ:- "જવા દે એને. એમ પણ હજી તો ૧૦ જ વાગ્યા છે. આ જ સોસાયટીમાં જવાની છે. આરોહીનું ઘર એટલું બધું પણ દૂર નથી."

ઝીલ તરત જ ઘરની બહાર નીકળીને ચાલવા લાગે છે. સ્વગત જ બોલ્યા કરે છે "Meddy પણ ને ખબર નહિ શું કામ બોલાવે છે? એના લીધે મારે જુઠ્ઠું બોલવું પડ્યું. ખબર નહિ મારી પાસે શું શું કરાવશે?"

ઝીલ દસ કદમ ચાલે છે તો મધ્યમ બાઈક પર બેસી એની રાહ જોતો હોય છે. મધ્યમ બાઈક પરથી ઉતરે છે. ઝીલ ઝડપથી ગલીમાં જતી રહે છે. મધ્યમ ઝીલને જોઈ રહ્યો. "આ મિસ જ્ઞાનની દેવીને અત્યારે તો કોણ જોવા નવરું છે તે સંતાતી સંતાતી ગલીમાં જતી રહી."
ઝીલ મધ્યમને આવવાનો ઈશારો કરે છે.

મધ્યમ ગલીમાં જાય છે.

ઝીલ:- "શું વાત કરવી છે?"

મધ્યમ:- "તારો મોબાઈલ નંબર આપ."

ઝીલ મધ્યમને પોતાનો મોબાઈલ નંબર આપે છે.

ઝીલ:- "Ok...bye...હું જાવ છું."

મધ્યમ:- "હજી મારી વાત પૂરી નથી થઈ."

ઝીલ:- "મોબાઈલ નંબર જ જોઈતો હતો ને? તો બીજી શું વાત કરવી છે?"

મધ્યમ:- "યાર કેટલી ઉતાવળ છે તને. મારી વાત તો પૂરેપૂરી સાંભળ."

ઝીલ:- "તો શું કહેવાનો છે? જલ્દી બોલ?"

મધ્યમ:- "પહેલા તો આજુબાજુ જોવાનું બંધ કર."

ઝીલ:- "જલ્દી બોલ."

મધ્યમ ઝીલનો ચહેરો બંને હાથે પકડે છે.

મધ્યમ:- "Look at me."

ઝીલ મધ્યમને જોઈ રહે છે. આટલી નજીકથી ઝીલે મધ્યમનો ચહેરો ક્યારેય નહોતો જોયો. મધ્યમ ઝીલની એકદમ નજીક ઉભો હતો. ઝીલ તો એની આંખોમાં જ ખોવાઈ ગઈ. ઝીલની એટલી નજીક ઉભો હતો કે ઝીલનું દિલ જોરજોરથી ધડકવા લાગ્યું.

મધ્યમે દિવાલ પર એક હાથ રાખ્યો. મધ્યમે પોતાનો ચહેરો ઝીલની એકદમ નજીક કર્યો.
એક પળ માટે ઝીલને લાગ્યું કે મધ્યમ ગાલ પર કિસ કરી જ દેશે. મધ્યમે ઝીલના વાળની લટને હળવેથી કાનની પાછળ કરી.

મધ્યમે ધીરેથી ઝીલના કાનમાં કહ્યું "I am in love." આટલું સાંભળતા ઝીલ તંદ્રામાંથી બહાર આવી.

ઝીલ:- "કોણ છે એ lucky girl..."

મધ્યમ:- "શું કહ્યું?"

ઝીલ:- "કંઈ છોકરી છે?"

મધ્યમ:- "તું ધારીને કહે."

ઝીલ:- "રિમ્પલ?"

મધ્યમ:- "No."

ઝીલે ઘણી બધી છોકરીઓના નામ લીધા. આખી કૉલેજની છોકરીઓના નામ લઈ લીધા. હવે કઈ છોકરી બાકી રહી ગઈ?

મધ્યમ:- "એક છોકરી બાકી રહી ગઈ."

ઝીલ:- "મધ્યમ હવે મને હેરાન ન કર. મને કહી દે કે એ છોકરી કઈ છે અથવા તો હું કાલે એ છોકરીને યાદ કરીને કહીશ. હવે મોડું થાય છે."

મધ્યમ બીજો હાથ પણ દિવાલ પર રાખી દે છે. ઝીલને છટકવા નથી દેતો.

મધ્યમ:- "Ok હું જ કહી દેઉં છું."

મધ્યમે ઝીલના કાન પાસે ધીમેથી કહ્યું "I am in love with...

ઝીલ:- "કેમ અટકી ગયો બોલ. અને ન બોલવું હોય તો હું ચાલી."

મધ્યમે કાનમાં હળવેથી કહ્યું "I am in love with you..."

ઝીલે મધ્યમ તરફ જોયું.

"મધ્યમ આ કંઈ મજાક કરવાનો ટાઈમ છે. હવે તો હું ચાલી જ." ઝીલે મધ્યમનો હાથ ખસેડતા કહ્યું.

મધ્યમે ઝીલની કમર પકડી પોતાની તરફ ખેંચી.

મધ્યમ:- "હું તને ચાહું છું ઝીલ..."

ઝીલ:- "મધ્યમ છોડ મને."

મધ્યમ છોડી દે છે.

મધ્યમ:- "કાલે મને આ જ ટાઈમે મળવા આવજે."

ઝીલ:- "Bye meddy."

ઝીલ દોડતી દોડતી ઘરમાં જતી રહી. મધ્યમ પણ ઝીલના ઘર સુધી આવ્યો. પછી બાઈક લઈને જતો રહ્યો.

ઝીલ પોતાના રૂમમાં ગઈ. ઝીલના મોબાઈલમાં મેસેજ આવ્યો. ઝીલે જોયું તો નવા નંબર પરથી મેસેજ હતો. પ્રોફાઈલ પિક પર જોયું તો મધ્યમનો ફોટો હતો.

બીજા દિવસે સવારે ઝીલ ઘરેથી નીકળે છે. સ્કૂલ નજીક જ હતી એટલે ઝીલ ચાલવા લાગે છે. ઝીલને લાગ્યું કે કોઈ એની પાછળ પાછળ આવે છે. ઝીલે પાછળ ફરીને જોયું તો મધ્યમ હતો. મધ્યમ જલ્દી જલ્દી ચાલીને ઝીલ સાથે કદમ મિલાવે છે.

મધ્યમ:- "Hi...what's up ઝીલ."

ઝીલ:- "મધ્યમ તું અહીં શું કરે છે? કોઈ જોઈ જશે ને તો....."

મધ્યમ:- "તો કંઈ નહિ થાય. સમજી?"

ઝીલ:- "પ્લીઝ મારો આવી રીતે પીછો ન કર."

મધ્યમ:- "કેમ ન કરું?"

ઝીલ:- "જવાનું શું લઈશ?"

મધ્યમ:- "રાતના મળવાનું રાખીએ?"

ઝીલ:- "ના મારાથી નહિ મળાય."

સ્કૂલે પહોંચી જતા ઝીલ સ્કૂલની અંદર જતી રહે છે. સાંજે ઝીલ ૪:૩૦ છૂટે છે. ઝીલ ચાલતી ચાલતી આવે છે. સામે જ મધ્યમ હોય છે.
મધ્યમ ઝીલને જોઈ રહ્યો.

મધ્યમ:- "આ મરૂન સાડીમાં Hot લાગે છે."

ઝીલ:- "Shut up meddy... અને પ્લીઝ બીજી વાર મારી સાથે આવી વાત નહિ કરતો."

મધ્યમ:- "ઑકે નહિ કરું. પણ પહેલાં જવાબ તો આપ."

ઝીલ:- "શાનો?"

મધ્યમ:- "મે તને I love you કહ્યું તો....."
Do you love me?

ઝીલ:- "મધ્યમ મારી પાસે આવી ફાલતું વાતો માટે સમય નથી Ok?"

મધ્યમ ઝીલને ખેંચીને એક ગલીમાં લઈ જાય છે.

મધ્યમ:- "જે જવાબ હોય તે ક્લીઅરલી કહી દે. જો તારો જવાબ ના હોય તો હું તારી પાછળ નહિ પડું."

ઝીલ:- "તને જવાબ આપવો હું જરૂરી નથી સમજતી."

મધ્યમ:- "ના મારે જવાબ જોઈએ જ છે. હમણાં ને હમણાં..."

ઝીલ ગુસ્સે થઈ જાય છે અને કહે છે "મે કહ્યું ને કે મારે જવાબ નથી આપવો. તો પછી શું કામ બળજબરીથી જવાબ માંગે છે. એક તો મે કેટલી મુશ્કેલીથી move on કર્યું છે. અને suddenly તું ફરી મારી લાઈફમાં આવી ગયો."

મધ્યમ:- જો તું જવાબ નહિ આપે ને તો.....
એક મિનિટ શું કહ્યું તે? Move on....અને હું ફરી તારી લાઈફમાં આવી ગયો. આ બધી વાતનું શું કનેકશન છે? Tell me..."

ઝીલ:- "મારે ઘરે જવામાં મોડું થાય છે. મને જવા દે."

મધ્યમ:- "હું તને જવા દઈશ પણ એક શરતે. આ Move on વાળી વાત હું જરા વિસ્તારથી સાંભળવા માંગું છું."

ઝીલ:- "કૉલેજમાં હતી ત્યારે I think હું તને ચાહતી હતી."

મધ્યમ:- "What? તો તે મને કહ્યું કેમ નહિ?"

ઝીલ:- "મધ્યમ તું તો એવી રીતના કહે છે કે જાણે તને કંઈ ખબર જ નથી."

મધ્યમ:- "ઝીલ મને સાચ્ચે ખબર નથી."

ઝીલ:- "શું કહેતો હતો પેલી છોકરીને કે મારું પણ કોઈ સ્ટાન્ડર્ડ છે. મને તો મારા લેવલની
high societyની છોકરી જોઈએ. તે દિવસે તે કહ્યું હતું ને કે હું તારા સ્ટાન્ડર્ડની નથી. હું તારે લાયક નથી તો મે વિચારી લીધું કે તું મને નહિ મળે."

મધ્યમ:- "એ તો મે ખાલી એમજ મજાકમાં કહી દીધું હતું. એવી વાતોને મન પર ન લેવાય. અને મને તો એ વાત યાદ જ નથી."

ઝીલ:- "હવે મારે ઘરે જવું છે."

ઝીલ ચાલવા લાગે છે. મધ્યમ પણ એની સાથે ચાલવા લાગ્યો. બંને કંઈ વાત કરતા નથી. ઝીલનું ઘર આવતા ઘરે જતી રહી. ઝીલે એકવાર મધ્યમ તરફ જોયું અને ઘરમાં જતી રહી.

ઝીલ જમીને બાલ્કનીમાં ઉભી હતી. ઝીલની નજર નીચે ઉભેલા મધ્યમ તરફ ગઈ.
ઝીલ મનમાં વિચારે છે "મધ્યમ આટલે કેમ ઉભો છે?"

ઝીલ મધ્યમને મેસેજ કરે છે. "મધ્યમ તું જા અહીંથી."

મધ્યમ:- "હું નથી જવાનો."

ઝીલ:- "પ્લીઝ મધ્યમ જા ને. કોઈ જોઈ જશે તો?"

મધ્યમ:- "I don't care. તું મારી ચિંતા શું કામ કરે છે? જઈને ઊંઘી જા."

ઝીલ:- "Ok fine..."

ઝીલ ઊંઘવા ગઈ પણ ઊંઘ ન આવી. જઈને બાલ્કનીમાં જોયું તો મધ્યમ ત્યાં જ ઉભો હતો.

ઝીલે ફરી જઈને સૂવાની કોશિશ કરી. મોડેથી ઊંઘ આવી. મધ્યમ પણ મોડેથી ઘરે જઈને સૂઈ ગયો.

બીજા દિવસે ફરી ઝીલની પાછળ પાછળ મધ્યમ ગયો. લગભગ અઠવાડિયા સુધી ઝીલની પાછળ ગયો અને રાતના પણ ઝીલના ઘરની બહાર જઈને ઉભો રહ્યો.

અઠવાડિયા પછી પણ ઝીલના ઘરે રાતના ઉભો રહ્યો. ત્યાં જ વરસાદ વરસવા લાગ્યો. ઝીલે બાલ્કનીમાં આવીને જોયું તો મધ્યમ ત્યાં જ ઉભો હતો. ઝીલ પોતાના રૂમમાં જતી રહી. થોડીવાર રહીને બહાર આવી તો વરસાદ ચાલું જ હતો. મધ્યમ એકદમ પલળી ગયો હતો.

ઘરના બધા સૂઈ ગયા હતા. ઝીલથી રહેવાયું નહિ. ઝીલ છત્રી લઈને ગઈ અને મધ્યમને પોતાના રૂમમાં લઈ આવી. પોતાના રૂમનો દરવાજો બંધ કર્યો. મધ્યમ રીતસરનો ધ્રુજતો હતો.

ઝીલ:- "વરસાદમાં ઉભા રહેવાની શું જરૂર હતી?"

ઝીલ પોતાના ભાઈના કપડાં લઈ આવી.
મધ્યમે કપડાં પહેરી લીધા.

મધ્યમ:- "Do you love me?"

ઝીલ:- "બીજીવાર આ સવાલ પૂછતો નહિ."

મધ્યમ:- "તું જવાબ આપવા નથી માંગતી. પણ તે તો જવાબ આપી દીધો. અને તારો જવાબ હા છે."

ઝીલ:- "કેવી રીતે?"

મધ્યમ:- "મે તને બે વખત પૂછ્યું કે Do you love me? તો તું કંઈ બોલી નહિ. જો તારો જવાબ ના હોત તો તું ક્લીઅરલી ના જ પાડી દેત. એનો મતલબ એમ છે કે તું આજે પણ મને ચાહે છે."

ઝીલ:- "I think હવે તારે ઘરે જવું જોઈએ."

મધ્યમ:- "ઑકે કાલે મળીએ."

બીજા દિવસે ઝીલ સ્કૂલે જવા તૈયાર થઈ.
સાંજે ઝીલ સ્કૂલમાંથી આવી. ઝીલને ખબર જ હતી કે મધ્યમ એની રાહ જોતો હશે.

મધ્યમ:- "ત્યાં બાકડો છે. જઈને બેસીએ."

મધ્યમ અને ઝીલ બાંકડા પર બેસે છે.

ઝીલની ડાબી સાઈડ પર મધ્યમ બેસે છે. ઝીલની કમર પર મધ્યમની નજર જાય છે.

મધ્યમ:- "ઝીલ મિસ નૈના યાદ છે."

ઝીલ:- "હા એને લીધે જ તો પહેલી વાર આપણી વાતચીત થયેલી."

મધ્યમ પોતાના વાળમાં હાથ ફેરવતા કહે છે "તે મને કહ્યું નહિ કે તારી કમર પર તલ છે."

ઝીલ તરત જ મધ્યમ તરફ જોય છે. મધ્યમ બીજી બાજુ જોય જાય છે. ઝીલને મધ્યમની આ હરકતથી હસવું આવી જાય છે. ઝીલ પોતાની કમર પર હાથ રાખી સાડી વ્યવસ્થિત કરે છે.

ઝીલ:- "Mr.Naughty તું હજી પણ એવો ને એવો જ છે."

મધ્યમ:- "પણ હા તું બહુ બદલાઈ ગઈ છે. બોલકણી થઈ ગઈ છે અને થોડી મેચ્યોર પણ."

થોડીવાર વાતો કરી મધ્યમ કહે છે "કૉફી પીવા જઈએ."

ઝીલ:- "Ok."

બંને કોફી પીવા જાય છે.

ઝીલ:- "મધ્યમ તને ક્યારે અહેસાસ થયો કે તું મને લવ કરે છે."

મધ્યમ:- "તે દિવસે હું ખૂબ બેચેન થઈ ગયો હતો. પાગલ થઈને તને શોધતો હતો. તને ફૂટપાથ પર બેઠેલી જોઈ ત્યારે મારા દિલને રાહત થઈ. મુંબઈ ગયો ત્યારે પણ તને ખૂબ મિસ કરતો હતો. મને અહેસાસ થયો કે હું તને ચાહવા લાગ્યો છું એટલે હું સીધો તને મળવા આવી ગયો."

ઝીલ:- "હું પણ તને ખૂબ યાદ કરતી હતી."

મધ્યમ:-"મતલબ કે તું પણ મને ચાહે છે."

ઝીલ:- "હા...હું પણ તને ચાહું છું. પણ....

મધ્યમ:- "પણ શું?"

ઝીલ:- "આપણા પરિવારની પણ મરજી હોવી જોઈએ."

મધ્યમ:- "તું ચિંતા ન કર. બધું મારા પર છોડી દે."

એક દિવસ મધ્યમ પોતાના મમ્મી પપ્પાને ઝીલના ઘરે મોકલે છે. મધ્યમના મમ્મી પપ્પાને ઝીલ અને ઝીલનો પરિવાર ગમ્યો.
ઝીલના પરિવારને પણ મધ્યમ અને મધ્યમનો પરિવાર ગમ્યો.

થોડા જ દિવસમાં ઝીલ અને મધ્યમ વડીલોની હાજરીમાં લગ્નનના બંધનમાં બંધાઈ ગયા.

સમાપ્ત..........

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED