Love Story - 1 books and stories free download online pdf in Gujarati

લવ સ્ટોરી - ભાગ ૧

જયરાજભાઈ અને જાનકીબહેનને સંતાનોમાં મનિષ,ઝીલ અને પ્રિતી એમ ત્રણ સંતાનો હતા. ઝીલ મધ્યમ પરિવારની છોકરી. મનિષને સચિવાલયમાં કારકુનની નોકરી મળી હતી. સ્વચ્છ અને લીલીછમ ગ્રીનસીટી ગાંધીનગરમાં આ પરિવારને ઠરીઠામ થઈ ગયો હતો.

ઝીલને અમદાવાદની કોલેજમાં એડમિશન મળી ગયું હતું. ઝીલ એની સખી આરોહી સાથે સ્ટેશન પર ઉભા હતા. બસ આવી અને બંન્ને બેસી ગયા.

આરોહી:- "કોલેજમાં કેટલી મજા આવશે. નવા નવા ફ્રેન્ડસ બનશે. અને એકાદ બોયફ્રેન્ડ પણ બનાવીશ."

ઝીલ:- "બોયફ્રેન્ડ? તને આના સિવાય કોઈ વિચાર આવે છે ખરા?"

આરોહી:- "ઝીલ આજના જમાનામાં તારા જેવી છોકરી કોઈ હશે જ નહિ. સ્કૂલમાં પણ છોકરાઓથી દૂર દૂર રહેતી હતી. તારું ચાલે ને તો મને પણ કોઈ છોકરાં સાથે ફ્રેન્ડશીપ ન કરવા દે."

ઝીલ:- "તને મારી સાથે રહેવાનું નથી ગમતું ને? સારું હું બીજા કોઈને ફ્રેન્ડસ બનાવી લઈશ."

આરોહી:- "ઑહ મારી સાથે રીસાઈ ગઈ. જો તો તારો ચહેરો કેવો ઉતરેલો લાગે છે. COME ON ઝીલ હું તો મજાક કરતી હતી."

ઝીલ:- "હું તારી સાથે રીસાઈ જાઉં? એવું તો બને જ નહિ. હું પણ મજાક કરતી હતી."

મજાક મસ્તી કરતા કરતા અમદાવાદ ક્યારે આવી ગયું તેનો ખ્યાલ ન રહ્યો. બંને સ્ટેશન પર ઉતરી રિક્ષા પકડી કોલેજ પહોંચ્યા.

કોલેજનું મુક્ત વાતાવરણ ચાહતને ગમ્યું. કોઈક મજાક મસ્તી કરી રહ્યા હતા તો કોઈક ગિટાર લઈ સૉંગ ગાઈ રહ્યા હતા. કેટલાંક તો show off કરવા ડાન્સ કરી રહ્યા હતા. કેટલાંક કેન્ટીનમાં પહોંચી ગયા હતા.

આરોહી:- "ચાલને આપણે પણ કેન્ટીનમાં જઈ કંઈક ખાઈએ."

ઝીલ:- "અત્યારે ઘરેથી ખાઈને તો આવ્યા છે ને આટલીવારમાં ભૂખ પણ લાગી ગઈ. કંઈ જરૂર નથી. બપોરે જઈશું કેન્ટીનમાં. ઑકે?"

આરોહી બે હાથ જોડતા બોલી "ઑકે મારી માં?"

બંન્ને ક્લાસમાં આવે છે. ક્લાસમાં યુવક અને યુવતીઓ મજાક મસ્તી કરી રહ્યા હતા. ઝીલ અને આરોહી છેલ્લી બેંચ પર જઈને બેસી ગયા.

બધાને મસ્તી કરતા જોઈ ઝીલ અને આરોહીને પણ ખુશી થાય છે. ક્લાસમાં એક યુવકની એન્ટ્રી થાય છે. બધાની નજર એ યુવક પર પડે છે. યુવતીઓ તો Tall અને dashing યુવકને જોઈ પોતાનું દિલ દઈ બેઠી. જીન્સ,શર્ટ અને શર્ટ ઉપર જેકેટ પહેરેલા એ સોહામણા યુવકની પર્સનાલીટી બધાને ઈમ્પ્રેસ કરી ગઈ. એ યુવકની સાથે એના મિત્રો હતા.

મધ્યમ:- Hello class... Good morning... my name is મધ્યમ and call me meddy... ok?

ક્લાસની યુવતીઓ Hi meddy... nice to meet you... એમ કહી ખબર નહિ શું જાત જાતનું બોલવા લાગી. કોલેજની ઘણી યુવતીઓ મધ્યમ ઉર્ફે meddy સાથે ફલર્ટ કરવા લાગી અને meddy તો ફલર્ટ કરવામાં ઉસ્તાદ હતો.

આરોહી:- "કેટલો હેન્ડસમ અને સ્માર્ટ છે મધ્યમ. ચાલને આપણે પણ એની સાથે Friendship કરીએ."

ઝીલ:- "What! આ છેલબટાઉ અને indiscipline છોકરો તને ક્યાંથી smart અને handsome લાગે છે. અને હા કોઈ જરૂર નથી આ મધ્યમ સાથે Friendship કરવાની ok?"

આરોહી:- "તું નહીં કરે તો વાંધો નહિ પણ હું તો કરીશ."

ઝીલ:- "ઑકે ઑકે... પણ આ બગડેલા નવાબથી સાચવીને રહેજે."

મધ્યમ ફલર્ટીંગ કરતો કરતો છેલ્લી બેંચ પર આવી જાય છે. છેલ્લેથી બીજી બેંચ પર બેસે છે. પહેલા લેક્ચરમાં પ્રોફેસર આવ્યા. પહેલો દિવસ હતો એટલે ખાસ કશું ભણાવ્યું નહિ પણ થોડી સૂચના આપી જતા રહ્યા. પણ Meddy અને એમની ગેંગે પ્રોફેસર સાથે મજાક મસ્તી કરી.

બીજા લેક્ચરમાં એકદમ સ્માર્ટ,સુંદર લગભગ ૨૬ વર્ષની લેડી આવી. સિલ્ક સાડીમાં એ લેડી ખૂબ સુંદર લાગી રહી હતી. એ લેડીની એન્ટ્રી થતા જ Meddy એ સીટી મારી.

આ લેડીએ પોતાનો પરિચય આપ્યો. મિસ નૈના નામ હતું એમનું.

મિસ નૈના ભણાવવા લાગ્યા. મિસ નૈનાના મીઠો મધુર અવાજ સાંભળી આખો ક્લાસ શાંત થઈ ગયો. એમની ભણાવવાની સ્ટાઈલથી યુવક યુવતીઓ ઈમ્પ્રેસ થઈ ગયા.

MEDDY તો મિસ નૈનાના રૂપસૌંદર્યને નિહાળી રહ્યો. MEDDY બાજુમાં બેઠેલા એના ફ્રેન્ડ રોહનને કહી રહ્યો "યાર કેટલી મસ્ત છે. શું ફિગર છે યાર.... એની કમર પર......

પાછળ બેઠેલી ઝીલના કાને આ વાત પડી અને એનાથી બોલાઈ ગયું "disgusting... એ ટીચર છે. અને એ આપણી ગુરુ છે. અને ગુરુ વિશે....

ઝીલની વાત સાંભળી મધ્યમે ઝીલ તરફ જોઈ કહ્યું "ઓ હેલો જ્ઞાનની દેવી... આ ભાષણ બીજા કોઈને આપજે સમજી? અને તું કેમ જેલીસી ફીલ કરે છે? ઑહ મે તારી કમર વિશે કંઈ ન કહ્યું એટલે?

મધ્યમની વાત સાંભળી ઝીલની પાંપણો ઝૂકી ગઈ. મધ્યમ પણ મિસ નૈનાને જોવામાં તલ્લીન થઈ ગયો.

ઝીલ મનોમન વિચારી રહી કે "જેટલું બને એટલું મધ્યમથી દૂર રહેવું. અને વાત તો બિલકુલ ન કરવી. ગમે ત્યારે પબ્લીકમાં શું બોલી દે તે નક્કી નહિ. અને પબ્લીકમાં કંઈ એવું બોલી દે કે પછી આપણને જ શરમ સંકોચ અનુભવાય. આ બેશરમ મધ્યમ તો બિન્દાસ અને બેફિકર ટાઈપનો છે. એને તો કશાની પડેલી નથી. એટલે હવે બીજી વાર આની સાથે વાત સુધ્ધાં પણ નથી કરવી."

આરોહી:- "તું આટલી ડરપોક કેમ છે?
મધ્યમે તને કંઈક કહ્યું તો તારે એનો જવાબ તો આપવો જોઈએ."

ઝીલ:- "હું ઈચ્છું તો એને બરાબર જવાબ આપી શકું. પણ મારે આ બદમાશ યુવકથી જેટલું બને એટલું દૂર રહેવું છે. તને ખબર છે ને કે મને આ છેલબટાઉ યુવકો જરા પણ પસંદ નથી. મને તો ઠરેલ,સમજદાર અને મેચ્યોર યુવકો પસંદ છે."

મિસ નૈનાની નજર ઝીલ અને આરોહી પર ગઈ.

મિસ નૈના:- "last bench"

આરોહી અને ઝીલ ચૂપ થઈ ગયા.

બપોરે કેન્ટીનમાં આરોહી અને ઝીલ ગયા.

આરોહી:- "હું શું કહું છું તું પણ કોઈ સારા યુવકને બોયફ્રેન્ડ બનાવી લે. Come on ઝીલ એટલિસ્ટ કૉલેજમાં તો જીંદગી જીવી લે. અરે આ જ તો ઉંમર હોય છે પ્રેમમાં પડવાની..."

ઝીલ:- "મારી લાઈફમાં શાંતિ છે અને મારે શાંતિ જ જોઈએ છીએ. આવી બધી કોઈ ઝંઝટ નથી જોઈતી... No love...no boy....and no problem... ok?"

આરોહી:- "તને નથી લાગતું કે તારો કોઈ
બોયફ્રેન્ડ હોય?"

ઝીલ:- "ના મારા મનમાં એવી ફીલીંગ્સ જરાય નથી આવતી."

આરોહી:- "સાચ્ચે જ કે. મતલબ તને એવું નથી લાગતું કે કોઈ એવી વ્યક્તિ હોય જે આપણું ધ્યાન રાખે."

ઝીલ:- "હા મને એવી વ્યક્તિ જોઈએ છે જે આપણું ધ્યાન રાખે. પણ જરૂરી નથી ને કે એ boyfriend જ હોય."

આરોહી:- "મતલબ?"

ઝીલ:- "એ વ્યક્તિ જીવનસાથી પણ હોઈ શકે અને મને વિશ્વાસ છે કે મમ્મી પપ્પા મારા માટે સારામાં સારો યુવક શોધશે. તો હું એમાં જ ખુશ રહીશ."

આરોહી:- "મતલબ no boyfriend..."

ઝીલ:- "ના..."

આરોહી:- "તારી સાથે રહેવામાં ફાયદો નથી. તારું ચાલે ને તો મને પણ boyfriend ન બનાવવા દે."

ઝીલ:- "મારી cute friendની ખુશી છીનવવાનો મને કોઈ હક નથી. તો Relax ok? ચલ જલ્દી જલ્દી ફિનિશ કર. ક્લાસમાં જઈએ."

બંન્ને ક્લાસમાં આવે છે. ક્લાસમાં ૨૭ વર્ષના એક હેન્ડસમ એન્ડ ચાર્મિગ યુવકની એન્ટ્રી થાય છે.

બધી યુવતીઓ એ યુવકને જોઈ ઈમ્પ્રેસ થાય છે.

પ્રોફેસર વિરાજ:- "Hello class good noon..."

પ્રોફેસર વિરાજ પોતાનો પરિચય આપે છે.

આરોહી:- "જો જીવનસાથી હોય ને તો પ્રોફેસર વિરાજ જેવો. મેચ્યોર અને સેન્સેબલ. છેલબટાઉ નહિ. સમજી?"

મધ્યમ:- "Oh my God ઝીલ. તું પ્રોફેસર વિરાજ વિશે આવું વિચારે છે? disgusting... મને તારાથી આવી આશા નહોતી. એ આપણા ગુરુ છે."

ઝીલ:- "ઑ હેલો... હું પ્રોફેસર વિરાજ ની રિસ્પેક્ટ કરું છું. તું મિસ નૈના વિશે કેવું બોલી રહ્યો હતો. હું પ્રોફેસર વિરાજને માનથી જોઉં છું અને તું મિસ નૈનાને...મને તો બોલવાની પણ શરમ આવે છે. તો તારા જોવાના દષ્ટિકોણમાં અને મારી જોવાના દષ્ટિકોણમાં આ ફરક છે મિસ્ટર મધ્યમ. વાત સમજમાં આવી ગઈ?"

મધ્યમ:- "મિસ જ્ઞાનની દેવી. આજના માટે આટલું જ્ઞાન બસ છે. તમારું સત્સંગ સાંભળીને તો હું ધન્ય થઈ ગયો."

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED