વારસાગત પ્રેમ (ભાગ ૮) આર્યન પરમાર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

વારસાગત પ્રેમ (ભાગ ૮)

પાછળના ભાગમાં આપણે જોયું કે પંચાયત દ્વારા ૧૫ દિવસની સભા ભરાઈ પરંતુ ત્રણેમાંથી એક શંકર કે જે મુખ્ય સૂત્રધાર હોય એમ માનવામાં આવી રહ્યું હતું તે જોવા ન મળતા સભા અજંબામાં આવી,
અને ત્યાં જ એક માણસ દોડતો આવે છે અને પંચાયત આગળ બોલે છે કે,તેણે નદી કિનારે શંકરને બેહોશ જોયો છે.

હવે આગળ....
હાંફતા હાંફતા માણસના શબ્દોને સાંભળતા જ તરત લાખા ભરવાડ અને આગેવાનો ઉભા થઈને ઓટલા પરથી ઉતરી જે તરફ શંકરને જોવામાં આવ્યો હોય છે ત્યાં જાય છે.આખા ગામમાં વાયરાની માફક વાત પ્રસરી જાય છે અને જે પંચાયતમાં ચુકાદો સાંભળવા આવ્યા નથી તે પણ નદી ના સ્થળ પર પહોંચી જાય છે.
ધીમે ધીમે વહેતા નદીના વહેણની પાસે બેહોશ શંકરને ત્રણ ચાર માણસો દ્વારા ઊંચો કરીને ખેતરની બાજુમાં રહેલા પથ્થર પર લાવામાં આવે છે. ચારે તરફ લોકટોળામાં વાતો થવા માંડે છે કે શંકર જીવે છે કે મૃત્યુ પામ્યો છે. લાખા ભરવાડ દ્વારા પણ આદેશ કરવામાં આવે છે કે તેની નાડી તપાસવામાં આવે,
લક્ષ્મણ નાડી તપાસીને થોડી વારમાં કઈક વિચાર્યા બાદ ધીમા અવાજે કહે છે,
કે.........
" શંકર હવે નથી રહ્યો",
આ વાક્ય સાંભળતા જ આજુબાજુનો માહોલ શાંત થઈ જાય છે.
નંદિની કે જે શંકરની પત્ની છે તે એક મોટી ચિચિયારી કરીને નીચે પડેલા શબ ઉપર પોતાનું માથું મૂકીને જે રડવાનું ચાલુ કરે છે.
હે ભગવાન.......
આ દુઃખ એક નારી જ સહન કરી શકે,
ભલે તેમના સંબંધોમાં કેટલાક સમયથી ચુકાદાની રાહમાં હતા પરંતુ આજે નંદિની જે રોકકળ અને વિરહના આંસુ સારી રહી છે તેનાથી બધા જ ગ્રામજનો શોકમાં આવી જાય છે.
શંકર....
શંકર......
શંકર....
કરતી નંદિનીને સમજાવવા રામજી આગળ આવે છે અને કહે છે,
બેટા, જે થયું સે એ હોવ વિધાતાને ખેલ સે,
તું હિંમત નો હારસ માર દીકરા પંસાયત તારી જોડે સે અને હન્ધુય હારું કરશે મારો વાલો તું ભરોહો રાખ,
ચાલ ઉભી થા,
રામજી કાકાના આટલું કહ્યા પછી લાખા ભરવાડ આદેશ આપે છે,
કે હવે સ્વર્ગવાસી શંકરને ગામની પંચાયત દ્વારા જ અગ્નિદાહ અપાશે.
***
આદેશ પ્રમાણે શંકરના શરીરને ગામની પંચાયતે લાવવામાં આવે છે. લાખા ભરવાડ અને ગામના મુખ્ય લોકો દ્વારા ચર્ચાક કરીને નિર્ણય લેવામાં આવ્યા મુજબ નદીની અને શશીકાંતને બોલાવીને કહેવાય છે કે,
દેખ નંદની દીકરા જે થયું છે એ ખૂબ જ આઘાતજનક છે અમે જાણીએ છીએ પરંતુ હવે શંકરનું કોઈ ન હોવાથી તેનો અગ્નિસંસ્કાર કરાવનાર કોણ હશે તે નક્કી કરવું અમારા માટે મુશ્કેલ છે પણ પંચાયત દ્વારા નક્કી થયું છે કે શશીકાંત જ તેને અગ્નિદાહ આપે,
જો તને અને શશીકાંતને મંજુર હોય તો જણાવી દો.
બીજો કોઈ રસ્તો ન હોવાથી શશીકાંત પણ માની જાય છે અને નદીની પણ થોડી નરમ જણાય છે.
બધુ ઠામે કર્યા બાદ લાખા ભરવાડ બહાર આવીને ગ્રામજનોને
નિવેદન જાહેર કરે છે,
" ગોમજનો પંસાયતે નક્કી કર્યું સે કે સ્વર્ગસ્થ શંકરને અગ્નિદાહ શશીકાંત આપસે અને પસી આગળની કર્યાવહી કરવામો આવસે",

***
આગળની વિધિ કરવામાં આવી અને બધું પાર પાડવામાં આવ્યું, શંકરને દાહ આપવામાં આવ્યો.
શંકરનું કોઈ ન હોવાથી ગામ આખું તેના લાકડે જઈને એકતા બતાવી, કોઈપણ સમાજ જ્ઞાતિ જાતિને ભૂલીને આજે આખું ગામ એક થયું. શંકરની આત્માની શાંતિ માટે ગામમાં એક દિવસનો શોક પણ જાહેર કરવામાં આવ્યો. હવે આગળ શુ કરવું તેના માટે હબે પછીના ૨ દિવસ બાદ
બેઠક નક્કી કરવામાં આવી.

આ સભામાં હવે પછી શું નિર્ણય લેવામાં આવશે?
કેવી રીતે શંકરનું મૃત્યુ થયું?
આ તમામ ઘટના આટલી ઝડપી કેમ બની??

તમામ પ્રશ્ર્નોના ઉત્તર માટે વાંચતા રહો.
વારસાગત પ્રેમ