સફર ( એક અજાણી મંજિલની ) - 13 Ishan shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફર ( એક અજાણી મંજિલની ) - 13

( લક્ષ્ય અને એના સાથીદારોનો ભેટો માઈકલ અને અન્યો સાથે થાય છે . તેઓ બધા હીરા કાઢી હવે ન્યૂયોર્ક જવાનુ આયોજન કરે છે.. હવે શું થાય છે આગળ જોઈએ )



એ રાતે અમે ત્યાં જ રોકાઈ ગયા.માઈકલ અને એના સાથીદારોથી અમે થોડા જ દૂર બેઠા હતા. છતા અમારી હાજરી ચતી ન થાય એની પૂરી દરકાર અમે રાખી હતી. મેં મારા મનમાં બધી ગણતરી કરી રાખી હતી , હવે આ લોકો અહીંથી સીધા ન્યૂયોર્ક જવાના હતા.અને અમે પણ એમની પાછળ જવા ધારતા હતા.દેવ જોકે હવે આગળની મુસાફરી માટે તૈયાર નહોતો. જાણે હીરા ન મળવાના ગમમાં હવે ધીમે ધીમે પણ એ જાણે હિંમત ગુમાવી રહ્યો હતો. ઘણીવાર આમ થતુ હોય છે , સફરના મધ્યે આવ્યા પછી ઘણીવાર જો મંજિલનો કોઈ પતો જ ન હોય તો એ સફર વ્યર્થ લાગે છે. કદાચ દેવ પણ હવે કંટાળ્યો હતો આ રહસ્યો અને છુપામનીના ખેલથી. અહીંથી બે જ રસ્તા હતા , કાં તો અમે અહીંથી પાછા વળી જઈએ અથવા આમનો પીછો અંત સુધી ચાલુ રાખીએ. ન જાણ્યુ જાનકી નાથે કાલે શું થવાનુ હતુ. છતા મારા આગ્રહે એ સફરને ચાલુ રાખવા ક-મને પણ તૈયાર થયો.


મારી ગણતરી સીધી હતી , જ્યારે મધદરિયે આવીને અટકી જઈએ ત્યારે આશા છોડી દેવા કરતા તો બે હાથ વધારે મારી કિનારે પહોંચવા પ્રયત્ન કરવો વધુ સારો. કોણ જાણે છે કદાચ કિનારો નજીક જ હોય. જ્યારે કંઈ નિર્ણય ન કરી શકતા હોવ ત્યારે કદાચ યોગ્ય સમયની રાહ જોવી એ પણ ઉત્તમ નિર્ણય જ છે.દરેક સવાલ એની સાથે જવાબ ચોક્કસ લાવે છે. અમે પણ અત્યારે રાહ જ જોઈ રહ્યા હતા સમસ્ત રહસ્યો પરથી પડદો ઉઠવાની. અંગ્રેજીમાં કહેવાય ને કે " ધ વેટિંગ ગેમ ". આટલે આવી ગયા પછી હું પાછો ફરવા માંગતો નહોતો. અમને ભલે એની ખબર ન હોય પણ અમે અજાણ્યે પરોપકારનુ ઉત્તમ કાર્ય કરી કદાચ હજારો લોકોની જાન ને બચાવવાના હતા!!!!


ખેર સવાર પડતાની સાથે માઈકલ અને એના સાથીદારોએ આગળની સફર શરૂ કરી. અમે પણ ધીમે ધીમે એમની પાછળ આગળ વધવાનુ શરૂ કર્યુ. સાંજ સુધીમાં અમે ધીમે ધીમે જંગલમાંથી બહાર આવવા લાગ્યા. ઊંચા ઊંચા ઝાડ ધીમે ધીમે હવે ઓછા થવા લાગ્યા હતા.થોડા સમયમાં અમે મનાસ પહોંચવાના હતા. માઈકલ અને એના સાથીદારો અમારી આગળ જ હતા. આમ તો હવે આગળની સફર માટે અમે ત્રણ જ વ્યક્તિ હતા છતા અબાના અમારી સાથે આગળ આવવા માંગતો હતો અને અમને પણ એમાં કંઈ વાંધો નહોતો. એમેય આગળ શું થવાનુ હતુ એનો તો ખ્યાલ નહોતો તો જેટલા વધુ લોકો સાથે રહેશે એટલુ વધુ સારુ એ ગણતરીએ અમે એને આવવા સહમતી આપી.

એડમનો સાથ અહીં સુધીનો જ હતો.ભલે અમે છેલ્લા કેટલાક દિવસોથી જ સાથે હતા પણ એની સાથે અમારે આત્મીયતા બંધાઈ ગઈ હતી. એ પણ અમારી સાથે સારી રીતે હળી-મળી ગયો હતો.અમે સૌ દુઃખી હતા પણ હવે અમારે આગળ વધે જ છૂટકો હતો. અમે એને એનુ મહેનતાનુ ચૂકવી દીધુ. મેં એને એક પોટલી અલગથી આપી. શરૂઆતમાં તો એને લેવાની ના પાડી દીધી પણ પછી બધાના આગ્રહથી એ રાખી લીધી. સૌને એમ જ હતુ કે એમાં વધારાના થોડા નાણા આપ્યા હશે !!!


એડમને વિદાય આપી અમે સૌ હવે મનાસ પાછા આવ્યા. લોકરમાંથી અમારો સામાન લઈ લીધો. અમે પછી એરપોર્ટ તરફ જવા રવાના થયા. એ જ રાતની અમારી ન્યૂયોર્કની ફ્લાઇટ હતી.માઈકલ અને એના સાથીદારો આ જ વિમાનથી જઈ રહ્યા હતા. દેવને અમારા પૂરા થઈ રહેલા પૈસાની ચિંતા હતી. ઘરેથી જેટલા નાણા આપ્યા હતા એ હવે ખતમ થવા આવ્યા હતા. તો પણ હજુ પણ ન્યૂયોર્ક જવાય એટલા બાકી હતા. દેવનો મારા તરફનો અણગમો હવે હું સ્પષ્ટ જોઈ શકતો હતો. છતા એણે મારા પર વિશ્વાસ પૂરો હતો અને મારી પાસે પણ એના સવાલોના જવાબ હતા જે હું સમય આવ્યે આપવાનો હતો.


અમે વિમાનમાં બેસી ગયા. એમેઝોનના આ જાદુઈ જંગલોને અલવિદા કહેવાનો સમય આવી ગયો હતો. આધુનિક યુગમાં માનવી ચંદ્ર પર પહોંચી ગયો પણ આ દુનિયા હજુ પણ એની સમજ અને જાણકારીની બહાર છે. કંઈ કેટલાય રહસ્યો અને ભેદ એનામાં છૂપાવીને બેઠી હશે. અમને એમાંના ઘણાનો ચમત્કાર થયો હતો. આ રહસ્યો સુધી માનવજાત પહોંચી પણ શકશે કે કેમ એ સવાલ છે. ઘણી બધી ઘટનાઓ જેમ કે જે પોલ સાથે થયુ એ આધુનિક યુગમાં તો માત્ર એક મનઘડંત વાર્તા જ છે. પણ અમે તો એ અનુભવ્યુ હતુ.એલ થોડી ભાવુક થઈ ગઈ હતી , પોલની અંતિમ યાદોને અલવિદા કહેવાનો સમય આવી ગયો હતો. વિમાન ધીમે ધીમે ઉડાન માટે તૈયાર થઈ રહ્યુ હતુ. નીચેથી પસાર થતા એમેઝોનના જંગલમાં માત્ર અંધકાર જ દેખાતો હતો.જાણે અહીં કઈ થતુ જ ન હોય પણ કદાચ અસલ ખેલ તો હવે શરૂ થાય છે.!!!!


( ન્યૂયોર્ક તરફ જઈ રહેલા લક્ષ્ય અને એના સાથીદારો હવે કયા રહસ્યોનો સામનો કરશે !? કેવી રહેશે તેમની આગળની સફર .....વધુ આવતા અંકે )