કમ્પ્લેન બોક્સ ! - (ભાગ-૪) Vaishali Paija crazy Girl દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કમ્પ્લેન બોક્સ ! - (ભાગ-૪)

(આપણે આગળ જોયું કે આયુષ અને એના પપ્પા વચ્ચેનો મીઠો ઝગડો સમાપ્ત થઇ ગયો અને આ બધું એ છોકરીના લીધે થયું હતુ એની વાત માનીને આયુષએ એના પપ્પા સાથે વાત કરી જયારે બીજે ઇવસે આયુષ કોલેજ જવા નીકળે છે ત્યારે એના પપ્પા એને રોકતા આયુષના હાથમાં બાઈકની ચાવી મૂકે છે આયુષ એ કોકરીને થૅન્ક્સ કેહવા માટે ફરી તે બસ સ્ટેશન જાય છે એ આશામાં કે આજે ફરી તે છોકરી એને મળી જાય હવે આગળ.......)

મેં ગાડીને કિક મારી અને બસ સ્ટેશન વાળા રસ્તે વાળી એ આશામાં કે આજ એ ગુલાબના દર્શન ફરી થઈ જાય પણ ત્યાં જઈને મેં આજુબાજુ નજર કરી પણ એ ના દેખાઈ, પાંચ મિનિટ ! દસ મિનિટ! થવા આવી પણ ના તો એ દેખાય, ના તો એની ફ્રેન્ડ પછી તો શું ! ગોડ તુસ્સી ગ્રેટ હો ના સલમાનની જેમ મેં પણ ભગવાન સાથે ઝઘડો ચાલુ કર્યો "પડી ગઈ તારા કલેજામાં ઠંડક! મારી ખુશી તારાથી બરદાસ નથી થાતી ને! હમેશા તું મને હેરાન જ કરે છે કેમ ! શું બગાડ્યું છે મેં તારું ! " મારુ બોલવાનુ ચાલુ જ હતું કે મારી પાછળથી કોઈ બોલ્યું "બાપ રે! બાપ! ઉપરવાળા પર આટલો ગુસ્સો,નોટ ફેર "

મેં પાછળ ફરીને જોયુ અને ગેસ વૉટ એ મારી સામે ઉભી હતી એને જોઈને દિલ બાગબાન થઇ ગયું એણે મારી બાઈક સામે એક નજર કરી અને કહ્યું "ઓહ પપ્પા સાથે શીત યુદ્ધ સમાપ્ત થઇ ગયું લાગે છે!"

બીજું બધું બરાબર પણ મને એ ના સમજાયું કે આને કેમ ખબર પડી કે મારા અને પપ્પના યુદ્ધમાં પૂર્ણવિરામ મુકાઈ ગયુ હતુ. મેં એને પૂછ્યું "તને કેમ ખબર !" બન્ને ખંભા ઉલાળી એ બોલી " સિમ્પલ તારી બાઈક જોઈને, યાદ કર કાલે તેજ કીધું હતું "

"અરે હા કાલે મેં જ બધું કહ્યું હતું સોરી હું ભૂલી જ ગયો " માથા પર હાથ ફેરવતા હું બોલ્યો

" અરે હા યાદ આવ્યું તમને ગઈ કાલ માટે....." હું હજુ એને ગઈ કાલ માટે થેન્ક્સ કહુ એ પેહલા મારા કોલેજ કલાસમેટનો ફોન આવ્યો. " હેલ્લો આયુષીયા ક્યાં છો! તને યાદ છે આજ લાસ્ટ ડેટ છે પરમાર સરનું એસાઇન્મેન્ટ સબમીટ કરવાની "

" એની જાતને રવિડા! હું તો ભૂલી જ ગયો કઈ કર બાકી તારો ભાઈ ગયો કામથી " હું અહીં પાગલ કૂતરાની જેમ ભસતો અને ત્યાં ભાઈએ ફોન કાપી નાખ્યો જેણે પણ કહ્યું સાચું કીધું છે હમે તો અપનોને લુટા ગેરો મેં કહા દમ થા, હમારી કસ્તી ભી વહાં ડૂબી જહા પાણી કમ થા

મારુ ઉતરેલું મોં જોઈ એ બોલી " અરે ટેન્શનમા લાગે છો એવરીથીંગ ઇસ ઓકે ?" મે એને મારી પ્રોબ્લમ જણાવી , મારી વાત સાંભળી એ બોલી "બસ આટલી વાતમાં આટલો દુઃખી મારી સાથે આવ " એ મને સાયબર કેફે લઇ ગઈ મારા અસાઈન્મેન્ટના ટોપીક વિશે પૂછ્યું પછી તો શું ઓનલાઇન એ ટોપીક ને રિલેટેડ જેટલા પણ આર્ટિકર્લ્સ અને જેટલી પણ ઇન્ફોરમેશન હતી એ કોપી કરી કરી ને એક ફોલ્ડરમાં એકઠી કરવા લાગી અને જોત જોતામા એણે મારુ એસાઇન્મેન્ટ રેડી કરી મારા હાથમાં મૂકી દીધું.

ફાઈનલી મેં મારી મદદ બદલ એનો આભાર વ્યક્ત કર્યો. મે એનું નામ પૂછ્યું પણ ત્યાં જ એની બસ આવી ગઈ. એ ઝડફથી ભાગવા લાગી મેં જોરથી બમ મારી પૂછ્યું "હેય યુ! વેઇટ તારું નામ તો કેતી જા...." એણે ભાગતા ભાગતા પાછળ જોઈ જોરથી બોલી " માય નેમ ઇસ ખુશી એન્ડ યોર્સ ?" હું પણ જોરથી બોલ્યો "આયુષ......." અને બસ જતી રહી ખબર નહિ એને મારુ નામ સાંભળ્યુ પણ કે નહિ. હા એનું નામ ખુશી હતું એના માતા પિતાએ પણ ખુબ વિચારીને એનું નામ રાખ્યું ખુશી ! સાચે ખુશી મારા જીવનમાં ખુશીઓની લહેર લઈને આવી હતી.

એક સેકન્ડ મન થયું કે બસનો પીછો કરુ પણ પછી યાદ આવ્યું કે એસાઇન્મેન્ટની લાસ્ટ ડેટ છે. અને હું પહેલેથી જ મોડો છું હું કોલેજ ગયો, મારુ એસાઇન્મેન્ટ રેડી જોઈને રવિડાના તો રુવાડા ઉભા થઇ ગયા. ગાડીના ટાયર નીચે આવેલા દેડકા જેવું મોઢુ થઇ ગયું એનુ, ચેપાયગેલો દેડકો હાહાહા અને આ બધું પોસિબલ થયુ ખુશીના લીધે......

આવતી કાલ ખુશી સાથે વાત કરીને જ રહીશ. મનમાં એક મક્કમ નિર્ણય કરીને હું પથારીમા પડયો.સવાર પડીને રોજના સમય પર હું બસ સ્ટેશન પોહચી ગયો. ત્યાં જ સામેથી ખુશી અને તેની ફ્રેન્ડ આવતી દેખાય. હું તેમની પાસે ગયો અને બોલ્યો " ખુશી મારે એક કામ છે તારું, પ્લીઝ ના નહિ કેહતી " રિકવેસ્ટ કરતા મેં કહ્યું

ખુશી બોલી " હા બોલ ને શું કામ છે "

" અહીં નહિ સાંજે સાત વાગ્યે પેલી રેસ્ટરોન્ટ દેખાય ત્યાં " સ્થળ બતાવતા હું બોલ્યો પેહલા તો ખુશી થોડી ખચકાટ અનુભવતી હતી. એને અનુભવે પણ કેમ નહિ આમ કોઈ અજાણ છોકરા સાથે રેસ્ટરોન્ટ માં જવુ પણ અંતે ખુશીએ લીલી ઝંડી બતાવી પણ એક શરત સાથે કે તે એકલી નહિ આવે એની ફ્રેન્ડ એની સાથે આવશે મરતા ક્યા ના કરત્તા મે પણ હા પાડી દીધી

પોણા સાત થવા આવ્યા અને હું હજુ રસ્તામા હતો. મેં ગાડીની સ્પીડ વધારી ત્યાં જ મારી ગાડીમા પંચર પડી ગયું ત્યાં આજુ બાજુ નજર કરી પણ એક પંચરની દુકાન ના દેખાઈ, પુરા અડધો કિલોમીટર ગાડીને ધક્કો માર્યા બાદ મને પંચરની દુકાન દેખાય મેં પંચર સરખુ કરાવ્યુ અને ગાડી સ્ટાર્ટ કરી જોયુ તો! સાડા સાત થઇ ગયા. દિમાગ કહી રહ્યું હતું કે ખુશી ચાલી ગઈ હશે પણ મન બોલ્યું એક વાર જઈને જોવામા ક્યાં મારા બાપનુ કઈ લૂંટાઈ છે. ધાર્યું ધણીનું થાઈ મેં બાઈક સ્ટાર્ટ કરી અને ઝડપતી ભગાવી પણ મેં રેસ્ટરોન્ટ જઈને જોયું તો....

શું ખુશી ત્યાંથી ચાલી ગઈ હશે ?
શું આયુષ ખુશી સાથે મન ભરીને વાત કરી શકશે ?

વધુ આવતા અંકે....... આ વાર્તા બીજી વાર્તા કરતા થોડી અલગ છે મેં આ વાર્તામાં થોડું નાટક થોડી લાગણીઓ થોડી મસ્તી ઉમેરવાની કોશિશ કરી છે આશા છે કે તમને ગમશે ?✍✍✍✍