અધૂરું પ્રેમપ્રકરણ - ૫ PARESH MAKWANA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરું પ્રેમપ્રકરણ - ૫

હું ફટાફટ દરવાજો ખોલવા ગયો..
એણે મને રોક્યો..- અરે..અરે.. ત્યાં નીચે હોલમાં પકડાઈ જઈશ મમ્મી કિચનમાં જ હશે..
તો પછી મારે જવું ક્યાંથી..?
એણે બાલ્કની તરફ ઈશારો કર્યો..- બાલ્કની થી ઉતરી જા..
વ્હોટ..? બાલ્કનીમાં થી..
યાર વધારે નાટક ના કર તું કેપ્ટન છે..આટલું એકમાળ જેટલું ના ઉતરી શક..
તો હું..જાવ છું..હું બાલ્કનીમાં થી બહારની સાઈડ આવ્યો.. બાજુમાં જ પાઇપ હતો.. એ પકડી ને આસાની થી ઉતરી શકાય. ત્યાં જ એ મારી નજીક આવી.. મારી કોલર પકડી... એના હોઠ મારા હોઠ પર મૂકી દીધા..
એટલામાં બેડ પર પડેલો એનો મોબાઈલ વાગ્યો..અને એણે મારી કોલર છોડી દીધી..અને કોલ રિસીવ કરવા દોડી.. આ તરફ અચાનક બેલેન્સ બગડતા હું..પંદરેક ફૂટ ઉપર થી બાલ્કનીમાં લૉન પર પડ્યો..એ ફટાફટ બાલ્કનીમાં આવી.. અને મને નીચે પડેલો જોઈ હસવા લાગી..
જાનું કોનો કોલ હતો..
એ હસી - કમ્પનીનો કોલ હતો..
હું લંગડાતો.. માંડ ઘરે પોહચ્યો..
એ પછી. તો અમે આવરનવાર મળવા લાગ્યા. વેલેન્ટાઈન ડે પર મેં એક ગાર્ડનમાં બધાની સામે પ્રપોઝ કર્યું..
જાનવી વિલ યુ મેરી મી..અને એણે હા કહી દીધી..ભૂતકાળની પાછલી બધી જ વાતો ભૂલી અમારી ફેમેલીસ પણ અમારા લગ્ન માટે સહમત થઈ ગઈ..ખૂબ જ ધામ ધૂમ થી અમારા લગ્ન થયા..
******
અમારા લગ્ન થયા જાનવી અમારા બેડરૂમમાં સોળે શણગાર સજી બસ મારી રાહ જોઈ રહી હતી.. આજે એના વર્ષો ના વિરહનો અંત આવ્યો હતો..આજે એ મારામાં સમાઈ જાવા માંગતી હતી.. હું એની પાસે જ જઈ રહ્યો હતો.. ત્યાં જ બોર્ડર પર થી કર્નલનો પત્ર આવ્યો.. જેમાં લખ્યું હતું એક અગત્યના મિશન માટે અત્યારે જ ફરજ પર હાજર થવું.. હું જાણતો હતો કે જાનવી મને આ ઘડીએ નહીં જવા દે.. આટલા વર્ષો નો વિરહ બાદ એ મિલન માટે ઝંખે છે.. પણ શુ કરું મારા માટે મારા પ્રેમ કરતા પણ વધારે મહત્વનો મારો દેશપ્રેમ હતો.. એટલે જાનવીના નામની એક ચિઠ્ઠી લખી રાનીને આપી..
રાની આ ચિઠ્ઠી મારા ગયા પછી જાનવીને આપી દેજે.. અને હું મારો યુનિફોર્મ પહેરી મારો સામાન લઈ સરહદ પર નીકળી પડ્યો.

મારા ગયા ને કલાક પછી રાની અમારા રૂમમાં ગઈ..
રાની વીર.. વીર ક્યાં છે.. ક્યારની રાહ જોવ છું..
રાનીએ એના હાથમાં ચિઠ્ઠી મૂકી.. આ ભાઈનો પત્ર છે..રાનીએ ચિઠ્ઠી ખોલી..

મારી વ્હાલી જાનું.., મને માફ કરી દેજે.. પણ તું તો જાણે જ છે કે એક ફોજી માટે એની ડ્યુટી કેટલી ઈમ્પોર્ટન્ટ હોય છે..કર્નલનો ઓર્ડર છે.. એટલે જવું પડે એમ છે.. આમ પણ એક મહિનાની તો વાત છે..એક મહિનામાં હું પાછો આવી જઈશ.
- તારો વીર
જે દિવસ માટે એણે મારી આટલી રાહ જોઈ એ જ દિવસે મારી ફરજ વચમાં આવી ગઈ.. અને એને એમ પણ થયું.. કે એક પતિ તરીકે એ મને છેલ્લે મળવા પણ ના આવ્યો.. જો એ મને એકવાર છેલ્લે મળવા આવ્યો હોત તો.. આરતી ઉતારી એને હસતા મોઢે વિદાય આપત.. પણ એણે એવું ના કર્યું સીધો જ સમાન ભરી બહાર થી જ ચાલ્યો ગયો..
આથી એને મારા પર ખૂબ જ ગુસ્સો આવ્યો.. ગુસ્સામાં જ એણે ચિઠ્ઠી ફાડી નાખી..અને પાગલની જેમ આખા રૂમને વેર-વિખેર કરી નાખ્યો..રાની એ એને સંભાળી..
ભાભી તમારી જાતને સંભાળો..પ્લીઝ ભાઈ થોડા દિવસોમાં જ પાછા આવી જશે..
રાની પ્લીઝ મને મારા હાલ પર છોડી દે...ચાલી જ અહીં થી.. પ્લીઝ
રાની ભાભીને આ હાલતમાં મૂકી જવા નોહતી માંગતી પણ.. એને લાગ્યું કે જાનવી અત્યારે ખૂબ જ દુઃખી છે.. મારે અત્યારે જ ભાઈ જોડે વાત કરવી પડશે.. એ એના રૂમમાં જઇ મને કોલ કરવા લાગી પણ દર વખતે મારો ફોન સ્વીચ ઓફ આવતો હતો..
બીજી તરફ જાનવી દોડીને છત પર ચાલી ગઈ.. છતના એક ખૂણે ચાંદનીના અજવાળામાં મારી યાદમાં બેઠી બેઠી એ રડવા લાગી..આમ ને આમ એના રડવામાં જ આખી રાત નીકળી ગઈ..

સવારે રાની લેપટોપ સાથે જાનવીને શોધતી શોધતી છત પર આવી પોહચી.. એને જોતા જ જાનવીએ પોતાના આંસુ લૂછી નાખ્યા..રાનીએ લેપટોપ ખોલ્યું.. - ભાભી ભાઈ વીડિયોકોલમાં છે તમારી જોડે વાત કરવા માંગે છે..
પણ જાનવીનો ગુસ્સો એવો ને એવો જ રહ્યો - કહી દે તારા ભાઈ ને કે મારે એની જોડે કાઈ વાત નથી કરવી..આટ આટલી રાહ જોયા પછી પણ લાટ-સાહેબ ચાલ્યા ગયા ફરજ નિભાવવા..છેલ્લે એકવાર તો મળીને જાવું હતું ને.. આખરે એણે મારી જોડે વાત તો ના જ કરી..
******
આ દરમ્યાન જ મારા પપ્પાના એક મિત્ર મહેન્દ્રભાઈ ના દીકરા કરણની પત્ની એક રોડ એક્સિડન્ટમાં ડેથ થઈ જાય છે. રાની અને મારા મમ્મી પપ્પા એમને ત્યાં બેસણામાં પોહચી જાય છે.

કરણની નાની-નાની ફૂલ જેવી બે દીકરીઓ મીરા ને રિયા સ્કૂલમાં હોય છે.. એટલે જાનવી એ બન્ને ને સ્કૂલે થી અમારા ઘરે લઈ આવે છે..કરણની મોટી દીકરી મીરા વારંવાર પૂછ્યા કરતી - આંટી આજે મમ્મી અમને લેવા ના આવી..
જનવીએ એને પ્રેમથી સમજાવી કે બેટા તમારા મમ્મી પપ્પા થોડા વિક માટે બહાર ગયા છે.. તો ત્યાં સુધી. તમારે અહીંયા મારા ઘરે મારી સાથે રહેવાનું છે. બોલો રહેશો ને..?
અને બન્ને દીકરીઓ જાનવીને ભેટી પડી..- ઓકે આંટી..
ક્રમશ..